અમદાવાદ બીઆરટીએસ

વિકિપીડિયામાંથી

અમદાવાદ બીઆરટીએસ
સામાન્ય માહિતી
સ્થાનિકઅમદાવાદ, ગુજરાત
પરિવહન પ્રકારઝડપી બસ પરિવહન
મુખ્ય સેવામાર્ગો૧૭ (૨૦૧૭) [૧]
સ્ટેશનની સંખ્યા૧૫૦ [૨][૩]
દૈનિક આવનજાવન૨,૫૯,૦૦૦+ (ડિસેમ્બર ૨૦૧૭)[૪]
મુખ્ય અધિકારીગૌતમ શાહ, ડિરેક્ટર, અમદાવાદના મેયર, મુકેશ કુમાર, મ્યુનિસિપલ કમિશ્નર
વેબસાઈટઅમદાવાદ બીઆરટીએસ
કામગીરી
કામગીરીની શરૂઆત૧૪ ઓક્ટોબર, ૨૦૦૯
પ્રચાલક/પ્રચાલકોઅમદાવાદ જનમાર્ગ લીમીટેડ (એજેએલ)
વાહનોની સંખ્યા૨૫૦[૫][૬] (૧૮૬ AC બસ)[૭]
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ89 kilometres (55 mi) (ડિસેમ્બર ૨૦૧૫)[૪]
સમગ્ર તંત્રનો નકશો
પરિવહન નકશો (જૂન ૨૦૧૮)

અમદાવાદ બીઆરટીએસ એ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ(જીઆઈડીબી) દ્વારા અમદાવાદ શહેર માટે વિકસાવવામાં આવેલી ઝડપી પરિવહન સુવિધા છે. જીઆઇડીબી એ ડિઝાઈનનું કામ સેપ્ટ યુનિવર્સીટીને સોપ્યું હતું. પહેલા તબક્કાનો પીરાણા અને આર.ટી.ઓને જોડતો માર્ગ ૧૪ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

રૂટ[ફેરફાર કરો]

મુસાફરી માટે રૂટ (સપ્ટેમ્બર ૨૦૧૯)
રૂટ નંબર. રૂટ માહિતી
1 ઘુમા ↔ મણિનગર
2 સાયન્સ સિટી એપ્રોચ ↔ ઓઢવ રીંગ રોડ (દિલ્હી દરવાજા થઇને)
3 આરટીઓ ↔ મણિનગર (અંજલિ થઇને)
4 ઝુંડાલ ↔ એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ
5 વાસણા ↔ નરોડા (નારોલ થઇને)
6 નારોલ ↔ નરોડા ગામ
7 વિશ્વકર્મા કોલેજ (IIT) ↔ નારોલ (કાલુપુર થઇને)
8 ઇસ્કોન ક્રોસ રોડ્સ ↔ નરોડા (કાલુપુર થઇને)
9 ગોતા ક્રોસ રોડ ↔ મણિનગર (ગીતામંદિર થઇને )
11 ટાઉનહોલ / એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ↔ ઓઢવ રીંગ રોડ
12 આર.ટી.ઓ ↔ સી.ટી.એમ ક્રોસ રોડ
101 આર.ટી.ઓ → આર.ટી.ઓ (સરક્યુલર, કાલુપુર → અંજલિ)
201 આર.ટી.ઓ → આર.ટી.ઓ ( અંજલિ → કાલુપુર)

વિહંગાવલોકન[ફેરફાર કરો]

નહેરુ નગર- શિવરંજની ચાર રસ્તા વચ્ચેનો બીઆરટીએસ માર્ગ
અમદાવાદ બીઆરટીએસનું રાત્રિનું દ્રશ્ય

અમદાવાદમાં અત્યારે ૭૨  લાખ લોકો વસે છે[૮], જે આંકડો વર્ષ ૨૦૩૫ના અંતે ૧ કરોડ ૧૦ લાખને પહોચી શકે છે. આ પરિસ્થિતિને કારણે નરોડા અને બીજા નાના ગામડાઓમાં લોકોનો વસવાટ વધશે, જેથી ૨૦૩૫માં અમદાવાદનો વિસ્તાર ૧,૦૦૦ને આંબી જશે. આ ઉપરાંત, ત્રીજા ભાગના શહેરના વિદ્યાર્થીઓ આ સૂચિત બીઆરટીએસના માળખા પર ચાલીને પહોચી શકાય તેટલા અંતરે વસવાટ કરે છે. આમ, શહેરમાં આવનજાવન માટે માળખાગત સુવિધા ઉભી કરવાની તાતી જરૂરિયાત અને તક છે. આવા ઝડપી શહેરીકરણના સમયમાં,શહેરના વિકાસને ટકાવી રાખવા અને વેગ આપવા કાર્યક્ષમ અને ઝડપી બસ સુવિધા ખૂબ જ જરૂરી છે. ભવિષ્યની આ માંગને પહોચી વળવા, રાજ્ય અને સ્થાનિક સરકારે એક સંકલિત જાહેર પરિવહન યોજના ઘડી છે, જેનો બસ ઝડપી પરિવહન સુવિધા(બીઆરટીએસ) અગત્યનો ભાગ છે. ભવિષ્યમાં, આ સુવિધાના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણના બે સેવામાર્ગો ઉપરાંત, અમદાવાદ મેટ્રો સાથે સંકલિત કરવામાં આવશે.

શહેર પરિવહન આયોજન[ફેરફાર કરો]

સેપ્ટ યુનિવર્સિટી ના નિયામક એવા પ્રોફેસર એચ એમ શિવાનંદ સ્વામીએ વિવિધ કોરિડોર અને ફીડર નેટવર્ક્સ મૅપ દ્વારા અમદાવાદમાં બીઆરટીએસના અમલીકરણ આયોજનની આગેવાની લીધી હતી.બસોને મુખ્ય અગ્રતા આપવા ઉપરાંત યોજના એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી રીક્ષા અને અન્ય નાના વાહનો માટે સમર્પિત લેન પૂરી પાડવા સક્ષમ છે.[૯][૧૦]

શક્યતા અહેવાલ (૨૦૦૫):અમદાવાદ બીઆરટીએસ યોજનાનો પ્રથમ શક્ય અભ્યાસ રાજ્ય પ્રોજેક્ટ વિકાસ એજન્સી, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કરી તેનો તૈયાર કરવામાં આવ્યો હતો.આ અહેવાલ વિવિધ માંગોની વિગતવાર આંકણી તેમજ સામાજિક આર્થિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના ૫૮ કિલોમીટરના માર્ગ પર તૈયાર કરવામાં આવ્યો હતો. [૯]

વિગતવાર અહેવાલ (૨૦૦૫): સેપ્ટ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ શક્યતા અહેવાલના આધારે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા વિગતવાર અહેવાલ ભારત સરકારના JNNURM પ્રોગ્રામ હેઠળ રજુ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ આ પ્રોજેક્ટને શહેરી વિકાસ સરકારી મંત્રાલય ,ભારત સરકાર દ્વારા કરવામાં મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અહેવાલમાં માર્ગ-બાંધકામના વિગતવાર આયોજન તેમજ અન્ય સહાયક આંતરમાળખાના વિકાસના આયોજનનો સમાવેશ થાય છે.[૯]

વિગતવાર યોજના ડિઝાઇન અને અમલીકરણ આધાર (૨૦૦૬-અત્યાર સુધી):અમદાવાદ બીઆરટીએસના બાંધકામ દરમિયાન વિગતવાર સિસ્ટમ ડિઝાઇન સેપ્ટ યુનિવર્સિટીની ટીમ દ્વારા આપવામાં આવી હતી.આ ટીમ દિલ્હી અને પૂણે ના અમલમાં થયેલી ખામીઓને દુર કરવા માર્ગની ડિઝાઇનમાં અત્યાર સુધી લગભગ ૧૦૦ જેટલા નાના ફેરફાર કરી ચુકી છે.[૯][૧૧]

મુખ્ય સેવામાર્ગોની પસંદગી[ફેરફાર કરો]

સામાજિક આર્થિક પરિબળો, પ્રવાસ માંગ પદ્ધતિઓ, માર્ગ નેટવર્ક લક્ષણો, સૂચિત મેટ્રો યોજના અને હાલના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ના માર્ગ નેટવર્ક વિશ્લેષણને ધ્યાનમાં લઇ અમદાવાદ બીઆરટીએસ માટે લગભગ ૧૫૫ કિમીને આવરી લેતો માર્ગની મુખ્ય સેવામાર્ગો તરીકે પસંદગી કરવામાં આવી હતી. [૯]

મુખ્ય સેવામાર્ગો[ફેરફાર કરો]

બીઆરટીએસનુ નિર્માણ દરેક મુખ્ય સેવામાર્ગ પર અપેક્ષિત મુસાફરીની માંગ જોતાં કરવામાં આવેલ છે.તે બીઆરટીએસ ઉપરાંત એએમટીએસ ના રોજિંદા માર્ગ નેટવર્કના આયોજનને પણ સરળ બનાવે છે.આના કારણે બંને યોજના(બીઆરટીએસ અને એએમટીએસ) સમગ્ર શહેર મુખ્ય સેવામાર્ગોને સાંકળી લે છે. [૯]

મુખ્ય સેવામાર્ગોના ત્રણ પ્રકાર છે,જે આ મુજબ છે.[૧૨]

      કામગીરી કરતા સેવામાર્ગો

      બાંધકામ હેઠળના સેવામાર્ગો

      પ્રસ્તાવિત સેવામાર્ગો

માર્ગ હાલની સ્થિતિ સ્ટેશનોની સંખ્યા લંબાઈ નોંધો
આર.ટી.ઓ. - દાણીલીમડા - કાંકરિયા તળાવ ૨૬ 18 kilometres (11 mi)
કાંકરિયા તળાવ - મણીનગર રેલ્વે સ્ટેશન - કાંકરિયા ટેલિફોન એક્ષ્ચેન્જ (ગોળાકાર) 4.65 kilometres (2.89 mi)
દાણીલીમડા - નારોલ 3 kilometres (1.9 mi)
નારોલ - નરોડા એસટી વર્કશોપ ૨૦ 21.59 kilometres (13.42 mi)
ભાવસાર હોસ્ટેલ - દિલ્હી દરવાજા 6 kilometres (3.7 mi)
શિવરંજની - ઇસ્કોન[૧૩] 3.5 kilometres (2.2 mi)
અજીત મિલ - સોનીની ચાલી ચાર રસ્તા - ઓઢવ[૧૪] 3.6 kilometres (2.2 mi)
આર.ટી.ઓ. સર્કલ - વિસત જંકશન[૩] 4.5 kilometres (2.8 mi)
સોલા ચાર રસ્તા(એ.ઈ.સી.) - સોલા બ્રીજ[૩] 3.5 kilometres (2.2 mi)
ઇસ્કોન - બોપલ અપ્રોચ 4 kilometres (2.5 mi) દ્રિતીય ચરણ
નહેરુનગર - એલિસબ્રીજ - આસ્ટોડિયા - સારંગપુર - અજીત મિલ 6.2 kilometres (3.9 mi) દ્રિતીય ચરણ
કાલુપુર - નરોડા એસટી વર્કશોપ દ્રિતીય ચરણ
નરોડા એસટી વર્કશોપ - નરોડા ગામ ~2 kilometres (1.2 mi) દ્રિતીય ચરણ
વિસત જંકશન - ચાંદખેડા 3 kilometres (1.9 mi) દ્રિતીય ચરણ
દિલ્લી દરવાજા - કાલુપુર - સારંગપુર તૃતીય ચરણ
સોલા બ્રીજ - સાયન્સ સિટી 6.6 kilometres (4.1 mi) તૃતીય ચરણ
શિવરંજની - એપીએમસી માર્કેટ તૃતીય ચરણ
જશોદાનગર - હાથીજણ તૃતીય ચરણ
બોપલ-ઘુમા તૃતીય ચરણ - ૧-જૂન-૨૦૧૪થી કાર્યારંભ થયેલ છે.

સંચાલન સમિતિ[ફેરફાર કરો]

અમદાવાદ બીઆરટીએસની યોજનાનુ સંચાલન શ્રી કૈલાશનાથન(આઇ.એ.એસ) તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકારના સચિવશ્રીની અધ્યક્ષતાથી બનેલી સંચાલન સમિતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.

પ્રચાલક[ફેરફાર કરો]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ અને ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલ ઓથોરિટી - અમદાવાદ જનમાર્ગ લિમિટેડ આ યોજનાના પ્રચાલક છે.

બસ[ફેરફાર કરો]

આ યોજના વાતાનુકૂલન એકમ અને બિન વાતાનુકૂલન એકમ બસોનો એક મિશ્ર કાફલો ધરાવે છે. આ બસો માટે ભાગો ટાટા મોટર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ બસો સ્થાનિક સ્પષ્ટીકરણો મુજબ ચાર્ટર્ડ સ્પીડ દ્વારા બનાવવામાં આવે છે.અમદાવાદ જનમાર્ગ લિમિટેડ જોડે કુલ ૨૫૦ બસ (૧૮૬ એસી બસ) છે.

ઓળખાણ[ફેરફાર કરો]

અમદાવાદ બીઆરટીએસ યોજનાને "૨૦૧૨ યુનાઇટેડ નેશન્સ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ" ખાતે "લાઇટહાઉસ પ્રોજેક્ટ" તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી.[૧૫][૧૬]

ખિતાબો[ફેરફાર કરો]

  • ટકાઉ પરિવહન માટેનો ખિતાબ ૨૦૧૦[૧૭]
  • ભારતની શ્રેષ્ઠ ઝડપી પરિવહન સુવિધા ૨૦૦૯[૧૮]

છબીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Janmarg Routes". CEPT. Janmarg Ltd.-AMC. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૩.
  2. http://deshgujarat.com/2014/12/24/amts-to-use-brts-lane-on-two-stretches-cm-to-dedicate-new-brts-corridors-routes-buses-bus-stations-tomorrow/
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Modi opens two new BRTS routes". DeshGujarat. Ahmedabad. DeshGujarat.Com. ૨૫ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૩.
  4. ૪.૦ ૪.૧ "City's BRTS didn't enhance public transport usage". The Times of India. ૫ જાન્યુઆરી ૨૦૧૬. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૬.
  5. Offensive, Marking Them (૨૧ જુલાઇ ૨૦૧૬). "Anger spills over to streets in Ahmedabad". Ahmedabad Mirror. મૂળ માંથી 2016-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જુલાઇ ૨૦૧૬.
  6. "Bus services opting for diesel over cleaner CNG". The Times of India. ૨૧ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૬.
  7. http://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/cover-story/brts-smart-cards-go-kaput-45000-users-get-affected/articleshow/59259914.cms
  8. "Population Finder". Census of India. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૦૮.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ ૯.૪ ૯.૫ "Ahmedabad BRTS:Urban Transport Initiatives in India: Best Practices in PPP" (PDF). National Institute of Urban Affairs. ૨૦૧૦. પૃષ્ઠ ૧૮–૪૮. મૂળ (PDF) માંથી 2012-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૩.
  10. "Ahmedabad kicks off 500-cr integrated BRTS". One India News. ૪ મે ૨૦૦૬. મૂળ માંથી 2012-02-10 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૩.
  11. "Ahmedabad BRTS is the best, says expert". Ahmedabad Mirror. Bennett Coleman & Co. Ltd. ૧ ઓગસ્ટ ૨૦૦૯. મૂળ માંથી 2012-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૩.
  12. "Janmarg Routes". CEPT. Janmarg Ltd.-AMC. મેળવેલ January 04, 2013. Check date values in: |access-date= (મદદ)
  13. DNA Correspondent (16 September, 2012). "Shivranjani-Iskcon BRTS stretch in Ahmedabad operational, finally!". Daily News and Analysis. Ahmedabad. DNA. મેળવેલ January 05, 2013. Check date values in: |access-date= and |date= (મદદ)
  14. Team GGN (૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨). "New BRTS stretch gets operational". Global Gujarat News. Global Gujarat News. મૂળ માંથી 2013-01-02 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૩.
  15. "Ahmedabad, Bus Rapid Transit system, Janmarg". United Nations Framework Convention on Climate Change. મેળવેલ 7 January 2013.
  16. Goswami, Urmi (૧૫ નવેમ્બર ૨૦૧૨). "UN Climate Change Negotiations 2012: Ahmedabad's Bus Rapid Transit System to be showcased by United Nations". The Economic Times. Bennett, Coleman & Co. Ltd. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૩.
  17. http://www.prnewswire.com/news-releases/ahmedabad-india-wins-2010-sustainable-transport-award-81222267.html
  18. http://www.dnaindia.com/india/report_ahmedabad-janmarg-brts-brings-honour-to-gujarat_1319878

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]