અલકા યાજ્ઞિક
અલકા યાજ્ઞિક | |
---|---|
જન્મ | ૨૦ માર્ચ ૧૯૬૬ |
વ્યવસાય | અભિનેતા, ફિલ્મ અભિનેતા |
વેબસાઇટ | http://www.alkayagnik.co.in/ |
અલકા યાજ્ઞિક ભારતીય સિનેમા ની એક મહત્વપૂર્ણ પાર્શ્વગાયિકા છે.
પ્રારંભિક અને સામાજિક જીવન
[ફેરફાર કરો]અલકા યાજ્ઞિકનો જન્મ કોલકાતા માર્ચ ૨૦, ૧૯૬૬ મા ગુજરાતી પરિવાર મા થયો હતો. તેમની માતા શુભા યાજ્ઞિક ભારતીય શાસ્ત્રીય સંગીત ની ગાયક હતી. અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે દ્વારા ગાયેલ ગુજરાતી ફિલ્મ મેરુ માલણનું ગીત ઓઢણી ઓઢુ ઓઢુ ને ઊડી જાય ખુબજ પ્રસિદ્દ થયુ હતુ.
નોંધપાત્ર સહકાર્યો
[ફેરફાર કરો]લક્ષ્મીકાત-પ્યારેલાલ
અલકા એ નિવૃત્ત સંગીતકાર લક્ષ્મીકાત-પ્યારેલાલ સાથે કે જેમના સંગીતવાદ્યો વડે હિટ ફિલ્મો લોન્ચ કરાવી હતી તેઝાબ, હમ, ખલનાયક, ખુદા ગવાહ અને અન્ય ઘણી ફિલ્મો બનાવેલ.
નદીમ-શ્રવણ
અલકા યાજ્ઞિકે નદીમ-શ્રવણ સાથે મળીને ઘણી ફિલ્મો જેવીકે સાજન (૧૯૯૧), આદમી ખીલોના હૈ (૧૯૯૩),ફૂલ ઔર કાંટે (૧૯૯૧), દીવાના કરી હતી.
અનુ મલિક
અલકા યાજ્ઞિકે અનુ મલિક સાથે મળીને ઘણી ફિલ્મો જેવી કે બાઝીગર, ફિર તેરી કહાની યાદ આઇ, ઈમ્તીહાન, રામજાને, રીફ્યુજી, વિજયપથ, મેં ખિલાડી તુ અનાડી વગેરે તમામ અત્યંત સફળ રહી છે.
એ. આર. રહેમાન
અલકા યાજ્ઞિકે એ. આર. રહેમાન સાથે મળીને ઘણી ફિલ્મો જેવીકે તાલ, લગાન, ઝૂબેદા, સ્વદેશ, યુવરાજ, અદા, સ્લમ ડોગ મિલેનિયર જેવી બધીજ વિવેચનાત્મક રીતે વખાણાયેલી છે.
રાજેશ રોશન
અલકાએ રાજેશ રોશન સાથે કરેલ ફિલ્મો કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, કહો ના પ્યાર હૈ (૨૦૦૦), કોઈ મિલ ગયા (૨૦૦૩), આપ મુઝે અચ્છે લગને લગે, કોયલા અત્યંત લોકપ્રિય છે.
મહેશ નરેશ
અલકાએ ગુજરાતી ફિલ્મ જગતના ઘણા સંગીતકારો સાથે કાર્ય કરેલું છે. તે પૈકી મહેશ-નરેશ દ્વારા સંગીતબદ્ધ થયેલી અનેક ફિલ્મોમાં તેમણે અસંખ્ય ગીતો ગાયાં છે ને જેમાંથી મોટાભાગનાં સફળ રહયાં છે. મહેશ-નરેશની ઢોલામારુ, મેરુમાલણ, હિરણ ને કાંઠે, જોડે રહેજો રાજ, સાયબા મોરા, ઢોલી, ઉજળી મેરામણ, લોહીભીની ચૂંદડી ને બીજી ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. આ પૈકી કેટલાક ગીતો માટે તેમને ગુજરાત સરકાર દ્વારા આપતા એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જેમ કે, લોહીભીની ચૂંદડી ફિલ્મનું ટાઇટલ સોન્ગ : ઓઢી રે ઓઢી મેં લોહીભીની ચૂંદડી.
આનંદ-મિલિંદ
હિમેશ રેશમિયા
શંકર-એહશાન-લોય
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |