લખાણ પર જાઓ

કમલેશ્વર બંધ

વિકિપીડિયામાંથી
કમલેશ્વર બંધ
કમલેશ્વર બંધનું તળાવ
કમલેશ્વર બંધ is located in ગુજરાત
કમલેશ્વર બંધ
કમલેશ્વર બંધનું ગુજરાતમાં સ્થાન
અધિકૃત નામહીરણ-૧ બંધ[]
દેશભારત
સ્થળવિસાવદર
અક્ષાંશ-રેખાંશ21°11′54″N 70°39′44″E / 21.19833°N 70.66222°E / 21.19833; 70.66222
સ્થિતિસક્રિય
ઉદ્ઘાટન તારીખ૧૯૫૯
બંધ અને સ્પિલવે
ઊંચાઇ25 m (82 ft)
લંબાઈ1,304 m (4,278 ft)
બંધ ક્ષમતા447,000 m3 (584,654 cu yd)
સ્પિલવે ક્ષમતા1,034 m (3,392 ft)
સરોવર
કુલ ક્ષમતા38,580,000 m3 (31,277 acre⋅ft)
સક્રિય ક્ષમતા35,020,000 m3 (28,391 acre⋅ft)
સપાટી વિસ્તાર8 km2 (3 sq mi)
કમલેશ્વર બંધનું એક દૃશ્ય

કમલેશ્વર બંધ ગીરનાં જંગલમાં આવેલો છે. આ બંધ તાલાલા શહેર સાથે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલનાં વન્યપ્રાણીઓ માટે પીવાનાં પાણીનો એકમાત્ર સ્રોત છે. આ બંધ હીરણ નદી પર બાંધવામાં આવ્યો છે.[] સાસણ ગીર ગામમાં વનખાતાના કાર્યાલયની બાજુમાં મગર-ઉછેર કેન્દ્ર ચાલે છે, એમાં ઉછેરવામાં આવેલી મગરો અમુક વયની થાય ત્યારે આ ડેમમાં છોડવામાં આવે છે.[] આ બંધ ખાતેથી બાંધવામાં આવેલ નહેર મારફત તાલાલા, ઘુંસીયા, ગલીયાવડ, પીપળવા, બોરવાવ, વીરપુર, ગુંદરણ, ધ્રામણવા ગામને ખેતી માટે પાણી આપી શકાય છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાનાં ગુણપર, સોનારીયા, કાજલી વગેરે ગામોને પણ આ નહેરનું પાણી પંહોચાડી શકાય છે[].

વન-અવલોકન સ્થળ

[ફેરફાર કરો]

કમલેશ્વર બંધ પર વનખાતા દ્વારા એક વોચ-ટાવર બનાવીને આ જગ્યાએ વન-અવલોકન સ્થળ બનાવવામાં આવ્યું છે.

કમલેશ્વર મહાદેવ

[ફેરફાર કરો]

એક સમયે આ બંધની પાસે કમલેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર હતું અને એ મંદિરના નામ પરથી આ બંધનું નામ કમલેશ્વર બંધ રાખવામાં આવ્યુ છે. ૧૯૯૦ના દાયકા સુધી આ મંદિરની પાસે પર્યાવરણ શિક્ષણ શિબીરોનું નિયમિત આયોજન કરવામાં આવતું હતું. મંદિરની મુલાકાત જ્યારથી સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવી, ત્યારથી આ શિબિરનું સ્થળ પણ બંધ કરી દેવામાં આવ્યુ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "હિરણ-૧ જળાશય યોજના | બંધો અને નહેરો | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "India: National Register of Large Dams 2009" (PDF). Central Water Commission. મૂળ (PDF) માંથી 2018-02-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૧.
  3. "કમલેશ્વર બંધ". Gir Destination. મૂળ માંથી 2012-04-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧.
  4. "કમલેશ્વર ડેમમાંથી ૧૪ ગામોને પાણી અપાશે". Bhaskar News, Talala (સમાચાર સંગ્રહ-ગીર એશિયાટિક લાયન દ્વારા). ૨૪/૦૨/૨૦૧૨). મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]