એર ઈન્ડિયા ફ્લાઇટ ૧૮૨

વિકિપીડિયામાંથી

એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૮૨ એર ઇન્ડિયાની એક ફ્લાઇટ હતી જે મોન્ટ્રિયલ-લંડન-દિલ્હી-મુંબઈ માર્ગ પર ચાલતી હતી. 23 જૂન 1985ના રોજ, આ માર્ગ પર ઉડ્ડયન કરતું વિમાન, — બોઇંગ 747-237બી (B) (સી/એન 21473/૩૩૦ (c/n 21473/330), રજી. વીટી-ઇએફઓ (VT-EFO)) કે જેનું નામ સમ્રાટ કનિષ્ક— પરથી રાખવામાં આવ્યું હતું, તે જ્યારે આયર્લેન્ડના આકાશમાં એટલાન્ટિક સમુદ્ર પરથી પસાર થઇ રહ્યું હતું,31,000 feet (9,400 m) ત્યારે તેને એક બોમ્બ વડે ઊડાવી દેવામાં આવ્યું હતું અને તે સમુદ્રમાં તૂટી પડ્યું હતું. 329 લોકો માર્યા ગયા હતા, જેમાં કેનેડાના 280 નાગરિકોનો પણ સમાવેશ થાય છે, મોટાભાગના લોકો જન્મે ભારતીય અથવા ભારતીય મૂળના હતા, અને 22 ભારતીય હતા.[૧] આધુનિક કેનેડાના ઇતિહાસમાં સર્જાયેલો આ સૌથી મોટો સામુહિક હત્યાકાંડ હતો. નરીટા એરપોર્ટના બોમ્બકાંડના કલાકની અંદર જ આ વિમાનમાં વિસ્ફોટ અને તૂટી પડવાની ઘટના બની હતી.

તપાસ અને ફરિયાદમાં લગભગ 20 વર્ષનો ગાળો વીત્યો અને કેનેડાના ઇતિહાસનો આ સૌથી ખર્ચાળ ખટલો હતો, જેમાં અંદાજે 130 મિલિયન સીએડી ડોલર (CAD $)નો ખર્ચ થયો હતો. ખાસ પંચે આરોપીઓ કસૂરવાર ન જણાતા, તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. 2003માં અપરાધી હોવાની દલીલ કરવામાં આવ્યા બાદ, માત્ર એક વ્યક્તિને આ બોમ્બધડાકામાં સંડોવણી બદલ માનવવધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2006માં ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલે સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ જોન મેજરની તપાસ પંચનું સંચાલન કરવા માટે નિમણૂંક કરી હતી અને તેમનો અહેવાલ 17 જૂન, 2010ના રોજ સંપૂર્ણ અને પ્રસિદ્ધ થયો હતો. એવું જણાઇ આવ્યું હતું કે કેનેડા સરકાર, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, અને કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસની "શ્રેણીબદ્ધ ભૂલો"ને કારણે આતંકવાદીઓ આ હુમલો કરી શક્યા હતા.[૨]

બનાવ પૂર્વેની સમયરેખા[ફેરફાર કરો]

બોઇંગ 747-237બી (B) સમ્રાટ કનિષ્ક , એર ઇન્ડિયાને 26 જૂન 1978ના રોજ સુપરત કરવામાં આવ્યું હતું, તે એઆઇ181 (AI181) તરીકે ટોરોન્ટોથી મોન્ટ્રીયલ સુધી અને એઆઇ181 (AI181) તરીકે મોન્ટ્રિયલથી વાયા લંડન અને દિલ્હી થઇ બોમ્બે સુધી ઉડાન ભરતું હતું.

20 જૂન 1985ના રોજ, આશરે 0100 જીએમટી (GMT)ના સમયે પોતાને મિસ્ટર સિંઘ તરીકે ઓળખાવતી એક વ્યક્તિએ 22મી જૂનની બે ફ્લાઇટ માટે ટિકિટોનું આરક્ષણ કરાવ્યું, જે પૈકીની એક કેનેડિયન પેસિફીક (સીપી(CP)) એરલાઇન્સની ફ્લાઇટ 086માં વેનકૂવરથી ટોરોન્ટો સુધી "જસવંદ સિંઘ" માટે અને બીજી સીપી એરલાઇન્સની ફ્લાઇટ 003માં વેનકૂવરથી ટોકિયો સુધી અને એર ઇન્ડિયાની (એઆઇ (AI)) ફ્લાઇટ 301માં આગળ બેંગકોક સુધીની ટિકિટ "મોહિન્દરબલ સિંઘ" માટે હતી. તે જ દિવસે 0220 જીએમટી (GMT)ના સમયે, બીજો એક કોલ આવ્યો, જેણે સીપી (CP) 086 દ્વારા જનારા "જસવંદ સિંઘ"ના નામનું આરક્ષણ બદલાવીને સીપી (CP) 060માં અને સ્થળમાં ફેરફાર કરાવીને વેનકૂવરથી ટોરોન્ટો કરાવ્યું. કોલ કરનારે આ ઉપરાંત ટોરોન્ટોથી મોન્ટ્રિયલ સુધીની એઆઇ (AI) 181 તથા મોન્ટ્રિયલથી બોમ્બે સુધીની એઆઇ 182માં પોતાને પ્રતિક્ષાયાદીમાં રાખવા વિનંતી કરી. 1910 જીએમટી (GMT) વાગ્યે, એક વ્યક્તિએ વેનકૂવરમાં સીપી (CP)ની ટિકિટ ઓફિસે બે ટિકિટ માટે 3,005 ડોલરની રોકડમાં ચૂકવણી કરી. આ વ્યક્તિએ આરક્ષણમાં નામ પણ બદલાવ્યાઃ "જસવંદ સિંઘ" "એમ. સિંઘ" બની ગયા અને "મોહિન્દરબલ સિંઘ" "એલ. સિંઘ" બની ગયા.

22 જૂન 1985ના રોજ, 1330 જીએમટી (GMT)એ ફોન પર પોતાને "મનજીત સિંઘ" તરીકે ઓળખાવનારા એક માણસે એઆઇ ફ્લાઇટ 181/182માં પોતાના આરક્ષણની ખાતરી કરવા માટે ફોન કર્યો. તેને જણાવવામાં આવ્યું કે તે હજુ પણ પ્રતિક્ષા-યાદીમાં છે, અને તેને વૈકલ્પિક વ્યવસ્થાની દરખાસ્ત કરવામાં આવી, જેનો તેણે ઇનકાર કરી દીધો.

બોમ્બ ધડાકો[ફેરફાર કરો]

22 જૂનના રોજ 15:50 જીએમટી (GMT)ના સમયે, સિંઘે ટોરોન્ટો જતી કેનેડિયન પેસિફીક એર લાઇન્સની ફ્લાઇટ 60 માટે વેનકૂવર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રવેશ કર્યો અને તેને સીટ નં. 10બી આપવામાં આવી. તેણે પોતાની ઘેરા કથ્થઈ રંગની, હાર્ડ-સાઇડેડ સેમ્સોનાઇટ સુટકેસને એર ઇન્ડિયા ફ્લાઇટ 181 અને ત્યારબાદ ફ્લાઇટ 182 માં મોકલવાની માંગણી કરી. કેનેડિયન પેસિફીક એર લાઇન્સના એજન્ટે પ્રારંભમાં સામાનને બીજી જ લાઇનમાં મોકલવાની તેની વિનંતીને નકારી કાઢી, કારણ કે ટોરોન્ટોથી મોન્ટ્રિયલ અને મોન્ટ્રિયલથી બોમ્બે સુધીની તેની સીટ પાકી નહોતી પરંતુ બાદમાં તેણે નમતું જોખ્યું હતું.[૩]

16:18 જીએમટી (GMT)એ, ટોરોન્ટો પીઅર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ જતી કેનેડિયન પેસિફીક એર લાઇન્સ ફ્લાઇટ 60 એ મિસ્ટર સિંઘ વિના જ ઉડાન ભરી.

20:22 જીએમટી (GMT)એ, કેનેડિયન પેસિફીક એર લાઇન્સ ફ્લાઇટ 60 12 મિનિટ મોડેથી ટોરોન્ટો આવી પહોંચી. મિસ્ટર સિંઘની બેગ સહિત કેટલાંક મુસાફરો અને સામાનને એર ઇન્ડિયાની ફ્લાઇટ 181માં તબદિલ કરવામાં આવ્યા.

00:15 જીએમટી (GMT)ના સમયે (હવે 23 જૂન), મોન્ટ્રિયલ-મિરાબેલ ઇન્ટરનેશલ એરપોર્ટ જતી એર ઇન્ડિયા ફ્લાઇટ 181 એ 1 કલાક અને 40 મિનિટના વિલંબ સાથે ટોરોન્ટો પિઅર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી. સમું કરવા માટે ભારત મોકલવામાં આવેલ એક વધારાના એન્જિન "ફિફ્થ પોડ"ને વિમાનની ડાબી પાંખની નીચે બેસાડવામાં આવ્યું હોવાથી વિમાનને મોડું થયું હતું. વિમાન 01:00 જીએમટી (GMT)ના સમયે મોન્ટ્રિયલ-મિરાબેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું. મોન્ટ્રિયલ ખાતે, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ ફ્લાઇટ 182 બની ગઇ.

દિલ્હી અને બોમ્બે જઇ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 182એ લંડન જવા માટે મોન્ટ્રિયલથી ઉડાન ભરી. વિમાનમાં 329 લોકો સવાર હતા; જેમાં 307 મુસાફરો અને 22 ક્રૂનો સમાવેશ થતો હતો. આ ફ્લાઇટના કમાન્ડર કેપ્ટન હંસ સિંઘ નરેન્દ્ર ,[૪] અને કેપ્ટન સતિન્દર સિંઘ ભીંદર ફર્સ્ટ ઓફિસર હતા;[૫] દારા દમાસિયા આ ફ્લાઇટના ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરતા હતા.[૬] મોટા ભાગના મુસાફરો પોતાના કુટુંબ અને મિત્રોને મળવા માટે મુસાફરી કરી રહ્યાં હતા.[૭]

07:14:01 જીએમટી (GMT)ના સમયે, બોઇંગ 747નો "સ્ક્વોવ્ક્ડ 2005"[૮] (તેના એવિયેશન ટ્રાન્સપોન્ડરનું એક રોજીંદું એક્ટિવેશન) અદ્વશ્ય થઇ ગયું અને વિમાન આકાશમાં જ છૂટા પડવાનું શરૂ થઇ ગયું. શેનોન ઇન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી (ATC))ને કોઇ "આપત્તિ"નો સંદેશો મળ્યો નહોતો. એટીસી (ATC)એ આ વિસ્તારમાં રહેલા વિમાનને એર ઇન્ડિયા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવા જણાવ્યું, પણ તે સહાયભૂત થયું નહીં. 07:30:00 જીએમટી (GMT) સુધીમાં, એટીસી (ATC)એ કટોકટીની જાહેરાત કરી અને નજીકના માલવાક જહાજો અને આયરિશ નેવલ સર્વિસના જહાજ લૅ એઇસ્લિંગને આ વિમાનનો પત્તો લગાવવા માટે વિનંતી કરી.

એર ઇન્ડિયા ફ્લાઇટ 182ના ભોગ બનેલાઓના કુટુંબીજનો પ્રત્યે આયર્લેન્ડના લોકોએ દાખવેલી દયા અને પરોપકારિતા બદલ કેનેડાની સરાકારે આયર્લેન્ડના બેન્ટરીના નાગરિકોને આપેલી એક સ્મારકરૂપી તકતી.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન જ્યારે 30,000 ફૂટની ઊંચાઇએ મધ્ય-આકાશમાં હતું ત્યારે ફોરવર્ડ કાર્ગોમાં રહેલી એક સુટકેસમાં સાન્યો ટ્યૂનર[૯]માં રહેલા બોમ્બનો વિસ્ફોટ થયો હતો51°3.6′N 12°49′W / 51.0600°N 12.817°W / 51.0600; -12.817Coordinates: 51°3.6′N 12°49′W / 51.0600°N 12.817°W / 51.0600; -12.817[૧૦]. બોમ્બને લીધે હવાનું દબાણ ઝડપથી ઘટી ગયું, અને તેને પગલે વિમાન ચાલુ ઉડ્ડયને તૂટી પડ્યું હતું. આયર્લેન્ડમાં કાઉન્ટી કોર્કના દક્ષિણ-પૂર્વ તટથી 120 માઇલ (190 કિ.મી.) દૂર 6,700 ફૂટ (2,000 મીટર) ઊંડા પાણીમાં વિમાનનો ભંગાર પડ્યો હતો.

વિમાન ગુમ થયાની પંચાવન મિનિટ બાદ, જાપાનના નરીટા હવાઇમથક ખાતે દોષિત કાવતરાખોરો પૈકીનો એકની સુટકેસમાં વિસ્ફોટ થતા માલસામાનનું વહન કરનારા બે લોકોના મોત થયા અને નજીકના ચાર લોકો ઘાયલ થયા. આ સુટકેસ નરીટા ખાતે અન્ય એક એરલાઇનમાં જવાની હતી.

પુન:પ્રાપ્તિ[ફેરફાર કરો]

09:13:00 જીએમટી (GMT) સુધીમાં, લૌરેન્ટિયન ફોરેસ્ટ નામના માલવાહક જહાજને પાણીમાં આ વિમાનનો ભંગાર અને ઘણાં શબ તરતા મળી આવ્યા.

આ બોમ્બને કારણે ક્રૂના તમામ 22 લોકો તથા 307 મુસાફરોના મોત થયા હતા. અકસ્માત પછીના તબીબી અહેવાલોમાં મુસાફરો તથા વિમાનના ક્રૂના પરિણામોનું રેખાત્મક ચિત્ર રજૂ કરવામાં આવ્યું. વિમાનમાં રહેલા 329 લોકો પૈકી, 131 લોકોના શબ હાથ લાગ્યાં હતા; 198 લોકો સમુદ્રમાં ગુમ થયા હતા. આઠ શબમાં "ફ્લેઇલ પ્રકારની" ઇજાઓ જોવા મળી હતી જે વિમાન પાણીમાં પડે તે પૂર્વે તેઓ વિમાનમાંથી કૂદી પડ્યા હોવા તરફ સંકેત કરતી હતી. આ ઉપરાંત, આ બાબત એવો પણ સંકેત કરતી હતી કે વિમાન મધ્ય-આકાશમાં તૂટી પડ્યું હતું. છવ્વીસ શબો હાયપોક્સિયા (પ્રાણવાયુનો અભાવ)ના સંકેતો દર્શાવતા હતા. પચીસ શબ કે જે બારીની નજીક બેઠા હતા, તેમાં એક્સપ્લોઝિવ ડીકમ્પ્રેશનના સંકેતો જોવા મળતા હતા. ત્રેવીસ શબો "ઊંચા દબાણને લીધે થયેલી ઇજાઓ"ના ચિહ્નો ધરાવતા હતા. એકવીસ મુસાફરો થોડાં અથવા વસ્ત્રવિહીન મળી આવ્યા હતા.[સંદર્ભ આપો]

અહેવાલમાં એક અધિકારીને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, "પોસ્ટમોર્ટમના અહેવાલમાં ભોગ બનેલા તમામ લોકોનું મોત અનેક ઇજાઓને લીધે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતકો પૈકીના બે, એક શિશુ અને એક બાળક ગૂંગળામણને લીધે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. શિશુની મોત ગૂંગળામણને કારણે થયું છે તે બાબતે કોઇ શંકા નથી. અન્ય બાળક (શબ નં. 93)ના કિસ્સામાં થોડી શંકાઓ રહેલી છે કારણ કે તેના પરના ચિહ્નો વિમાનની અંદર ગબડતી વખતે અથવા તો પગની ઘૂંટીઓમાં એન્કર પોઇન્ટ વિંટાઇ જવાને લીધે થઇ હોઇ તેમ બની શકે. ભોગ બનેલા અન્ય ત્રણ લોકો બેશકપણે પાણીમાં ડુબવાને લીધે મૃત્યુ પામ્યા હતા.[૧૧]

ફ્લાઇટ ડેટા રેકોર્ડર (એફડીઆર-(FDR)) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (સીવીઆર (CVR)) બોક્સનો પતો લગાવવા માટે યુકે દ્વારા અતિઆધુનિક સોનાર યંત્ર ધરાવતું ગાર્ડલાઇન લોકેટર તથા ફ્રાન્સનું કેબલ બિછાવતું જહાજ લિયોન થેવેનિયન કે જે રોબોટ સબમરિન સ્કેરબ વડે સજ્જ હતું, તેને રવાના કરવામાં આવ્યા. બોક્સ શોધવાનું કામ કઠિન હતું અને શોધખોળનો તાત્કાલિકપણે પ્રારંભ કરવો આવશ્યક હતો. 4 જુલાઈ સુધીમાં, ગાર્ડલાઇન લોકેટરે સમુદ્રતળેથી મળતા સિગ્નલો ઓળખી કાઢ્યાં અને 9 જુલાઈના રોજ સીવીઆર (CVR)નો પત્તો લાગ્યો અને તેને સ્કેરબ દ્વારા સપાટી પર લાવવામાં આવ્યું. ત્યારપછીના દિવસે એફડીઆર (FDR)નો પત્તો લાગ્યો અને તેને મેળવવામાં આવ્યું.

પીડિતો[ફેરફાર કરો]

રાષ્ટ્રીયતા મુસાફરો ક્રૂ કુલ
 Canada 270 0 270
 United Kingdom 27 0 27
 India 1 21 22
 Soviet Union 3 0 3
 Brazil 2 0 2
 United States 2 0 2
 Spain 2 0 2
 Finland 1 0 1
 Argentina 0 1 1
કુલ 307 22 329

ઉપરોક્ત દર્શાવેલ જાનહાનિની યાદી કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવી છે.[૧૨]

શકમંદો[ફેરફાર કરો]

આ બોમ્બ ધડાકાંના મુખ્ય શકમંદો બબ્બર ખાલસા તરીકે ઓળખાતા શીખ ભાગલાવાદી જૂથના (જે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં એક આતંકવાદી જૂથ હોવાને કારણે પ્રતિબંધિત હતું) અને અન્ય સંબંધિત જૂથોના સદસ્યો હતા જેઓ તે સમયે ભારતના પંજાબમાં ખાલિસ્તાન તરીકે ઓળખાતા અલગ શીખ રાજ્ય માટે ચળવળ ચલાવી રહ્યાં હતા.[૧૩]

  • તલવિંદર સિંઘ પરમાર, તે કેનેડાનો નાગરિક હતો, તેનો જન્મ પંજાબમાં થયો હતો અને તે બ્રિટિશ કોલમ્બિયામાં રહેતો હતો. તે બબ્બર ખાલસામાં ઊંચુ પદ ધરાવતો હતો. બોમ્બ ધડાકાના ત્રણ મહિના પૂર્વે તેનો ફોન કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (સીએસઆઇએસ (CSIS)) દ્વારા ટેપ કરવામાં આવ્યો હતો.[૧૪] 1992માં તે પોલીસ જાપ્તામાં હતો ત્યારે પંજાબ પોલીસના હાથે માર્યો ગયો હતો.
  • ઇન્દરજિત સિંઘ રેયત, તે વેનકૂવર ટાપુ પર ડંકન ખાતે રહેતો હતો અને તે ઓટો મિકેનીક તથા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો.
  • રિપુદમન સિંઘ મલિક, તે વેનકૂવરનો એક વેપારી હતો જે એક ક્રેડિટ યુનિયન અને વિવિધ ખાલસા શાળાઓને નાણાં ભંડોળ મેળવવામાં મદદ કરી હતી. તાજેતરમાં જ, આ બોમ્બ ધડાકામાં તે સંડોવાયેલો કે દોષિત નહીં હોવાનું જણાઇ આવ્યું હતું.[૧૫]
  • અજાયબ સિંઘ બાગરી, તે કેમલૂપ્સમાં રહેતો એક મિલ કામદાર હતો. 2007માં રિપુદમન સિંઘ મલિકની સાથે તે પણ નિર્દોષ જણાયો હતો.[૧૬]
  • સુરજન સિંઘ ગિલ, તે વેનકૂવરમાં ખાલિસ્તાનનાં સ્વ-ઘોષિત કૉન્સલ-જનરલ તરીકે રહેતો હતો. બાદમાં તે કેનેડામાંથી છટકી જઇને ઇંગ્લેન્ડના લંડનમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે.[૧૭]
  • હરદયાલ સિંઘ જોહલ અને મનમોહન સિંઘ, આ બન્ને પરમારના અનુયાયીઓ હતા અને તેઓ જ્યાં તેઓ સાધના કરતા તે ગુરુદ્વારામાં સક્રિય હતા. 15 નવેમ્બર, 2002ના રોજ, જોહલ 55 વર્ષની ઉંમરે કુદરતી કારણોસર મૃત્યુ પામ્યો. તેણે કથિતપણે વેનકૂવરની એક શાળાના ભોંયરામાં બોમ્બ ધરાવતી સુટકેસો સંતાડી હતી પણ આ કિસ્સામાં તેની પર ક્યારેય આરોપ મૂકાયો નહોતો.[૧૮]
  • દલજિત સંધુનું નામ બાદમાં એક તાજના સાક્ષીએ ખોલ્યું હતું જેના મુજબ તેણે આ બોમ્બ ધડાકા માટેની ટિકિટો લીધી હતી. ખટલા દરમિયાન, ફરિયાદપક્ષે જાન્યુઆરી 1989નો એક વિડીયો દર્શાવ્યો જેમાં સંધુ ઇન્દિરા ગાંધીના હત્યારાઓના કુટુંબીજનોને અભિનંદન પાઠવતો હતો અને એવું કહેતો હતો કે "તે આને જ લાયક હતી અને તેણે આને (મોતને) આમંત્રણ આપ્યું હતું અને તેથી જ તેને તે મળ્યું." જજ જોસેફસને 16મી માર્ચના પોતાના ચુકાદામાં સંધુને છોડી મૂક્યો હતો.[૧૯]
  • લખબીર સિંઘ બ્રાર રોડે, શીખ ભાગલાવાદી સંગઠન ઇન્ટરનેશલ શીખ યુથ ફેડરેશન (આઇએસવાયએફ (ISYF))નો નેતા હતો. પરમારે કરેલી કથિત કબૂલાતમાં તેનું નામ આ ધડાકાના મુખ્ય ભેજાબાજ તરીકે ખૂલ્યું હતું,[૨૦] પરંતું અન્ય ઉપલબ્ધ પુરાવાઓ સાથે આ વિગતો સુસંગત ન જણાઇ.[૨૧]

6 નવેમ્બર 1985ના રોજ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (આરસીએમપી (RCMP)) શીખ ભાગલાવાદીઓ તલવિંદર સિંઘ પરમાર, ઇન્દરજિત સિંઘ રેયત, સુરજન સિંઘ ગિલ, હરદયાલ સિંઘ જોહલ અને મનમોહન સિંઘના ઘરો ઉપર છાપો માર્યો હતો.[૨૨]

સપ્ટેમ્બર 2007માં, કમિશને તપાસેલા અહેવાલોને ભારતના સંશોધનાત્મક સમાચાર સામાયિક તહેલકા [૨૩]માં પ્રગટ કરવામાં આવ્યા જેમાં જણાવવામાં આવ્યા પ્રમાણે અત્યાર સુધી અનામી રહેલો એક માણસ, લખબીર સિંઘ બ્રાર રોડે આ વિસ્ફોટોના મુખ્ય ભેજાબાજ હતા. રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી (RCMP))ને મળેલા અન્ય પુરાવાઓ સાથે આ અહેવાલ સુસંગત નહીં હોવાનું જણાય છે.[૨૧]

તપાસ[ફેરફાર કરો]

છ વર્ષ કરતા વધુ ગાળા માટે દુનિયાભરમાં ચાલેલી તપાસમાં, આ ષડયંત્રના ઘણાં તાણાવાણાં ખુલ્યાઃ

  • આ બોમ્બ ધડાકાએ કેનેડા, યુએસએ (USA), ઇંગ્લેન્ડ અને ભારતમાં વ્યાપક સદસ્યતા ધરાવતા ઓછામાં ઓછાં બે શીખ આંતકવાદી જૂથોનું સંયુક્ત ષડયંત્ર હતું. જૂન 1984માં અમૃતસર ખાતે શીખોનાં સૌથી પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર પરના હુમલાને લીધે તેમનો રોષ ભડકી ઉઠ્યો હતો.[૨૪]
  • 22 જૂન, 1985ના રોજ થોડા કલાક પૂર્વે, એમ. સિંઘ અને એલ. સિંઘ તરીકેની ટિકિટ ધરાવતા બે વ્યક્તિઓએ વેનકૂવર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં તેમની બોમ્બવાળી બેગ સાથે પ્રવેશ કર્યો હતો. બંને વ્યક્તિઓ તેમની ફ્લાઇટમાં ચઢવામાં નિષ્ફળ રહ્યા હતા.[૨૫]
  • એમ. સિંઘ જે બેગ લઇને આવ્યો હતો તે એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં વિસ્ફોટ પામી હતી.
  • એલ. સિંઘ જેને લાવ્યો હતો તે બીજી બેગ વેનકૂવરથી ટોકિયો જઇ રહેલી કેનેડિયન પેસિફીક એર લાઇન્સની ફ્લાઇટ 003 માં ગઇ હતી. તેનું લક્ષ્યાંક બેંગકોક- ડોન મ્યુઆન્ગ જનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ 301 હતી કેમ કે તે ટૂંક સમયમાં જ 177 મુસાફરો અને ક્રૂ સાથે રવાના થવાની હતી, પરંતુ આ બોમ્બ નરીટા હવાઇમથકના ટર્મિનલમાં જ વિસ્ફોટ થઇ ગયો. માલસામાનનું વહન કરનારા બે જાપાનીઝ લોકો માર્યા ગયા અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા.[૨૬]
  • આ બન્ને લોકોની ઓળખ અજાણી જ રહી.[સંદર્ભ આપો]
  • પોલીસ કોઇ "ત્રીજા માણસ"ને મુખ્ય ખેલાડી માને છે. 4 જૂન 1985ના રોજ તલવિંદર સિંઘ પરમારનો પીછો કરનારા સીએસઆઇએસ (CSIS)ના એજન્ટો તેને "અજાણ્યાં પુરુષ" તરીકે ઓળખે છે. આ માણસનું વર્ણન એક "યુવાન માણસ" તરીકે કરવામાં આવે છે,[૨૪] તે પરમાર સાથે ફેરી રાઇડ દ્વારા વેનકૂવર ટાપુ પર વેનકૂવરથી ડંકન ગયો હતો જ્યાં તેણે અને પરમારે ઇન્દરજિત સિંઘ રેયતે બનાવેલી ડિવાઇસના વિસ્ફોટના પરીક્ષણમાં ભાગ લીધો હતો. આ ત્રીજો માણસ "એલ. સિંઘ" અથવા "લાલ સિંઘ" નામ હેઠળ ખરીદાયેલી ટિકિટો દ્વારા થયેલી મુસાફરી સાથે પણ જોડાયેલો છે.[૨૭]

એર ઇન્ડિયા ખટલો[ફેરફાર કરો]

શીખ ભાગલાવાદીઓ રિપુદમન સિંઘ મલિક અને અજાયબ સિંઘ બાગરી આ બોમ્બ ધડાકાના આરોપીઓ હતા, આ ખટલો "એર ઇન્ડિયા ટ્રાયલ" તરીકે જાણીતો બન્યો.[૨૮]

તહોમત અને સાબિત થયેલા આરોપ[ફેરફાર કરો]

10 મે, 1991ના રોજ રેયતનું ઇંગ્લેન્ડથી પ્રત્યાર્પણ કરવાની લાંબી પ્રક્રિયા બાદ, તેના પર નરીટા વિમાનીમથક બોમ્બ ધડાકા સંબંધિત માનવસંહાર અને ચાર ધડાકાના ગુનાના બે આરોપ બદલ આરોપ સાબિત થયો. તેને 10 વર્ષના કારાવાસની સજા સંભળાવવામાં આવી.[૨૯]

બોમ્બ ધડાકાના 15 વર્ષ બાદ, 27 ઓક્ટોબર 2000ના રોજ, આરસીએમપી (RCMP)એ મલિક અને બાગરીની ધરપકડ કરી. તેઓ પર એર ઇન્ડિયા ફ્લાઇટ 132માં સવાર 329 લોકોના મોતના ગુનાનો, હત્યા કરવાનું કાવતરું ઘડવાનો, જાપાનના ન્યૂ ટોકિયો ઇન્ટરનેશનલ એરપોર્ટ (હવે નરીટા ઇન્ટરનેશનલ એરપોર્ટ) ખાતે કેનેડિયન પેસિફીક ફ્લાઇટના મુસાફરો તથા ક્રૂની હત્યાના પ્રયાસ, અને ન્યૂ ટોકિયો ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે માલસામાનનું વહન કરનારા લોકોની હત્યાના બે ગુનાનો આરોપ મુકવામાં આવ્યો.[૩૦][૩૧]

6 જૂન, 2001ના રોજ, આરસીએમપી (RCMP)એ એર ઇન્ડિયા બોમ્બ ધડાકામાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર ઘડવાના આરોપસર રેયતની ધરપકડ કરી. 10 ફેબ્રુઆરી 2003ના રોજ, રેયતને માનવસંહારના એક આરોપમાં અને બોમ્બ બનાવવામાં સહાય કરવાના આરોપ બદલ દોષિત ઠરાવવામાં આવ્યો. તેને પાંચ વર્ષના કારાવાસની સજા સુનાવવામાં આવી.[૩૨] મલિક અને બાગરીના ખટલામાં તે પુરાવા આપે તેવી સંભાવના હતી, પરંતુ ફરિયાદપક્ષ અસ્પષ્ટ હતો.[સંદર્ભ આપો]

ખટલાની કાર્યવાહી એપ્રિલ 2003થી ડિસેમ્બર 2004 સુધી કોર્ટરૂમ 20માં ચાલી,[૩૩] જે સામાન્યરીતે "એર ઇન્ડિયા કોર્ટરૂમ" તરીકે જાણીતો હતો. 7.2 મિલિયન ડોલરના ખર્ચે, વેનકૂવર લો કોર્ટસમાં આ કેસની સુનાવણી માટે ઉચ્ચ-સુરક્ષા ધરાવતો કોર્ટરૂમ ખાસ ઊભો કરવામાં આવ્યો.[૩૪]

16મી માર્ચ, 2005ના રોજ, ન્યાયમૂર્તિ ઇયાન જોસેફસનને મલિક તથા બાગરી તમામ ગુનાઓમાં નિર્દોષ જણાયા, કારણ કે પુરાવાઓ અપૂરતા હતાઃ

મેં આતંકવાદના આ નિર્દયી પગલાં, ન્યાયનો પોકાર કરતા પગલાનાં ભયજનક સ્વરૂપના વર્ણનથી શરૂઆત કરી છે. જો કે, આ લોકોને વાજબી શંકા કરતા આગળ વધીને પૂરતી ગુણવત્તા ધરાવતા પુરાવાથી ઉતરતી ગુણવત્તાના પુરાવાના આધારે દોષિત ઠરાવવામાં આવે તો તે ન્યાય નથી. પોલીસ અને તાજે શ્રેષ્ઠ અને સૌથી પ્રમાણિક પ્રયાસો કર્યા હોય એવું જણાય છે તેમ છતાં, પુરાવા ધારાધોરણોથી નોંધપાત્રપણે ઓછાં પડ્યાં છે.[૩૫]

બ્રિટિશ કોલમ્બિયાના એટર્ની જનરલને લખેલા એક પત્રમાં, મલિકે પોતાની ધરપકડ અને ખટલામાં ભૂલ ભરેલી કાનૂની કાર્યવાહી બદલ કેનેડાની સરકાર પાસેથી વળતરની માગણી કરી છે. સરકાર પાસેથી મલિકને 6.4 મિલિયન અને બાગરીને 9.7 મિલિયનની લીગલ ફી લેવાની નીકળે છે.[૩૬]

જુલાઈ 2007માં, ભારતના સંશોધનાત્મક સાપ્તાહિક, તહેલકા એ એવો અહેવાલ આપ્યો કે, પંજાબ પોલીસના હાથે 15 ઓક્ટોબર 1992ના રોજ આતંકવાદી તલવિંદર સિંઘ પરમાર માર્યો ગયો તે પૂર્વે તેની એક કબૂલાતમાંથી નવા પુરાવા ઊભા થયા હતા.[૨૩] આ અહેવાલમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, આ પુરાવાને પંજાબ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન (પીએચઆરઓ (PHRO)) દ્વારા એકત્ર કરવામાં આવ્યાં હતા. ચંદીગઢ-સ્થિત આ સંસ્થા સાત વર્ષથી વધુ સમયથી પરમારના સહયોગીઓની રૂબરૂ મુલાકાત લઇ રહી હતી.

ત્યારપછી, આ કબૂલાતનો એક અનુવાદ 24મી સપ્ટેમ્બરના રોજ તપાસ પંચને આપવામાં આવ્યો હતો. આ કબૂલાત કે જેને "ભૂકંપ સર્જનારા પુરાવા" તરીકે વર્ણવવામાં આવ્યા હતા, તેમાં અમુક એવા તત્વો હતા કે જેની આરસીએમપી (RCMP) પહેલેથી જ તપાસ કરી રહી હતી, અને કેટલીક વિગતો ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું.[૨૧]

આ કબૂલાતમાં રહસ્યમય ત્રીજા માણસ અથવા "મિ. એક્સ"ને લખબીર સિંઘ બ્રાર રોડે હોવાનું ઓળખી કાઢવામાં આવ્યું હતું, જે એ જાણીતો શીખ આતંકવાદી હતો અને જરનેઇલ સિંઘ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો. ઇન્સ્પ. લોર્ન શ્વાર્ટઝે જણાવ્યું હતું કે આરસીએમપી (RCMP)એ 2001માં પાકિસ્તાનમાં લખબીરની મુલાકાત લીધી હતી. તે સમયે, તેણે આ બોમ્બ ધડાકામાં અન્ય ઘણાંનો હાથ હોવા તરફ સંકેત કર્યો હતો. શ્વાર્ટઝે એવો પણ દાવો કર્યો હતો કે મિ. એક્સ લખબીર હોય એવી શક્યતા નથી, કારણ કે મિ. એક્સ નોંધપાત્રપણે યુવાન જણાય છે.[૨૦]

આરસીએમપી (RCMP) પણ આ ઇરાદાપૂર્વકની કબૂલાત વિશે ઘણા વર્ષોથી જાણતી હતી. તેઓ એવું માને છે કે પરમાર જીવતો પકડાયો હતો, તેની પૂછપરછ કરાઇ હતી અને ત્યારબાદ જ તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો, જોકે સત્તાવારપણે આ વાતને રદિયો આપવામાં આવ્યો છે.

સાત વર્ષ તપાસ હાથ ધરનારી પીએચઆરઓ (PHRO)ના અધિકારીઓએ નવા પુરાવા આપ્યા હતા. પંજાબ પોલીસના નિવૃત્ત ડીએસપી (DSP) હરમેઇલ સિંઘ ચાંદી આ કબૂલાતમાં અંગતરીતે શામેલ હતા, તેમણે ખાતરીપૂર્વક કશું કહ્યું નહોતું. તપાસ પંચને પુરાવા આપવા માટે જૂનમાં ચાંદી કેનેડા ગયા હતા, પરંતુ તેમણે તેમની ઓળખ ગુપ્ત રાખવાની બાંયધરી ન મળી શકતા તેમણે ખાતરીપૂર્વક કશું કહ્યું નહોતું.[૨૦] તેઓ ભારત પરત ફર્યા ત્યારબાદ આ વાત તહેલકામાં લીક થઇ હતી.

એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં થયેલા બોમ્બ ધડાકાની તપાસ કરી રહેલા તપાસપંચે તેમના દસ્તાવેજોમાં એવો દ્વષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો કે, "તલવિંદર સિંઘ પરમાર, એ ધરમૂળથી ઉગ્ર ફેરફાર કરવાની વિચારધારા ધરાવતા ખાલિસ્તાન તરફી સંગઠન બબ્બર ખાલસાનો નેતા હતો, અને હવે એવું માનવામાં આવે છે કે તે એર ઇન્ડિયા ફ્લાઇટ્સમાં બોમ્બ ધડાકા કરવાના ષડયંત્રનો સૂત્રધાર હતો."[૩૭]

રેયતની ખોટી જુબાની[ફેરફાર કરો]

ફેબ્રુઆરી 2006માં, ઇન્દરજિત સિંઘ રેયત પર આ ખટલામાં પોતાના પુરાવા સંબંધે ખોટી જુબાની આપવાનો આરોપ મૂકવામાં આવ્યો.[૩૮] બ્રિટિશ કોલમ્બિયાની સુપ્રિમ કોર્ટમાં કાયદેસરનું આરોપનામું મૂકવામાં આવ્યું અને પોતાની જુબાની દરમિયાન અદાલતને તેણે કથિતપણે ગેરમાર્ગે દોરી હોય તેવા 27 પ્રસંગોની યાદી વર્ણવવામાં આવી. રેયતને બોમ્બ બનાવવા બદલ દોષિત ઠરાવવામાં આવ્યો પણ તેણે આ ષડયંત્ર વિષે કશું જાણતો હોવાનો સોગંદ ખાઇને ઇનકાર કર્યો.

ચુકાદામાં, ન્યાયમૂર્તિ ઇયાન જોસેફસને જણાવ્યું કેઃ "મને તે સોગંદ ખાઇને હડહડતું જૂઠ્ઠું બોલતો જણાયો છે. મારી જેમ સાંભળનારા પૈકીના સૌથી વધુ સહાનુભૂતિ ધરાવનારા લોકો પણ સમજી શકે કે આ ગુનામાં તેની સંડોવણીને ઓછામાં ઓછી કરવાના પ્રયાસરૂપે પુરાવાઓને છેલ્લી હદ સુધી તેની તરફ દયા ઉપજે તે રીતે તોડ-મરોડવામાં આવ્યા હતા, જ્યારે તેની પાસે હકીકતમાં જે સંબંધિત માહિતી હતી તેને પ્રગટ કરવાનો ઇનકાર કરતો હતો."[૩૯]

3 જુલાઈ 2007ના રોજ, ખોટી જુબાની બદલની કાર્યવાહી હજુ બાકી હતી તે સમયે, રેયતને નેશનલ પેરોલ બોર્ડે રેયતને પેરોલ આપવાનો ઇનકાર કરી દીધો અને એવો નિષ્કર્ષ આપ્યો કે તેને લીધે લોકો પર જોખમ રહે તેમ હતું. આ નિર્ણયને લીધે રેયતને પાંચ વર્ષની પૂરી સજા ભોગવવી પડી, જે 9 ફેબ્રુઆરી 2008ના રોજ પૂરી થઇ.[૪૦]

રેયત સામે ખોટી જુબાની બદલનો ખટલો માર્ચ 2010માં વેનકૂવર ખાતે શરૂ થયો, પરંતુ 8 માર્ચ, 2010ના રોજ એકાએક આ કેસ કાઢી નાખવામાં આવ્યો. એક મહિલા જ્યુરી સભ્ય દ્વારા રેયત વિશે 'દ્વેષપૂર્ણ' ટિપ્પણીઓ કરવામાં આવ્યા બાદ જ્યૂરીને વિખેરી નાખવામાં આવી.[૪૧] નવી જ્યૂરીની પસંદગી 15 માર્ચથી થવાની છે.

કાવતરાની વિગતો[ફેરફાર કરો]

સ્પષ્ટ કબૂલાતમાં નીચે પ્રમાણેની કહાણી રજૂ કરવામાં આવી હતીઃ

"મે 1985ની આસપાસ, મારી (પરમાર) પાસે ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો એક કાર્યકર્તા આવ્યો અને પોતાની જાતને લખબીર સિંઘ તરીકે વર્ણવી તથા શીખોના રોષને વ્યક્ત કરવા માટે કેટલીક હિંસક ગતિવિધિ હાથ ધરવામાં મારી મદદ માગી. મેં તેને થોડાં દિવસ બાદ આવવા કહ્યું જેથી હું ડાયનામાઇટ અને બેટરી વગેરે એકત્ર કરી શકું. તેણે મને કહ્યું કે તે સૌથી પહેલા તો વિસ્ફોટનો પ્રયોગ જોવા માગે છે... આશરે ચાર દિવસ બાદ, લખબીર સિંઘ અને અન્ય એક યુવાન- ઇન્દરજિત સિંઘ રેયત, બન્ને મારી પાસે આવ્યા. અમે જંગલમાં (બ્રિટિશ કોલમ્બિયાના) ગયા. ત્યાં અમે એક ડાયનામાઇટ સ્ટિકને બેટરી સાથે જોડી અને વિસ્ફોટની ચાપ દબાવી...
ત્યારબાદ લખબીર સિંઘ, ઇન્દરજિત સિંઘ અને તેમની સાથે રહેલા મનજિત સિંઘે ટોરોન્ટોથી લંડન થઈને દિલ્હી જતા એર ઇન્ડિયાના વિમાનમાં તથા ટોકિયોથી બેંગકોક જનારી અન્ય એક ફ્લાઇટમાં બોમ્બ મૂકવાની યોજના બનાવી. લખબીર સિંઘે વેનકૂવરથી ટોકિયોની અને ત્યારબાદ બેંગકોક સુધીની સીટ બુક કરાવી, જ્યારે મનજિત સિંઘે વેનકૂવરથી ટોરોન્ટો અને ત્યારબાદ ટોરોન્ટોથી દિલ્હીની સીટ બુક કરાવી. ફ્લાઇટમાં મૂકવાની બેગો ઇન્દરજિતે તૈયાર કરી, જે ડાયનામાઇટથી ભરેલી હતી અને સાથે બેટરી તથા ટ્રાન્ઝિસ્ટર ફીટ કરેલા હતા." - તલવિંદર સિંઘ પરમારની કબૂલાતમાંથી[૨૩]

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનાં વડા લખબીર સિંઘ બ્રાર રોડેની સામે ઇન્ટરપોલનું રેડ કોર્નર વોરંટ એ-23/1-1997 જારી થયેલું છે.[૨૩] 1998માં, પોતાની પાસે 20 કિ.ગ્રા. આરડીએક્સ (RDX) રાખવા બદલ નેપાળમાં કાઠમંડુ નજીક તેની ધરપકડ કરવામાં આવી હતી.[૪૨] પીએચઆરઓ (PHRO)એ જણાવ્યું કે ફ્લાઇટ 182ના સમયે, રોડે ભારતનો છૂપો એજન્ટ હતો અને એવું પણ જણાવ્યું કે તેની ઓળખ છૂપાવવા અને આ બોમ્બ ધડાકામાં ભારતની ભૂમિકા છૂપાવવા માટે પરમારને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.[૨૩] આ કહાણીની ઘણી વિગતો એવી છે કે જે તપાસ ટૂકડી પાસે ઉપલબ્ધ અન્ય પુરાવાઓ સાથે સુસંગત થતી જણાતી નથી.[૨૧]

સરકાર પાસેની અગાઉની માહિતી[ફેરફાર કરો]

કેનેડાની સરકારને ભારત સરકારે કેનેડામાં એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં આતંકવાદી બોમ્બ ધડાકાની સંભાવના વિશે ચેતવી હતી. અને વિસ્ફોટના આશરે બે સપ્તાહ પૂર્વે સીએસઆઇએસ (CSIS)એ આરસીએમપી (RCMP)ને એવો અહેવાલ આપ્યો હતો કે કેનેડામાં એર ઇન્ડિયા તેમજ ભારતીય મિશનો પર ખતરો છે.[૪૩]

નાશ પામેલા પુરાવા[ફેરફાર કરો]

પોતાના ચુકાદામાં ન્યાયમૂર્તિ જોસેફસને સીએસઆઇએસ (CSIS) દ્વારા "અસ્વીકાર્ય બેકાળજી"[૪૪]ની નોંધ લીધી હતી, કેમ કે શકમંદોની સેંકડો વાયરટેપ નાશ પામી હતી. બોમ્બ ધડાકાના મહિનાઓ પૂર્વે અને પછીના ગાળામાં રેકોર્ડ કરાયેલી 210 વાયરટેપ પૈકી, 156 ભૂંસાઇ જવા પામી હતી. આ બોમ્બ ધડાકામાં પ્રાથમિક શકમંદ તરીકે શંકાની સોય આતંકવાદીઓ તરફ ઢળ્યાં બાદ પણ આ ટેપો ભૂંસાવાનું ચાલુ રહ્યું હતું.[૪૫]

સીએસઆઇએસ (CSIS) એવો દાવો કરે છે કે આ વાયરટેપોમાં કોઇ સંબંધિત માહિતી નહોતી પરંતુ આરસીએમપી (RCMP)નાં એક મેમોમાં દર્શાવવામાં આવ્યા પ્રમાણે "આ ટેપો માર્ચ અને ઓગસ્ટ 1985 વચ્ચેના ગાળામાં સીએસઆઇએસ (CSIS) પાસે હોય તેવી પ્રબળ શક્યતા છે. આ બન્ને બોમ્બ ધડાકાના ઓછામાં ઓછાં કેટલાંક મુખ્ય તથ્યોની સફળતાપૂર્વક ફરિયાદ કરી શકાઇ હોત."[૪૬]

4 જૂન 1985ના રોજ, સીએસઆઇએસ (CSIS)ના એજન્ટો લેરી લોવ અને લિન મેકઆદમ્સે વેનકૂવર ટાપુ સુધી તલવિંદર સિંઘ પરમાર અને ઇન્દરજિત સિંઘ રેયતનો પીછો કર્યો હતો. આ એજન્ટોએ આરસીએમપી (RCMP)ને એવો અહેવાલ આપ્યો હતો કે તેમને જંગલોમાં "બંદૂકના મોટાં ધડાકાં" જેવો કશોક અવાજ સંભળાયો હતો. ત્યારબાદ ફ્લાઇટ 182ને બોમ્બથી ઉડાવી દેવામાં આવી. બોમ્બ ધડાકા બાદ આરસીએમપી (RCMP) આ સ્થળ પર ગઇ હતી અને તેને ઇલેક્ટ્રિકલ બ્લાસ્ટિંગ કેપના અવશેષો મળી આવ્યા હતા.[૪૩]

આ બોમ્બ ધડાકાના શકમંદો સ્પષ્ટપણે એ વાત જાણતા હતા કે તેમની ઉપર નિગરાની રખાઇ રહી છે, તે કારણથી તેમણે જાહેર ફોનનો ઉપયોગ કર્યો હતો અને સાંકેતિક ભાષામાં વાત કરતા હતા. 20 જૂન 1985ના રોજ ટિકિટ ખરીદાઇ તે જ દિવસે તલવિંદર સિંઘ પરમાર અને તેના એક માણસ જેનું નામ હરદયાલ સિંઘ જોહલ હતું તે બન્ને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ધરાવતી વાયરટેપની અનુવાદકની નોંધ.
પરમાર: તેણે વાર્તા લખી?
જોહલ: ના હજુ સુધી નહીં.
પરમાર: તે કામ સૌથી પહેલું કરો.[૪૭]

આ કોલ બાદ એક માણસે સીપી (CP) એરને ફોન કર્યો અને ટિકિટો બુક કરાવી અને જોહલનો નંબર છોડી દીધો. ત્યારબાદ ટૂંક સમયમાં જ, જોહલે પરમારને ફોન કર્યો અને તેને પૂછ્યું કે "શું તે આવીને તે જેની વાત કરતો હતો તે વાર્તા વાંચી શકશે". પરમારે કહ્યું કે તે ટૂંક સમયમાં જ ત્યાં આવશે.[સંદર્ભ આપો]

આ વાતચીતમાં પરમારે વિમાનમાં બોમ્બ ધડાકા માટે ઉપયોગમાં લેવાનારી ટિકિટો બુક કરાવવા માટે આદેશ કર્યો હોય એવું જણાય છે.[૪૮] મૂળ વાયરટેપને સીએસઆઇએસ (CSIS)એ ભૂંસી નાખી હતી તેથી તેને અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય તેમ નહોતી.[૪૯]

મોતને ઘાટ ઉતારાયેલા સાક્ષીઓ[ફેરફાર કરો]

1995માં ઇન્ડો-કેનેડિયન ટાઇમ્સના પ્રકાશક તારા સિંઘ હેયર અને ઓર્ડર ઓફ બ્રિટિશ કોલમ્બિયાના એક સદસ્યએ આરસીએમપી (RCMP) સમક્ષ સોગંદનામું રજૂ કરીને એવો દાવો કર્યો કે બાગરીએ જ્યારે આ બોમ્બ ધડાકામાં પોતાની સંડોવણીનો સ્વીકાર કર્યો તે વાતચીત દરમિયાન પોતે હાજર હતો.[૫૦]

અખબારના સાથી શીખ પ્રકાશક તારસેમ સિંઘ પુરેવાલ સાથે જ્યારે પોતે જ્યારે લંડન ઓફિસમાં હતા ત્યારે, પુરેવાલ અને બાગરી વચ્ચેની બેઠકની વાત સાંભળી હોવાનો હેયરે દાવો કર્યો હતો. હેયરે કરેલા દાવા અનુસાર આ બેઠકમાં બાગરીએ એવું જણાવ્યું હતું કે "જો બધું જ યોજના પ્રમાણે સમુસૂતરું પાર પડ્યું તો આ વિમાન હિથરો હવાઇમથક ખાતે વિસ્ફોટ પામશે, જ્યારે તેમાં કોઇ મુસાફર હશે નહીં. પરંતુ આ વિમાન અડધાં કલાકથી પોણાં કલાક જેટલું મોડું પડ્યું હોવાથી, તે સમુદ્ર ઉપર જ વિસ્ફોટ પામ્યું."[૫૧]

એ વર્ષની 24 જાન્યુઆરીએ, પુરેવાલને ઇંગ્લેન્ડના સાઉથહોલમાં દેસ પરદેસ અખબારની ઓફિસ નજીક મારી નાખવામાં આવ્યો, જેને લીધે અન્ય સાક્ષી તરીકે એકમાત્ર હેયર જ બાકી રહ્યો.[૫૨]

18 નવેમ્બર 1998ના રોજ, હેયર જ્યારે સુરેમાં આવેલા પોતાના ઘરના ગેરેજમાં પોતાની કારમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને બંદુકથી વિંધી નાખવામાં આવ્યો.[૫૩] હેયર અગાઉ 1988માં પોતાની પર થયેલા જીવલેણ હુમલામાં બચી ગયો હતો પણ તે લકવાગ્રસ્ત બન્યો હતો અને ત્યારબાદ તે વ્હીલચેરનો ઉપયોગ કરતો હતો.[૫૩] આ ખૂનનાં પરિણામરૂપે, સોગંદનામું પુરાવા તરીકે અમાન્ય બની ગયું હતું.[સંદર્ભ આપો]

સીએસઆઇએસ (CSIS) સાથે સંબંધ[ફેરફાર કરો]

28 ઓક્ટોબર, 2000ના રોજ બાગરી સાથેની એક મુલાકાત દરમિયાન, આરસીએમપી (RCMP)ના એજન્ટોએ સુરજન સિંઘ ગિલનું સીએસઆઇએસ (CSIS)નો એજન્ટ ગણાવ્યો અને કહ્યું કે તેણે બબ્બર ખાલસામાંથી રાજીનામું આપી દીધું હતું કેમ કે સીએસઆઇએસ (CSIS)ના તેના ઉપરીઓએ તેને તેમાંથી બહાર નીકળી જવા જણાવ્યું હતું.[૫૪]

ફ્લાઇટ 182 બોમ્બ ધડાકાને રોકવામાં સીએસઆઇએસ (CSIS)ની નિષ્ફળતાને પગલે સીએસઆઇએસ (CSIS)ના વડા તરીકે અગાઉના વ્યક્તિને બદલીને રીડ મોર્ડનને મૂકવામાં આવ્યા. સીબીસી ટેલિવિઝનનાં સમાચાર કાર્યક્રમ ધ નેશનલ માટેની એક મુલાકાત દરમિયાન, મોર્ડને એવો દાવો કર્યો કે સીએસઆઇએસ (CSIS) આ કેસમાં પોતાના પક્ષમાં આવેલો "દડો ચૂકી ગઇ" હતી. સિક્યોરિટી ઇન્ટેલિજન્સ રિવ્યૂ કમિટિએ સીએસઆઇએસ (CSIS)ને કોઇ ગેરરીતિમાંથી મુક્ત જાહેર કરી હતી. જો કે, આ અહેવાલ તે દિવસે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. કેનેડાની સરકારે આ ધડાકામાં કોઇ નિષ્કાળજી શામેલ ન હતી તેવું પોતાનું ગાણું ગાવાનું ચાલું રાખ્યું.[૫૫]

જાહેર તપાસ[ફેરફાર કરો]

૧ મે ૨૦૦૬ના રોજ, વડાપ્રધાન સ્ટીફન હાર્પરની સલાહને પગલે ક્રાઉન-ઇન-કાઉન્સિલે,[૫૬] સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જોન મેજરના વડપણ હેઠળ આ બોમ્બ ધડાકાની સંપૂર્ણપણે જાહેર તપાસ શરૂ કરવાની જાહેરાત કરી, જેથી "કેનેડા ઇતિહાસની સૌથી ભયાનક સામુહિક હત્યા અંગેના વિવિધ મુખ્ય પ્રશ્નોના જવાબ" શોધી શકાય.[૫૭] જૂન મહિનાનાં ઉત્તરાર્ધમાં શરૂ થયેલા, એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં થયેલા બોમ્બ ધડાકાની તપાસ કરી રહેલાં તપાસ પંચની તપાસમાં કેનેડાના કાયદાએ આતંકવાદી જૂથોને નાણા ભંડોળ મળતું અટકાવ્યું કે કેમ,[૫૮] આતંકવાદી કિસ્સાઓમાં સાક્ષીઓને સુરક્ષા કેટલી સારી રીતે આપવામાં આવી હતી, શું કેનેડાને પોતાની હવાઇ સુરક્ષાને સુધારવાની જરૂરત છે, અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ - કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ અને અન્ય કાયદાનો અમલ કરાવનારી સંસ્થાઓ વચ્ચે સંકલનના પ્રશ્નો ઉકેલાયા છે કે નહીં તેની તપાસનો સમાવેશ થાય છે. આ પંચ એક મંચ પણ પૂરો પાડશે જ્યાં ભોગ બનેલા લોકોના કુટુંબીજનો બોમ્બ ધડાકાની અસરોના પુરાવા આપી શકશે તથા કોઇ ગુનાઇત ખટલાઓનું પુનરાવર્તન થશે નહીં.[૫૯]

તપાસ પંચની તપાસ પૂરી થઇ અને તે 17 જૂન 2010ના રોજ પ્રસિદ્ધ થઇ. તપાસમાં જણાઇ આવેલી મુખ્ય બાબત એ હતી કે તાજનાં મંત્રાલયો, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, અને કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસસની "અસ્ખલિત શ્રેણીબદ્ધ ભૂલો"ને કારણે આતંકવાદી હુમલો થઇ શક્યો હતો.[૨][૬૦]

વારસો[ફેરફાર કરો]

'કેનેડાની કરૂણાંતિકા'[ફેરફાર કરો]

ટોરોન્ટોમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 સ્મારક
ફ્લાઇટ 182ના ભોગ બનનારા લોકોની યાદમાં જુલાઈ 2007માં સમર્પિત કરાયેલું વેનકૂવરના સ્ટેનલી પાર્કમાં આવેલું સ્મારક અને રમતનું મેદાન.

એર ઇન્ડિયા ફ્લાઇટ 182 તૂટી પડ્યાના 20 વર્ષ બાદ, આયર્લેન્ડના અહાકિસ્તામાં ભોગ બનેલાઓના કુટુંબીજનો શોક વ્યક્ત કરવા એકત્રિત થયા. વડાપ્રધાન પૌલ માર્ટિનની સલાહને આધારે ગવર્નર જનરલ એડ્રિયેન ક્લાર્કસને આ દુર્ઘટનાની વર્ષગાંઠના દિવસને રાષ્ટ્રીય શોક દિન જાહેર કર્યો. વર્ષગાંઠનાં શોકપાલન દરમિયાન, માર્ટિને જણાવ્યું કે આ બોમ્બ ધડાકાએ કેનેડાની સમસ્યા હતી, અન્ય કોઇ રાષ્ટ્રની સમસ્યા નહોતી. તેમણે જણાવ્યું કેઃ "કોઇ ભૂલ કરશો નહીં: ફ્લાઇટ એર ઇન્ડિયાની હોઇ શકે છે, આ ઘટના આયર્લેન્ડના સમુદ્રતટની નજીક બની હોઇ શકે છે, પરંતુ આ કેનેડાની એક કરૂણાંતિકા હતી."[૬૧]

મે 2007માં, એન્ગસ રીડ સ્ટ્રેટેજીઝએ, કેનેડાના નાગરિકો એર ઇન્ડિયા બોમ્બ ધડાકાને કેનેડાની કરૂણાંતિકા ગણે છે કે ભારતીય અને તેઓ આ માટે કોને દોષ આપે છે, તે અંગે જાહેર અભિપ્રાય લીધા હતા અને તેના પરિણામ પ્રસિદ્ધ કર્યાં હતા. 48 ટકા અભિપ્રાયદાતાઓએ આ બોમ્બ ધડાકાને કેનેડાની એક ઘટના તરીકે ગણાવ્યાં હતા, જ્યારે 22 ટકા લોકો આ આતંકવાદી હુમલાને વત્તેઓછે અંશે ભારતનો વિષય માનતા હતા. અભિપ્રાય આપનારા પૈકીના 34 ટકા લોકોએ એવું અનુભવ્યું હતું કે આ આરોપના મોટા હક્કદાર સીએસઆઇએસ (CSIS) અને હવાઇમથકના સુરક્ષા કર્મચારીઓ છે, આ ઉપરાંત 27 ટકા લોકો એવું માનતા હતા કે આરસીએમપી (RCMP) મોટેભાગે આરોપની હક્કદાર છે. 18 ટકા લોકોએ ટ્રાન્સપોર્ટ કેનેડાનો ઉલ્લેખ કર્યો હતો.[૬૨]

મેકલિયન્સ ના કેન મેકક્વીન અને જોન જેડ્ડેસએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના બોમ્બ ધડાકાનો "કેનેડાના 9/11" તરીકે ઉલ્લેખ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, "હકીકતમાં, આ વાત અહીંથી અટકી નહોતી. 23 જૂન, 1985ની તારીખે રાષ્ટ્રના આત્માને ચીરી નાખ્યો નહોતો. આ દિવસની ઘટનાઓએ સેંકડો નિર્દોષ લોકોના જીવ લઇ લીધા હતા અને હજારો અન્ય લોકોનું ભાગ્ય બદલી નાખ્યું હતું, પરંતુ તેને લીધે સરકારના પાયા હચમચી ગયા નથી, કે તેની નીતિઓમાં કોઇ પરિવર્તન પણ આવ્યું નથી. આ ઘટનાનો સત્તાવાર રીતે આતંકવાદી કારસ્તાન તરીકે સ્વીકાર પણ કરવામાં આવ્યો નહોતો."[૬૩]

ભોગ બનેલા લોકોની યાદમાં કેનેડા તથા અન્ય સ્થળોએ સ્મારકો સર્જવામાં આવ્યાં. 1986માં, બોમ્બ ધડાકાની પ્રથમ વર્ષગાંઠે આયર્લેન્ડના પશ્ચિમ કોર્કમાં, અહાકિસ્તામાં એક સ્મારક ખૂ્લ્લું મૂકવામાં આવ્યું.[૬૪] ત્યારબાદ, 11 ઓગસ્ટ, 2006ના રોજ બ્રિટિશ કોલમ્બિયાનાં વેનકૂવર ખાતે સ્ટેનલી પાર્કમાં અમુક હિસ્સાને રમતનું મેદાન ધરાવતા સ્મારક તરીકે ફેરવી નાખવામાં આવ્યો.[૬૫] 22 જૂન, 2007ના રોજ ટોરોન્ટોમાં અન્ય એક સ્મારક ખૂલ્લું મૂકાયું, જે લોકો આ ઘટનામાં માર્યા ગયા હતા તે પૈકીના મોટાભાગના લોકો આ શહેરમાં રહેતા હતા. આ સ્મારકમાં સમય જાણવા માટેના છાયાયંત્રનો સમાવેશ થતો હતો જેનો પાયો કેનેડાના તમામ પ્રાંત અને પ્રદેશોમાં તેમજ ભોગ બનેલા અન્ય લોકોના દેશોમાંથી લાવવામાં આવેલા પથ્થરો વડે બનેલો હતો, આ સ્મારકમાં આયર્લેન્ડની દિશા તરફ મુખ ધરાવતી અને મૃતકોના નામ કોતરાયેલી દિવાલનો પણ સમાવેશ થાય છે.[૬૬]

2010માં જાહેર તપાસના તારણો પ્રસિદ્ધ તયા બાદ, સ્ટીફન હાર્પરે માધ્યમોમાં એવી જાહેરાત કરી કે, આ હોનારતની 25મી વાર્ષિક તિથિએ, તેઓ "જાસૂસીદળ, નીતિવિષયક અને હવાઇ સુરક્ષાની આપત્તિજનક નિષ્ફળતાઓ કે જેનાથી આ બોમ્બ ધડાકા થઇ શક્યા હતા તેનો, અને ત્યારપછી ફરિયાદપક્ષે કરેલી કસૂરોનો સ્વીકાર કરશે" તથા વર્તમાન કેબિનેટ વતી ક્ષમાયાચના કરશે.[૫૬]

માધ્યમોમાં પ્રસિદ્ધિ[ફેરફાર કરો]

કેનેડાના ટેલિવિઝન દર્શકો માટે આ બોમ્બ ધડાકા વિષે દસ્તાવેજી ચિત્રો બનાવવામાં આવ્યા છે. સીબીસી (CBC) ટેલિવિઝને આ કરૂણાંતિકા ઉપર એક દસ્તાવેજી ચિત્ર ફ્લાઇટ 182 ના ફિલ્માંકનના પ્રારંભની જાહેરાત કરી હતી, જેનું નિર્દેશન સ્ટુર્લા ગન્નેરસન દ્વારા કરાયું હતું.[૬૭] ટોરોન્ટોના હોટ ડોક્સ કેનેડિયન ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલ ખાતે એપ્રિલ 2008માં સૌપ્રથમ રજૂઆત પામતાં પૂર્વે તેનું નામ બદલીને એર ઇન્ડિયા 182 કરાયું હતું. ત્યારબાદ જૂનમાં સીબીસી (CBC) ટેલિવિઝન પર આ દસ્તાવેજી ચિત્રનું ટીવી પ્રીમિયર થયું હતું.[૬૮] ઘણાં હવાઇ અકસ્માતો અને ઘટનાઓની તપાસ કરનારા ટીવી શૉ મૅડેના "એક્સપ્લોઝિવ એવિડન્સ" એપિસોડમાં પણ આ બોમ્બ ધડાકાનું દસ્તાવેજી ચિત્રણ કરાયું હતું.[૬૯]

આ બોમ્બ ધડાકા થયા ત્યારથી લઇને અત્યાર સુધીના દશકો દરમિયાન ઘણાં પત્રકારોએ આ ઘટના વિશે ટિપ્પણી કરી છે. ગ્લોબ એન્ડ મેઇલના કેનેડાના પત્રકારો બ્રાયન મેકએન્ડ્રુ અને ઝુહૈર કાશ્મીરીએ સોફ્ટ ટાર્ગેટ નું લેખન કર્યું હતું. આ પત્રકારોએ હકીકતમાં બોમ્બ ધડાકા પૂર્વેની વિવિધ ગતિવિધિઓની વિગતો રજૂ કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે સીએસઆઇએસ (CSIS) અને કેનેડાનું ભારતીય રાજદૂતાલય આ ઘટના અંગે અગાઉથી જ જાણતાં હતા. લેખકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેનેડાનાં ભારતીય રાજદૂતાલયે વર્ષો સુધી આરસીએમપી (RCMP) અને સીએસઆઇએસ (CSIS)ને ગુમરાહ કરી હતી અને કેનેડામાં શીખ સમુદાયની જાસૂસી તથા અસ્થિર બનાવવાની કામગીરી કરી હતી. 1992માં, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ આરસીએમપી (RCMP)એ એવો સંકેત આપ્યો હતો કે તે આ પુસ્તકમાં કરાયેલા આક્ષેપોના આધારમાં કોઇ પુરાવા ધરાવતી નથી. આ પુસ્તકમાં આક્ષેપ કરાયો હતો કે એર ઇન્ડિયા બોમ્બ ધડાકામાં ભારત સરકારની સંડોવણી હતી.[૭૦] બોમ્બ ધડાકાના આઠ મહિને બાદ, પ્રોવિન્સ અખબારના સંવાદદાતા સલીમ જિવાએ "ડેથ ઓફ એર ઇન્ડિયા ફ્લાઇટ 182" પ્રસિદ્ધ કર્યું.[૭૧] મે 2005માં વેનકૂવર સન ના ખબરપત્રી કિમ બોલને લોસ ઓફ ફેઇથઃ હાઉ ધ એર-ઇન્ડિયા બોમ્બર્સ ગોટ અવે વિથ મર્ડર પ્રસિદ્ધ કર્યું.[૭૨] જીવા અને તેના સાથી ખબરપત્રી ડોન હાઉકાએ મે-2007માં માર્જિન ઓફ ટેરરઃ અ રિપોર્ટર'સ ટ્વેન્ટી-યર ઓડિસી કવરિંગ ધ ટ્રેજેડીઝ ઓફ ધ એર ઇન્ડિયા બોમ્બિંગ પ્રસિદ્ધ કર્યું.[૭૩]

પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા. એક સંગ્રહ ધ મિડલમેન એન્ડ અધર સ્ટોરીઝ માં ભારતીય વંશની કેનેડિયન મહિલા ભારતી મુખરજીએ "ધ મેનેજમેન્ટ ઓફ ગ્રીફ" લખ્યું. બોમ્બ ધડાકામાં પોતાના સંપૂર્ણ પરિવારને ગુમાવી દેનારી આ મહિલાએ આ પુસ્તકમાં પોતાના અનુભવો વર્ણવ્યા છે. મુખરજીએ પોતાના પતિ ક્લાર્ક બ્લેઇઝની સાથે મળીને ધ સોરો એન્ડ ધ ટેરરઃ ધ હૌન્ટિંગ લેગસિ ઓફ ધ એર ઇન્ડિયા ટ્રેજેડી (1987)નું પણ સહ-લેખન કર્યું હતું.[૭૪] એર ઇન્ડિયા કરૂણાંતિકાને કેનેડાની મુખ્યધારાના સાંસ્કૃતિક ઇનકારથી પ્રેરિત થઈને, નીલ બિઝોનદેથે ધ સોઉલ ઓફ ઓલ ગ્રેટ ડિઝાઇન્સ લખ્યું હતું.[૭૫]

ઘટનાઓની સમયરેખા[ફેરફાર કરો]

સંક્ષેપ સમયરેખા માટે, જુઓ ટાઇમલાઇન ઓફ ધ એર ઇન્ડિયા ફ્લાઇટ 182 અફેઅર.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • શીખ ઉગ્રવાદ
  • વેપારી એરલાઇનોમાં થયેલા અકસ્માતો અને બનાવોની યાદી
  • ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 814
  • યુટીએ (UTA) ફ્લાઇટ 772
  • ઓપરેશન બ્લૂ સ્ટાર
  • હરમન્દિર સાહિબ
  • ઈન્દિરા ગાંધી
  • કેનેડામાં શીખધર્મ
  • યેલાવર્થી નેયુદમ્મા
  • કોરિયન એરલાઇન્સ ફ્લાઇટ 007

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઇન ડેપ્થઃ એર ઇન્ડિયા – ધ વિક્ટિમ્સ, સીબીસી ન્યૂઝ ઓનલાઇન, 16 માર્ચ 2005
  2. ૨.૦ ૨.૧ CBC News (17 June 2010). "Air India case marred by 'inexcusable' errors". CBC. મૂળ સંગ્રહિત માંથી 19 જૂન 2010 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2010.
  3. CBC News (5 May 2003). "Agent recalls checking fateful Air India bag". CBC. મેળવેલ 25 June 2010.
  4. 12+11
  5. "Two held for '85 Kanishka crash". The Tribune. Associated Press. October 28, 2000.
  6. "Special Report: Air India Flight 182". મૂળ માંથી 2009-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-16.
  7. "એક્સપ્લોઝિવ એવિડન્સ." મૅડે .
  8. "CVR transcript Air India Flight 182 – 23 JUN 1985". http://aviation-safety.net/index.php Aviation Safety Network. મૂળ માંથી 2010-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-21. External link in |publisher= (મદદ)
  9. Vancouver, The (2007-09-09). "Portrait of a bomber". Canada.com. મૂળ માંથી 2009-07-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-18.
  10. એર ઇન્ડિયા બોઇંગ 747 વિમાન વીટી-ઇએફઓ, "કનિષ્ક" સાથે 23 જૂન 1985ના રોજ બનેલા અકસ્માતની તપાસ કરી રહેલી અદાલતનો અહેવાલ સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૬ ના રોજ વેબેક મશિન, નામદાર ન્યાયમૂર્તિ શ્રી બી. એન. કિરપાલ જજ, દિલ્હી હાઇકોર્ટ , 26 ફેબ્રુઆરી 1986.
  11. "આર્કાઇવ ક .પિ". મૂળમાંથી અહીં સંગ્રહિત 2006-02-13. મેળવેલ 2010-10-14.CS1 maint: bot: original URL status unknown (link)
  12. "The Victims". CBC. 16 March 2010. મૂળ સંગ્રહિત માંથી 18 માર્ચ 2005 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  13. Raman, B. (20 June 2010). "AFTER KANISHKA, MUMBAI 26/11----AFTER 26/11 ?". South Asia Analysis Group. મેળવેલ 24 June 2010.
  14. Federal Court of Canada. "Affidavit of Archie M. Barr" (PDF). CBC. મૂળ સંગ્રહિત (PDF) માંથી 30 માર્ચ 2004 પર સંગ્રહિત. મેળવેલ 25 June 2010.
  15. "IN DEPTH: AIR INDIA Key characters". CBC News. 15 March 2005. મૂળ સંગ્રહિત માંથી 18 માર્ચ 2005 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  16. "Air India suspects are not guilty". BBC. 16 March 2005. મેળવેલ 24 June 2010.
  17. "IN DEPTH: AIR INDIA Crime Files: The Mole". CBC News. 27 August 2003. મૂળ સંગ્રહિત માંથી 5 ફેબ્રુઆરી 2004 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  18. Krauss, Clifford (17 March 2010). "Canadian Sikhs Are Cleared in 1985 Air India Bombing". The New York Times. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  19. "Crown attacks credibility of defence witness at Air India trial". CBC News. 8 June 2004. મૂળ સંગ્રહિત માંથી 15 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010. Check date values in: |archive-date= (મદદ)
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ "Air India inquiry will hear of alleged Parmar confession". CBC News. 23 September 2007. મેળવેલ 2007-09-25.
  21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ Kim Bolan, (25 September 2007). "Confession had false details, inquiry told: RCMP 'fully' checked out alleged Parmar confession, inspector tells commissioner". Vancouver Sun. મૂળ માંથી 22 ઑક્ટોબર 2007 પર સંગ્રહિત. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: extra punctuation (link)
  22. "Timeline". CTV News. મૂળ માંથી 22 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ ૨૩.૪ Vikram Jit Singh (issue dated 2007-08-04). "Operation Silence". Tehelka. મૂળ માંથી 2012-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-27. Check date values in: |date= (મદદ)
  24. ૨૪.૦ ૨૪.૧ Salim Jiwa (28 April 2003). "Unsolved mysteries as Air India trial begins". flight182.com. મૂળ માંથી 21 ઑક્ટોબર 2007 પર સંગ્રહિત. મેળવેલ 14 ઑક્ટોબર 2010. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  25. Summers, Chris (16 March 2010). "Deadly puzzle remains a mystery". BBC. મેળવેલ 24 June 2010.
  26. "Key witness was spurred to get information: defence". The Tribune. 26 November 2003. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  27. Robert Matas (26 August 2004). "Mystery men key to plot, Air-India defence says". The Globe and Mail Print Edition, Page A6. મેળવેલ 2007-09-24.
  28. Saklikar, Renee (23 June 2010). "The lesson from Air India Flight 182: Curiosity can save us". The Georgia Straight. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  29. Fraser, Keith (10 August 2009). "Reyat's Air India perjury trial delayed to post-Olympics". The Province. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  30. "Malik, Bagri not guilty in Air India bombings". CTV News. 16 March 2005. મૂળ માંથી 3 ઑક્ટોબર 2006 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010. Check date values in: |archive-date= (મદદ)
  31. Fong, Petti (24 June 2010). "Air India families wait for answers 25 years later". Toronto Star. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  32. Bolan, Kim (8 March 2010). "Inderjit Singh Reyat Air India perjury trial postponed, no reasons disclosed". Vancouver Sun via Times-Colonist. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  33. કોર્ટરૂમ 20: http://www.ag.gov.bc.ca/courts/court-room20/index.htm સંગ્રહિત ૨૦૦૭-૦૧-૨૫ ના રોજ વેબેક મશિન
  34. "Air India trial gets $7.2M high-tech courtroom". The Canadian Press via CP24. 16 August 2002. મૂળ માંથી 3 ઑક્ટોબર 2011 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010. Check date values in: |archive-date= (મદદ)
  35. "Supreme Court of British Columbia: Her Majesty the Queen Against Ripudaman Singh Malik and Ajaib Singh Bagri". Courts.gov.bc.ca. મેળવેલ 2009-08-10.
  36. "Malik, Bagri asked to pay Air India legal fees". CBC News. 25 November 2005. મેળવેલ 24 June 2010.
  37. http://www.majorcomm.ca/documents/dossier2_ENG.pdf સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન DOSSIER 2 આતંકવાદ, જાસૂસી અને કાયદાનું અમલીકરણ - શીખ આતંકવાદને કેનેડાનો પ્રત્યુત્તર
  38. Ward, Doug (12 March 2010). "New jury for Inderjit Singh Reyat perjury case on May 17". Vancouver Sun via Calgary Herald. મૂળ માંથી 25 એપ્રિલ 2010 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  39. Bolan, Kim (9 July 2008). "Released Air India bomber rejoins family". National Post. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  40. એર ઇન્ડિયાનો બોમ્બ બનાવનારને પેરોલનો ઇનકાર, સીબીસી ન્યૂઝ સાથે કેનેડિયન અખબારોની ફાઇલો, 3 જુલાઈ 2007
  41. "Air India bomber's perjury trial stalled as jury dismissed". Thaindian.com. મૂળ માંથી 2010-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-18.
  42. "The RDX Files". India Today,. 2001-02-01. મૂળ માંથી 2010-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.CS1 maint: extra punctuation (link)
  43. ૪૩.૦ ૪૩.૧ {{cite news |url=http://www.cbc.ca/news/background/airindia/documents/tab3.pdf |title=Air India Investigation: SIRC Breifing |author=[[Royal Canadian Mounted Police|date=11 February 1993 |work= |publisher=CBC |access-date=24 June 2010}}
  44. "The Air India Trial" (PDF). University of Toronto Faculty of Law. June 2005. મૂળ (PDF) માંથી 28 જૂન 2010 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  45. Noronha, Charmaine (17 June 2010). "Canadian officials dropped ball before Air India bombing, inquiry finds". Associated Press via The Seattle Times. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  46. "CBC News In Depth: Air India – Bombing of Air India Flight 182". Cbc.ca. મેળવેલ 2009-08-10.
  47. "Scanned Document" (PDF). CBC News. મેળવેલ 2009-08-10.
  48. Milewski, Terry (28 June 2007). "Sikh politics in Canada". CBC News. મેળવેલ 24 June 2010.
  49. "Former CSIS chief wishes tapes weren't erased". CTV News. 19 September 2007. મૂળ માંથી 25 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  50. "Scanned Document" (PDF). CBC News. મેળવેલ 2009-08-10.
  51. "Terrorism & It's Effects". Google Books. મેળવેલ 24 June 2010.
  52. Summers, Chris (17 March 2005). "Call for police to solve Sikh murder". BBC. મેળવેલ 24 June 2010.
  53. ૫૩.૦ ૫૩.૧ Bolan, Kim (18 November 2009). "Tara Singh Hayer murder probe still active, 11 years later". The Vancouver Sun. મૂળ માંથી 12 માર્ચ 2010 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  54. Vancouver Police Polygraph Unit (28 October 2000). "Interview of Bagri, Ajaib Singh" (PDF). CBC. મેળવેલ 24 June 2010.
  55. "Easter denies CSIS spied on Air India bombers". CTV News. 3 June 2003. મૂળ માંથી 27 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010. Check date values in: |archive-date= (મદદ)
  56. ૫૬.૦ ૫૬.૧ MacCharles, Tonda (23 June 2010), "Stephen Harper will say 'sorry' to Air India families", Toronto Star, http://www.thestar.com/news/canada/article/827182--stephen-harper-will-say-sorry-to-air-india-families?bn=1, retrieved 23 June 2010 
  57. CBC News (1 May 2006). "Harper launches Air India inquiry". CBC. મેળવેલ 22 June 2010.
  58. Government of Canada (May 1, 2006,). "ACommission of Inquiry into the Investigation of the Bombing of Air India Flight 182". મૂળ માંથી 12 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 23 June 2010. line feed character in |title= at position 74 (મદદ); Check date values in: |date= (મદદ)CS1 maint: extra punctuation (link)
  59. CBC News (21 June 2006). "Air India inquiry will reassure victims' families, Major vows". CBC. મેળવેલ 22 June 2010.
  60. Government of Canada (May 1, 2006,). "A Commission of Inquiry into the Investigation of the Bombing of Air India Flight 182". મૂળ માંથી 20 જૂન 2010 પર સંગ્રહિત. મેળવેલ 23 June 2010. line feed character in |title= at position 75 (મદદ); Check date values in: |date= (મદદ)CS1 maint: extra punctuation (link)
  61. "Queen's Privy Council of Canada: Address by Prime Minister Paul Martin at the Air India Memorial Ceremony". Pco.gc.ca. 10 October 2008. મેળવેલ 8 October 2009.[હંમેશ માટે મૃત કડી]
  62. કેનેડિયન્સ એસેસ બ્લેમ ઇન એર ઇન્ડિયા બોમ્બિંગ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન, અખબારી યાદી, એન્ગસ રીડ ગ્લોબલ મોનિટર. 14 મે 2006ના રોજ પ્રાપ્ત કરવામાં આવેલું
  63. મેકક્વીન, કેન અને જોન જેડ્ડેસ. "એર ઇન્ડિયાઃ આફ્ટ 22 યર્સ, નાઉ'સ ધ ટાઇમ ફોર ટ્રૂથ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૧૬ ના રોજ વેબેક મશિન." મેકલીયન્સ . (11 મે 2006). 7 ડિસેમ્બર 2006ના રોજ પ્રાપ્ત કરવામાં આવેલું
  64. "Minister Martin to remember the victims of the 1985 bombing of Air India Flight 182". Department of Foreign Affairs. 23 June 2010. મેળવેલ 24 June 2010.
  65. CBC News (11 August 2006). "Vancouver groundbreaking held for Air India memorial". CBC. મેળવેલ 22 June 2010.
  66. ટોરોન્ટો રિવિલ્સ એર ઇન્ડિયા મેમોરિયલ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન, માર્ક મેડલી દ્વારા, કેનવૅસ્ટ ન્યૂઝ સર્વિસ, 22 જૂન 2007
  67. સીબીસી કમિશન્સ ડોક્યુમેન્ટરી ઓન એર ઇન્ડિયા ટ્રેજેડી, સીબીસી આર્ટસ, 21 જૂન 2007.
  68. "Air India 182". CBC News. 13 June 2010. મેળવેલ 24 June 2010.
  69. "Mayday : Explosive Evidence". Discovery Channel. મૂળ માંથી 24 ફેબ્રુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  70. એર ઇન્ડિયા ફ્લાઇટ 182મા બોમ્બ ધડાકાની તપાસ કરી રહેલું તપાસ પંચ આતંકવાદ, જાસૂસી, અને કાયદાનું અમલીકરણ - શીખ આતંકવાદને કેનેડાનો પ્રત્યુત્તર[૧] સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન દસ્તાવેજો 2)
  71. "The death of Air India Flight 182". Google Books. મેળવેલ 24 June 2010.
  72. ISBN 978-0-7710-1131-3
  73. ISBN 978-1552637722
  74. "American Author Bharati Mukherjee in Istanbul". United States Department of State. મૂળ માંથી 27 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2010.
  75. ISBN 9781897151327 "The Soul of All Great Designs at Cormorant Books". Cormorantbooks.com. મૂળ માંથી 2009-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:External media