અમદાવાદના દરવાજા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

જૂનું અમદાવાદ શહેર, ગુજરાતનું વ્યવસાયિક અને આર્થિક કેન્દ્રની ચારેબાજુ કિલ્લો આવેલ હતો. એવું માનવામાં આવે છે કે ભદ્રનો કિલ્લો જે આજે ૧૨ દરવાજા ધરાવે છે, તે ૨૧ દરવાજા ધરાવતો હતો. દરેક દરવાજા સુંદર કોતરણી, હસ્તાક્ષર અને ઝરૂખો ધરાવે છે.

આ અમદાવાદના પ્રવેશદ્વારો અનન્ય નામ ધરાવે છે. મોટા ભાગના દરવાજાના આજુબાજુના વિસ્તારોએ દરવાજાનું નામ ધારણ કરી લીધું છે.

 • ત્રણ દરવાજા - આ ત્રણ તોરણાકાર પ્રવેશદ્વારોનો બનેલો છે, તેનું નિર્માણ અહમદશાહ દ્વારા શાહી મેદાનના ભવ્ય પ્રવેશદ્વાર તરીકે કરવામાં આવેલું. મુઘલ બાદશાહ જહાંગીર, તેમની બેગમ નૂર જહાં સાથે મહોરમના તાજિયા આ દરવાજા પરથી જોતા હતા.
 • આસ્ટોડિયા દરવાજા - એ વખતના મહત્વના વ્યાપારના સાધન રંગકો આ દરવાજા પરથી લાવવામાં આવતા હતા.
 • રાયપુર દરવાજા - સામાન્ય લોકો આ દરવાજાથી આવનજાવન કરતા હતા.
 • સારંગપુર દરવાજા - મુખ્યત્વે આવનજાવન માટે ઉપયોગ થતો હતો.
 • પાંચકુવા દરવાજા - શહેરનો ફેલાવો વધતા આ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
 • પ્રેમ દરવાજા - વ્યપારીઓ ધંધા માટે ઉપયોગ કરતા હતા.
 • કાલુપુર દરવાજા - ખાધાખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી.
 • દરિયાપુર દરવાજા - સૈનિકો અને રાજદ્વારીઓ આ દરવાજા માટે ઉપયોગ કરતા હતા.
 • દિલ્હી દરવાજા (દિલ્લી દરવાજા) - તેના નામ મુજબ તે રાજધાની દિલ્હી માટેના અભિવાહન માટે ઉપયોગ થતો હતો.
 • શાહપુર દરવાજા - સાબરમતી નદી તરફ જવા આ દરવાજાનો ઉપયોગ થતો હતો.
 • ખાનપુર દરવાજા - તે રાજાના ઉદ્યાનનો પ્રવેશદ્વાર હતો.
 • જમાલપુર દરવાજા - વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો.
 • હલીમ દરવાજા - એકસમયે શાહપુરમાં આ દરવાજા ઉપસ્થિત હતા. સૈનિકો આ રસ્તેનો ઉપયોગ કરતા હતા.
 • મહુધા દરવાજા - આ દરવાજાનું નિર્માણ પાંચ કુવા વિસ્તારમાં કરવામાં આવેલું હતું. તેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાનની અવરજવર માટે માટે કરવામાં આવતો હતો.
 • ખાન-એ-જહાં દરવાજા - આનો ઉપયોગ આકસ્મિક નિર્ગમ માટે થતો હતો.
 • રાયખંડ દરવાજા - સાબરમતી નદીએ જવા માટે આ દરવાજાનો ઉપયોગ થતો હતો.
 • ગણેશ દરવાજા - હાલના એલિસબ્રીજ વિસ્તારમાં આ દરવાજા આવેલા હતા. સાબરમતી નદીએ પહોચવા ઉપયોગ થતો હતો.
 • ખરું દરવાજા - સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.
 • ભદ્ર દરવાજા - અન્ય વિસ્તારોના રાજા આ દરવાજાથી શહેરમાં પ્રવેશ કર્તા હતા.
 • લાલ દરવાજા - લાલ દરવાજા એક સમયે સીદી સૈયદની જાળીની સામે આવેલા હતા.
 • સલાપસ દરવાજા - રાણીના કાફલા દ્વારા આ દરવાજાનો ઉપયોગ થતો હતો.

આ સિવાય આજના અમદાવાદમાં ગોમતીપુર દરવાજા અને શાહ-આલમ દરવાજા પણ હાજર છે.

ગેલેરી[ફેરફાર કરો]


સંદર્ભો[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]