ઊંડ નદી

વિકિપીડિયામાંથી
ઊંડ
ઉન્ડ
મકાજી મેઘપર ખાતે ઊંડ નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનો અખાત
લંબાઇ80 km (50 mi)
વિસ્તાર૧,૬૧૫ ચો.કિમી.
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનો અખાત
 ⁃ મહત્તમ૧૪૧૦.૦૦ મી.ક્યુબિક/સેકન્ડ

ઊંડ નદી ‍(અથવા ઉન્ડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે.

આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક લોધિકા ટેકરીઓ પર આવેલું છે. ઊંડ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે. આ નદી લગભગ ૮૦ કિલોમીટર જેટલી લાંબી છે. આ નદી પર ઊંડ-૧ અને ઊંડ-૨ એમ બે સિંચાઇ યોજનાઓ બનાવવામાં આવેલી છે. બાવની નદી, ફુલઝર નદી અને માનવર નદી ઊંડ નદીની ઉપનદીઓ છે.[૧] આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-14.