કુકણા બોલી

વિકિપીડિયામાંથી

કુકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે.

આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષા જેવા હોય છે.

ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે.[૧] ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ ૯૫ ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે.

કુકણા બોલીના કેટલાક શબ્દાર્થો[ફેરફાર કરો]

ગુજરાતી કુકણા
મારું માના
તારું તુના
કેમ છે કિસાંક આહા
સારું છે બેસ આહા
છોકરો પોસા
છોકરી પોસી
પિતા બાહાસ
માતા આઇસ, આયા
બેન બહનીસ, બહીન, બુયુ
ભાઈ ભાઉસ
ભેંસ દોબડ
ડોસો ડવર
હું આવું છું માં યેહે તાંવ
વાઘ ખડિયાં
માસી જીજીસ
ખાધુ કે ખાયનાસ કા
આજે આજ
ગઇ કાલે કાલ દીસ
આવતી કાલે ઉદે (સકાળ)
રીંછ નડગ

સંદર્ભ[ફેરફાર કરો]