કાનાજી ઠાકોર

વિકિપીડિયામાંથી

કાનાજી શંકરજી ઠાકોર, અમદાવાદના રાજકારણી છે. તેઓ શહેરના પચ્ચીસમા મેયર પદે રહ્યા હતા.

૨૩ એપ્રિલ ૨૦૦૮ના રોજ તેઓ મેયર તરીકે ચુંટાઇ આવ્યા હતા. તેઓ માધુપુરા વોર્ડમાંથી સતત ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચુંટાઇ આવ્યા હતા. ભાજપની સ્પષ્ટ બહુમતિ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨.૫ વર્ષની અવધિ ધરાવતા મેયરના પદ પર નિયુક્ત થયા હતા. આ પદ અન્ય પછાત જાતિ (ઓ.બી.સી.-OBC)નાં ઉમેદવાર માટે અનામત હતું. તેઓ ૩૦ ઓક્ટોબર ૨૦૧૦ સુધી મેયર પદે રહ્યા હતા.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kanaji Thakor is new Mayor of Ahmedabad". Gujarat Global. gujaratglobal.com. 2008-04-23. પૃષ્ઠ 1. મેળવેલ 2008-05-03.[મૃત કડી]