ઇસુ

વિકિપીડિયામાંથી
ઈસુ

ઇસુ, ઇસા મસીહ, કે જીસસ ક્રિસ્ટ christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વરનો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો બાઇબલના નવા કરારના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક)માં જોવા મળે છે.

જન્મ[ફેરફાર કરો]

કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં ઇઝરાયેલ ના નાઝરેથ પ્રાંતના બેથલેહેમ ગામમાં એક ગાભણમાં થયો હતો. તેમની માતાનુ નામ મરીયમ હતું, અને ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા (ફક્ત નામ ખાતર તેમનુ લગ્ન યુસુફ સાથે થયુ હતું). બાઇબલ અનુસાર મરીયમ ને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભ થી ઇશ્વર પુત્ર જન્મ લેશે. યહુદી ધર્મ ના ધર્મીક આગેવાનો દ્વારા સદીઓ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે અને તે કુંવારી સ્ત્રી ના પેટે જન્મ લેશે. પવિત્ર આત્મ દ્વારા મરિયમ ને ગર્ભ રહ્યો અને તે ગર્ભવતી થયી (મથ્થી 1:23). જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા.

જન્મ અને બાળપણ[ફેરફાર કરો]

પોણા ૨ હજાર વર્ષ પહેલાની વાત છે. પેલેસ્ટાઇન માં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસ નાં આદેશ થી રોમ માં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસુફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગર થી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મરીયમ નાં ગર્ભ થી ઇસુ નો જન્મ થયો.

થયુ એવુંકે ખુબજ ભીડ હોવાથી તેમને કોઇ ધર્મશાળામા રહેવાની જગ્યામળી નહી,તેથી તેમણે બાળકને કપડામાં લપેટીને પશુઓનાં ગભાણ માં રહ્યા. આંઠમા દીવસે તેનુ નામ ઇસુ કે ઇસા પાડવામાં આવ્યું.ત્યાર બાદ યુસુફ અને મરીયમ બાળકને લઇને યરુશાલેમ ગયા, તે સમયમાં એવી પ્રથા હતીકે માતા-પિતા તેમના મોટા દિકરાને મંદિરમા લઇ જઇ ઇશ્વરને અર્પીત કરવો.તેમણે પણ આજ રીતે ઇસુ ને અર્પીત કરી દિધા.ઇસુ હવે મોટા થવા લાગ્યા હતા, મરીયમ અને યુસુફ દર વર્ષે યરુશાલેમ જતા ,ઇસુ પણ તેમની સાથે જતા. ઇસુ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેઓ યરુશાલેમ રોકાઇ ને પુજારીઓ સાથે જ્ઞાનની ચર્ચા કરતા, સત્ય ને પામવા ની વુર્તી તેમનામાં બાળપણ થી હતી.ઇસુ એ કિશોર તરીકે મંદિરની મુલાકાત લીધા પછી લગભગ ૧૮ વર્ષ વહી ગયા હતાં. તેમના આ જીવન વિષે ઘણી ઓછી માહીતી મળે છે. કદાચ તેમણે નાઝરેથ નગરમાં તેમના પિતા યુસુફ સાથે સુથારીકામ કર્યુ હશે. પણ માહીતી પ્રમાણે ઇસુએ નાઝરેથ છોડ્યું ત્યારે તે ૩૦ વર્ષ નાં હતા.

ઇસુ નું બાપ્તીસ્મા અને ઉપદેશો[ફેરફાર કરો]

ઇસુ જ્યારે ૩૦ વર્ષ ના થયા ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે. જેમનુ નામ યોહાન હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન નદી માં ડુબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધી)લેતા, ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા. ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવી ને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એજ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી. ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા.તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા. એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન" તરીકે ઓળખાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]