અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

વિકિપીડિયામાંથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પ્રકાર
પ્રકાર
મ્યુનિસિપલ કોર્પોરેશન
ઇતિહાસ
રચના૧૮૭૩
નેતૃત્વ
મેયર
કિરીટભાઈ પરમાર
મ્યુનિસિપલ કમિશ્નર
મુકેશ કુમાર, IAS
ડેપ્યુટી મેયર
ગીતાબેન પટેલ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
અમોલભાઇ ભટ્ટ
વિરોધ પક્ષના નેતા
દિનેશ શર્મા[૧]
સંરચના
બેઠકો૧૯૨
રાજકીય સમૂહ
  •   ભાજપ (૧૫૯)
  •   કોંગ્રેસ (૨૫)
  •   AIMIM (૭)
  •   અપક્ષ (૧)
સૂત્ર
ઉદ્યોગ, સ્વાશ્રય, સેવા
બેઠક સ્થળ
સરદાર પટેલ ભવન, અમદાવાદ
વેબસાઇટ
ahmedabadcity.gov.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, ૧૯૪૯ હેઠળ જુલાઈ,૧૯૫૦ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. જે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે જવાબદાર છે.

ઉદેશ[ફેરફાર કરો]

"પ્રતિભાવશીલ સ્થાનિક સરકારનું નિર્માણ જે તેના નાગરિકોને વાઇબ્રન્ટ, ઉત્પાદક, સુસંવાદી, ટકાઉ તથા પર્યાવરણીય મૈત્રીપૂર્ણ, સ્વચ્છ અને જીવવા યોગ્ય ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડી શકે."

સેવાઓ[ફેરફાર કરો]

બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૬૩મી અને ૬૬મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.

ફરજીયાત સેવાઓ[ફેરફાર કરો]

  • શહેરની હદ નક્કી કરતી સરહદરેખાનું નિર્માણ કરવું
  • જાહેર રસ્તાઓ અને સ્થળોની સાફ-સફાઈ કરવી તથા
  • સુએઝ સેવાઓ
  • પાણીની સુવીધા પૂરી પાડવી
  • ગટરવ્યવસ્થા
  • અગ્નિશામક સેવાઓ
  • આરોગ્યને લગતી તબીબી અને વૈધકીય સેવાઓ પુરી પાડવી
  • સડકની પ્રકાશ-વ્યવસ્થા
  • સ્મારકો અને જાહેર સ્થળોની જાણવણી
  • સડકો અને ઘરોની ઓળખ
  • જાહેર બજાર અને કતલખાનાનુ બાંધકામ અને સંપાદન
  • અંતિમવિધિ માટેના સ્થાન અને સ્મશાનની જાણવણી
  • સડકોનુ બાંધકામ અને જાળવણી કરવી
  • સ્ટ્રીટલાઇટ
  • પ્રાથમિક શિક્ષણ
  • જાહેર પરિવહન

વિવેકાધીન સેવાઓ[ફેરફાર કરો]

  • માતૃત્વ ઘરો અને શિશુ કલ્યાણ મકાનોનુ બાંધકામ અને જાળવણી
  • કેન્દ્રીય પ્રયોગશાળાઓ જાળવણી
  • સ્વિમિંગ પૂલ અને અન્ય જાહેર આરોગ્ય સેવાઓ
  • માર્ગની બંને બાજુઓ પર વૃક્ષ વાવેતર
  • જાહેર બગીચાનુ બાંધકામ અને જાળવણી
  • એથલેટિક્સ, રમતોનુ પ્રદર્શન
  • એમ્બ્યુલન્સ સેવાઓની જાળવણી
  • થિયેટર્સ, સમુદાય હોલ અને સંગ્રહાલયોનુ બાંધકામ અને જાળવણી
  • બિલ્ડિંગ અથવા સ્ટાફ ક્વાર્ટર્સનીખરીદી
  • જાહેર પરિવહન સુવિધાઓનુ બાંધકામ અને જાળવણી
  • શૈક્ષણિક સંસ્થાઓનુ બાંધકામ અને જાળવણી
  • હોસ્પિટલોનુ બાંધકામ અને જાળવણી
  • પ્રાણીઓ અને પક્ષીઓના ઉપદ્રવોનો નાશ
  • ફેક્ટરીના કચરાના નિકાલ માટે બાંધકામ
  • ગરીબ અને કામદાર વર્ગો માટે યોગ્ય નિવાસોની ખરીદી અને જાળવણી
  • બેઘર વ્યક્તિઓ અને ગરીબ રાહત માટે આશ્રયની જોગવાઈ
  • ઇમારતો અથવા જમીનોના સર્વેક્ષણો
  • જાહેર સલામતી, આરોગ્ય, સગવડને પ્રોત્સાહન

સિધ્ધિઓ[ફેરફાર કરો]

સિધ્ધિ વર્ષ નોંધ
CRISIL નેશનલ એવોર્ડ ૨૦૦૩ ૨૦૦૩ શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ માટે
ઇન્ટરર્નેશનલ બેસ્ટ પ્રેકટીસ ૨૦૦૪ ૨૦૦૪ શહેરનું સિવિક સેન્ટર અને ઈ ગવર્નન્સના શ્રેષ્ઠ પ્રયાસો માટે
પ્રાઇમ મિનીસ્ટર એવોર્ડ ફોર એક્ષ્લન્સ ઇન "અર્બન ડીઝાઇન & કોન્સેપ્ટ" ૨૦૦૬ "અર્બન ડિઝાઇન અને સાબરમતી નદી ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કન્સેપ્ટ" માં શ્રેષ્ઠતા માટે
UNHABITAT દુબઇ ઇન્ટરર્નેશનલ એવોર્ડ ૨૦૦૬ શ્રેષ્ઠ શહેરી પર્યાવરણ (ઝૂંપડપટ્ટી નેટવર્કીંગ પ્રોજેક્ટ) સુધારો પ્રયાસો માટે
ક્મીટમેન્ટ ટુ રીફોર્મ્સ ૨૦૦૭ મ્યુનિસિપલ પહેલ પ્રવ્રુતિ 2007 (કેટેગરી એ મેગા શહેરોમા પ્રથમ)ઉત્કૃષ્ટતા માટે
ઇન્ડીઆ ટેક એક્ષ્લન્સ એવોર્ડ ૨૦૦૮ મુખ્ય સ્ટ્રિમિંગ શહેરી, ગરીબ ઝૂંપડપટ્ટી અને પૂરી આજીવિકાની તકો અને વસવાટ સુધારવા નેટવર્કીંગના પ્રયાસો માટે
નેશનલ અર્બન વોટર એવોર્ડ ૨૦૦૮ અસરકારક પાણી પુરવઠા મેનેજમેન્ટ એન્ડ બજાર આધારિત નાણાકીય સિસ્ટમ સફળ વિકાસ માટે
હોરીઝોન્ટલ ટ્રાન્સફર ઓફ ICT-based બેસ્ટ પ્રેકટીસ ૨૦૦૮ ઈ ગવર્નન્સના શ્રેષ્ઠ પ્રયાસો માટે
ઈ ગવર્નન્સ ઇ-ઇન્ડીયા ૨૦૦૯ ૨૦૦૯ આઇસીટી સક્ષમ વર્ષની શ્રેષ્ઠ મ્યુનિસિપલ પહેલ માટે
અર્બન એન્વાયરમેન્ટલ અકોર્ડ ૨૦૦૯ શહેરી પર્યાવરણીય એકોર્ડ માટે ભારત માં સૌથી પ્રતિબદ્ધ શહેરનું બનવા માટે
બેસ્ટ માસ ટ્રાન્સીટ સીસ્ટમ ૨૦૦૯ જનમાર્ગ અમદાવાદ બીઆરટીએસ પ્રોજેક્ટ માટે
ઇન્ટરર્નેશનલ એવોર્ડ ઓન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ ૨૦૧૦ -
નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન ઇન સર્વિસિંગ ધ નીડસ ઓફ ધ અર્બન પુઅર ૨૦૧૦ -
ઇન્ટરર્નેશનલ એવોર્ડ ઓફ આઉટસ્ટેનડિંગ ઇનોવેશન ઇન પબ્લીક ટ્રાન્સપોર્ટ ૨૦૧૦ અમદાવાદ જનમાર્ગ -અમદાવાદ બીઆરટીએસ માટે
નોલેજ એન્ડ રીસર્ચ એવોર્ડ ૨૦૧૦ જનમાર્ગ -અમદાવાદ બીઆરટીએસ માટે
ડેરીંગ એમ્બીશન એવોર્ડ ૨૦૧૦ જનમાર્ગ -અમદાવાદ બીઆરટીએસ માટે
ઇનીશીએટીવ ફોર સોશીઅલ હાઉશીંગ ૨૦૧૦ -
ઇનોવેટીવ ઇન્ફાસ્ટ્ર્કચર ડેવલપમેન્ટ ૨૦૧૦ -
AIILSG નગર રત્ન એવોર્ડ ૨૦૧૧ શ્રેષ્ઠ શહેર પ્રદર્શન માટે

વહીવટ વ્યવસ્થાપન[ફેરફાર કરો]

કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક આઈ.એ.એસ. અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે.વહીવટી હેતુઓ માટે શહેર ૭ ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષીણ પશ્ચિમ માં વહેંચાયેલું છે. દરેક વોર્ડ ૩ કોર્પોરેટર દ્વારા રજૂ થાય છે.[૨] કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.

પૂર્વવૃતાંત અને સુધારાઓ[ફેરફાર કરો]

સરકારની શહેરી સેવા આપવાની કાર્યક્ષમતા નાગરિકના વિશ્વાસ પરથી સાબિત થાય છે.વર્ષો સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૃદ્ધિ પડકારોનો અસરકારક સામનો કર્યો છે અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચી કક્ષાએ શહેરી સેવાઓ નોંધપાત્ર રીતે પૂરી પાડવામાં ત દેશમાં ટોચની સર્વિસ પ્રોવાઇડર્સ છે.પાણી પુરવઠો, ઘન કચરો સંગ્રહ અને ગટર માં કવરેજ સ્તર રાષ્ટ્રીય સરેરાશથીપણ ઉપર છે.તાજેતરના ભૂતકાળમાં શહેર પરિવહન, અતિક્રમણને દૂર અને સ્વચ્છતા પર પ્રભાવશાળી સુધારાઓ જળવાઇ રહ્યા છે.ભૂતકાળમાં કોઈપણ તુલનાત્મક સમયગાળામાં વધુ ઘન કચરો એકત્રિત થયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા તેના ઊંચી ગુણવત્તાના શાસનને રજુ કરે છે,જે દેશમાં અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે બેન્ચમાર્ક છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bus services opting for diesel over cleaner CNG". The Times of India. 21 December 2015. મેળવેલ 12 January 2016.
  2. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોનું અધિકૃત જાળસ્થળ". અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મૂળ માંથી 2018-04-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓગષ્ટ ૨૦૨૧. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]