ક્રોપ સર્કલ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
૨૦૦૧માં ઇંગ્લેન્ડ માં બનેલું ૭૮૦ ફુટ વ્યાસ ધરાવતું ક્રોપ સર્કલ

ક્રોપ સર્કલ એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાને કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ભાતમાં બનતા જ રહે છે. ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યારથી આ શબ્દ પ્રચલિત બની ગયો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ક્રોપ સર્કલની પ્રથમ માહિતી ૧૯૭૬માં મળી, માહીતી મુજબ એક વાર સ્થાનીક ખેડુત જયારે ખેતરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઘઉંનાં વિશાળ ખેતરમાં કેટલાક ભાગમાં ઘઉંનાં છોડ કણસલા સમેત નીચે ચોક્કસ દીશામાં વળી ગયા હતાં, લોકોએ તેનાં પર ધ્યાન આપ્યું નહીં પણ બીજા દિવસે આવી જ રીતે, પણ મોટા પ્રમાણમાં અને ઘણાં બધા ખેતરોમાં આવું બન્યું અને પછીતો આવું સતત બનતું જ રહ્યું. ૧૯૮૦ સુધીમાં તો ૧૦૦ જેટલા ક્રોપ સર્કલ બની ગયા અને પછી તો દર વર્ષે લગભગ ૧૦૦ ક્રોપ સર્કલ બનવા લાગ્યા અને ૧૯૮૯માં તો હદ થઇ કુલ ૩૦૦ ક્રોપ સર્કલ બન્યા, ત્યાર બાદ આ ભેદી ક્રોપ સર્કલ યુરોપ માં પણ બન્યા ત્યારબાદ આ રહસ્યમય ક્રોપ સર્કલ રશિયા, ન્યૂઝીલેન્ડ, તુર્કી અનેં જાપાનનાં ખેતરોમાં પણ દેખાયા અને પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માં પણ દેખાયા છે.

વિવિધ પેટર્નનાં ક્રોપ સર્કલ[ફેરફાર કરો]

પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયરનાં જવનાં ખેતરોમાં ચકમાની ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આવું વારંવાર બનવા લાગ્યું જેવી ખેતરમાં ફસલ તૈયાર થતી કે તરતજ રાતોરાત તેમાં અવનવા ક્રોપ સર્કલ તૈયાર થઇ જતા જેમાં ખેડુતોને પારાવાર નુકસાન વેઠવું પડતું હતું. તાજેતરમાં બનેલા કેટલાક ક્રોપ સર્કલની ડિઝાઇન તો કોઇ ચોક્કસ અર્થ ધરાવતી હતી. જેમાં મે ૨૫, ૨૦૦૯ ની સવારે વિલ્ટશાયરનાં ખેતરમાં બનેલી ક્રોપ સર્કલની આકૃતિ ચીનની પૌરાણિક માન્યતાનો યિન-યાંગનો સિમ્બોલ છે, જે મુજબ યિન અને યાંગ એ બન્ને પરસ્પર વિરોધી બળો છે. વિશ્વમાં અને માનવ શરીરમાં પણ તેમની વચ્ચે સંતુલન રહેવું જોઇએ. ચીનનાં પ્રાચિન તબીબ શાસ્ત્ર મુજબ શરીરમાં એ સંતુલન ખોરવાય ત્યારે એક્યુપંક્ચર જેવી ચિકિત્સા પધ્ધતી વડે તેનું પુનઃસ્થાપન કરવું પડે છે.

આ સિવાય એક ખેતરમાં જેલીફિશ જેવી પેટર્નનું ક્રોપ સર્કલ જોવા મળ્યું. આ સિવાય રંગોળી, ભૌમિતિક ભાતો, વર્તુળાકાર ભાતો, ભુલભુલામણી જેવા અનેકો ક્રોપ સર્કલો બન્યા છે, પરંતુ તે પાછળના કારણો કે કારકો જાણી શકાયા નથી.