આકાશ (ટૅબ્લેટ)

વિકિપીડિયામાંથી

આકાશ એક કમ્પ્યૂટર છે, જેને ટેબ્લેટની શ્રેણીમાં મુકવામાં આવી રહ્યું છે. તેનો મૂળ ઉદ્દેશ્ય સમાજમાં રહેલા અમીર-ગરીબના ભેદને મિટાવવાનો છે, જેને કારણે કમ્પ્યૂટર ટેક્નોલોજીથી આજે પણ એક મોટો વર્ગ વંચિત રહેવા પામ્યો છે. આ નવીન ઉપકરણ દ્વારા દેશના ખૂણે-ખૂણા સુધી ટેકનોલોજી ને પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

કિંમત[ફેરફાર કરો]

ધી ગાર્ડિઅન નામનાં અંગ્રેજી દૈનિકે શરૂઆતમાં જણાવ્યું હતું કે આ દુનિયાનું સૌથી સસ્તું કમ્પ્યૂટર હશે અને ભારતમાં તેની કિંમત ફક્ત રૂ. ૫૦૦ રહેશે.[૧] પરંતુ બી.બી.સી.એ દાવો કર્યો હતો કે આ કિંમત ફક્ત ગાર્ડિઅને કરેલા ખોટા અર્થઘટનનું જ પરિણામ છે, અને ખરી કિંમત રૂ. ૫,૦૦૦ હશે.

ભારતના માનવ અને શંસાધન વિકાસ મંત્રી શ્રી કપિલ સિબ્બલે જુલાઇ ૨૦૧૦માં તેની કિંમત રૂ. ૧,૫૦૦ હોવાની જાહેરાત કરી છે.[૨][૩]

કેન્દ્રીય માનવ અને શંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અયોજીત શૈક્ષણિક કાર્યક્રમ પરનાં રાષ્ટ્રીય મિશનનાં ઉદ્ઘાટન સમયે સંયુક્ત સચિવ શ્રી એન.કે. સિન્હાએ એ સ્પષ્ટ કર્યું હતું કે તે લેપટોપ નથી, પરંતુ ફક્ત એક કમ્પ્યૂટર ઉપકરણ છે, જે ૧૦ ઈંચ લાંબું અને ૫ ઈંચ પહોળું હશે તથા તેની કિંમત લગભગ રૂ. ૧,૫૦૦ની આસપાસ રહેશે. જો આ લેપટોપ નથી તો શરૂઆતથી તેની જાહેરાત લેપટોપ તરિકે કેમ કરવામાં આવી રહી છે, તેમ પુછવામાં આવતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.[૪]

આ કમ્પ્યૂટર ઉપકરણનું વિમોચન શૈક્ષણિક કાર્યક્રમ પરનાં રાષ્ટ્રીય મિશનનાં ભાગરૂપે કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ માહિતી અને પ્રસારણ ટેક્નોલોજી દ્વારા ભારતીય ઉપખંડની ૨૫,૦૦૦ મહાવિદ્યાલયો (કોલેજો) અને ૪૦૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)ને હાલમાં કાર્યરત સાક્ષત પોર્ટલ દ્વારા જોડવામું આયોજન છે. [૫]

રૂપરેખા[ફેરફાર કરો]

આકાશની રૂપરેખા (કન્ફિગરેશન-Configuration) નીચે મુજબ રહેશે:

  • ૨ ગીગા બાઈટ (GB) મેમરી (મેમરી કાર્ડનો ઉપયોગ કરીને)[૬][૭]
  • વાઇ-ફાઇ સક્ષમ
  • સ્થાયી ઇથરનેટ ક્ષમતા
  • એન્ડ્રોઇડ ૨.૩ (જીંજર બ્રેડ) ઓપરેટિંગ સિસ્ટમ
  • ૨ વૉટ પાવર વપરાશ (સૌર ઉર્જા અને પરંપરાગત બેટરીના સમન્વયથી)[૮]

ઉપલબ્ધતા[ફેરફાર કરો]

જનતાના વપરાશ માટે તે ઇ. સ. ૨૦૧૧ના પ્રારંભમાં ઉપલબ્ધ થશે તેમ માનવામાં આવે છે.[૯] તમે અગાઉથી બુક કરાવી શકો છો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. India to unveil the £7 laptop, The Guardian, Febryary 2, 2009
  2. India unveils prototype for $35 touch-screen computer BBC World news-South Asia Retrieved 25 July 2010
  3. "Why India's $35 computer joke isn't funny". The Economic Times. New Dehli. 25 July 2010. મૂળ માંથી 28 જુલાઈ 2010 પર સંગ્રહિત. મેળવેલ 25 July 2010. Check date values in: |archive-date= (મદદ)
  4. $10-laptop proves to be a damp squib, The Times of India, February 4, 2009
  5. India unveils prototype for $35 touch-screen computer BBC World news-South Asia Retrieved 25 July 2010
  6. India unveils prototype for $35 touch-screen computer BBC World news-South Asia Retrieved 25 July 2010
  7. Guardin-India untiels cheapest laptop Retrieved 25 July 2010
  8. Guardin-India untiels cheapest laptop Retrieved 25 July 2010
  9. Guardin-India untiels cheapest laptop Retrieved 25 July 2010