અથાણાં

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કેરીનું અથાણુ

અથાણા, એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાઓ મોટાભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું (લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક સ્વાદિષ્ટ પ્રક્રિયા છે.

ઘરે બનતા અથાણાઓ ઉનાળામાં બનાવાય છે, તેને લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઇમાટીની હવાચુસ્ત બરણીઓમાં ભરી અને સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતા રોકે છે અને તેલ તેમનાં સંરક્ષક (preservative) તરીકે કાર્ય કરે છે. અથાણાઓ ભેજ રહીત વાતાવરણમાં લાંબો સમય તાજા અને સુવાસિત રહે છે. ધંધાદારી અથાણાઓ બનાવનાર 'સાઇટ્રિક એસિડ'(Citric acid) અને 'સોડિયમ બેન્ઝોએટ' (Sodium benzoate)નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.

ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાઓ બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં, સ્વાદ અને સુગંધનું ઘણુંજ વૈવિધ્ય જોવા મળે છે.

આંબળાનું અથાણુ

ગુજરાતી અથાણાઓ[ફેરફાર કરો]

  • કેરીનું અથાણુ
  • લીંબુનું અથાણુ
  • ગરમરનું અથાણુ
  • ગુંદાનું અથાણુ
  • આંબળાનું અથાણુ

આ પણ જુવો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]