કચ્છનું મોટું રણ

વિકિપીડિયામાંથી
કચ્છનું મોટું રણ - ઉપર તરફ, ડાબી બાજુએ ભૂરા રંગે. કચ્છનો અખાત કચ્છની નીચે તરફ. છબી:નાસા પૃથ્વી વેધશાળા
ગુજરાતનો નક્શો જેમાં કચ્છનું મોટું અને નાનું રણ દેખાય છે.

કચ્છનું મોટું રણ[૧] કે કચ્છનું મહાન રણ[૨] કે માત્ર કચ્છનું રણ, એ મોસમી ક્ષાર કળણ (salt marsh) છે જે થરના રણમાં આવેલ છે. આ ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, અને તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલ છે.

સ્થાન અને વર્ણન[ફેરફાર કરો]

કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ એ ૩૦,૦૦૦ ચો કિમી નું ક્ષેત્ર છે જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને સ્પર્શે છે.

ભારતના ઉનાળુ ચોમાસામાં સપાટ ક્ષારીય મૃદાનો રણ પ્રદેશ અને સપાટ કળણ જે સમુદ્ર સપાટીથી ૧૫ મીટર ઉંચાઈએ આવેલ છે તે સ્થિર પાણીથી ભરાઈ જાય છે. તેમાં વચ્ચે વચ્ચે કાંટાળા છોડ ઝાંખરા વાળા રેતીના ટાપુઓ હોય છે. આ ક્ષેત્ર મોટાં અને નાના સૂરખાબ (ફ્લેમિંગો)ના પ્રજનન ક્ષેત્ર છે અને તેને સુરક્ષિત ક્ષેત્ર ઘોષીત કરાયું છે. જ્યારે સૌથી વધુ તીવ્ર મોસમમાં પૂર્વમાં આવેલો ખંભાતનો અખાત અને પશ્ચિમમાં આવેલો કચ્છનો અખાત બંને ભેગા મળી જાય છે.

સમુદ્રના પાણીની ભરતી કાળમાં ભારતીય જંગલી ગધેડા જેવા પ્રાણીઓ બેટ તરીકે ઓળખાતી ઉંચી ભૂમિ પર આશ્રય લે છે.

આ ક્ષેત્ર પેલા અરબી સમુદ્રનો છીછરો ભાગ હતો. અસ્ખલીત ઉર્ધ્વગામી ભૂસ્તરીય હલન ચલનને કારણે આ ક્ષેત્ર અરબી સમુદ્રથી છૂટો પડી ગયો અને એક મોટા તળાવ નુ નિર્માણ થયું. હજી સિકંદર (એલેક્ઝાંડર ધ ગ્રેટ) ના સમય સુધી આ તળાવ આવાગમનને લાયક હતું. ઘાઘર નદી જે હાલે ઉત્તર રાજસ્થાનના રણમાં વિલિન થાય છે તે પહેલાં કચ્છના રણમાં વિલિન થતી હતી. સમય જતાં નદીના ઉતરતા છેડા સુકાતા ગયાં અને હજારો વર્ષો પહેલાં તેમની ઉપરની ઉપનદીઓને સિંધુ અને ગંગા નદીઓ દ્વારા સમાવી લેવાઈ. ઈ. સ. ૨૦૦૦માં ભારતીય ભૂસ્તર શાસ્ત્ર સંસ્થાને કચ્છના રણમાં ત્રિભૂજ પ્રદેશ અને નદીના મુખો અને ધારાઓ હોવાનું નોંધ્યું છે.

રાજસ્થાનમાં ઉદ્ગમ પામતી લૂણી નદી કચ્છના રણના ઈશાન ખૂણામાં વિલિન થાય છે અને કળણમાં વિલિન થતી અન્ય નદીઓ પૂર્વથી આવતી રૂપેણ નદી અને ઈશાનથી આવતી પશ્ચિમ બનાસ નદી છે.

આ ક્ષેત્ર ભારતના સૌથી ગરમ ક્ષેત્રોમાંનું એક છે.

વનસ્પતિ સૃષ્ટિ[ફેરફાર કરો]

આ કળણની વનસ્પતિ સૃષ્ટિમાં અપ્લિડા અને સેન્ચુરસ પ્રજાતિના ઘાસ સાથે અન્ય કાંટાળા ઝાંખરાઓનો સમાવેશ થાય છે.

પ્રાણી સૃષ્ટિ[ફેરફાર કરો]

ભારત અને પાકિસ્તાનમાં ફેલાયલેલા કચ્છનું રણ એક માત્ર ક્ષેત્ર છે જ્યાં સૂરખાબ પ્રજનન કરે છે. આ ઉપરાંત લાવરીની ૧૩ પ્રજાતિઓ પણ કચ્છના રણમાં મળી આવે છે. કચ્છના નાના રણમાં જંગલી ગધેડાની વિશ્વની અંતિમ વસ્તી અસ્તિત્વ ધરાવે છે. આ ક્ષેત્રમાં અન્ય સસ્તન જેમકે રણ શિયાળ, સોનેરી શિયાળ, ચિંકારા, નીલગાય અને ભયગ્રસ્ત કાળિયાર જોવા મળે છે.

આ કળણ ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે આરામ સ્થળ છે અને લગભગ ૨૦૦ જાતિના પક્ષી પ્રજાતિનું ઘર છે. જેમાં ભયગ્રસ્ત લેસ્સર ફ્લોરીકન નએ હૌબરા બસ્ટર્ડ શામિલ છે.

ભય અને સંવર્ધન[ફેરફાર કરો]

મોટાભગનું કળણ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર ઘિષિત થયેલ છે તેમ છતાં પણ ઘાસચારો અને બળતણ ભેગું કરવું, મીઠું પકવવું જેવી ક્રિયાઓ અને તેને કારણે વધેલા વાહન વ્યવહારને પરિણામે પ્રાણી જીવન સામે ભય ઉભો થયો છે.

ભારત તરફ આવેલ કચ્છના રણમાં ઘણાં અભયારણ્યો આવેલા છે. કચ્છનઅ જિલ્લા મથક ભુજથી આ સમૃદ્ધ પર્યાવરણીય ક્ષેત્રોમાં જઈ શકાય છે જેમકે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય, બન્ની ઘાસ ભૂમિ અભયારણ્ય અને ચારી-ધંડ નમ ભૂમિ સવંર્ધન અભયારણ્ય.

પાકિસ્તાન તરફ સિંધ પ્રાંતમાં પાકિસ્તાની સરકારે રણ ઓફ કચ્છ વઈલ્ડ લાઈફ સેંચરી નામે અભયારણ્ય બનાવ્યું છે.

ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા[ફેરફાર કરો]

ભારતમાં કચ્છના રણની ઉત્તરીય સીમા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા નક્કી કરે છે. આ સીમાની રાષ્ટ્રીય સીમા સુરક્ષા દળ દ્વારા અત્યંત કડક રીતે ચોકી કરાય છે. કપરી વાતાવરણીય પરિસ્થિતિનો સામનો કરવાની તાલિમ અહીં સૈનિકોને અપાય છે.[૨][૧]

આ ક્ષારીય કળણ જેમાં પ્રાકૃતિક વાયુનો ભંડાર છે. તેમાં આવેલ સિર ક્રીક ક્ષેત્ર સીમા વિવાદનું કારણ બન્યો છે. એપ્રિલ ૧૯૬૫નો સર ખાડીનો વિખવાદ ૧૯૬૫ના ભારત પાક યુદ્ધનું કારણ બન્યો હતો. તેજ વર્ષે યુનાયટેડ કિંગડમના વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સન એ આ અંટસનો ઉકેલ લાવવા એક ટ્રિબ્યુનલ રચવાનો પ્રસ્તાવ કર્યો. જેનો ૧૯૬૮માં નીવેડો લવાયો અને તે અનુસાર ૯૧૦૦ ચો કિમી માંથી ૧૦% ભાગ પાકિસ્તાનને મળ્યો. આમ ખાડીનો મોટાભાગનો હિસ્સો ભારત પાસે રહ્યો. ૧૯૯૯ના એટલાંટિક બનાવ સમયે ફરી તણાવ બની રહ્યો.

ચીર બત્તી[ફેરફાર કરો]

અંધારી રાત્રિઓમાં એક અગમ્ય નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનીય ભાષામાં ચીર બત્તી (ભૂતોનો પ્રકાશ) કહે છે તે રણ[૩] અને તેની આસપાસના બન્ની ક્ષેત્રોને મોસમી કલણ ભૂમિ પર દેખાય છે.[૪]

પ્રખ્યાત સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

જે. પી. દત્તાની બોલીવુડ ફીલ્મ રેફ્યુજી નું ફિલ્મીકરણ કચ્છના મોટા રણ અને કચ્છના અન્ય ક્ષેત્રોમાં થયું છે. આ ફિલ્મ મોટી રીતે કેકી એન દારુવાલાની નવલકથા "લવ અક્રોસ ધ સોલ્ટ ડેસર્ટ" પર આધારિત છે.[૫][૬] આ ફિલ્મનું અમુક શૂટીંગ સ્નો વ્હાઈટ નામના બી.એસ.એફને આધીન ક્ષેત્ર, તેરા કિલ્લો, બન્ની ઘાસ ભૂમિમાં પણ થયું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Fighting for the Great Rann - It's a desolate, barren tract of land, but the armed forces guard it with a fierceness that inspires nothing short of awe. By Gaurav Raghuvanshi; Feb 25, 2005; Business Line; Financial Daily from THE HINDU group of publications
  2. ૨.૦ ૨.૧ Far from the focus - Villages along the India-Pakistan border face official neglect and inadequate assistance. By PRAVEEN SWAMI in Bhuj; Volume 18 - Issue 04, Feb. 17 - Mar. 02, 2001; Frontline Magazine; India's National Magazine from the publishers of THE HINDU
  3. Stark beauty (Rann of Kutch); Bharati Motwani; September 23, 2008; India Today Magazine, Cached: Page 2 of 3 page article with these search terms highlighted: cheer batti ghost lights rann kutch[૧][હંમેશ માટે મૃત કડી], Cached: Complete View - 3 page article seen as a single page [૨]
  4. Ghost lights that dance on Banni grasslands when it’s very dark; by D V Maheshwari; August 28, 2007; The Indian Express Newspaper
  5. Love Across the Salt Desert સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન; by Keki N. Daruwalla. Pdf of full story posted at Boston University at [૩] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૯ ના રોજ વેબેક મશિન. Bollywood connection - J. P. Dutta's "Refugee" is said to be inspired by this story સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન; learnhub, University of Dundee
  6. (iii) Supplementary Reader; Selected Pieces of General English for Class XII; English General - Class XII સંગ્રહિત ૨૦૧૧-૦૧-૨૯ ના રોજ વેબેક મશિન; Curriculum and Syllabus for Classes XI & XII; NCERT. Also posted at [૪] / [૫], [૬] સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન
  • The Great Run of Kutch; Dec 10, 2006; The Indian Express Newspaper
  • Rann of Kutch seasonal salt marsh (IM0901); Ecoregion Profile, Flooded Grasslands and Savannas; World Wildlife Fund Report; This text was originally published in the book Terrestrial ecoregions of the Indo-Pacific: a conservation assessment from Island Press. This assessment offers an in-depth analysis of the biodiversity and conservation status of the Indo-Pacific's ecoregions. Also see: Rann of Kutch seasonal salt marsh (IM0901); Flooded Grasslands and Savannas; WildWorld; All text by World Wildlife Fund © 2001; National Geographic Society

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 24°05′11″N 70°38′16″E / 24.08639°N 70.63778°E / 24.08639; 70.63778