આહવા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આહવા
—  ગામ  —
આહવાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૦°૪૫′૦″N ૭૩°૪૧′૦″E / Expression error: Unrecognized punctuation character "�". Expression error: Unrecognized punctuation character "�". / ૨૦.૭૫; ૭૩.૬૮૩૩૩૩
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
નજીકના શહેર(ઓ) સુરત
લોકસભા મતવિસ્તાર વલસાડ
વિધાનસભા મતવિસ્તાર ડાંગ-વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)

આહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય ડાંગ જિલ્લાનું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. આહવા ખાતે હોળીના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.

આહવા તાલુકો ડાંગ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.

આહવા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ડાંગ જિલ્લાના મુખ્ય ગામો તરીકે, (૧) આહવા, (ર) વઘઇ, (૩) સાપુતારા (ગિરીમથક), (૪) શામગહાન, (પ) સુબીર (સબરી માતાનું મંદિર), (૬) કાલીબેલ, (૭) મહાલ (ગાઢ અભ્યારણ) જેવા ૩૧૧ ગામો આવેલા છે.