લખાણ પર જાઓ

અર્ધ વિરામ

વિકિપીડિયામાંથી
;
અર્ધ વિરામ
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

અર્ધવિરામ અલ્પ વિરામથી વધારે અને પૂર્ણ વિરામથી ઓછો વિરામ લેવાનું સૂચવે છે.[] તેનો વપરાશ:

૧. સંયુક્ત વાક્યનાં સહગામી વાક્યોને છૂટાં પાડવા માટે. જેમકે,

જીવનનું મૂલ્ય કોઈ સુઘડ ઘર, સુંદર પથારી ને સરસ શાક વડે કરે છે; કોઈ પૈસા વડે, કોઈ કીર્તિ વડે કરે છે; કોઈ સત્તા વડે, કોઈ તપ વડે, કોઈ પ્રણય વડે કરે છે.

૨. બે વાક્યોના બનેલા સંયુક્ત વાક્યમાં બેની વચ્ચેનું ઉભયાન્વયી અવ્યવ અધ્યાહ્રત હોય તો. જેમકે,

મહાત્મા હસે છે; એમને કાબરચીતરી મૂછોના ફરકાટમાં આજે જુદી જ ગતિ દેખાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૭.