એલચો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Black cardamom
Black cardamom fruit as used as spice
જૈવિક વર્ગીકરણ
જગત: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
ગૌત્ર: Zingiberales
કુળ: Zingiberaceae
પ્રજાતિ: Amomum
જાતિ: A. subulatum, A. costatum
દ્વિપદ નામ
Amomum subulatum, Amomum costatum(સંદર્ભ આપો)
(A. subulatum) Roxb. (A. costatum) Benth. & Hook.f.

એલચો અથવા કાળી એલચી એ એક તેજાનો છે. આ Zingiberaceae કુળની બે પ્રજાતિમામ્ની એકમાંથી આવે છે. આન પોપટામં તીવ્ર કપૂર જેવી સોડમ હોય છે સૂકવણીની પદ્ધતિ અનુસાર તેમાં એક ધુમ્ર ખુશબો પણ આવે છે. એલચાને અંગ્રેજીમાં વિવિધ નામે ઓળખાય છે જેમ કે બંગાળી એલચી (Bengal cardamom), બહરતીય એલચી (Indian cardamom), નેપાળી એલચી (Nepal cardamom), પાંખાળી એલચી (winged cardamom), પહાડી એલચી (hill cardamom) વગેરે.

ગુણાધર્મો[ફેરફાર કરો]

રસોઈમઆં એલચાનો ઉપયોગ ભારતીય લીલી એલચીની જેમ જ થાય છે જોપ્કે તે એલચીની સોડમ જુદી હોય છે. લીલી એલચી મીથાઈ માં વપરાય છે પણ એલચો ભાગ્યેજ મીઠાઈમાં વપરાય છે. પરાંપરાથી આને જ્વાળાની ઉપર સુકાવાતી હોવાથી તેમાં એક પ્રકરની ધુમ્ર સુગંધ હોય છે

જાત[ફેરફાર કરો]

કાળી એલચીને બે જાતિઓ જોવા મળે છે : એમોમમ સબ્લેટમ્ (નેપાળી એલચો) અને એમોમમ કોસ્ટેટમ. નેપાળી એલચો એ કોસ્ટેટમ એલચા કરતામ્ નાનો હોય છે અને તેનો ઉપયોગ ભારતીય અને પાકિસ્તાની રસોઈમાં થાય છે. જ્યારે કોસ્ટૅટમ એલચો એ ચીની એલચો છે અને તેનો ઉપયોગ ચીની રસોઈ (ખાસ કરીને સીચુઆન રસોઈ) અને વિયેટનામી રસોઈમાં થાય છે

રસોઈમાં વપરાશ[ફેરફાર કરો]

એલચાને ન ઓળખનરા લોકો પ્રાયહ્ આને લીલી એલચીની ઉતરતી જાત અમની બેસે છે [૧]. કહ્રી રીતે તો એલચાની સુગંધ તેના સ્થાનીય ક્ષેત્રની બહાર મીઠાઈ કે અન્ય ગરમ ખોરાકમાં વાપરવા યોગ્ય નથી હોતી. આની સુગાંધ એલચી કરતા ઓછી હોય છે પણ ઘણી વખત ભઠીયારાઓ એલચીના સસ્તા વિકલ્પ તરીકે અને વાપરતા હોય છે.

ચીનમાં[ફેરફાર કરો]

ચીનમાં જીન-જીન નામની હળવે તાપે બાફીને બનાવાતી માસની વાનગી માં તે વપરાય છે. ખાસ કરીને સીચુઆન ક્ષેત્ત્રની રસોઈમાં તે વપરાય છે.

વિયેટનામમાં[ફેરફાર કરો]

વિયેટનામમાં એલચાના પોપટાને થાઓ ક્વા કહેવાય છે. ત્ત્યાં તેને પ્હો નામના નૂડલસૂપ બનાવવાના આમિષ-પાણી(બ્રોથ)માં ઉમેરવામાં આવે છે.

ઉત્પાદન[ફેરફાર કરો]

નેપાળ એ એલચાના ઉત્પાદનમાં અગ્રતા ક્રમે છે તેની પાછળ ભારત અને ભૂતાન આવે છે.

વૈદક ઉપયોગ[ફેરફાર કરો]

ચીની વૈદકમાં કાળી એલચીનો ઉપયોગ પેટની પાચન સંબંધી તકલીફો અને મલેરિયાના ઉપચારમાં થાય છે. [૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભs[ફેરફાર કરો]