જમ્બુમણિ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Amethyst | |
---|---|
Amethyst cluster from Magaliesburg, South Africa. A Wikipedia:Featured picture | |
General | |
Category | Mineral variety |
Formula (repeating unit) | Silica (silicon dioxide, SiO2) |
Identification | |
Color | Purple, violet |
Crystal habit | 6-sided prism ending in 6-sided pyramid (typical) |
Crystal system | rhombohedral class 32 |
Twinning | Dauphine law, Brazil law, and Japan law |
Cleavage | None |
Fracture | Conchoidal |
Mohs scale hardness | 7–lower in impure varieties |
Luster | Vitreous/glossy |
Streak | White |
Diaphaneity | Transparent to translucent |
Specific gravity | 2.65 constant; variable in impure varieties |
Optical properties | Uniaxial (+) |
Refractive index | nω = 1.543–1.553 nε = 1.552–1.554 |
Birefringence | +0.009 (B-G interval) |
Pleochroism | None |
Melting point | 1650±75 °C |
Solubility | insoluble in common solvents |
Other characteristics | Piezoelectric |
જમ્બુમણિ અથવા એમિથિસ્ટ (અંગ્રેજી: Amethyst) એ દાગીનામાં વપરાતો વાદળી રંગનો ક્વાર્ટ્ઝ છે. આ નામ પ્રાચીન ગ્રિક શબ્દ ἀ a- ("નહીં") અને μέθυστος મેથ્યુસ્ટોસ ("કેફ") પરથી આવ્યું છે. એમિથિસ્ટ નામ મૂળ એવી માન્યતા પર આધારિત છે કે આ પત્થર તેને ધારણ કરનારને દારૂના નશાથી બચાવે છે. પ્રાચીન ગ્રિસવાસીઓ અને રોમન એમિથિસ્ટ પહેરતા હતા અને એવી માન્યતા સાથે તેની પીવાની નળીઓ બનાવી હતી કે તે તેમને કેફથી બચાવશે.
રસાયણ શાસ્ત્ર
[ફેરફાર કરો]જમ્બુમણિ એ ક્વાર્ટ્ઝની જાંબુડીયા રંગની જાત છે; તેનું રાસાયણિક સૂત્ર SiO2 છે.
૧૯મી સદીમાં જમ્બુમણિનો રંગ મેંગેનિઝની હાજરીને કારણે હોવાનું માનવામાં આવતું હતું. જો કે તેના પર મોટા પ્રમાણમાં ફેરફાર કરી શકાતો હોવાથી તેમજ તેને ગરમીથી ભારહિન પણ બનાવી શકાતો હોવાથી કેટલાક સત્તાવાળાઓના મતે તેનો રંગ કાર્બનિક સ્ત્રોતમાંથી આવતો હોવાનો મત ધરાવતા હતા. ફેરિક થિયોસાયનેટ સૂચવાયું હતું અને ખનીજમાં સલ્ફરની હાજરી સાબિત થઇ હોવાનું કહેવાતું હતું.
તાજેતરનું કામ સૂચવે છે કે જમ્બુમણિનો રંગ ફેરિક આયર્નની અશુદ્ધીને કારણે છે.[૧] વધુ અભ્યાસ દર્શાવે છે કે આયર્ન અને એલ્યુમિનિયમની જટીલ આંતરિકક્રિયા તેના રંગ માટે જવાબદાર છે.[૨]
ગરમી આપતા જમ્બુમણિ સામાન્ય રીતે પીળો બની જાય છે અને દાગીનાના મોટા ભાગના સાઇટ્રિન, કૈર્નગોર્મ, અથવા પીળા ક્વાર્ટ્ઝ માત્ર "બળેલા જમ્બુમણિ" છે. જમ્બુમણિ ક્વાર્ટઝની નસો ખુલ્લી જગ્યા પર તેમનો રંગ છોડવા ચપળ છે.[સંદર્ભ આપો].
શ્રેષ્ઠ ગુણવત્તાવાળા જમ્બુમણિની નકલ કરવા કૃત્રિમ જમ્બુમણિ બનાવવામાં આવે છે. તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પ્રાકૃતિક જમ્બુમણિને એટલા સમાન છે કે અત્યાધુનિક ભૂસ્તરશાસ્ત્રીય પરીક્ષણ વગર તેને ચોક્કસ રીતે સ્પષ્ટ અલગ પાડી શકાતા નથી. (જે ઘણી વાર ખર્ચાળ પણ પુરવાર થાય છે) કૃત્રિમ જમ્બુમણિને સરળતાથી ઓળખવા માટે "બ્રાઝિલ લો ટ્વિનિંગ" આધારિત એક પરીક્ષણ છે. (બ્રાઝિલ લો ટ્વિનિંગ ક્વાર્ટઝ ટ્વિનિંગનું એક સ્વરૂપ છે જેમાં ડાબા અને જમણા હાથના ક્વાર્ટ્ઝ માળખાને એક સ્ફટિકમાં જોડવામાં આવે છે[૩]) જો કે થિયરીમાં આ પદાર્થ કૃત્રિમ રીતે બનાવવો શક્ય છે પરંતુ તે બજારમાં મોટી માત્રામાં ઉપલબ્ધ નથી.[૪]
રચના
[ફેરફાર કરો]એમિથિસ્ટ જમણી બાજુ અને ડાબી બાજુના ક્વાર્ટઝના લેમલીની અનિયમિત અંકાંતરે ગોઠવણમાંથી બને છે. એવું દર્શાવવામાં આવ્યું છે કે આ માળખું મિકેનિકલ દબાણને કારણે હોઇ શકે છે.
મોહ સ્કેલ પર સાતની સખતાઇ ધરાવતો હોવાથી એમિથિસ્ટ દાગીનામાં વપરાશ માટે સાનુકૂળ છે.
વિવિધ રંગ અને છટા
[ફેરફાર કરો]એમિથિસ્ટ આછા ગુલાબી વાદળી રંગથી લઇને ઘેરા જાંબુડીયા રંગમાં જોવા મળે છે. એમિથિસ્ટ લાલ અને વાદળી અથવા બંને રંગની છટા દર્શાવી શકે છે. આદર્શ ગ્રેડને "ડીપ સાઇબિરીયન" કહેવાય છે અને તેની રંગછટા જાંબુડીયા રંગની 75-80 ટકા અને વાદળી રંગની 15-20 ટકા તેમજ પ્રકાશના સ્ત્રોતને આધારે લાલ રંગની છટા હોય છે.[૪] લીલા રંગના ક્વાર્ટ્ઝને ઘણીવાર લીલો એમિથિસ્ટ કહેવાય છે. લીલા ક્વાર્ટ્ઝ માટેના અન્ય નામમાં પાર્સિયોલાઇટ, વર્મેરિન અથવા લાઇન સાઇટ્રિનનો સમાવેશ થાય છે.
-
પાસાદાર એમિથિસ્ટ
-
એમિથિસ્ટની અંદરની બાજુ
-
પાસાદર લીલો એમિથિસ્ટ
ઇતિહાસ
[ફેરફાર કરો]પ્રાચીન ઇજિપ્તવાસીઓ દ્વારા એમિથિસ્ટનો રત્ન તરીકે ઉપયોગ થયો હતો અને મોટે ભાગે ઇન્ટાગ્લિયો એન્ગ્રેવ્ડ જેમ્સ માટે પ્રાચીનતામાં ઉપયોગ થતો હતો.[૫]
ગ્રીકવાસીઓ માનતા હતા કે એમિથિસ્ટ રત્ન તેમને નશાથી બચાવી શકે છે[૬] જ્યારે મધ્યકાલિન યુરોપીયન સૈનિકો યુદ્ધમાં રક્ષણ માટે એમિથિસ્ટ એમ્યુલેટ ધારણ કરતા હતા. આ પાછળનું કારણ તે છે કે એમિથિસ્ટને લોકોની સારવાર કરતો અને તેમના મગજ શાંત રાખતો હોવાનું માનવામાં આવતું હતું.[સંદર્ભ આપો] ઇંગ્લેન્ડમાં એંગ્લો-સેક્સોન કબરોમાંથી એમિથિસ્ટના મણકા મળ્યા હતા.[સંદર્ભ આપો]
નજીકના દક્ષિણ બ્રાઝિલમાં સાન્ટા ક્રુઝમાંથી મળેલા એક મોટા જીયોડ અથવા એમિથિસ્ટ-ગ્રોટોને 1902માં ડસેલડોર્ફ, જર્મનીમાં યોજાયેલા પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યો હતો.
એમિથિસ્ટ ફેબ્રુઆરી માટે પરંપરાગત જન્મરત્ન છે.
માન્યતા
[ફેરફાર કરો]ગ્રીક શબ્દ a- , નહીં + મેથુસ્ટોસ , કેફ પરથી ગ્રીક શબ્દ "એમિથિસ્ટોસ"નું ભાષાંતર "દારૂ નહીં પીધેલો" એમ કરી શકાય.[૭] એમિથિસ્ટને નશાનું શમન કરતો પદાર્થ ગણવામાં આવતો હતો માટે ઘણીવાર તેનામાંથી વાઇન ગ્લોબલેટ બનાવવામાં આવતા હતા.
ફ્રેન્ચ કવિ "Remy Belleau"(1528–1577) એ એમિથિસ્ટ વિશે એક દંતકથા બનાવી હતી.[૮] નશા અને વાઇનના દેવતા ડીયોનિસસ એમિથિસ્ટોસ નામની દાસી પાછળ પડ્યા હતા. એમિથિસ્ટોસે ડિયોનિસસનો પ્રેમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એમિથિસ્ટોસે પોતે શુદ્ધ રહેવા માટે ઇશ્વરને પ્રાર્થના કરી હતી જેને દેવી આર્ટિમીસ સ્વીકારી હતી અને તેને સફેદ પત્થર બનાવી હતી. એમિથિસ્ટોસની શુદ્ધ રહેવાની ભાવનાથી પ્રભાવિત થઇને ડિયોનિસસે તેને અંજલી સ્વરૂપે પત્થર પર વાઇન રેડ્યો હતો અને સ્ફટિકનો રંગ બદલાઇને જાંબુડીયો થઇ ગયો હતો. આ બાબતે ઘણી વાર્તાઓ છે તે પૈકીની એક છે કે, એક આત્માએ ડિયોનિસસનું અપનામ કર્યું હતું જેનાથી રોષે ભરાઇને તેના રસ્તામાં આવતા બીજી કોઇ પણ આત્માની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેનો રોષ કાઢવા ખુંખાર વાઘની રચના કરી હતી. આ આત્મા એક સુંદર યુવાન સ્ત્રી એમિથિસ્ટોસ બની હતી. એમિથિસ્ટોસ આર્ટિમીસને પ્રાર્થના કરવા જઇ રહી હતી. આર્ટિમીસે એમિથિસ્ટોસને જીવતદાન આપ્યું અને તેને ઘાતકી અત્યાચારથી બચાવવા તેને શુદ્ધ સ્ફટિકીય ક્વાર્ટ્ઝના બનેલા પૂતળામાં ફેરવી દીધી હતી. ડિયોનિસસે સુંદર પૂતળાને જોઇને તેના કર્મના પશ્ચાતાપમાં વાઇનના આસુ સાર્યા હતા. ત્યારે ઇશ્વરના આંસુએ ક્વાર્ટ્ઝને જાંબુડીયો બનાવ્યો હતો.[૯]
અન્ય એક વાર્તા એવી છે કે, ટાઇટાન રહીયાએ દારૂ પિનારાઓનું માનસિક સંતુલન જાળવી રાખવા માટે ડિયોનિસસને એમિથિસ્ટ પત્થર ભેટ આપ્યો હતો.[૧૦]
ભૌગોલિક વિતરણ
[ફેરફાર કરો]એમિથિસ્ટ બ્રાઝિલમાં મિનાસ ગેરીયાસમાં પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે. અહીં તે લાવાના પત્થરોમાં મોટા જીયોડમાં પેદા થાય છે. તે દક્ષિણ કોરીયામાં પણ જોવા મળે છે અને તેનું માઇનિંગ થાય છે. વિશ્વનો સૌથી મોટો ઓપનકાસ્ટ એમિથિસ્ટ વેઇન મૈસાઉ, લોઅર એસ્ટ્રીયામાં આવેલો છે. બ્રાઝિલ અને ઉરુગ્વેના ઘણા આંતરિક વિસ્તારોમાંથી એમિથિસ્ટ મળી આવે છે. સારો ફાઇન એમિથિસ્ટ રશિયામાંથી મળે છે, ખાસ કરીને એકાટરિનબર્ગ જિલ્લામાં મર્સિન્કા નજીક. અહીં તે ગ્રેનાઇટના ખડકોમાં જોવા મળે છે. ભારતના ઘણા વિસ્તારોમાંથી પણ એમિથિસ્ટ મળે છે. ઝાંબીયા વાર્ષિક 1,000 ટનના ઉત્પાદન સાથે વિશ્વના સૌથી મોટા એમિથિસ્ટ ઉત્પાદકો પૈકીનું એક છે. એમિથિસ્ટ અમેરિકાના ઘણા વિસ્તારોમાં થાય છે. અન્ય સ્થળોમાં મઝાટઝલ માઉન્ટેન ક્ષેત્ર ગિલા અને મેરિકોપા કન્ટ્રીઝ, એરિઝોનામાં; એમિથિસ્ટ માઉન્ટેન, ટેક્સાસ; યલોસ્ટોન નેશનલ પાર્ક; ડેલાવેર કાઉન્ટી, પેન્સિલવેનિયા; હેવૂડ કાઉન્ટી, નોર્થ કેરોલિના; ડીયર હિલ અને સ્ટોલ, મેઇની અને લેક સુપિરીયર ક્ષેત્રનો સમાવેશ થાય છે. એમિથિસ્ટ ઓન્ટારિયોમાં પ્રમાણમાં સામાન્ય છે અને સમગ્ર નોવા-સ્કોટીયામાં વિવિધ સ્થળે જોવા મળે છે. અમેરિકામાં સૌથી મોટી એમિથિસ્ટ ખાણ થંડર બે, ઓન્ટારીયોમાં આવેલી છે.[૧૧]
મૂલ્ય
[ફેરફાર કરો]18 સદી સુધી એમિથિસ્ટને કાર્ડિનલ અથવા (હીરો, નિલમ, માણેક, અને એમિરાલ્ડ સહિત) સૌથી મૂલ્યવાન રત્નમાં સ્થાન આપવામાં આવતું હતું. જો કે બ્રાઝિલ જેવા સ્થળોએ તે પુષ્કળ પ્રમાણમાં મળી આવતા તેણે તેનું મોટા ભાગનું મૂલ્ય ગુમાવ્યું હતું.
સંગ્રાહકો ઘેરા રંગવાળો એમિથિસ્ટ પસંદ કરે છે તેમાં પણ જો પરંપરાગત રીતે કપાયેલો હોય તો લાલ છાંટ વાળો વધારો[૧૨] સૌથી ઉંચું ગ્રેડ ધરાવતો એમિથિસ્ટ (જેને "ડીપ રશિયન" કહેવાય છે) દુર્લભ્ય છે માટે તેના મૂલ્યનો આધાર સંગ્રાહકની માંગ પર રહેલો છે. જો કે હજુ પણ નીલમ અથવા માણેકના નીચલા ક્રમે આવે છે (પેડપેરાસ્કા નીલમ અથવા "પીજન્સ બ્લડ" માણેક)[૪]
આ પણ જોશો
[ફેરફાર કરો]- ખનીજની યાદી
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ક્લીન, કોર્નેલિસ એન્ડ હર્લબટ, કોર્નિલિયસ એસ., 1985 મેન્યુઅલ ઓફ મિનરોલોજી (આફ્ટર જેડી દાના) 20મી આવૃત્તિ, પાનું 441, જોહન વિલી એન્ડ સન્સ, ન્યૂ યોર્ક
- ↑ કોહેન, એલ્વિન જે., 1985, એમિથિસ્ટ કલર ઇન ક્વાર્ટ્ઝ, ધ રિઝલ્ટ ઓફ રેડિયેશન પ્રોટેક્શન ઇન્વોલ્વિંગ આયર્ન , અમેરિકન મિનરલોજીસ્ટ, ભાગ. 70, પાના 1180-1185
- ↑ "Quartz Page Twinning Crystals". મેળવેલ 2007-05-28.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ સિક્રેટ્સ ઓફ ધ જેમ ટ્રેડ; ધ કોનોઇઝર્સ ગાઇડ ટુ પ્રિસીયસ જેમસ્ટોન રિચાર્ડ ડબલ્યુ વાઇસ, બ્રન્સવિક હાઉસ પ્રેસ, લેનોક્સ, મેસાશ્યુટ્સ., 2005 ISBN 0972822380
- ↑ જેમ્સ, નોટ્સ એન્ડ એક્ટ્રેક્ટ્સ ઓગોસ્ટો કેસલાની (19મી સદીનો પ્રખ્યાત ઝવેરી), પાનું 34, લંડન, બેલ અને ડોલ્ડી, 1871 ISBN 1141061740
- ↑ ડાયમન્ડ્, પર્લ્સ એન્ડ પ્રિસીયસ સ્ટોન્સ માર્સેલ એન સ્મિથ, ગ્રિફિથ સ્ટિલિંગ્સ પ્રેસ, બોસ્ટન, મેસાશ્યુટ્સ, 1913, પાનું 74
- ↑ ધ અમેરિકન હેરિટેજ ડિક્શનરી
- ↑ Les amours et nouveaux eschanges des pierres précieuses : vertus et proprietez d'icelles ; Discours de la vanité, pris de l'Ecclesiaste ; Eclogues sacrees, prises du Cantique des Cantiques ([Reprod.]) / par Remy Belleau (ફ્રેન્ચમાં). 1576.
- ↑ ધ એમિથિસ્ટ
- ↑ (નોનસ,ડાયોનાઇસિયાકા, XII.380)
- ↑ "એમિથિસ્ટ ખાણ". મૂળ માંથી 2010-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
- ↑ સિબ્જો માર્ગદર્શિકા,
વધુ વાંચન
[ફેરફાર કરો]- "Amethyst". part of a poster by the Juneau – John Rishel Mineral Information Center. Alaska office of the United States Bureau of Land Management. મૂળ માંથી 2007-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-11.
- Ure, Andrew (1827). A Dictionary of Chemistry. Printed for Thomas Tegg, (et al.). પૃષ્ઠ 141. મેળવેલ 2006-09-11.
The amethyst is a gem of a violet colour, and great brilliancy, said to be as hard as the ruby or sapphire, from which it only differs in colour. This is called the oriental amethyst, and is very rare. When it inclines to the purple or rosy colour, it is more esteemed than when it is nearer to the blue. These amethysts have the same figure, hardness, specific gravity, and other qualities, as the best sapphires or rubies, and come from the same places, particularly from Persia, Arabia, Armenia and the West Indies. The occidental amethysts are merely coloured crystal or quartz.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- ફાર્લાંગઃ કન્ઝ્યુમર ઇન્ફર્મેશન (સીબ્જો) અને ઐતિહાસિક સંદર્ભો સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૮ ના રોજ વેબેક મશિન
- માઇન્ડેટઃ ખનીજને લગતી માહિતી, સ્ફટિકશાસ્ત્ર અને નામકરણ
ઢાંચો:Jewellery ઢાંચો:Silica minerals આ લેખ ની કેટલીક માહિતી પબ્લિક ડોમેન જ્ઞાનકોશ 1911 Encyclopædia Britannica માંથી લેવાયેલી છે.