લખાણ પર જાઓ

ઇન્દોર દુરંતો એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી
ઇન્દોર દુરંતો એક્સપ્રેસ

ઇન્દોર દુરંતો એક્સપ્રેસ એ ભારતીય રેલ્વેની એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. જે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ (બી-ટી-એસ) ને ઇન્દોર (આઈ-એન-ડી-બી) ની સાથે જોડતી ટ્રેન છે. આ ટ્રેનનું સંચાલન ૧૨૨૨૭ તથા ૧૨૨૨૮ ક્રમાંક સાથે થાય છે. મુંબઈ અને ઇન્દોરને જોડતી અન્ય ટ્રેનોમાં ટ્રેન સંખ્યા ૧૨૯૬૧ અને ૧૨૯૬૨ અવંતિકા એક્સપ્રેસનો સમાવેશ પણ થાય છે.

સામાન્ય જાણકારી

[ફેરફાર કરો]

આ ટ્રેનની શરૂઆત ૨૮ જાન્યુઆરી ૨૦૧૧ની પ્રથમ યુક્તિ સાથે કરવામાં આવી હતી. એ સમયની જેમ આજે પણ આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ પોતાની સેવા પ્રદાન કરે છે. આ સંપૂર્ણ રૂપે વાતાનુકુલીન ટ્રેન છે તથા એલ-એચ–બી નંબરોનો પ્રયોગ કરવાનો હતો. આ ટ્રેનના રેકને વહેંચવામાં પણ આવે છે. આ ટ્રેન પોતાના રેક ૧૨૨૩૯ અને ૧૨૨૪૦ જયપુર દુરંતો એક્સપ્રેસની સાથે વહેંચે કરે છે. આ એક પ્રકારની બ્રોડ ગેજ ટ્રેન છે. જેનું માપ ૧,૬૭૬ મિમી એટલે કે ૫ ફૂટ ૬ ઇંચ છે. આ ટ્રેનની સરેરાસ ઝડપ ૬૫.૬૬ કિમી પ્રતિ કલાકની છે.[][]

કર્ષણ (ટ્રેક્શન)

[ફેરફાર કરો]

બી આર સી ડબલ્યુ એ પી ૫ લોકો એન્જિન આ ટ્રેનને મુંબઈ સેન્ટ્રલથી લઈને ઇન્દોર અને ફરી પાછું ઇન્દોર થી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધી ખેંચી જાય છે.

કોચ સંગઠન

[ફેરફાર કરો]

આ ટ્રેનમાં નીચે મુજબના કોચ રાખવામાં આવેલાં છે:

  • ૮ વાતાનુકૂલિત ૩ ટીયર કોચ
  • ૨ વાતાનુકૂલિત ૨ ટીયર કોચ
  • ૧ વાતાનુકૂલિત પ્રથમ શ્રેણી
  • ૧ પેન્ટ્રી કાર સાથે સાથે
  • ૨ ઈ ઓ જઈ જી કાર

આ પ્રમાણે આ ટ્રેનમાં કુલ ૧૪ કોચ ફાળવવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેના અધિકારોના અહેવાલ પ્રમાણે ટ્રેનમાં વર્તમાનમાં રહેલાં કોચોની સંખ્યામાં યાત્રીઓની માંગ પ્રમાણે વધારો અથવા ઘટાડો થઇ શકે છે.[]

આ ટ્રેનનાં ટેક્નિકલ સ્ટોપ્સ વડોદરા જંકશન, રતલામ જંકશન તથા ઉજ્જૈન જંકશન છે. અમુક પરિસ્થિતિના આધારે પણ આના સ્ટોપ્સ નક્કી કરવામાં આવેલાં છે જ્યાં ટ્રેન ઉભી પણ રહે છે. પરંતુ આ સ્ટેશનથી અન્ય બીજા સ્ટેશન સુધી અથવા અન્ય સ્ટેશન થી આ સ્ટેશન સુધીની ટીકીટ બુક કરી શકાય નહીં. આ સ્ટેશન પર ફક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેનને રોકવામાં આવતી હોય છે.[]

સ્ટેશન સ્ટેશનનું નામ આગમન પ્રસ્થાન અંતર દિવસ આવર્તન
બી સી ટી મુંબઈ સેન્ટ્રલ પ્રારંભ ૨૩ : ૧૫ ગુરુવાર, શનિવાર
આઈ એન ડી બી ઇન્દોર ૧૧ સમાપન ૮૨૧ કિમી (૫૧૫ મી) -
આઈ એન ડી બી ઇન્દોર પ્રારંભ ૨૩ : ૦૦ શુક્રવાર, રવિવાર
બી સી ટી મુંબઈ સેન્ટ્રલ ૧૧ : ૪૦ સમાપન ૮૨૧ કિમી (૫૧૫ મી) -

મુંબઈ થી ઇન્દોર માટેની સૌથી ઝડપી ટ્રેનની સેવા છે. ૧૨૨૨૭ દુરંતો એક્સપ્રેસના રૂપમાં આ ટ્રેનની સરેરાશ ઝડપ ૬૫.૮૮ કિમી પ્રતિ કલાકની રાખવામાં આવેલી છે. સાથે સાથે આ ટ્રેન ૮૨૯ કિમીનું અંતર ૧૨ કલાક અને ૩૫ મિનિટમાં નક્કી કરે છે, અને ત્યાં જ વિપરીત ૧૨૨૨૮ દુરંતો એક્સપ્રેસના રૂપમાં આ ટ્રેનની સરેરાશ ઝડપ ૬૫.૬૬ કિમી પ્રતિ કલાકની રાખવામાં આવેલી છે તથા આ સાથે જ પોતાનું ૮૨૯ કિમીનું અંતર ૧૨ કલાક અને ૪૦ મિનિટમાં પૂર્ણ કરે છે.

આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ પોતાની સેવા બજાવે છે. ટ્રેન ક્રમાંક ૧૨૨૨૭ ગુરુવાર અને શનિવારના રોજ સેવા પૂરી પાડે છે અને તે જ ટ્રેન સંખ્યા ૧૨૨૨૮ શુક્રવાર અને રવિવારના રોજ પાછી ફરે છે. આ ટ્રેનની સાથે સાથે એક પેન્ટ્રી કારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને યાત્રીઓની ખાન-પાનને લગતી જરૂરીયાતને પૂરી પાડી શકાય.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ટ્રેનની શરૂઆત". indianrailways.gov. ૨૭ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪.
  2. "ઇન્દોર - મુંબઈ સેન્ટ્રલ ૧૨૨૨૮ દુરંતો એક્સપ્રેસ". indianrailways.com.
  3. "દુરંતો રેલ્વેની યાદી".
  4. "મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર ૧૨૨૨૭ દુરંતો એક્સપ્રેસ". cleartrip.com. મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-18.