કાલોલ

વિકિપીડિયામાંથી
કાલોલ
—  નગર  —
કાલોલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°36′22″N 73°27′47″E / 22.606°N 73.463°E / 22.606; 73.463
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
વસ્તી ૨૪,૬૭૭ (૨૦૦૧)
લિંગ પ્રમાણ સમીકરણ ક્ષતિ: અજ્ઞાત શબ્દ "male". /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 100 metres (330 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૯૩૩૦
    • ફોન કોડ • +૨૬૭૬

કાલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

કાલોલ નગર વાપીથી શામળાજી જતા રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પર ગોધરા અને હાલોલ વચ્ચેનું મહત્વનું કેન્દ્ર છે. આથી અહીંથી રાજ્યના વિવિધ સ્થળોએ જવા માટે સરળતાથી વાહનો મળી શકે છે. અહીંથી પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર દૂર દેરોલ ખાતેથી વડોદરાથી દિલ્હી જતી બ્રોડગેજ રેલ્વે માર્ગ પસાર થાય છે. આથી દેરોલ સ્ટેશન ઉતરી અહીં સરળતાથી પહોંચી શકાય છે.

અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા તેમ જ કોલેજની સગવડ છે, જેમાં અંગ્રેજી માધ્યમની શાળા પણ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]