આયેશા ટાકિયા
આયેશા ટાકિયા | |
---|---|
જન્મ | ૧૦ એપ્રિલ ૧૯૮૬ મુંબઈ |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, અભિનેતા |
આયેશા ટાકિયા (જન્મ: ૧૦ એપ્રિલ ૧૯૮૬) ભારતીય હિન્દી ફિલ્મોની અભિનેત્રી છે. તેની ફિલ્મ કારકિર્દીની શરુઆત ટારઝન: ધ વંડર કાર (૨૦૦૪) ફિલ્મથી થઇ. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિતનો પુરસ્કાર મળ્યો. તેણે કરેલો યુવાન વિધવાનો અભિનય ફિલ્મ દોર (૨૦૦૬) માટે વખાણવામાં આવ્યો હતો. ત્યારબાદ વોન્ટેડ (૨૦૦૯) તેની સૌથી મોટી વ્યાવસાયિક સફળ ફિલ્મ હતી.[૧]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]આયેશાનો જન્મ મુંબઈ મા થયો હતો. તેના પિતા નિશિત હિન્દુ અને માતા ફરિદા મુસ્લિમ તથા પરિવારમાં નાની બહેન નિશા છે.
કારકિર્દી
[ફેરફાર કરો]આયેશા એ તેની કારકિર્દી ની શરૂઆત ૧૫ વર્ષ ની વયે શાહિદ કપુર સાથે વિજ્ઞાપન "હું કોમ્પલાન ગર્લ છું!" ત્યારબાદ ફાલ્ગુની પાઠક ના વિડિયો આલ્બમ જેવાકે "મેરી ચુનરી ઉડ ઉડ જાયે" થી કરી.
અંગત જીવન
[ફેરફાર કરો]આયેશા ના લગ્ન ૧ માર્ચ ૨૦૦૯ ના રોજ, રાજકારણી અબુ આસિમ આઝમી, સમાજવાદી પાર્ટીના પુત્ર ફરહાન આઝમી સાથે થયા હતા. આ દંપતિ ડિસેમ્બર ૨૦૦૮માં લગ્ન કરવાનું આયોજન હતું, પરંતુ લગ્ન ૨૦૦૮ના મુંબઈ હુમલાના કારણે તેમાં વિલંબ થયો હતો.
પુરસ્કાર
[ફેરફાર કરો]- ૨૦૦૫, ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિતનો પુરસ્કાર, ટારઝન: ધ વંડર કાર માટે
- ૨૦૦૪, આઈફા સ્ટાર નવોદિત
- ૨૦૦૫, સ્ટાર્સ સબસે ફેવરેટ નયી હિરોઇન
- ૨૦૦૭, સ્ટાર સ્ક્રીન પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી (વિવેચક), ફિલ્મ દોર માટે
- ૨૦૦૭, સ્ટારડસ્ટ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર, ફિલ્મ દોર માટે
ફિલ્મની સફર
[ફેરફાર કરો]Year | Film | Role | Notes |
---|---|---|---|
૨૦૦૪ | ટારઝન: ધ વન્ડર કાર | પ્રિયા રાકેશ કપુર | |
૨૦૦૪ | દિલ માંગે મોર | સગૂન | વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર |
૨૦૦૪ | સોચા ન થા | અદિતિ મલ્હોત્રા | |
૨૦૦૫ | શાદી નં. ૧ | ભાવના | |
૨૦૦૫ | સુપર (૨૦૦૫ ફિલ્મ) | સિરિ વલ્લિ | તેલુગુ ફિલ્મ નામાંકન - ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ (તેલુગુ) |
૨૦૦૫ | હોમ ડીલીવરી: આપકો... ઘર તક | જેન્ની | |
૨૦૦૬ | શાદી સે પહેલે | રાની ભાલ્લા | |
૨૦૦૬ | યું હોતા તો ક્યા હોતા | ખુશ્બુ | |
૨૦૦૬ | દોર | મીરા | |
૨૦૦૭ | સલામ-એ-ઇશ્ક: અ ટ્રીબ્યુટ ટુ લવ | ગિયા બક્ષી | |
૨૦૦૭ | ક્યા લવ સ્ટોરી હે | કાજલ મેહરા | |
૨૦૦૭ | ફૂલ એન્ડ ફાઇનલ | ટિના | |
૨૦૦૭ | કેશ (૨૦૦૭ ફિલ્મ) | પ્રીતિ / રિયા | |
૨૦૦૭ | બ્લડ બ્રધર્સ (ટુંકી ફિલ્મ) | કેયા | |
૨૦૦૭ | નો સ્મોકિંગ (૨૦૦૭ ફિલ્મ) | અંજલિ / અની | |
૨૦૦૮ | સ્ંડે (ભારતીય ફિલ્મ) | સેહાર થાપર | |
૨૦૦૮ | દે તાલી | અમ્રીતા "અમુ" | |
૨૦૦૯ | ૮ X ૧૦ તસ્વીર | શીલા પટેલ | |
૨૦૦૯ | વોન્ટેડ (૨૦૦૯ ફિલ્મ) | ઝાનવી | |
૨૦૧૦ | પાઠશાલા | અંજલિ માથુર | |
૨૦૧૧ | મોડ | આરણ્યા મહાદેવ | |
૨૦૧૨ | મેડ ડેડ | નિર્માણ હેઠળ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "બોક્સ ઓફિસ ઇન્ડિયા ૨૦૦૯". મૂળ માંથી 2012-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-12.