કઝાકિસ્તાન

વિકિપીડિયામાંથી
Қазақстан Республикасы
Qazaqstan Respublïkası
Республика Казахстан
Respublika Kazakhstan

કઝાકિસ્તાન ગણરાજ્ય
કઝાકિસ્તાનનો ધ્વજ
ધ્વજ
કઝાકિસ્તાન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: -
રાષ્ટ્રગીત: મેરા કઝાકિસ્તાન
Location of કઝાકિસ્તાન
રાજધાનીનૂર-સુલતાન (અસ્તાના)
સૌથી મોટું શહેરઅલમાટી
અધિકૃત ભાષાઓકઝાક (રાજકીય ભાષા), રશિયન
સરકારસત્તાવાદી ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
નૂર્સુલ્તાન નાજ઼ર્બાયવ
• પ્રધાનમંત્રી
બખ્તત્ઝાન સાગિંતાવે
સ્વતંત્રતા 
• ઘોષણા
૧૬ ડિસેમ્બર, ૧૯૯૧
વિસ્તાર
• કુલ
2,724,900 km2 (1,052,100 sq mi)[૧] (૯ મો)
• જળ (%)
૧.૭ %
વસ્તી
• ૨૦૧૬ અંદાજીત
૧૭,૯૮૭,૭૩૬ (૬૪ મો)
• ૨૦૦૯ વસ્તી ગણતરી
૧૫,૭૭6,૪૯૨
• ગીચતા
[convert: invalid number] (૨૨૭)
GDP (PPP)૨૦૧૬ અંદાજીત
• કુલ
$૪૬૧ બિલિયન (૪૩ વાં)
• Per capita
૨૫,૫૭૩ (૫૩ ો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૪)0.788
high · ૫૬ મો
ચલણકઝાકિસ્તાન તેંગે (KZT)
સમય વિસ્તારUTC+૫ થી +૬
• ઉનાળુ (DST)
UTC+૫ થી +૬
ટેલિફોન કોડ
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).kz

કઝાકિસ્તાન (અંગ્રેજી: Kazakhstan, કઝાખ: Қазақстан / Qazaqstan, રૂસી: Казахстан / Kazakhstán) યૂરેશિયામાં સ્થિત એક દેશ છે. ક્ષેત્રફળના આધારે આ દુનિયાનો નવમો સૌથી મોટો દેશ છે. આની રાજધાની અલ્માતી છે અહીં ની કઝાખ ભાષા અને રૂસી ભાષા મુખ્ય અને રાજભાષાઓ છે.

મધ્ય એશિયામાં એક મોટા ભૂભાગમાં ફેલાયેલો આ દેશ પહલાં સોવિયત સંઘનો ભાગ હતો. ૧૯૯૧ માં સોવિયત સંઘના વિઘટન પછી આણે સૌથી છેલ્લે પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો. સોવિયત પ્રશાસન દરમ્યાન અહીં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓ સંપન્ન થઈ, જેમાં ઘણાં રૉકેટોનું પ્રક્ષેપણથી લઇને ક્રુશ્ચેવની વર્જિન ભૂમિ પરિયોજના શામિલ છે. દેશની મોટાભાગની ભૂમિ ઘાસના મેદાન, જંગલ તથા પહાડી ક્ષેત્રોથી ઢંકાયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કઝાકિસ્તાનનો અધિકાંશ ભૂભાગ (જેમ કે ઉપર કહેવાયું છે) સ્ટેપ્સ, પહાડ઼, જંગલ કે રણો થી ઢંકાયેલ છે. રણ તો પડોસી તુર્કમેનિસ્તાન તથા ઉઝબેકિસ્તાન સુધી ફેલાયેલ છે. દક્ષિણ તથા વાયવ્યમાં કૈસ્પિયન સાગર સ્થિત છે, જ્યારે ઉરલસાગરની સીમા ઉઝબેકિસ્તાન સાથે સમ્મિલિત છે. દેશની મધ્યમાં સ્થિત બાલ્કાશ તળાવ વિશાલકાય તળાવોમાંની એક છે. ઉત્તરી તિએન શાન ક્ષેત્રને કોલસાઈ તળાવો પર્વતીય તળાવોની શ્રેણીમાં આવે છે.

અહીંની પ્રાકૃતિક સમ્પદા ક્ષેત્રોમાં અક્સૂ-જ઼બાગલી, અલમાટી, બરસા-કેલ્મેસ, બયાન-આઉલ, મારકોકલ ઉસ્તિર્ત તથા પશ્ચિમી અલ્તાઈ ના નામ પ્રમુખતા થી ગણાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની વિશ્વ ધરોહરોંમાં સ્ટેપી ક્ષેત્ર સર્યરકા નું નામ ૨૦૦૮માં શામિલ થયું છે. ભેજવાળા ક્ષેત્રોંમાં ગુલાબી ફ્લેમિંગો, સાઇબેરિયાઈ વ્હાઇટ ક્રેન, ડલમાટિયન પેલિકન તથા પલાશી ફિશ ઈગલ જેવા પક્ષીઓ જોવાય છે.

ધરોહર[ફેરફાર કરો]

તરઝ, યાસ્યે (તુર્કિસ્તાન) તથા ઓટરાર સરસબ્જ઼ (જલસ્થલ) ના રેશમ માર્ગ (સિલ્ક રૂટ)ના મહત્વપૂર્ણ વ્યાપારિક સ્થળોમાં ગણાય છે. ઓટરાર પ્રથમ શતી સાથે ચીન અને યુરોપના વ્યાપારમાં મહત્વપૂર્ણ રહ્યું છે. આ સિવાય ઓટરારમાં ચૌદમી સદીમાં નિર્મિત મસ્જિદ પણ બહુ પ્રસિદ્ધ છે.

વસ્તી[ફેરફાર કરો]

વર્ષ ૨૦૦૯ની જનગણના અનુસાર દેશની જનસંખ્યા ૧૫,૭૭6,૪૯૨ હતી.[૨]

ભાષા[ફેરફાર કરો]

કઝાખ ભાષા રાજભાષા છે. રૂસી ભાષા ને આધિકારિક દરજ્જો પ્રાપ્ત છે.

ધર્મ[ફેરફાર કરો]

ઇસ્લામ તથા રૂસી પારંપરિક ધર્મ મુખ્ય છે.

ખાનપાન[ફેરફાર કરો]

કજાખ જમણમાં બ્રેડ (પાઉ-રોટી), સૂપ તથા શાકનું પ્રમુખ સ્થાન છે. નૂડલ્સ હમેંશા ઘોડ઼ેના માંસ ના સૉસેજ સાથે ખવાય છે. જમણમાં માંસનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. બકરા તથા ગાયના માંસ સિવાય માછલીને રાંધવા માટે ઘણી રીતો વપરાય છે. પિલાવ (યા પુલાવ) ખાટ્ટા તથા મીઠા બંને સ્વાદમાં માંસ સાથે ખવાય છે. આ સિવાય સૂકા ફળોનો પણ ઉપયોગ કરાય છે. દૂધ તથા દહી જેવા વ્યંજન પણ ખવાય છે. પીવામાં ચા બહુ લોકપ્રિય છે. ભારતની જેમ જ લોકો ચામાં દૂધ કે લીંબુ મેળવે છે. પત્તી વાળી ચા વિના સાકર અને દૂધ પણ પસંદ કરાય છે. સ્થાનીય શરાબ વોડકા પણ લોકપ્રિય છે.

વિભાગ[ફેરફાર કરો]

કઝાકિસ્તાન માં કુલ ૧૪ પ્રાંત છે. આનું વિવરણ આ પ્રકારે છે:

  1. અકમોલા
  2. અક્તોબે
  3. અલમાટી
  4. અસ્તાના
  5. અતિરૌ
  6. બૈકોનુર
  7. પૂર્વી કઝાકિસ્તાન
  8. કારાગંડી
  9. કોસ્તાનય
  10. કિજ઼િલોર્ડા
  11. માંગિસ્તૌ
  12. ઉત્તરી કઝાકિસ્તાન
  13. પાવ્લોદર
  14. દક્ષિણી કઝાકિસ્તાન
  15. પશ્ચિમી કઝાકિસ્તાન
  16. જ઼હાંબિલ

નોંધ અને સંદર્ભો[ફેરફાર કરો]

  1. "CIA – The World Fact Book". મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-03.
  2. "Демографический ежегодник Казахстана 2009" (PDF) (રશિયનમાં). મૂળ (PDF) માંથી 2010-07-05 પર સંગ્રહિત.