ઉજળી પટ્ટાઇ

વિકિપીડિયામાંથી

ઉજળી પટ્ટાઇ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Falconiformes
(or Accipitriformes, q.v.)
Family: Accipitridae
Genus: 'Circus'
Species: ''C. macrourus''
દ્વિનામી નામ
Circus macrourus

ઉજળી પટ્ટાઇ (અંગ્રેજી: Pale Harrier, Pallid Harrier), (Circus macrourus) એ ઋતુપ્રવાસી પક્ષી છે. તે પૂર્વ યુરોપનાં દક્ષિણ ભાગ અને મધ્ય એશિયા (જેવા કે, ઈરાન અને શિયાળામાં બહુધા ભારત અને દક્ષિણપૂર્વ એશિયા)માં વંશવૃદ્ધિ કરે છે. આ મધ્યમ કદનું શિકારી પક્ષી ખુલ્લા મેદાન, કળણ અને વેરાન સપાટ ખુલ્લી જમીન પર વંશવૃદ્ધિ કરે છે.

કચ્છના નાના રણમાં વિશ્રામ કરતી ઉજળી પટ્ટાઇ.
Circus macrourus

વર્ણન[ફેરફાર કરો]

આ પક્ષી પોતાની લાંબી પાંખોને અંગ્રેજી વી (V) જેવા આકારમાં રાખી નીચી ઊડાન ભરે છે. પુખ્ત પક્ષી ૪૦-૪૮ સે.મી. લંબાઈ, ૯૫-૧૨૦ સે.મી. પાંખોનો વ્યાપ અને નર ૩૧૫ ગ્રામ તથા માદા સહેજ વધારે, ૪૪૫ ગ્રામ, વજન ધરાવે છે. નરને ઉપરના ભાગે સફેદાઈયુક્ત રાખોડી અને નીચેના ભાગે સફેદ તથા પાંખોના સાંકડા છેડા કાળો રંગ ધરાવે છે.

માદા ઉપરના ભાગે કથ્થાઈ રંગની અને તેની પૂંછડીનાં પીંછા સફેદ રંગના હોય છે. તેનો નીચેનો ભાગ કથ્થાઈ મખમલી આડીઅવળી લીટીઓ વાળો હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Iran's Birds - Pallid Harrier". Iran deserts. મેળવેલ March 2, 2013.
  2. BirdLife International (2013). "Circus macrourus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)