લખાણ પર જાઓ

ઈસ્માઈલ વાલેરા

વિકિપીડિયામાંથી
ઈસ્માઈલ વાલેરા
જન્મ૯ મે ૧૯૩૩ Edit this on Wikidata
મૃત્યુ૩૦ ઓગસ્ટ ૧૯૭૧ Edit this on Wikidata

ઈસ્માઈલ વાલેરા એ એક ગુજરાતી લોકગાયક હતા. એમણે ગાયેલા એચ.એમ.વી.ની લોંગપલે રેકોડો પ્રસિધ્ધ થયેલ,જે રચના ઓ આજે પણ ખુબજ પ્રસિધ્ધ છે. એમણે કંકુ, તેમજ જેસલ તોરલ ‍(૧૯૭૧)[] જેવાં કેટલાક ચલચિત્રો મા તેમજ આઈ.એન.ટી.ના નાટક "વહુ એ વગોવ્યા મોટા ખોરડા"તેમજ પાતાળ ના પાણી નાટકો મા સંગીતકાર તેમજ ગાયક કલાકાર તરીકે પણ કામ કર્યુ છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

ઈસ્માઈલ વાલેરાનું મુળ વતન રાજકોટ તાલુકા નુ કોઠારીયા ગામ હતું.[] એમના પિતાજી કરીમભાઈ વાલેરા કોઠારીયા રજવાડા સમયમાં ત્યાં રાજ-ગાયક તરીકે કામ કરતા હતા.[] ઈસ્માઈલ વાલેરાનો જન્મ રાજકોટ તાલુકા ના કોઠારીયા ગામ માં તારીખ ૯-મે-૧૯૩૩ ને દિવસે થયો હતો. []

કારકિર્દી અને કૌટુંબીક જીવન

[ફેરફાર કરો]

ઈસ્માઈલ વાલેરાને બહુ નાની ઉમરે અમીરબાઈ કર્ણાટકીને એમનો અવાજ ખૂબ ગમી જવાથી તેમના તરફ થી પપી ઉપનામ મળેલું.[] તેમજ સુપ્રસિધ્ધ સિંગર મોહંમદરફી સાહેબે પણ તેમના અવાજ તેમજ ગાયકી ની તારીફ કરેલ,જુની પેઢીના અભિનેતા સ્વ.પૃથવીરાજકપુર પણ તેમની ગાયકી તેમજ અવાજ ના દીવાના હતા.વીસ વરસની ઉમરે એ રાજકોટ ગુજરાત સરકાર ના પીડબલ્યુડી વિભાગમાં હેડ મિકેનીક તરીકે નોકરી કરવા લાગ્યા હતા.[] એ પછી ૨૫ વરસની ઉમરે રાજકોટ આકાશવાણી કેન્દ્રની સ્વર પરીક્ષામાં ઉત્તિર્ણ થવાથી એ આકાશવાણીના સુગમ સંગીતના માન્ય કલાકાર બન્યા. [] એમણે મોરબીના રાજઘરાના ના વાલેરા-બ્રધર્સ તરીકે જાણીતા ગાયક બંધુઓ પાસે થી પણ ગાયકી વિષેની કેળવણી મેળવી હતી.[] એમના ત્રણ પુત્રો - દાઉદ, સલીમ અને નિઝામ - પણ સંગીત સાથે સંકળાયેલા છે.

૩૦ ઓગષ્ટ ૧૯૭૧ના દિવસે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગણેશોત્સવની ઉજવણી માટે ભજનો ગાવા માટે તત્કાલીન ડીએસપી ઘાટગે સાહેબના આમંત્રણથી એ સ્ટેજ પર કાર્યક્રમ પીરસી રહ્યા હતા ત્યારે જ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને પછી એમનું મૃત્યુ થયું.[]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Jesal Toral, http://www.imdb.com/title/tt0213019/, retrieved ૫ એપ્રિલ ૨૦૧૮ 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ રાજકોટ આકાશવાણી કેન્દ્રએ પ્રસારીત કરેલી લેખમાળા "પ્રસારણની પાંખે: અમારા સુગમ સંગીતના કલાકારો - મણકો ૧૦૯ - ઈસ્માઈલ વાલેરા" ના આધારે