અંજીર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઢાંચો:Taxobox/species
અંજીર વૃક્ષ
અંજીરવૃક્ષ પર્ણ અને ફળ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Division: સપુષ્પ વનસ્પતિ
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: રોઝેલ્સ
Family: મોરેસી (વડનું કુળ)
Genus: ફાઇકસ
Subgenus: Ficus
Species: F. carica
Binomial name
Ficus carica
L.

સંસ્કૃતમાં અંજીરને ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર, અરબીમાં ફયુમીઝ, પર્શિયનમાં અરમાક-અંજીર, કન્નડમાં અટ્ટી અને મરાઠીમાં ઉંબર કહે છે. કાઠિયાવાડમાં અંજીરનાં કુળના અન્ય એક વૃક્ષ પર પાકતા ફળને ઉમરા કહે છે. ‘આર્યભિષક’ ગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ જ નથી. પણ મહર્ષિ ચરક વિશે મૈસૂરની ઇન્ડો-અમેરિકન હોસ્પિટલના ડૉ. અમ્માન કહે છે કે તેમણે મધુપ્રમેહ (મીઠી પેશાબ - અંગ્રેજી: ડાયાબિટીસ)ના રોગમાં અંજીરના વૃક્ષની છાલનો ઉકાળો પીવાનું કહ્યું છે.

તાજાં અંજીર,કાપેલાં,જેનાં બિયાં જોઇ શકાય છે.

ગુણ દોષ[ફેરફાર કરો]

ગુણે ઉષ્ણ છે પણ તેનામાં સ્નિગ્ધતા છે. કબજિયાત તેમ જ અનિદ્રા માટે સવારે પલાળેલાં અંજીર રાત્રે ખાવાથી ઊંઘ આવે છે. અંજીર થકી આપણું મગજ ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. અંજીરમાં ૬૦ ટકા કુદરતી સાકર હોય છે અને તેથી મગજનું કામ કરનારા માટે અંજીર સારાં છે.

વિશ્વમાં અંજીર[ફેરફાર કરો]

બાયબલ અને આરબોના ધર્મગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ છે અને આરબો કબજિયાત તેમ જ હરસમાં અંજીરને પલાળીને ખાતા. જર્મન, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા અંજીરને ફિગ કહે છે. અમેરિકનોએ પણ ફિગની ખેતી અપનાવી છે. એટલે અમેરિકામાં અંજીર થાય છે.

તુર્કીમાં આયડીન, ઇઝનીર અને મુગલા વિસ્તારના અંજીર શ્રેષ્ઠ હોય છે. કુરાન-એ-શરીફમાં અંજીરના વૃક્ષનો ઉલ્લેખ છે. મહંમદ પયગંબર સાહેબ પણ તેનો ઉપયોગ કરતા અને હરસમાં તેનો ઉપયોગ કરવાનું કહેતા.