ઋષિકેશ

વિકિપીડિયામાંથી
ઋષિકેશ
ऋषिकेश
—  city  —

ઋષિકેશનું
ઉત્તરાખંડ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 30°06′22″N 78°00′00″E / 30.106°N 78.°E / 30.106; 78.
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો દેહરાદૂન
વસ્તી ૫૯,૬૭૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 372 metres (1,220 ft)

કોડ
  • • પીન કોડ • ૨૪૯૨૦૧
    • ફોન કોડ • +૦૧૩૫
    વાહન • UK 07

ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ (હિંદા: ऋषिकेश)એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે. કાયદા હેઠળ આ શહેર શાકાહારી અને દારુબંધી ધરાવતું ક્ષેત્ર છે. અહીં દુકાનદારો અને વિતરકો પ્લાસ્ટીક વાપરવા પર બંધી ધરાવે છે.

યોગનગરી કે તીર્થનગરી તરીકે પણ ઓળખાતા આ સ્થળ પર હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓ યાત્રા માટે આવે છે. તે યોગ અને ધ્યાન આદિ માટે પ્રચલિત છે. તે હરિદ્વારથી ૨૫ કિ.મી. ના અંતર પર આવેલું છે.

આને હિમાલયનું પ્રવેશદ્વાર કહે છે અને તે અન્ય પવિત્ર શહેર હરિદ્વાર થી ૨૫ કિમી દૂર આવેલું છે.

નામ વ્યૂત્પતિ[ફેરફાર કરો]

ઋષિકેશએ ભગવાન વિષ્ણુનું એક નામ છે જેનો અર્થ થાય છે વ્યવહાર જ્ઞાનના દેવ.[૧][૨] 'રાઈભ્ય ઋષિ'એ ઋષિકેશ સ્વરૂપે ભગવાન વિષ્ણુ ની કરેલી તપસ્યા ની ફળશ્રુતી સ્વરૂપે આ જગ્યાનું નામ પડ્યું છે.[૩].[૪] સ્કંદ પુરાણમાં, આ ક્ષેત્ર કુબ્જામ્રક તરીકે ઓળખાય છે કેમકે તેઓ આંબાના વૃક્ષ નીચે પ્રકટ થયાં હતાં.[૨]

બહોળી રીતે ઋષિકેશએ શબ્દ માત્ર તે નગર જ નહીં પરંતુ પાંચ જિલ્લા ક્ષેત્રના સમૂહને અપાય છે જેમાં તે નગર અને આસપાઅસ ગંગાને બંને કિનારે આવેલા નાનકડા ગામડાં આદિનો સમાવેશ થાય છે. ઋષિકેશ એક વાણિજ્ય અને સંદેશવ્યવહારનું કેંદ્ર છે. આ સાથે વિકાસ પામતું ઉપનગર મુની-કી-રેતી; શિવાનંદ આશ્રમ અને સ્વામી શિવાનંદ સ્થાપિત ડિવાઈન લાઈફ સોસાયટી ધરાવતું શિવાનંદ નગર, ઉત્તર ઋષિકેશ; લક્ષમણ ઝૂલનું ક્ષેત્ર, થીડી વધુ ઉત્તરે આવેલ છૂટા છવાયેલ આશ્રમો અને પૂર્વ કાંઠે આવેલ સ્વર્ગ આશ્રમ આદિ ક્ષેત્રને પણ ઋષિકેશ ગણાય છે. વહેલી પરોઢે ત્રિવેણી ઘાટ પર થતી ગંગા આરતી પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. અહીંથી ૧૨ કિમી દૂર જંગલમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર અને ૨૧ કિમી દૂર આવેલ 'વશિષ્ઠ ગુફા' એ સ્થાનીય લોકોમાં પ્રખ્યાત પૂજા સ્થળ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઋષિકેશએ પૌરાણીક 'કેદારખંડ'નો (આજનું ગઢવાલ ) એક ભાગ છે.[૫] દંત કથાઓ અનુસાર ભગવાન રામએ લંકાના દાનવ રાજા રાવણને મારવા માટે અહીં તપસ્યા કરી હતી. જે સ્થળે રામના ભાઈ લક્ષ્મણે ગંગાનદી પાર કરી હતી તે સ્થળે આજે લક્ષ્મણ ઝુલા આવેલો છે. આજ સ્થળે સ્કંદ પુરાણના 'કેદાર ખંડ'માં ઈંદ્ર ખંડ આવેલ છે તેમ પણ વર્ણન છે. ૧૮૮૯માં શણના રસ્સાનો પુલ અહીં બનાવવામાં આવ્યો હતો જે ૧૯૨૪માં ના પુરમાં ધોવાઈ ગયોૢ ત્યાર બાદ અહીં અત્યારનો મજબૂત પુલ બનાવવામાં આવ્યો. પવિત્ર નદી ગંગા આ શહેરમાંથી પસાર થાય છે. આ સ્થળેથી ગંગા નદી હિમાલયની શિવાલિક ટેકરીઓ છોડી ઉત્તરભારતના મેદાન માં પ્રવેશે છે. આના બંને કિનારાઓ પર ઘણા પ્રાચીન અને નવા હિંદુ મંદિર આવેલા છે.

યોગ કેંદ્ર[ફેરફાર કરો]

ગંગા નદીના કિનારે આવેલ યોગ મુદ્રામાં આવેલશિવની મૂર્તિ

ઋષિકેશમાં ઘણાં યોગ કેંદ્રો આવેલા છે અને આને ઘણી વખત "વિશ્વની યોગ રાજધાની" કહે છે. એમ કહે છે કે ઋષિકેશમાં કરેલ યોગ સાધના અને ગંગામાં મારેલ ડુબકી આત્માને મોક્ષની વધુ નજીક લઈ જાય છે. રાફ્ટીંગના ખેલ માટે ઋષિકેશ પ્રખ્યાત છે. આ ખેલ માર્ચ અને જુલાઈ વચ્ચે રમાય છે.

અહીં ૧૨૦ વર્ષ જૂની કૈલાસ આશ્રમ બ્રહ્મવિદ્યાપીઠમ આવેલી છે જેનો ઉદ્દેશ્ય પારંપારિક વેદાંતિક શિક્ષણનું સંવર્ધન અને પ્રચાર છે. પ્રખર વિદ્વાન જેવાકે સ્વામી વિવેકાનંદ સ્વામી રામ તીર્થ અને સ્વામી શિવાનંદ આદિએ અહીં શિક્ષણ લીધું હતું. ફેબ્રુઆરી ૧૯૬૮માં ધ બીટલ્સ નમના એક પ્રસિદ્ધ પશ્ચિમી બેંડે અહીં આવેલ હાલમાં બંધ થઈ ગયેલ મહર્ષી મહેશ યોગીના આશ્રમની મુલાકાત લીધી. [૬] જહોન લીનને અહીં, 'ધ હેપ્પી ઋષિકેશ સોંગ' નામે એક ગીત રચ્યું.[૭][૮] બીટ્લ્સે અહીં રહેતાં ૪૮ ગીત રચ્યાં જેમાંના મોટા ભાગે તેમના વ્યાઈટ અલ્બમ માં અવ્યાં છે. અન્ય ઘણાં કળાકારો અહીં યોગ અને સાધના કરવા માટે આવેલા હતાં.

ભૂગોળ[ફેરફાર કરો]

ઋષિકેશ ૩૦.૧૦૩૩૬૮° N ૭૮.૨૯૪૭૫૪° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી આની સરાસરી ઊંચાઈ ૩૭૨ મી છે. તેહરી બંધ અહીંથી ઉપર ગંગોત્રીના રસ્તે જતા ૮૦ કિમી અંતરે છે. ચારધામની યાત્રા અહીંથી શરુ થાય છે જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, અને યમનોત્રીનો સમાવેશ થાય છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ,[૯] ઋષિકેશ ની વસ્તી ૫૬,૬૭૧ હતી. પુરુષ સ્ત્રી પ્રમાણ ૫૬% ૰૪૪% હતું. અહીં સરાસરી સાક્ષરતા ૮૫% છે જે રાષટ્રીય સરાસરી ૪૯.૫% કરતા વધુ છે ૯૦% પુરુષ અને ૭૮% સ્ત્રીઓ સાક્ષર છે. ૧૨% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરના ની છે.

ઋષિકેશનું એક દ્રશ્ય.

સાહસિક ખેલ[ફેરફાર કરો]

વાઈટ વોટર રાફ્ટીંગ તરીકે ઓળખાતો ધસમસ વહેતાં પાણીમાં તરાપા દોડનો ખેલ માટે આ સ્થળ ભારના અને બહારના ખેલાડીઓમાટે આનીતું સ્થળ બનતું જાય છે. આ ખેલ અનુકુળ એવો મધ્યમથી તીવ્ર પ્રવાહ આ સ્થળ ગંગા નદીમાં આપે છે જેને ત્રીજી અને ચોથી કક્ષાનો મનાય છે.[૧૦] આ સ્થળ હાઈકિંગ અને બેક પેકિંગનામના ખેલ માટે પણ પ્રસિદ્ધ છે.[૧૧].

ચિત્ર દીર્ઘા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Monier-Williams: "lord of the senses".
  2. ૨.૦ ૨.૧ "Rishikesh History". મૂળ માંથી 2008-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-08.
  3. Glossary of terms in Hinduism#R
  4. ઋષિકેશ સંગ્રહિત ૨૦૦૬-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન દેહરાદૂનની સત્તાવાર વેબસાઈટ.
  5. જિલ્લાની માહિતી સંગ્રહિત ૨૦૦૭-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન ઉત્તરાખંડની સત્તાવાર વેબસાઈટ.
  6. Site dedicated to the visit of the Beatles to Rishikesh સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન Beatles in Rishikesh by Paul Saltzman, 2000, Penguin Studio Books. ISBN 0670892610.
  7. The Happy Hrishikesh Song - Beatles[હંમેશ માટે મૃત કડી]
  8. The Happy Hrishikesh Song
  9. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
  10. Ratnam, Dhamini (August 3, 2009). "Up your ante". Hindustan Times. મૂળ માંથી મે 22, 2011 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 8, 2011.
  11. ROSE, GARETH (January 19, 2010). "Travel: India". The Scotsman.

બાહ્ય કડી[ફેરફાર કરો]