કાસુંદરી (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી

કાસુંદરી
કાસુંદરીનાં બીજ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Caesalpinioideae
Tribe: Cassieae
Subtribe: Cassiinae
Genus: 'Senna'
Species: ''S. sophera''
દ્વિનામી નામ
Senna sophera
(Linn.) Roxb
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Cassia sophera

કાસુંદરી એ એક જાતની વનસ્પતિ છે, જેનો છોડ આશરે ૩ (ત્રણ) મીટર જેટલી ઊંચાઇ ધરાવતો હોય છે. આ વનસ્પતિને ૮ થી ૧૨ જેટલાં પર્ણોની સંયુક્ત પર્ણાવલી હોય છે, જેમાં પર્ણો એકજ ડાળખી પર બે-બેની જોડમાં હારબંધ ગોઠવાયેલાં હોય છે. તેના પર પીળા રંગનાં ફુલો જોવા મળે છે.

કાસુંદરીનું વૈજ્ઞાનિક નામ સેન્ના સોફેરા (Senna sophera), અંગ્રેજી નામ કાસ્સીઆ સોફેરા (Cassia sophera) છે. તેને સામાન્ય રીતે કાસુંદા, બાનેર (Kasunda, Baner) તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ હિન્દી ભાષામાં કાસૌંદી (Kasaundi) તરીકે તેમજ બંગાળી ભાષામાં કોલ્કાસુંદા (কল্কাসুন্দা) તરીકે ઓળખાય છે.

આ વનસ્પતિ ઉષ્ણકટિબંધના દરેક પ્રદેશોમાં આજે જોવા મળે છે, પરંતુ તેનું મૂળ વતન ભારત હોવાનું માનવામાં આવે છે,[૧]. આ વનસ્પતિ સામન્યપણે પડતર જમીનમાં, રસ્તાની બાજુઓ પર તેમજ વનવિસ્તારમાં ઉગેલી જોવા મળે છે. આ વનસ્પતિનાં મૂળની બાહ્ય ત્વચાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાચીન ભારતના આયુર્વેદાચાર્યો તેનો ઉપયોગ શ્વસનતંત્રની બિમારી ધરાવતા દર્દીઓ માટે કરતા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]