એના નિકોલ સ્મિથ

વિકિપીડિયામાંથી
એના નિકોલ સ્મિથ
Anna Nicole Smith na australském MTV Video Music Awards 2005
જન્મ૨૮ નવેમ્બર ૧૯૬૭ Edit this on Wikidata
હ્યુસ્ટન Edit this on Wikidata
મૃત્યુ૮ ફેબ્રુઆરી ૨૦૦૭ Edit this on Wikidata
Hollywood Edit this on Wikidata
અંતિમ સ્થાનLakeview Memorial Gardens and Mausoleums Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Mexia High School
  • Doss High School Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata
બાળકોDaniel Wayne Smith, Dannielynn Birkhead Edit this on Wikidata
વેબસાઇટhttp://www.annanicole.com Edit this on Wikidata
સહી

વિકી લિન માર્શલ (નવેમ્બર 28, 1967 - ફેબ્રુઆરી 8, 2007), જે તેમનાપડદાના નામ, અન્ના નિકોલ સ્મિથ થી વધુ જાણીતાં હતાં,[૧] તે એક અમેરિકી મૉડલ, સેકસ સિમ્બોલ, અભિનેત્રી અને ટેલિવિઝન વ્યકિતત્વ હતાં.

વિગત[ફેરફાર કરો]

પ્લેબોય માં 1993માં પ્લેમેટ ઓફ ધ ઇયર બન્યા ત્યારે તે પહેલવહેલા પ્રસિદ્ધિ પામ્યા હતાં. તેમણે ગેસ (Guess) જિન્સ અને લેન બ્રાયન્ટ જેવી વસ્ત્રોની કંપનીઓ માટે મોડલિંગ કર્યું હતું. તે તેમના પોતાના રિયાલિટી ટીવી શો, ધ અન્ના નિકોલ શો માં પણ મુખ્ય ભૂમિકામાં દેખાયા હતાં.

ટેકસાસમાં જન્મેલા અને ઉછરેલાં, સ્મિથે માધ્યમિક શિક્ષણ પડતું મૂકયું હતું અને 17 વર્ષની વયે પરણી ગયાં હતાં. તેમનાથી 63 વર્ષ મોટા, તેલ ઉદ્યોગના વહીવટદાર અને પૂંજીપતિ જે. હોવર્ડ માર્શલ સાથેના તેમનાં બીજાં લગ્ન બહુચર્ચિત રહ્યાં હતાં, પોતાની ઉંમરનો એંશીમો દાયકો વીતાવતા આ બુઢ્ઢા ઉદ્યોગપતિને તેઓ માત્ર તેના પૈસા માટે પરણ્યાં છે, એવાં લોકોનાં અનુમાનોને તેમણે નકાર્યાં હતાં. તેમના પતિના મૃત્યુ પછી, તેમની મિલકતના હિસ્સા માટે તેમણે ખૂબ લાંબી કાયદાકીય લડત લડવી પડી હતી; તેમનો કેસ, માર્શલ વિરુદ્ધ માર્શલ , સમવાયી અધિકારક્ષેત્રના મુદ્દે છેક યુ.એસ. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

39 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું, મૃત્યુનું દેખીતું કારણ વધુ પડતી માત્રામાં સૂચિત દવાઓના સેવનને ગણાવવામાં આવ્યું હતું. તેમના અવસાનના થોડાક મહિનાઓ પહેલાં, તેમના પુત્ર, ડેનિયલ સ્મિથનું મૃત્યુ, પિતૃત્વ અને તેમની પુત્રી ડેનિયલિન હવાલો મેળવવા માટેની લડતને લઈને તેઓ ફરીથી સમાચાર-માધ્યમોના કેન્દ્રમાં આવ્યાં હતાં.

પૂર્વજીવન[ફેરફાર કરો]

ટેકસાસના હેરિસ કાઉન્ટીમાં જન્મેલા વિકી લિન હોગન ,[૨] એટલે અન્ના નિકોલ એ ડોનાલ્ડ ઈયુજીન હોગન (જન્મ જુલાઈ 12, 1947) અને વિર્ગી મૅ (પૂર્વાશ્રમમાં ટેબર્સ; જન્મ જુલાઈ 12, 1951)ના એક માત્ર સંતાન હતાં,[૨] આ દંપતીએ ફેબ્રુઆરી 22, 1967નાં લગ્ન કર્યાં હતાં.[૩] પાછળથી તેમના પિતા પરિવારને છોડી ગયા; તેમના અને વિર્ગીના નવેમ્બર 4, 1969ના છૂટાછેડા થઈ ગયાં. વિર્ગીના સૌથી મોટાં સંતાન, અન્ના નિકોલને એક સાવકો ભાઈ છે, ડેવિડ લ્યુથર ટૅકર, જુનિ. (જન્મ 1966).[૨] પોતાની માતા અને કાકી, ઈલાઈન (ટોડ) ટેબર્સ, એટલે કે વિર્ગીના ભાઈ, મેલવિન ટેબર્સના પત્નીની દેખરેખ હેઠળ અન્ના નિકોલસનો ઉછેર થયો. વિર્ગીના આ પહેલા સંતાનને તેમના (પાછળથી) સાવકા ભાઈ ડોનાલ્ડ લ્યુથર ટેકર સિનિ. પાસેથી પિતૃપ્રેમ મળ્યો - વિર્ગીના માતા પારાલી અલ્લમૅન ડોનાલ્ડના પિતા જયોર્જ ટેકર સાથે પરણ્યાં હતાં.[૪]

હ્યુસ્ટનમાં 28 વર્ષ જેટલા લાંબા ગાળા માટે કાયદા અમલીકરણ અધિકારી તરીકે ફરજ બજાવનાર વિર્ગી, સમય જતાં 1971માં ડોનાલ્ડ આર. હાર્ટને પરણ્યાં હતાં.[૩] ડોનાલ્ડ રેય હાર્ટ, જુનિઅર (જન્મ 1972) એ તેમનું પહેલું સંતાન.[૨] ડોનાલ્ડ હાર્ટ સાથે વિર્ગીનાં લગ્ન બાદ, અન્ના નિકોલે પોતાનું નામ વિકી હોગાનમાંથી નિક્કી હાર્ટ કર્યું.[૫] 1983માં વિર્ગી અને ડોનાલ્ડ હાર્ટ વચ્ચે પણ છૂટાછેડા થયા. ત્યારબાદ વિર્ગી જૉ ડી. થોમ્પસન સાથે પરણ્યાં (લગ્ન 1987, છૂટાછેડા 1991), ત્યારબાદ જેમ્સ ટી. સેન્ડર્સ (લગ્ન 1996, અવસાન 1996) અને છેલ્લે જેમ્સ એચ. આર્થર (લગ્ન 2000) સાથે પરણ્યાં.

અન્ના નિકોલના પિતા ડોનાલ્ડ, 1970માં વાન્દા ફાયે અટકિન્સન સાથે પરણ્યાં અને તેમને ત્રણ સંતાનો થયાં: ડોન્ના હોગન (જન્મ 1971), ડોનાલ્ડ રેય હોગન (જન્મ 1973), અને ઍમી હોગન (જન્મ 1975).[૬][૨] 1978માં ડોનાલ્ડ અને વાન્દાએ છૂટછેડા લીધા.[૭] 1996માં ડોનાલ્ડે કૅરોલિન એસ. વાન્ડવેર સાથે લગ્ન કર્યું.

અન્ના નિકોલે હ્મુસ્ટનની દુરકી પ્રાથમિક શાળા અને અલ્ડીન માધ્યમિક શાળામાં શિક્ષણ લીધું. જયારે તેઓ નવમા ધોરણમાં હતાં, ત્યારે તેમને તેમનાં માતાની નાની બહેન, કૅય બેઅલ સાથે ટેકસાસના મૅકિસઆમાં રહેવા માટે મોકલવામાં આવ્યાં.[૮] મેકિસઆ હાઈ સ્કૂલમાં, પહેલા વર્ષમાં નાપાસ થયાં અને પાછળથી તેમના બીજા વર્ષ દરમ્યાન શાળા છોડી ગયાં.[૯]

મેકિસઆમાં જિમ્સ ક્રિસ્પી ફ્રાઈડ ચિકન રેસ્ટોરન્ટમાં વેઈટે્રર્સ તરીકે કામ કરતી વખતે, અન્ના નિકોલની મુલાકાત ત્યાં રસોયા તરીકે કામ કરતાં બિલી વાયેન સ્મિથ સાથે થઈ. આ યુગલ 4 એપ્રિલ, 1985ના પરણી ગયું;[૬] એ વખતે અન્નાની ઉંમર 17 અને બિલીની ઉંમર 16 હતી. બીજા વર્ષે, અન્નાએ તેમના પુત્ર, ડેનિયલ વાયેન સ્મિથને જન્મ આપ્યો. 1987માં બંને છૂટાં પડ્યાં અને તેઓ પોતાના એક વર્ષના ડેનિયલ સાથે હ્યુસ્ટન આવી વસ્યાં. તેમની વચ્ચે વિધિસરના છૂટાછેડા ફેબ્રુઆરી 3, 1993ના, હ્યુસ્ટન ખાતે થયાં.[૭]

શરૂઆતમાં, અન્ના નિકોલે વોલ-માર્ટમાં રોજગાર મેળવી લીધો, ત્યારપછી રેડ લોબસ્ટરમાં વેઈટે્રર્સ તરીકેનું કામ કર્યું. પછી તેમણે વિલાયતી નૃત્યાંગના તરીકે પોતાની જાતને સ્થાપિત કરી, અને 1991માં, મોડેલિંગ અને અવાજ આપવાના પાઠો શીખવા શરૂ કર્યા. એ વર્ષે ઑકટોબરમાં, તેમનું ધ્યાન એક જાહેરાત પર પડ્યું- તે પ્લેબોય સામયિક માટેના ઑડિશનની જાહેરાત હતી.[૧૦]

પ્લેબોય અને મૉડલિંગ કારકિર્દી[ફેરફાર કરો]

ઢાંચો:Infobox Playboy Playmate

1992માં સ્મિથની કારકિર્દીમાં નિર્ણાયક વળાંક આવ્યો. પ્લેબોય ના માર્ચ 1992ના અંકના આવરણ મૂકાતાં ચહેરા માટે જયારે હ્યુગ હેફનરે તેમની પસંદગી કરી, ત્યારથી તેમની કારકિર્દીએ ઊંચાઈઓને આંબવું શરૂ કર્યુ, અહીં તેમનું નામ વિકી સ્મિથ હતું અને તેમણે ઊંડું-ગળું ધરાવતું સાંજનું ગાઉન પહેર્યું હતું.[૧૧] સામયિક મધ્ય પાનાંઓ પર તેમને સ્ટીફન વાયદા દ્વારા તસવીરબદ્ધ કરવામાં આવ્યા હતા.[૧૨] સ્મિથે ત્યારે કહ્યું હતું કે તે "બીજાં મેરીલિન મનરો" બનવાનું આયોજન કરી રહ્યાં છે.[૧૩] સ્મિથ પ્લેબોયના લાક્ષણિક મોડલો કરતાં પ્રમાણમાં વજનદાર અને વિશાળ બાંધો ધરાવતાં હતાં, છતાં તે પ્લેબોયના સૌથી લોકપ્રિય મોડલોમાંના એક બન્યાં.[૧૪] 1993ના પ્લેમેટ ઓફ ધ યર તરીકે સ્મિથની વરણી થઈ. તેમના PMOY ચિત્રો રજૂ થયાં ત્યાં સુધીમાં, તેઓ અન્ના નિકોલ સ્મિથ તરીકે સ્થાપિત થઈ ચૂકયાં હતાં.[૧૨]

ગેસ(Guess) જિન્સ જાહેરાત અભિયાનના શ્રેણીબદ્ધ શ્વેત-શ્યામ કામોત્તેજક તસવીરોમાં સુપરમૉડલ કલાઉડિયા સ્ચિફેરના સ્થાન લેવા માટેનો કરાર સુરક્ષિત કરવામાં સ્મિથ સફળ રહ્યા હતાં. સ્મિથની સેકસ સિમ્બોલ જાયને મૅન્સફિલ્ડ સાથેની સામ્યતાનો ગેસે પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને તેમના જાયને-પ્રેરિત ફોટો-સેશનો કરવા માંડ્યા હતાં. 1993માં, નાતાલ પહેલાં, તેમણે એક સ્વિડિશ પહેરવેશની કંપની, હેન્નસ ઍન્ડ મૌરિત્ઝ (0}H&M) માટે મોડલિંગ કર્યું. તેમાં તેમને માત્ર અંતઃવસ્ત્રોમાં અને કામોત્તેજક મુદ્રાઓમાં દર્શાવવામાં આવ્યાં. સ્વિડન અને નોર્વેમાં તેમના આવાં મોટાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં.

ઑગસ્ટ 22, 1994ના અંકના મુખપૃષ્ઠ માટે સ્મિથની એક તસવીર ન્યૂ યોર્ક સામયિક દ્વારા વાપરવામાં આવી, જેની હેઠળ વ્હાઈટ ટ્રેશ નેશન (શ્વેત દેશની આબરૂ ધૂળમાં મેળવે છે તે ભાવાર્થનું) શીર્ષક આપવામાં આવ્યું હતું. એ તસવીરમાં, તેમને ટૂંકા સ્કર્ટ અને કાઉબોય બૂટ સાથે ઊભડક બેસીને ચિપ્સ ખાતાં બતાવવામાં આવ્યાં હતાં. ઑકટોબર 1994માં, સ્મિથના વકીલે તેમની તસવીરનો અનઅધિકૃત ઉપયોગ કરવા માટે અને તેના લેખથી તેમની માનહાનિ થતી હોવાનું દર્શાવીને એ સામયિક સામે $5,000,000 ડૉલરનો દાવો માંડ્યો. તેમના વકીલે કહ્યું કે સ્મિથને એવું કહેવામાં આવ્યું હતું કે "તમામ-અમેરિકી-સ્ત્રીઓના દેખાવ"ને મૂર્ત કરવા માટે તેમની તસવીર લેવામાં આવે છે, અને તેમને મોહક અદાઓ જોઈતી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે આ તસવીર તો વિશ્રામના સમય દરમ્યાન માત્ર મઝા માટે લેવામાં આવી હતી.[૧૫]

માર્શલ સાથે લગ્ન[ફેરફાર કરો]

હ્યુસ્ટનના એક સ્ટ્રિપ કલબ, ગિગિ માટે, ઑકટોબર 1991માં પ્રદર્શન કરતી વખતે, સ્મિથની મુલાકાત વયસ્ક તેલ ઉદ્યોગપતિ જે. હોવર્ડ માર્શલ સાથે થાય છે અને તેની સાથે તેમના સંબંધની શરૂઆત થાય છે. તેમના બે વર્ષના સંબંધ દરમ્યાન, તેમણે સ્મિથ પર અનેક કીમતી ભેટોની વર્ષા કરી અને કેટલીય વખત પોતાની સાથે લગ્ન કરવા માટે પૂછ્યું.[૧૬] ફેબ્રુઆરી 3, 1993ના હ્યુસ્ટન ખાતે, તેમણે પોતાના પતિ બિલી સાથે વિધિસર છૂટાછેડા લીધાં.[૧૭] ત્યારબાદ, 27 જૂન, 1994ના, 26 વર્ષીય સ્મિથ અને 89 વર્ષીય માર્શેલે હ્યુસ્ટનમાં લગ્ન કર્યાં.[૬] પરિણામે, તેમણે માર્શલ સાથે પૈસા માટે લગ્ન કર્યાં છે એવી અફવાએ ખાસ્સું જોર પકડ્યું.[૧૮] જો કે સ્મિથ કદી તેમની સાથે રહ્યાં હોવાનું નોંધાયું ન હોવા છતાં,[૧૯] તેઓ પોતાના પતિને ચાહે છે અને ઉંમરથી કોઈ ફરક પડતો નથી, એ બાબત તેમણે પકડી રાખી હતી. સ્મિથ અને તેમના લગ્નના તેર મહિના પછી, 4 ઑગસ્ટ, 1995ના માર્શેલનું હ્યુસ્ટન ખાતે અવસાન થયું.

વારસા હક માટે કોર્ટ કેસો[ફેરફાર કરો]

જે. હોવર્ડ માર્શેલના મૃત્યુનાં અઠવાડિયાંઓમાં જ, સ્મિથ અને તેમના પતિના પુત્ર, ઈ. પિઅર્સ માર્શલ વચ્ચે, તેમના સ્વગત પતિની અમેરિકી $1.6 બિલિયનની સંપત્તિમાં અડધા હિસ્સા માટેના દાવાઓ બાબતે લડાઈ શરૂ થઈ ગઈ. તેમણે હંગામી ધોરણે મોટા હોવર્ડે જેમનો અસ્વીકાર કર્યો હતો, તે જે. હોવર્ડના બીજા પુત્ર, જેમ્સ હોવર્ડ માર્શલ ત્રીજા સાથે હાથ મેળવ્યાં. હોવર્ડ ત્રીજાનો દાવો હતો કે જે. હોવર્ડે તેને પોતાની મિલકતમાંથી એક ભાગ આપવાનું મૌખિક વચન આપ્યું હતું; સ્મિથની જેમ, હોવર્ડ ત્રીજાને પણ જે. હોવર્ડની વસિયતમાં બાકાત રાખવામાં આવ્યા હતા.[૨૦] આ ખટલો એક દાયકા કરતાં પણ વધુ ચાલ્યો હતો, કોર્ટની આ લડાઈ ટેકસાસમાં અત્યંત જાહેર અને બહુચર્ચિત બની હતી તથા આ સમય દરમ્યાન કેટલાક ચુકાદાઓ સ્મિથની તરફેણમાં તેમ જ તેમની વિરુદ્ધમાં આવ્યા હતા.[૨૧]

1996માં, એક કર્મચારીની જાતીય સતામણી કરવા બદલ $850,000ના તેમની વિરુદ્ધ આવેલા ચુકાદાને પરિણામે સ્મિથે કેલિફોર્નિયામાં નાદારી નોંધાવી હતી. માર્શલ મિલકતમાંથી તેમના નામે બાકી નીકળતાં કોઈ પણ સંભવતઃ નાણા એ તેમની સભંવતઃ મિલકત ગણાય, અને એ હિસાબે આ બાબતમાં નાદારી કોર્ટ પણ વચ્ચે આવી.[૨૨]

જો સ્મિથ તેમની સાથે લગ્ન કરે તો પોતાની મિલકતનો અડધો હિસ્સો તેમને આપવાનું જે. હોવર્ડે મૌખિક વચન આપ્યું હતું એવો તેમનો દાવો હતો. સપ્ટેમ્બર 2000માં, લોસ એન્જલસના નાદારી કોર્ટના ન્યાયાધીશે તેમને $449,754,134 આપવાનો આદેશ કર્યો. જુલાઈ 2001માં, હ્યુસ્ટનના ન્યાયાધીશ માઈક વુડે આ પ્રોબેટ કેસમાં જયુરીના મતને માન્ય રાખતાં એવો ચુકાદો આપ્યો કે સ્મિથનો કોઈ પણ પ્રકારનો અધિકાર બનતો નથી અને સ્મિથને પિઅર્સની કાયદાકીય ટીમને ફી તથા ખર્ચા પેટે $1 મિલિયન આપવાનો આદેશ કર્યો. ટેકસાસની પ્રોબેટ કોર્ટ અને કેલિફોર્નિયાની નાદારી અંગેની કોર્ટના ચુકાદાઓમાંની વિસંગતતાઓના કારણે આખી બાબત સમવાયી (ફેડરલ) કોર્ટમાં લઈ જવાની ફરજ પડી.[૨૩]

માર્ચ 2002માં, એક ફેડરલ ન્યાયાધીશે કેલિફોર્નિયાની નાદરી અંગેની કોર્ટના ચુકાદાને ખારીજ કર્યો અને નવો ચુકાદો આપ્યો પણ તેમણે આપવાની રકમ ઘટાડીને $88 મિલિયન કરી. ડિસેમ્બર 2004માં, યુ.એસ. અપીલના 9મા સર્કિટ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની પેનલે માર્ચ 2002ના નિર્ણય સંપૂર્ણપણે ફેરવી તોળ્યો, અને તેના માટે કારણ આપ્યું કે ફેડરલ કોર્ટો પાસે આ પ્રોબેટ નિર્ણયને નામંજૂર કરવા માટેનું અધિકારક્ષેત્ર નથી.[૨૪]

સપ્ટેમ્બર 2005માં યુ.એસ. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા સામે કરવામાં આવેલી અપીલની સુનવાઈ કરવાનું નક્કી કર્યું. પાછળથી સમવાયી (ફેડરલ) કોર્ટનું અધિકારક્ષેત્ર વિસ્તારીને તેમાં રાજય પ્રોબેટ વિવાદોને સમાવી લેવાના હેતુથી એ વખતના બુશના શાસને સ્મિથના હિતમાં દરમિયાનગીરી કરવા માટે સોલિસિટર જનરલને નિર્દેશ કર્યો.[૨૫] મહિનાઓ સુધી રાહ જોયા પછી, સ્મિથ અને તેમના સાવકા દીકરા પિઅર્સને 1 મે, 2006ના સુપ્રીમ કોર્ટના નિર્ણયની જાણ થઈ. ન્યાયાધીશોએ સર્વાનુમતે સ્મિથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો; મોટા ભાગનો અભિપ્રાય ન્યાયાધીશ રુથ બૅડર ગિન્સબર્ગે લખ્યો હતો. આ ચુકાદામાં સ્મિથને તેમના પતિની મિલકતનો હિસ્સો આપવામાં નહોતો આવ્યો, પણ સમવાયી (ફેડરલ) કોર્ટમાં તે માગવા અંગેના તેમના અધિકારને તેમાં પુષ્ટિ આપવામાં આવી હતી.[૨૬] 20 જૂન, 2006ના ઈ. પ્રિઅર્સ માર્શલ "તીવ્ર સંક્રમણ"ના કારણે 67 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમના વિધવા, ઈલાઈન ટી. માર્શલ હવે તેમની મિલકતનું પ્રતિનિધિત્વ કરે છે.[૨૭] ન્યાય માટે તથા પહેલાં ઉકેલ ન આવ્યો હોય તેવી અપીલો બાબતે ચુકાદો આપવા માટે કેસને પાછો 9મા સર્કિટને સોંપવામાં આવ્યો હતો.

અન્નાના અવસાન બાદ ન્યૂ યોર્ક ટાઈમ્સે નોંધ્યું હતું કે માર્શલ સંપત્તિ માટેનો કેસ "શ્રીમતી સ્મિથની નાનકડી દીકરીના નામે ચાલુ રહેશે એવું લાગે છે."[૨૮]

ફિલ્મ અને ટેલિવિઝન કારકિર્દી[ફેરફાર કરો]

ચિત્ર:SkyscraperUKDVD.jpg
સ્કાયસ્ક્રેપરમાં કૅરી વિસ્કના કિરદારમાં સ્મિથ

1994માં ધ હુડસકર પ્રોકસી અને Naked Gun 33⅓: The Final Insult ફિલ્મમાં તેમના ચમકવા અંગે ખાસ્સો પ્રચાર-પ્રસાર થયો હોવા છતાં, સ્મિથની અભિનય કારકિર્દીમાં આગળ ખાસ કશું નીપજયું નહીં. એકશન/થ્રિલર ટુ ધ લિમિટ (1995) ફિલ્મમાં, કે જેમાં પોતાના પતિના ખૂન સામે બદલો લેવા ધારતી એક નિવૃત્ત જાસૂસ, કોલેટ્ટે ડુબોઈસની ભૂમિકા તેમણે ભજવી હતી, નાયિકાના રૂપમાં તેમની આ પહેલી ભૂમિકા હતી.

તેમને ચમકાવતી બીજી ફિલ્મ પણ એકશન/થ્રિલર સ્કાયસ્ક્રેપર (1997) હતી, જેનાં નિર્માત્રી તેઓ જાતે હતાં અને ફિલ્મમાં તેમણે એક હેલિકોપ્ટર પાઈલટ, કૅરી વિસ્કની ભૂમિકા ભજવી હતી,[૨૯] જે એક ખૂબ ઊંચા બિલ્ડિંગ પર ઉતરાણ કરે છે, અને ત્યારે તેને ખબર પડે છે કે એ બિલ્ડિંગ તો ત્રાસવાદીઓના કબજામાં છે, અને પછી તે બંધકોને બચાવવાની ભયંકર લડત આદરે છે.

બંને ફિલ્મો, અને તેમાં સ્મિથના અભિનયને આલોચનાત્મક અભિપ્રાય મળ્યા હતા. તેમના સ્વગત પતિની મિલકત માટેના દાવાઓમાં વખત જતાં તેમની કારકિર્દી સ્થગિત થઈ ગઈ. તેમની કાનૂની લડત, તેમનું વધતું વજન, અને તેમની ઉટપટાંગ વર્તણૂકના અહેવાલોના કારણે તે જાણે મોડી રાતના ટેલિવિઝન કૉમેડિયનો માટેનો નિયમિત ચારો બની ગયાં.

2002માં, તેમણે ઈ! (E!) કેબલ નેટવર્ક પર તેમની પોતાની રિયાલિટી ટીવી શ્રેણી, ધ અન્ના નિકોલ શો , શરૂ કરીને ફરીથી ધમાકેદાર પ્રવેશ કર્યો.[૩૦] ધ ઓસ્બોર્ન્સ ની જેવા અન્ય રિયાલિટી શોમાં લોકપ્રિયતના આંક ઊંચે લઈ જવાની પદ્ધતિઓ અનુસાર આ શ્રેણીમાં પણ તેમના વ્યકિતગત અને અંગત જીવનને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં હતાં.

ધ અન્ના નિકોલ શો નો પ્રવેશ ધમાકેદાર રહ્યો અને તેણે નેટવર્કની સૌથી વધુ પ્રેક્ષકોની સંખ્યા ધરાવતી શ્રેણીનું સ્થાન હાંસલ કર્યું, પણ દરેક અનુગામી અઠવાડિયે ટીકાકારો તેને વખોડતા રહ્યા અને તેના પ્રેક્ષકોની સંખ્યા ઘટતી ગઈ. જો કે, ખાસ કરીને કૉલેજના યુવાનો જેવા કેટલાક સમુદાયોમાં તેણે પોતાનું સંપ્રદાય સમું સ્થાન જાળવી રાખ્યું.[૧૩] "સર્જનાત્મક મતભેદો"ના કારણે ફેબ્રુઆરી 2004માં શો બંધ કરવામાં આવ્યો, પણ તેની ડીવીડી(DVD)ઓના રૂપે તથા કેટલાક એપિસોડના પુનઃપ્રસારણ પૂરતો શો જીવંત રહ્યો.

મોટા પડદા પર સ્મિથનું એ પછીનું આગમન તેની પોતાની જ ભૂમિકામાં વસાબી ટુના (2003)માં થયું, જેમાં હૅલોવિનમાં તેના પાળેલા કૂતરા, સુગર-પાઈનું કેટલાક મિત્રોની ટોળી અપહરણ કરી જાય છે. ફરીથી બી કૂલ (2005)માં તે પોતાની જ ભૂમિકામાં જોવા મળે છે, જે ફિલ્મ અને સંગીત ઉદ્યોગ વિશેની અપરાધ/કૉમેડી છે, જેમાં જહોન ટ્રાવોલ્ટા, ઉમા થુરમૅન અને ધ રોક કલાકારો ધરાવે છે. નિર્માત્રી અને કલાકાર તરીકે તેઓ કાલ્પનિક વૈજ્ઞાનિક કથા/કૉમેડી, ઈલલીગલ એલિયન્સ માં "લુસી" તરીકેની ભૂમિકા નિભાવે છે, જેમાં સુંદર અવકાશી પરગ્રહવાસી પૃથ્વીને શૈતાનથી બચાવે છે.[૩૧]

સ્મિથના જીવન પરથી તેમની ફિલ્મ જીવનકથા હવે બની રહી છે. આ ફિલ્મ એક પરદેશી નૃત્યાંગનાથી તેમના રિયાલિટી શો/આહાર સ્પોકસમૉડલ સ્ટારડમ (તેમની ઢળતી કિશોરઅવસ્થાથી માંડીને ફેબ્રુઆરી 2007ના 39 વર્ષની વયે તેમના મૃત્યુ) સુધીની તેમની સફરનું દસ્તાવેજીકરણ કરશે. આ ફિલ્મમાં અન્નાની ભૂમિકામાં વિલા ફોર્ડ જોવા મળશે.[૩૨]

પ્રવકતા તરીકે સ્મિથ[ફેરફાર કરો]

લેટ નાઈટ વિથ કોનાન ઓ'બ્રાયન પર પ્રદર્શિત ઈન્ટર્વ્યૂમાં, સ્મિથને પૂછવામાં આવ્યું કે તમારા "પ્લેમેટ આહાર"માં શું શું હોય છે? તેમણે તરત જ પ્રત્યુત્તર આપ્યો, "તળેલું ચિકન". ઑકટોબર 2003માં, તેમને અહેવાલ મુજબ 69 લબ (31 કિલો) ઘટાડવામાં મદદરૂપ થયેલા ટ્રીમસ્પાના તેઓ પ્રવકતા બન્યા.[૩૩]

નવેમ્બર 2004માં, સંગીતમય પ્રદર્શનનો પરિચય આપવા માટે એક અમેરિકન મ્યુઝિક ઍવોર્ડ્સમાં તેમણે હાજરી આપી અને પોતાના અસ્પષ્ટ વકતવ્ય અને વર્તણૂકથી સૌથનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના સીધાં જીવંત પ્રસારણ વખતે, તેમણે પોતાના બંને હાથ ઉપર ઉલાળીને પૂછ્યું હતું, "મારું શરીર ગમે છે?".[૩૪] સ્મિથે થોડી ટિપ્પણીઓ ગણગણ્યા પછી ટ્રીમસ્પાને જશ આપ્યો હતો. આ પ્રસંગે, બાકીના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રજૂઆતકર્તાઓ માટે હાસ્યસ્પદ સામ્રગીનું કામ આપ્યું હતું.[૩૫]

તેના પછીના દિવસે, તેમની હાજરીની નોંધ પ્રસાર-માધ્યમોમાં લેવામાં આવી હતી. સ્મિથ કોઈ ગોળીઓની અસરમાં છે અથવા અન્ય કોઈ પદાર્થના નિયંત્રણમાં છે એવાં એવાં અનુમાનો ચોપાનિયાંમાં કરવામાં આવ્યાં હતાં. તેમની પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી હતી કે શ્રેણીબદ્ધ ખૂબ સખત કામ રહેવાથી તેઓ વેદનાગ્રસ્ત હતાં.

માર્ચ 2005માં, સિડનીના લુના પાર્કમાં આયોજિત સૌથી પહેલા MTV ઓસ્ટ્રેલિયા મ્યુઝિક એવોર્ડ્સમાં, જૅનેટ જેકસનના વસ્ત્રોનાં કબાટની દુર્ઘટનાની નકલ કરતાં પોતાનાં બંને સ્તન દેખાય તેમ પોતાનો પહેરવેશ નીચે ખેંચી નાખ્યો હતો, એ બંને પર MTV લોગો અંકિત હતો.[૩૬]

પ્રાણી અધિકારો માટે કામ કરતાં સંગઠન PETA માટેની જાહેરાતોમાં પણ સ્મિથ દેખાયા હતાં. મરીલિન મનરોના "હીરા યુવતીઓના શ્રેષ્ઠ દોસ્ત છે" એ લીટીની નકલમાં સજજનો સોનેરી વાળ પસંદ કરે છે -ના વિભાગમાં, 2004ની જાહેરાતમાં લખ્યું હતું "સજ્જનો પ્રાણીઓની રુંવાટી વિનાનાં સોનેરી વાળ પસંદ કરે છે."[૩૭] પ્રાણીઓની રુંવાટી વિરુદ્ધના અભિયાનના તેમના ટેકાને કારણે, વિશેષ કરીને કેનેડિયન સીલ શિકાર અંગેની તેમની ટીકાને કારણે, PETAએ સ્મિથની યાદમાં કેનેડિયન વડા પ્રધાન સ્ટીફન હાર્પરને તેમની વાર્ષિક પરંપરાનો અંત લાવવા માટે લેખિત વિનંતી કરી હતી.[૩૮] એ પછીના વર્ષે એક બીજી જાહેરાતમાં, ઈયામ્સ (Iams) ડોગ ફૂડ (ઈયામ્સ કૂતરાઓનો આહાર) તેમ જ તેના નિર્માતા પ્રોકટર એન્ડ ગેમ્બલ અને સહકંપની ઈયુકાનુબા સામે તેમની પ્રાણીઓ પ્રત્યેની કહેવાતી ક્રૂરતાને લઈને છેડેલા અભિયાનના ભાગરૂપે સ્મિથે પોતાના કૂતરાઓ સાથે પોઝ આપ્યો હતો.[૩૯]

અંગત જીવન[ફેરફાર કરો]

એક ઈન્ટર્વ્યૂ દરમ્યાન પોતે ખ્રિસ્તી છે, એવું દર્શાવતાં સ્મિથે કહ્યું હતું: "જિસસ ક્રાઈસ્ટ મારા પરમેશ્વર અને તારણહાર છે, અને હંમેશાં રહેશે, અને હું દરરોજ પ્રાર્થના કરું છું.[૪૦]

દીકરીનો જન્મ[ફેરફાર કરો]

2003માં અન્ના નિકોલ સ્મિથ

જૂન 1, 2006ના પોતાની અધિકૃત વેબસાઈટ પર એક વીડિઓ કિલપ મૂકીને સ્મિથે જાહેર કર્યું હતું કે તેઓ ગર્ભવતી છે. સ્વિમિંગ પુલમાં એક અસમતોલ તરાપા પર તરતાં તરતાં, તેમણે કહ્યું હતું, "ચાલો હું બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દઉં. હા, હું ગર્ભવતી છું. હું ખુશ છું, હું તેના માટે ખૂબ, ખૂબ ખુશ છું. બધું ખરેખર સરસ રીતે જઈ રહ્યું છે, ખરેખર સરસ અને હું સમયાંતરે વેબ પર આવતી-જતી રહું છું; હું વધતી જઈશ તેમ તેમ તમને જોવા દઈશ."[૪૧]

અલબત્ત તેમની જાહેરાતમાં કોઈ વિગતો આપવામાં આવી નહોતી, પણ તેમની દીકરીના જન્મ અને તેમના પુત્રના અવસાન પછી CNN પર લૅરી કિંગ લાઈવ માં લૅરી કિંગ સાથેના ઈન્ટર્વ્યૂમાં સ્મિથના લાંબા સમયના અંગત એટર્ની હોવાર્ડ કે. સ્ટર્ને કહ્યું કે સ્મિથ અને તેમની વચ્ચે "ખૂબ લાંબા સમયથી" ગોપનીય સંબંધ હતો અને, ગર્ભાવસ્થાના સમય પરથી, તેમને વિશ્વાસ હતો કે આ બાળકના પિતા પોતે જ હતા.[૪૨] તેમના ભૂતપૂર્વ-બોયફ્રેન્ડ, મનોરંજન તસવીર-પત્રકાર લૅરી બિર્કહેડ, બાળકના પિતા પોતે જ છે એ વાત પર અટલ રહ્યા અને પિતૃત્વ સ્થાપિત કરવા માટે તેમણે કાનૂની લડત આરંભી.[૪૩] સ્મિથની પુત્રી, ડેનિયેલિન હોપ માર્શલ સ્ટર્નનો જન્મ 7 સપ્ટેમ્બર, 2006ના, બહામાઝના નાસુ ખાતે ડૉકટર્સ હૉસ્પિટલમાં થયો. બહમિઅન જન્મના પ્રમાણપત્રમાં પિતા તરીકે હોવર્ડ કે. સ્ટર્નનું નામ નોંધાયેલું છે.[૪૪]

યુનાઈટેડ સ્ટેટ્સના એક ન્યાયાધીશે ડેનિયલિનના જૈવિક પિતા નિશ્ચિત કરવા માટે ડીએનએ (DNA) પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. સ્મિથના મૃત્યુના પગલે, લૅરી બિર્કહેડના વકીલ, ડેબ્રા ઓપ્રીએ મડદામાંથી તત્કાળ ધોરણે ડીએનએ (DNA) નમૂનો લેવાની માગણી કરી. સ્મિથના વકીલ, રોન રાલેએ આ વિનંતીનો સખત વિરોધ કર્યો.[૪૫] ન્યાયાધીશે પણ આ વિનંતીને નકારી, પણ તેના બદલે સ્મિથના શરીરને ફેબ્રુઆરી 20 સુધી સાચવવાનો આદેશ આપ્યો.[૪૬]

ન્યૂ યોર્ક ડેઈલી ન્યૂઝ માં પ્રકાશિત એક વાર્તા અનુસાર, સ્મિથની સાવકી નાની બહેન, ડોન્ના હોગને કહ્યું હતું કે આ મૉડલે પોતાના બીજા પતિ, માર્શલના શુક્રાણુઓ, તેમના અવસાન પહેલાંથી થીજવી રાખ્યા હતા. આ વર્તમાન પત્રનું કહેવું હતું કે ટ્રેન વ્રેક શીર્ષક ધરાવતી, અપ્રકાશિત હસ્તપ્રતમાં હોગને પોતાની બહેન વિશે લખ્યું છે, કે "તેમણે એ ઘરડા માણસના શુક્રાણુનો ઉપયોગ કર્યો હોવાનો, અને તેઓ હોવર્ડ માર્શલના સંતાનને જન્મ આપવા જઈ રહ્યાં હોવાનો ઈશારો તેમણે પોતાના પરિવારને આપ્યો હતો."[૪૭] જો કે, હોગનના પુસ્તકના પ્રકાશકે વર્તમાનપત્રના આવા દાવાઓને માત્ર મજાક/બનાવટ ગણાવ્યા હતા.[૪૮] 9 ફેબ્રુઆરી, 2007ના ઝસા ઝસા ગબોરના પતિ ફેડ્રીક પ્રિન્ઝ વોન અન્હાલ્ટે કહ્યું કે સ્મિથ સાથે તેમને લગભગ એકાદ દાયકા જેટલો લાંબો પ્રેમ-સંબંધ હતો અને તેઓ તેમની નવજાત બાળકી, ડેનિયલિનના સંભવિત પિતા હોઈ શકે.[૪૯] અન્ના નિકોલ સ્મિથના ભૂતપૂર્વ અંગરક્ષક, ઍલેકઝાન્ડર ડેન્કે, એક ટૅબ્લોઈડ ટેલિવિઝન કાર્યક્રમ એકસ્ટ્રા માં એવું કહ્યાના અહેવાલ છે કે તેઓ પોતાના ભૂતપૂર્વ માલિક સાથે પ્રેમ-સંબંધ ધરાવતા હતા, અને તેથી એ શકય છે કે કદાચ તેઓ ડેનિયલિનના પિતા હોય.[૫૦][મૃત કડી]

સ્મિથના અવસાન પછી, TMZ.com એ અહેવાલ આપ્યો કે સ્મિથ જયારે આઠ મહિનાનો ગર્ભ ધરાવતાં હતાં ત્યારે તેમને ખોટા નામ હેઠળ મેથાડનનું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું હતું.[૫૧] કેલિફોર્નિયાના મેડિકલ બોર્ડે આ બાબતે પુનરાવલોકન આદર્યું; દવા સૂચવનાર ડૉકટર, સંદીપ કપૂરે કહ્યું કે તેમની સારવાર "બરાબર અને યોગ્ય" હતી.[૫૨][મૃત કડી]

10 એપ્રિલ, 2007ના બેહમિયન ન્યાયાધીશે લૅરી બિર્કહેડ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડને, ડેનિયલિનના પિતા ઠેરવતો ચુકાદો આપ્યો.[૫૩] બિર્કહેડ બાળકીના પિતા છે એ બાબત ડીએનએ (DNA) પરીક્ષણ 99.99% ચોકસાઈ સાથે પુરવાર કરતા હતા. આ રહસ્યોદ્ઘાટ અંગે ટિપ્પણી કરતાં, બિર્કહેડ કહ્યું, "તમને આવું કહેનારાઓમાંના એક હોવાની બાબતને હું ધિક્કારતો હતો, પણ તેમને એ કહ્યું હતું. હું તેનો પિતા છું...મારું બાળક ખૂબ જલદી ઘેર આવી જશે."[૫૪] બિર્કહેડે પાછળથી જન્મના પ્રમાણપત્રમાં તેમને પિતા તરીકે દર્શાવતો સુધારો કરી આપવા માટે અપીલ કરી, જેના કારણે તેમના પોતાના માટે તેમ જ બાળક માટે અમેરિકા જવા માટેના પાસપોર્ટ મેળવવાના દ્વાર ખૂલી ગયાં. હોવર્ડ કે. સ્ટર્ને ડીએનએ પરિણામોને અથવા તો ચુકાદાને પડકાર્યો નહીં.[૫૫] ચુકાદા પછી, બિર્કહેડ બાળકી સાથે યુનાઈટેડ સ્ટેટ્સ પાછા ફર્યા.[૫૬] ચુકાદા સામે વિર્ગી આર્થરે કરેલી અપીલ પાછળથી નકારી કાઢવામાં આવી અને તેમને ખર્ચ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો.[૫૭]

દીકરાનું મૃત્યુ[ફેરફાર કરો]

પોતાની માતા અને તેની તાજી જન્મેલી બહેનને મળવા આવેલો સ્મિથનો 20 વર્ષીય પુત્ર, ડેનિયલ સ્મિથ, 10 સપ્ટેમ્બર, 2006ના ત્યાં જ અવસાન પામ્યો હતો.[૫૮] શબચિકિત્સકે આ મૃત્યુને "રિઝર્વ્ડ(અનામત)" તરીકે લેબલ માર્યા પછી, સ્મિથે દ્વિતીય શબપરીક્ષણ માટે ફોરેન્સિક પૅથોલૉજિસ્ટ સિરીલ વેચ્ટને રોકયાં.[૫૯]

21 સપ્ટેમ્બર, 2006ના રોજ તેમનો મૃત્યુનો દાખલો જારી કરવામાં આવ્યો, જેથી તેમની દફનવિધિ થઈ શકે.[૬૦] સ્મિથ ડેનિયલિન અને સ્ટર્ન સાથે બહામાઝમાં જ રોકાયા, જયારે ડેનિયલના પિતા, બિલ સ્મિથ સહિત યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતો તેનો આખો પરિવાર તથા મિત્રો ઑકટોબર 7, 2006ના તેની સ્મારક વિધિ (મેમોરિયલ સર્વિસ) માટે ટેકસાસના મેકિસઆમાં ભેગા થયા હતા. તેના મૃત્યુના લગભગ છ અઠવાડિયા પછી, ડેનિયલને ઑકટોબર 19, 2006ના બહામાઝના ન્યૂ પ્રોવિડેન્સના લેક વ્યૂ કબ્રસ્તાન ખાતે દફન કરવામાં આવ્યો.[૬૧] સ્મિથના લાંબા સમયના સાથી, હોવર્ડ કે. સ્ટર્ને વર્ણવ્યા મુજબ, તેઓ પોતાના પુત્રના મૃત્યુથી સ્તબ્ધ રહી ગયા હતા. મૉડલના નિધન પછી કાનૂની લડાઈમાં પોતાની જુબાની આપતાં સ્ટર્ને સર્કિટ ન્યાયાધીશ લૅરી સિઈડલિન સમક્ષ કહ્યું હતું, "અન્ના અને ડેનિયલ અવિભાજય હતાં. અન્નાના જીવનમાં ડેનિયલ સૌથી અગત્યની વ્યકિત હતો તે નિઃશંકપણે કહી શકાય તેમ છે." સ્ટર્ને સોંગદ લેતાં કહ્યું હતું કે "ડેનિયલની અંતિમક્રિયા વખતે, તેમણે કોફિન ખોલાવ્યું હતું અને તેની અંદર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. 'જો ડેનિયલને દફનાવવો જ હોય, તો હું પણ એની સાથે દફન થવા માગું છું' એવું તેમણે કહ્યું હતું. તે તો તેની સાથે કબરમાં નીચે ઊતરવા તૈયાર હતાં."[૬૨] હોવર્ડ કે. સ્ટર્ને જાણકારી આપતાં ઉમેર્યું હતું, "અન્ના પોતાને ડેનિયલના માતા અને પિતા બંને ભૂમિકામાં જોતી હતી. હું જયારથી તેમને મળ્યો હતો, તેમની સઘળી બાબતોના કેન્દ્રમાં ડેનિયલ હતો. હું એમ કહીશ કે કદાચ તેમણે સ્થૂળ રીતે, છેલ્લા અઠવાડિયે દેહ છોડ્યો, પણ ઘણા અંશે, ખાસ કરીને ભાવનાત્મક રીતે તો તેઓ ડેનિયલના અવસાન સાથે જ નિધન પામ્યા હતાં."[૬૩][૬૪]

લૅરી કિંગ લાઈવ દરમ્યાન ડૉ. વેચ્ટે જાહેરાત કરી કે તેમણે કરેલા શબપરીક્ષણ અનુસાર ડેનિયલ ઝોલોફટ, લૅકસાપ્રો અને મેથાડોનના પ્રાણઘાતક સંયોજનના કારણે મૃત્યુ પામ્યો હતો. મેથાડોન એ હેરોઈન અને મોર્ફિનના વ્યસનની સારવાર માટે વાપરવામાં આવે છે એવું કહેવા છતાં, ડેનિયલ શા માટે આ દવાઓ લેતો હતો તે અંગે પોતે કોઈ નિષ્કર્ષ પર આવી શકે તેવી કોઈ માહિતી તેમની પાસે નથી એવું ડૉ. વેચ્ટે સ્પષ્ટ કર્યું હતું. 8 ફેબ્રુઆરી, 2007ના ડૉ. વેચ્ટે ફોકસ ન્યૂઝને કહ્યું કે ડેનિયલે મેથાડોન કયાંથી, કેવી રીતે મેળવ્યું તે અંગે તેમની પાસે હજી પણ કોઈ માહિતી નથી.

સ્ટર્ન સાથે લગ્નની ધાર્મિક વિધિ[ફેરફાર કરો]

28 સપ્ટેમ્બર, 2006ના, બહામાઝના દરિયાકિનારેથી દૂર 41-ફૂટના બે સઢવાળા માર્ગારિટાવિલે વહાણ પર સ્મિથ અને હોવર્ડ કે. સ્ટર્ને શપથ અને વીંટીઓની આપલેની અનૌપચારિક પ્રતિબદ્ધતા વિધિ કરી હતી. સ્મિથે સફેદ પહેરવેશ પહેર્યો હતો અને લાલ ગુલાબનો ગુચ્છો હાથમાં રાખ્યો હતો, જયારે સ્ટર્ને સફેદ શર્ટ પર કાળો કોટ ચઢાવેલો હતો. બંનેએ બાપ્તિસ્ટદાતા સમક્ષ પોતાના પ્રેમની શપથ લીધી હતી અને એકબીજાની પડખે રહેવાનું વચન આપ્યું હોવા છતાં, આ પ્રકારની વિધિ કાનૂની રીતે બંધનકારક ગણાતી નથી, અને તેથી લગ્નનું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું નહોતું.[૬૫]

વિધિ પછી, તેમણે સાન્ડી કૅય દ્વીપ પર ઉતરાણ કર્યું હતું, જયાં ખાસ આ પ્રસંગ માટે હોડકાં થકી લાવી રાખવામાં આવેલા શેમ્પેઈન અને સફરજનના આસવ સાથે તેમણે પાર્ટી કરીને ઉજવણી કરી હતી.[૧૯]

કસમયે આ વિધિ કરવા બાબતેના પ્રશ્ન સંદર્ભે, નાસાઉમાં સ્મિથના એટર્નીએ કહ્યું હતું, "તાજેતરમાં જ તેમની જિંદગીમાં એટલા ક્ષત-વિક્ષત કરનારા અને આવેશમય બનાવો ઘટી ગયા હતા કે તેમને થોડા એડ્રેનાલાઈનના ધક્કાની જરૂર હતી."[૬૬] ગેટ્ટી ઈમેજિસે તેમની વિધિની તસવીરો લગભગ $1,000,000 સામે પિપલ મૅગેઝિનને વેચી હતી.[૬૭]

બહામાઝમાં આવાસ[ફેરફાર કરો]

યુનાઈટેડ સ્ટેટ્સમાં પોતાની દીકરીના પિતૃત્વના પરીક્ષણને ટાળવા માટે અન્ના નિકોલ સ્મિથ અને હોવર્ડ કે. સ્ટર્ન બહામાઝમાં રહેતા હોવાનો અહેવાલ પ્રદર્શિત થયો હતો.[૬૮] 2006ના ઉત્તરાર્ધમાં, ઈમિગ્રેશન મંત્રી શાને ગિબ્સને સ્મિથને બહમાસના કાયમી રહેવાસી તરીકે મંજૂરી આપી હતી. 11 ફેબ્રુઆરી, 2007ના, સમાચારપત્રમાં બિછાના પર સ્મિથને ગિબ્સનના આગોશમાં દર્શાવતી તસવીરો છપાઈ હતી.[૬૯] બહામાઝના વિરોધ પક્ષો મંત્રીની અયોગ્ય વર્તણૂકને લઈને તૂટી પડ્યા હતા.[૭૦] આ વિવાદના પરિણામે ગિબ્સને રાજીનામું આપ્યું હતું અને એવો દાવો કર્યો હતો, કે સ્ટર્ને લીધેલી એ તસવીરો, નિદોર્ષ હતી.[૭૧]

પોતે બહામાઝમાં $900,000ની હવેલી ધરાવે છે, જે તેમના કહેવા મુજબ દક્ષિણ કૅરોલિનાના તેમના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ, રીયલ એસ્ટેટ ડેવલપર જી. બેન થોમ્પસને તેમને ભેટ આપી હતી, આ દાવો સ્મિથના બહમાસમાં કાયમી રહેવાસીના સ્થાન પાછળનો મુખ્ય આધાર હતો. થોમ્પસને સ્પષ્ટતા કરી કે તેમણે સ્મિથને સંપત્તિ ખરીદવા માટે લોન રૂપે નાણાકીય મદદ કરી હતી, પણ તેઓ લોન પાછી વાળવામાં નિષ્ફળ રહ્યાં હતાં, અને હવે તેઓ ફરીથી સંપત્તિનો કબજો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.[૭૨] થોમ્પસને બહમાસની કોર્ટમાં હવેલી ખાલી કરવા માટે સ્મિથ પર દાવો કર્યો, અને જયારે તેઓ હવેલી ખાલી કરવાની નોટિસને પ્રત્યુત્તર આપવામાં, અથવા નવેમ્બર 28, 2006ના કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયાં ત્યારે તેમની સામે કસૂરવારનો ચુકાદો મેળવ્યો.[૭૩] જી. બેન. થોમ્પસનના જમાઈ, ફોર્ડ શેલીનો દાવો હતો કે જયારે તેમણે હવેલી પર ફરીથી કબજો મેળવ્યો ત્યારે અન્નાના સૂવાના કમરાના રેફ્રિજરેટરમાં મેથાડોન મળ્યું હતું.[૭૪] TMZ દ્વારા પૂરી પાડવામાં આવેલી તસવીરમાં તેમના રેફ્રિજરેટરમાં અંતઃક્ષેપક સાયનોકોબાલમિનની નાની શીશીઓ સાથે મેથોડોનની મોટી બોટલ દેખાતી હતી.[૭૫]

મૃત્યુ અને અંતિમવિધિ[ફેરફાર કરો]

8 ફેબ્રુઆરી, 2007ના, હોલિવુડ, ફલોરિડાની સેમિનોલ હાર્ડ રોક હૉટલ અને કેસિનોના કમરા નં.607માં સ્મિથ બેશુદ્ધ સ્થિતિમાં મળ્યાં હતાં. સ્મિથની મિત્ર, તાસ્મા બ્રાઈટહાઉપ્ટના પતિ, મૌરાઈસ "બિગ મો" બ્રાઈટહાઉપ્ટ, સ્મિથના મિત્ર અને અંગરક્ષકે[૭૬] આવીને CPR સંભાળી ન લીધું ત્યાં સુધી, તાસ્માએ કે જે કટોકટી માટે પ્રશિક્ષિત પરિચારિકા પણ હતાં, 15 મિનિટ સુધી સ્મિથ પર CPR કર્યું હતું. તેમની પત્નીએ જયારે સ્મિથની સ્થિતિ વિશે જણાવ્યું ત્યારે બ્રાઈટહાઉપ્ટ તાબડતોબ પાછા હૉટલ પર પહોંચ્યા હતા.[૭૬] સેમિનોલ પોલીસ ચીફ ચાર્લી ટાઈગર અનુસાર, બપોરે 1:38 વાગ્યે (18:38 UTC) જેઓ પોતે એક પ્રશિક્ષિત પૅરામેડિક હતા તે મૌરાઈસ બ્રાઈટહાઉપ્ટનો સ્મિથના છઠ્ઠા માળના કમરામાંથી હૉટલના પ્રવેશ ડેસ્ક પર ફોન આવ્યો હતો. પ્રવેશ ડેસ્કે વળતી પ્રતિક્રિયામાં સુરક્ષાકર્મીઓને બોલાવ્યા, જેમણે પછી 911ને ફોન કર્યો. બપોરના 1:45 સુધી, પૅરામેડિકસ આવ્યા ત્યાં સુધી તેમના અંગરક્ષકે CPR કર્યા કર્યું, ત્યારબાદ તેમને 2:10 વાગ્યે તેમને મેમોરિયલ રિજિનલ હૉસ્પિટલમાં લઈ જવાયા અને બપોરના 2:49 વાગ્યે તેમને હૉસ્પિટલમાં આગમન પર જ મૃત ઘોષિત કરવામાં આવ્યાં.

13 ફેબ્રુઆરી, 2007ના સેમિનોલ પોલીસ અને સ્થાનિક 911ના સંચાલકો વચ્ચેની ફોનની વાતચીત જાહેર કરવામાં આવી, જેમાં:

We need assistance to Room 607 at the Hard Rock. It's in reference to a white female. She's not breathing and not responsive...actually, it's Anna Nicole Smith.[૭૭][૭૮]

બ્રોવાર્ડ કાઉન્ટી મેડિકલ એકઝામિનર અને ફોરેન્સિક રોગવિજ્ઞાની ડૉ. જોશુઅ પેર્પેરની આગેવાનીમાં, સેમિનોલ પોલીસ અને કેટલાક સ્વતંત્ર રોગવિજ્ઞાનીઓ અને વિષતજજ્ઞોની સાથે સાત અઠવાડિયાની તપાસ પછી, ડૉ. પેર્પેરે જાહેર કર્યું કે સ્મિથનું નિધન ઊંઘની દવા કલોરલ હાઈડ્રેટનો "મુખ્ય ઘટક" સાથેની "સંયોજિત દવાના નશા"થી થયું છે.[૭૯] તેમની શરીર-તંત્રમાંથી કોઈ ગેરકાયદેસર દવાઓ કે કેફીપદાર્થો મળ્યા નહોતાં. અધિકૃત અહેવાલમાં લખ્યા મુજબ તેમનું મૃત્યુ હત્યા, આપઘાત, અથવા તો કુદરતી કારણોસર થયેલું ગણાવી શકાય નહીં.[૮૦] તપાસનો આખો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે અને તે ઓનલાઈન મેળવી શકાય છે.[૮૧] વધુમાં, માર્ચ 26, 2007ના તેમના શબપરીક્ષણના અહેવાલની અધિકૃત નકલ પણ જાહેર કરવામાં આવી છે અને તે પણ ઓનલાઈન મેળવી શકાય છે.[૮૨]

છેવટે તેમના મૃત્યુનું કારણ શામક કલોરલ હાઈડ્રેટના અકસ્માતે કરાયેલા વધુ પડતા સેવનને ઠરાવવામાં આવ્યું કે જે તેમને સૂચવાયેલી અન્ય દવાઓ સાથે શરીરમાં ભળતાં, ખાસ કરીને 4 બેન્ઝોડાયાઝેપિન્સ: કલોનોપિન (કલોનાઝેપામ), એટિવન (લોરાઝેપામ), સેરેકસ (ઓકસેપામ) અને વાલિયમ (ડાયઝેપામ), સાથેનું આ સંયોજન અત્યંત પ્રાણઘાતક બન્યું હતું. તે ઉપરાંત, તેમણે બેનાડ્રીલ (ડાઈફિનાહાયગડ્રામાઈન) અને ટોપામેકસ (ટોપ્રીમેટ) લીધી હતી, જે પ્રતિઆક્ષેપક GABA એગ્નોઈસ્ટ (agonist) છે, અને જેના કારણે કલોરલ હાઈડ્રેટ અને બેન્ઝોડાયાઝેપિન્સની શામક અસર વધુ ગાઢ થઈ હોઈ શકે.[૮૩] અલબત્ત તેમના શરીરમાંથી મળેલા કોઈ પણ બેન્ઝોડાયઝેપિન્સનું વ્યકિતગત સ્તર મૃત્યુ નીપજાવવા માટે પૂરતું નહોતું, કલોરલ હાઈડ્રેટના વધુ પડતા સેવન સાથે તેમનું સંયોજન થવાથી જ તેમનું મૃત્યુ થયું હોઈ શકે. શબપરીક્ષણનો અહેવાલ સૂચવતો હતો કે કલોરલ હાઈડ્રેટ "વિષકારક/જીવલેણ" દવા હતી, પણ માત્ર કલોરલ હાઈડ્રેટ લેવાથી જ તેમનું મૃત્યુ થયું હતું તે જાણવું મુશ્કેલ હતું, કારણ કે ડૉ. પેર્પેરે (તેમની 26 માર્ચની પ્રેસ કોન્ફરન્સમાં) સૂચવ્યા મુજબ તેમના શરીરે આ દવા સામે પ્રતિકારક્ષમતા કેળવી લીધી હતી અને તેથી તેઓ તેને સામાન્ય માણસ કરતાં વધુ માત્રામાં લઈ શકતાં હતાં. સામાન્ય માત્રા 1થી 2 ચમચીની છે, જયારે તેમણે લગભગ 3 ચમચી લીધી હતી એવું તેમણે સૂચવ્યું હતું. 1832માં સૌથી પહેલીવાર બનાવાયેલી કલોરલ હાઈડ્રેટ એ પહેલી શામક દવા છે, જેને અમુક ચોક્કસ હેતુ માટે ઊંઘ લાવવા માટે બનાવવામાં આવી હતી. કુખ્યાત "મિકી ફિન" અથવા "બેહોશીનાં ટીપાં" એ આલ્કોહૉલ અને કલોરલ હાઈડ્રેટનું દ્રાવણ છે, જે વિકટોરિયન ઈંગ્લેન્ડ અને તેમના યુગના સાહિત્યમાં ખાસ્સું લોકપ્રિય હતું. જયારે તેને યોગ્ય રીતે, અને આલ્કોહોલ અથવા અન્ય શામકો સાથે ભેળવ્યા વિના લેવામાં આવે છે, ત્યારે કલોરલ હાઈડ્રેટ વેદના અથવા અનિદ્રા રોગમાં સરળતાથી ઊંઘ લાવવા માટે અસરકારક રહે છે. પણ એવિસ મુજબ (1990) કલોરલ હાઈડ્રેટની અસરકારક માત્રા અને પ્રાણઘાતક માત્રા એટલી નજીક છે કે આ શામક દવા જોખમી ગણાવી જોઈએ. આજે, બાર્બિટુરેટ્સ અને બેન્ઝોડાયઝેપિન્સ જેવા અન્ય એજન્ટોએ કલોરલ હાઈડ્રેટનું સ્થાન લઈ લીધું હોવાથી તેના ઉપયોગમાં ઘણો ઘટાડો આવ્યો છે.[૮૪] તેમના દીકરાના મૃત્યુ માટે મેથાડોન કારણભૂત હોવાથી તેમના મૃત્યુ અંગે મેથાડોનની ભૂમિકા અંગે ઊડેલી અફવાઓ છતાં, ડૉ. પેર્પેરને માત્ર તેમના પિત્તાશયમાંથી મેથાડોન મળ્યું હતું, જે સૂચવતું હતું કે તેને તેમના મૃત્યુના 2-3 દિવસ અગાઉ લેવામાં આવ્યું હતું અને તે મૃત્યુ માટેનું કારણભૂત પરિબળ નહોતું.[૮૫] તેમના નિતંબ પરના ગુમડાંઓ (અટકળથી એમ માની શકાય કે તે વિટામિન બી12 (સાયનોકોબાલમિન) અને માનવ વૃદ્ધિ હોર્મોનના અગાઉ અપાયેલા ઈન્જેકશનોના કારણે થયાં હશે), અને અતિસૂક્ષ્મ જંતુયુકત આંતરડાનો સોજો તેમના મૃત્યુ માટે કારણભૂત હતાં એમ તેમના શબપરીક્ષણનો અહેવાલ સૂચવતો હતો. ઈન્ફલુએન્ઝા A અને B માટેનાં પરીક્ષણો નેગેટિવ આવ્યાં હતાં.[૮૬]

સ્મિથના શરીરમાંથી મળેલી 11માંથી 8 દવાઓ, જેમાં કલોરલ હાઈડ્રેટ પણ સમાવિષ્ટ હતી, હોવર્ડ કે. સ્ટર્ન માટે સૂચવવામાં આવી હતી, સ્મિથ માટે નહીં એવું નોંધાયું હતું. વધુમાં, બે પ્રિસ્ક્રિપ્શનો એલેકસ કાત્ઝ માટે અને એક સ્મિથના મિત્ર અને મનોચિકિત્સક, ડૉ. ક્રિસ્ટાઈન ઈરોશેવિત્ઝ માટે લખાયાં હતાં. ડૉ. પેર્પેરે સ્વીકાર્યું હતું કે તમામ 11 પ્રિસ્ક્રિપ્શનો ડૉ. ઈરોશેવિત્ઝે જાતે લખ્યાં હતાં.[૮૭]

સ્મિથનું શરીર દફનાવવામાં આવ્યું તે પહેલાં, સામાન્ય કરતાં વધુ ઝડપે તેમના શરીરનું વિઘટન થવું શરૂ થઈ ગયું.[૮૮] શબપરીક્ષણ દરમ્યાન અન્ના નિકોલના શરીરમાંથી મળેલી દવાઓ, કાનૂની દાવાઓના કારણે તેમના મૃત્યુના લગભગ એક અઠવાડિયા સુધી તેમના શબ માટે સાચવણીની પ્રક્રિયાઓ શરૂ નહોતી થઈ શકી તે હકીકત, અને લગભગ એક મહિના જેટલા લાંબી ઈંતેજારી પછી બહામાઝના હૂંફાળા વાતાવરણમાં તેમની દફનવિધિ થઈ શકી હતી, આ બાબતોને તેમના શરીરના ઝડપી વિઘટન માટે સંભવતઃ જવાબદાર પરિબળો તરીકે ટાંકવામાં આવી હતી. અંતિમવિધિ માટે પરિવાર છેવટે બંધ-શબપેટી જ લઈ જઈ શકયો હતો.

એપ્રિલ 2001માં કરાયેલા સ્મિથના વસિયતનામામાં તેમની અસ્કયામત/મિલકત તેમના પુત્ર ડેનિયલના નામે કરવામાં આવી હતી, અને તેમના બાકીનાં બાળકોને સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યાં હતાં, અને વહીવટકર્તા તરીકે હોવર્ડ કે. સ્ટર્નનું નામ લખવામાં આવ્યું હતું. તેમના અવસાન સમયે, તેમાં $10,000ના મૂલ્યની અંગત સંપત્તિ અને $1.8 મિલિયનના મૂલ્યની સ્થાવર મિલકત (જેમાંથી $1.1 મિલિયનની ગીરો મુકાયેલી હતી)-નો નિર્દેશ કરવામાં આવ્યો હતો. લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં સ્મિથના વસિયતનામાની સાબિતીને પડકારતી પિટિશન દાખલ કરવામાં આવી હતી. સાબિતી માટેની આ પિટિશનમાં અન્નાની અસ્કયામતના હિતમાં લૅરી બિર્કહેડનું નામ એક પક્ષ તરીકે નોંધાયેલું હતું.[૮૯] કાનૂની લડત, દાવાઓનો અહીં અંત આવતો નહોતો. 2 એપ્રિલ, 2009ના યુએસ (Us) વીકલી માં અહેવાલ છપાયો કે અન્ના નિકોલના પિતા, ડોનાલ્ડ હોગન, સ્ટર્ન સામે ખોટી રીતે મૃત્યુ નીપજાવવા માટેનો મુકદ્દમો કરવા વિચારી રહ્યા છે. પોતે જયારે અન્ના નિકોલના મૃત્યુ માટે સ્ટર્ન પર આક્ષેપ મૂકી રહ્યા છે ત્યારે, "જો (તેમને) તેમાંથી (મુકદ્દમામાંથી) કશું મળશે કે નહીં તેની કોઈ પરવા નથી", હોગનને એવું કહેતાં ટાંકવામાં આવ્યા હતા.[૯૦]

ફેબ્રુઆરી 2009 મુજબ, બહામાઝમાં સ્મિથની કબર પર એક છ-ફૂટ-ઊંચું કાળા ગ્રેનાઈટનું સ્મારક ઊભું કરવામાં આવ્યું છે.[૯૧]

અભિનય[ફેરફાર કરો]

ફિલ્મ/ચલચિત્ર[ફેરફાર કરો]

ટેલિવિઝન[ફેરફાર કરો]

એપિસોડઃ વાઈલ્ડ અગેઈન - પોતાની ભૂમિકામાં

સંગીત[ફેરફાર કરો]

આ પણ જોશો[ફેરફાર કરો]

ઢાંચો:Texas portal

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Interview with Anna Nicole Smith". CNN. 2002-05-29. મેળવેલ 2007-02-14.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Ancestry.com. ટેકસાસ જન્મ સૂચિ, 1903–1997 [ઓનલાઈન માહિતીસંગ્રહ]. પ્રોવો, યુટી, યુ.એસ.એ.: ધ જનરેશન્સ નેટવર્ક, Inc., 2005.
  3. ૩.૦ ૩.૧ Ancestry.com. ટેકસાસ છૂટાછેડા સૂચિ, 1968–2002 [ઓનલાઈન માહિતીસંગ્રહ]. પ્રોવો, યુટી, યુ.એસ.એ.: ધ જનરેશન્સ નેટવર્ક, Inc., 2005.
  4. Ancestry.com. ટેકસાસ લગ્ન સંગ્રહ, 1814–1909 અને 1966–2002 [ઓનલાઈન માહિતીસંગ્રહ]. પ્રોવો, યુટી, યુ.એસ.એ.: ધ જનરેશન્સ નેટવર્ક, Inc., 2005.
  5. Ed Stoddard and Jessica Rinaldi (2007-02-09). "High school remembers Anna Nicole — barely". Reuters. મૂળ સંગ્રહિત માંથી 2007-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.CS1 maint: uses authors parameter (link)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Ancestry.com. ટેકસાસ લગ્ન સંગ્રહ, 1814–1909 અને 1966–2002 [ઓનલાઈન માહિતીસંગ્રહ]. પ્રોવો, યુટી, યુ.એસ.એ.: ધ જનરેશન્સ નેટવર્ક, Inc., 2005.
  7. ૭.૦ ૭.૧ Ancestry.com. ટેકસાસ છૂટાછેડા સૂચિ, 1968–2002 [ઓનલાઈન માહિતીસંગ્રહ]. પ્રોવો, ઉતાહ, યુ.એસ.: ધ જનરેશન્સ નેટવર્ક, Inc., 2005.
  8. ઍરિક રેડ્ડીંગ અને ડી"ઈવા રેડ્ડીંગ, ગ્રેટ બિગ બ્યુટીફૂલ ડોલઃ ધ અન્ના નિકોલ સ્મિથ સ્ટોરી , ન્યૂ યોર્કઃ બારીકૅડ બુકસ, 1996, પૃ.13.
  9. ઈન રે માર્શલ , 275 B.R. 5, 20 (C.D. Cal. 2002). Ed Stoddard and Jessica Rinaldi (2007-02-09). "High school remembers Anna Nicole — barely". Reuters. મૂળ સંગ્રહિત માંથી 2007-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.CS1 maint: uses authors parameter (link)
  10. "Living and dying in the spotlight".
  11. "Anna Nicole Smith's Playboy Covers". cbs2chicago.com. મૂળ માંથી 2009-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  12. ૧૨.૦ ૧૨.૧ "Playmate data". મેળવેલ January 29, 2010.
  13. ૧૩.૦ ૧૩.૧ "Anna Nicole Smith". Daily Telegraph. 2007-02-10. મૂળ માંથી 2008-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-10.
  14. "અન્ના નિકોલ સ્મિથ - રેખાચિત્ર, છેલ્લામાં છેલ્લા સમાચાર અને સંબંધિત લેખો". મૂળ સંગ્રહિત માંથી 2006-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-11.
  15. Brozan, Nadine (1994-10-21). "Chronicle". New York Times. મેળવેલ 2007-02-14.
  16. ઈન રે માર્શલ , 275 B.R. 5, 21 (C.D. Cal. 2002).
  17. Ancestry.com. ટેકસાસ છૂટાછેડા સૂચિ, 1968–2002 [ઓનલાઈન માહિતીસંગ્રહ]. પ્રોવો, યુટી, યુ.એસ.એ.: ધ જનરેશન્સ નેટવર્ક, Inc., 2005.
  18. "Fame and Infamy Surround Anna Nicole Smith". ABC News. 2005-11-17. મેળવેલ 2007-02-14.
  19. ૧૯.૦ ૧૯.૧ Sheri and Bob Stritof. "The Marriages of Anna Nicole Smith". About.com. મૂળ માંથી 2007-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  20. Grossberg, Josh (2001-03-08). "Probate Jury Disses Anna Nicole". E! Online. મેળવેલ 2007-02-14.
  21. ઈન રે માર્શલ , 392 F.3d 1118, 1124–1131 (9th Cir. 2004).
  22. Lane, Charles (2006-03-01). "Anna Nicole Smith's Supreme Fight". Washington Post. મેળવેલ 2007-02-14. CS1 maint: discouraged parameter (link)
  23. Grossberg, Josh (2001-07-17). "Judge Orders Anna Nicole to Pay Up". E! Online. મેળવેલ 2007-02-14.
  24. "E. Pierce Marshall v. Vickie Lynn Marshall" (PDF). United States Court of Appeals, Ninth Circuit. 2003-10-09. મૂળ (PDF) માંથી 2009-11-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-30.
  25. "White House Aids Playboy Playmate in Court". Yahoo! Entertainment. 2005-12-26. મૂળ માંથી 2006-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  26. Stout, David (2006-05-01). "Anna Nicole Smith Wins Supreme Court Case". The New York Times. મેળવેલ 2007-02-14.
  27. Fairbank, Katie (2006-07-22). "A legacy oil heir never wanted". The Dallas Morning News. મેળવેલ 2007-02-14.
  28. "Cause of Anna Nicole Smith's Death Uncertain". The New York Times. February . 9, 2007. મેળવેલ February 21, 2007. Check date values in: |date= (મદદ)
  29. Hilton, Hilary (2007-02-08). "Anna Nicole Smith, 1967–2007". Time. મૂળ માંથી 2014-07-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-09.
  30. Tucker, Ken (2002-08-05). "Anna Nicole Smith show an obscene train wreck". Entertainment Weekly. મૂળ માંથી 2007-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-09. CS1 maint: discouraged parameter (link)
  31. "Edgewood Studios: Illegal Aliens". મૂળ માંથી 2009-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  32. ન્યૂ મુવીમાં ફોર્ડ દ્વારા હંકારાતા અન્ના નિકોલ
  33. "Living and dying in the spotlight". The Seattle Times. 2007-02-09. મેળવેલ 2007-02-09.
  34. Novak, Jocelyn (2007-02-09). "What Drew Us to Anna Nicole". Associated Press. મેળવેલ 2007-02-14.
  35. "What's Up With Anna Nicole Smith?". CBS News. 2004-11-16. મેળવેલ 2007-02-14.
  36. "Anna Nicole Flashes Crowd at MTV Event". Associated Press. 2005-03-04. મેળવેલ 2007-02-14.
  37. "Anna Nicole Smith poses for anti-fur ad". furisdead.com. મૂળ માંથી 2007-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-30.
  38. "Anna Nicole Smith's petition to end the Canadian harp seal hunt". furisdead.com. મૂળ માંથી 2009-02-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-30.
  39. "Anna Nicole Smith Dogs Pet-Food Maker Iams Over Deadly Experiments". iamscruelty.com.
  40. અન્ના નિકોલ સ્મિથ - જિસસ ખ્રિસ્ત એ મારા સ્વામી અને તારણહાર છે!, 1:58 પછીથી
  41. યૂટયૂબ વીડિયો
  42. "Attorney: I'm Anna Nicole's baby's father". CNN. 2006-09-27. મેળવેલ 2007-02-14.
  43. "Ex-Boyfriend Challenges Paternity of Anna Nicole Smith's Daughter". Associated Press. 2006-10-03. મેળવેલ 2007-02-14.
  44. Atkins, Jill (2006-10-11). "Anna Nicole Smith Names Howard K Stern as Dad on Birth Certificate". nationalledger.com. મૂળ માંથી 2007-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  45. Coultan, Mark (2007-02-10). "Baby with mother of a court battle". The Sydney Morning Herald. મેળવેલ 2007-02-14.
  46. "Judge orders Smith's body preserved, denies DNA test". Associated Press. 2007-02-10. મેળવેલ 2007-02-14.[હંમેશ માટે મૃત કડી]
  47. Caruso, Michelle and Siemaszko, Corky (2007-02-09). "Old man and the seed?". New York Daily News. મૂળ માંથી 2007-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-17.CS1 maint: multiple names: authors list (link)
  48. Balogh, Stefanie (2007-02-11). "Anna Nicole's paternity story 'a Hoax'". news.com.au. મૂળ માંથી 2012-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  49. "Gabor Husband may be Smith's baby's dad". Associated Press. 2007-02-09. મૂળ સંગ્રહિત માંથી 2007-02-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  50. "Gabor's husband to file claim for baby". Associated Press. 2007-02-12. મેળવેલ 2007-02-14.
  51. "The Doctor Who Scored Methadone for Anna Nicole". TMZ. 2007-02-14. મેળવેલ 2006-02-14.
  52. Proctor, Charles (2007-02-16). "Anna Nicole's doctor defends prescribed treatment". Los Angeles Times. મેળવેલ 2007-02-19.[હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી]
  53. "DNA results reveal father of Anna Nicole Smith's baby". The New Zealand Herald. 2007-04-11.
  54. અન્ના નિકોલના સંતાનનો પિતા બિર્કહેડ છે
  55. "Birkhead named baby's dad; Stern won't fight for custody". CNN. 2007-04-10. મેળવેલ 2007-04-10.
  56. "The Baby Has Landed". TMZ. 2007-05-01.
  57. "Court Disses Virgie; Larry and Baby to Leave Bahamas".
  58. Robertson, Jessica (2006-09-11). "Smith's Son Died During Hospital Visit". Associated Press. મેળવેલ 2007-02-14.
  59. "Officials: Anna Nicole probe not closed". Associated Press. 2006-09-29. મેળવેલ 2007-02-14.
  60. "Authorities issue death certificate for Anna Nicole Smith's son". Associated Press. 2006-09-21. મૂળ માંથી 2007-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  61. "Funeral Held for Anna Nicole Smith's Son". People. મૂળ માંથી 2006-11-08 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-19.
  62. "Howard K. Stern says Anna wanted to be buried next to her son". recordonline.com. મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-20.
  63. "Howard K. Stern: Anna was my whole world". people.com. મૂળ માંથી 2007-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-20.
  64. "Howard K. Stern talks Father's Day". Art Harris:The Bald Truth. મેળવેલ 2007-06-16.
  65. "Anna Nicole Smith gets married, sort of". Associated Press. 2006-09-29. મેળવેલ 2007-02-14.
  66. "Inside Anna Nicole's Surprise Ceremony". People.com. 2006-10-05. મૂળ માંથી 2007-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  67. "'People' Pays $1M for Pics of Anna Nicole's Wedding/Suffering". gawker.com. 2006-10-03. મૂળ માંથી 2007-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  68. "Anna Nicole Smith back in hospital". inthenews.co.uk. 2006-11-01. મૂળ માંથી 2009-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.
  69. "New photos show Smith in bed with Bahamian immigration minister". Associated Press. 2007-02-12. મેળવેલ 2007-02-12.
  70. "Photos of Anna Nicole Smith in bed with Bahamas immigration minister revive scandal". Associated Press. 2007-02-11. મૂળ સંગ્રહિત માંથી 2007-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-11.
  71. "Bahamian Immigration Minister Linked To Anna Nicole Resigns". Access Hollywood. મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-18.
  72. Melia, Michael (2007-02-13). "Official responds to bedroom photos with Anna Nicole". Associated Press. મૂળ સંગ્રહિત માંથી 2007-02-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-13.
  73. Levin, Harvey (2006-11-29). "Court Orders Anna Nicole To Scram". tmz.com. મેળવેલ 2007-02-13.
  74. "Did Methadone Contribute To Anna's Death?". CBS News. મૂળ માંથી 2007-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2006-02-12.
  75. અન્ના માટે મૃત્યુ લઈ આવેલું ફ્રીજ tmz.com
  76. ૭૬.૦ ૭૬.૧ ફાઈનલ 24 A&E જીવનકથા મૂળ માર્ચ 19, 2008ના પ્રસારિત.
  77. DeMarzo, Wanda J (2007-02-13). "Tape: "Shes not breathing. It's Anna Nicole"". Miami Herald.
  78. Recording of call (MP3) સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન. Retrieved on 2007-02-14
  79. "Smith died from accidental drug overdose". મૂળ સંગ્રહિત માંથી 2007-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-30.
  80. અન્ના નિકોલ સ્મિથનું શબપરીક્ષણ જાહેર - માર્ચ 26, 2007, પૃ. સંગ્રહિત ૨૦૦૯-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન14. સંગ્રહિત ૨૦૦૯-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન
  81. "અન્ના નિકોલ સ્મિથનું શબપરીક્ષણ જાહેર - માર્ચ 26, 2007". મૂળ માંથી 2009-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-30.
  82. અન્ના નિકોલ સ્મિથનું શબપરીક્ષણ જાહેર
  83. "ટોપામેકસની આડઅસરો અને દવાની ક્રિયાપ્રતિક્રિયાઓ". મૂળ માંથી 2007-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-30.
  84. ફુરક, મૅકિસમ ડબ્લ્યૂ. (2008). "ધ ડેથ પ્રોકલેમેશન ઓફ જનરેશન એકસઃ અ સેલ્ફ-ફુલફિલિંગ પ્રોફેસિ ઓફ ગૉથ, ગ્રુન્જ ઍન્ડ હેરોઈન." આઈ-યુનિવર્સ. ISBN 978-0-595-46319-0
  85. અન્ના નિકોલ સ્મિથનું શબપરીક્ષણ જાહેર - માર્ચ 26, 2007 પૃ. 12.
  86. http://www.thesmokinggun.com/archive/years/2007/0326071anna2.html અન્ના નિકોલ સ્મિથનું શબપરીક્ષણ જાહેર - માર્ચ 26, 2007 પૃ. 2
  87. અન્નાને મૃત્યુ આપનાર દવાઓ હોવર્ડ કે. સ્ટર્ન, અન્યોને પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી હતી
  88. http://uslaw.com/us_law_article.php?a=297
  89. અન્ના નિકોલ સ્મિથનું વસિયતનામું અધિકૃત રીતે દાખલ
  90. "Anna Nicole's Dad Considers Wrongful Death Suit Against Howard K. Stern". Us Weekly. 2009-04-02. મૂળ માંથી 2009-04-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-02.
  91. પ્લેમેટ ન્યૂઝ; પ્લેબોય સામયિક, માર્ચ 2009; પૃષ્ઠ 114.
  92. Hoggard, Liz (2002-04-14). "Ferry's Return Trip". You Magazine. મૂળ માંથી 2009-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-14.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]