કાંચનજંઘા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કાંચનજંઘા

કાંચનજંઘા (નેપાલ ભાષા:कञ्चनजङ्घा Kanchanjaŋghā, સેવાલુંગ્મા SewaLungma લિમ્બુ ભાષા) દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે (માઉન્ટ એવરેસ્ટ અને કે-ટુ પછીનું), આ શિખર સિક્કીમના ઉત્તર પશ્ચિમ ભાગમાં નેપાળની સરહદ પર આવેલું છે.આ શિખરની ઉંચાઇ ૮૫૮૬ મીટર (૨૮,૧૬૯ ફીટ) છે. કાંચનજંઘાનો અર્થ "બરફનાં પાંચ ખજાના" તેવો થાય છે, આ શિખર પાંચ ટુંકમાં વહેંચાયેલ છે,જેમાની ચાર ૮૪૫૦ મીટર કરતાં ઉંચી છે. ઇશ્વરદત્ત આ પાંચ ખજાનાઓ એટલે,સોનું,ચાંદી,રત્નો,અન્ન અને પવિત્ર પૂસ્તકો.કાંચનજંઘાને સ્થાનિક લિમ્બુ ભાષામાં "સેવાલુંગ્મા" પણ કહે છે અને કિરાંત ધર્મમાં તેને પવિત્ર મનાય છે.

તેના પાંચ માંના ત્રણ (મુખ્ય,વચ્ચેનું અને દક્ષિણનું) શિખર ભારતનાં સિક્કિમનાં ઉત્તર સિક્કિમ જિલ્લાની સરહદ અને નેપાળનાં તાપ્લેજંગ જિલ્લાની સરહદ પર સ્થિત છે,જ્યારે અન્ય બે શિખરો સંપૂર્ણપણે નેપાળનાં તાપ્લેજંગ જિલ્લામાં આવેલ છે. વિશ્વ વન્યજીવ કોષ (World Wildlife Fund) દ્વારા નેપાળનાં સહયોગથી ચાલતા કાંચનજંઘા સંરક્ષણ ક્ષેત્ર પરિયોજનાનું મુખ્ય મથક નેપાળમાં છે,લાલ પાંડા અને અન્ય બરફનાં પ્રાણીઓ,પક્ષીઓ અને વન્સ્પતિનું આ અભ્યારણ છે.ભારતની હદમાં આવેલ કાંચનજંઘામાં પણ કાંચનજંઘા રાષ્ટિય ઉધાન નામનો સંરક્ષિત વિસ્તાર બનાવાયેલ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કાંચનજંઘા શિખરનો દાર્જિલિંગ ખાતેથી દેખાવ

કાંચનજંઘાનાં પાંચ શિખરો :

શિખરનું નામ ઉંચાઇ (મી.) ઉંચાઇ (ફીટ)
કાંચનજંઘા મુખ્ય ૮,૫૮૬ ૨૮,૧૬૯
કાંચનજંઘા પશ્ચિમ (Yalung Kang) ૮,૫૦૫ ૨૭,૯૦૪
કાંચનજંઘા મધ્ય (વચ્ચે) ૮,૪૮૨ ૨૭,૮૨૮
કાંચનજંઘા દક્ષિણ ૮,૪૯૪ ૨૭,૮૬૭
કાંગબાચેન ૭,૯૦૩ ૨૫,૯૨૫