કોડિઆક રીંછ
Appearance
કોડિઆક રીંછ | |
---|---|
અલાસ્કાના કોડિઆક રાષ્ટ્રીય વન્યપ્રાણી નિર્વાસિત ક્ષેત્ર ખાતે કોડિઆક રીંછ. | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Carnivora |
Family: | Ursidae |
Genus: | 'Ursus' |
Species: | ''U. arctos'' |
Subspecies: | ''U. a. middendorffi'' |
Trinomial name | |
Ursus arctos middendorffi Merriam, 1896
|
કોડિઆક રીંછ (અંગ્રેજી:Kodiak bear) (શાસ્ત્રીય નામ:Ursus arctos middendorffi) એ માત્ર અમેરિકા ખંડના ઉતરી ભાગમા આવેલા અલાસ્કામાં આવેલા કોડિઆક ટાપુ ખાતે જોવા મળતા રીંછ છે. આ રીંછ તેની પ્રજાતિમાં સૌથી વધારે વજન અને કદ ધરાવતી પ્રજાતિઓ પૈકી એક છે. તેનું સરેરાશ વજન ૬૦૦ કિલોગ્રામ છે અને બે પગે ઊભું થાય ત્યારે ૯ ફૂટ (૨.૮ મીટર) જેટલું ઊંચું દેખાય છે. તે સામાન્ય રીતે વનસ્પત્યાહારી છે, પરંતુ સ્થાનિક સામન માછલી પણ તેનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત ખોરાક ન મળે તો હરણ તથા પહાડી બકરાં જેવા પ્રાણીઓને મારીને ખાય છે.