આજી નદી

વિકિપીડિયામાંથી
આજી નદી
રેલ્વે પુલ પરથી દેખાતી આજી નદી
સ્થાન
જિલ્લોરાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો
વિસ્તારસૌરાષ્ટ્ર
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનલોધિકા
નદીનું મુખકચ્છનો અખાત, અરબી સમુદ્ર
 • સ્થાન
રણજીતપર, જામનગર જિલ્લો
લંબાઇ૧૦૨ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેડોન્ડી નદી, ન્યારી નદી
 • જમણેલાલપરી નદી
બંધઆજી બંધ
રાજકોટ શહેરમાંથી વહેતી આજી નદી

આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે. આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.[૧]

કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે. જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુદ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આજી નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ માર્ચ ૨૦૧૬.

બાહ્ય કડી[ફેરફાર કરો]