લખાણ પર જાઓ

અંબાડી (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી

અંબાડી
અંબાડીનો છોડ : પાન, ફુલ, ઘેરા લાલ રંગનાં ફળ અને થડ સાથે
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): રોઝિડ્સ
Order: માલ્વેલ્સ
Family: માલ્વેસી
Genus: હિબિસ્કસ (Hibiscus)
Species: સેબ્ડારિફા (H. sabdariffa)
દ્વિનામી નામ
હિબિસ્કસ સેબ્ડારિફા (Hibiscus sabdariffa)
કાર્લ લિનિયસ (L.)
અંબાડીના ફળો

અંબાડી એ ભારતમાં ઉગતી એક આયુર્વેદિક ઔષધીનો છોડ છે. અંબાડીના પર્ણનું શાક (ભાજી) બનાવવામાં આવે છે. અંબાડીના છોડને ઉખેડી નાખ્યા પછી તેના મૂળ પકડી ઝૂડી નાંખવાથી તેની છાલમાંથી રેષા છૂટા પડે છે અને તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

અંબાડીને ભારતીય ભાષાઓમાં વિવિધ નામ દ્વારા ઓળખવામાં આવે છે,

આ વનસ્પતિનું મોટા ભાગનું ઉત્પાદન ચીન ખાતે થાય છે. આ વનસ્પતિના છોડ ૧.૫ થી ૨ મીટર ઊંચા વધતા હોય છે. આ વનસ્પતિ સરળ હોય છે. તેનાં પાંદડા સ્વાદમાં ખાટાં હોય છે. આ વનસ્પતિના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. તેને 'હેશ તેલ' કહેવામાં આવે છે. આમાં tetrahydrocannibinol (ટીએચસી) રસાયણનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ઓમેગા ૩ અને ઓમેગા ૬ નામના ફેટી એસિડનું ભરપૂર પ્રમાણ હોય છે. માનવ શરીર માટે તે આવશ્યક તથા ગુણવર્ધક હોય છે.

ઉત્પત્તિસ્થાન

[ફેરફાર કરો]

ભારતના વિદર્ભ, ખાનદેશ અને પંજાબના કેટલાક ભાગમાં.

સામાન્ય - દોરડાં, શેતરંજી[]કાગળ બનાવવા માટે ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર - પિત્ત, જળવાત, અજીર્ણ અને ઉચ્ચ રક્તદબાવ[] વગેરે રોગની સારવારમાં.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "hort.purdue.edu". મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૦૭.
  2. Ngamjarus C, Pattanittum P, Somboonporn C (૨૦૧૦). "Roselle for hypertension in adults". Cochrane Database of Systematic Reviews (૧). doi:10.1002/14651858.CD007894.pub2. CD007894.
  • દાજી શંકર પદેશાસ્ત્રી, આર્યુવેદ મહોપાધ્યાય. વનૌષધી ગુણાદર્શ.