ખર

વિકિપીડિયામાંથી

ખર એક રાક્ષસ નુ નામ છે. તે રાકા નામની રાક્ષસી નો પૂત્ર હતો.પરન્તુ તે રાવણ નો સાવકો ભાઈ હતો, કારણ કે રાવણ ના પિતા વિશ્રવા જ ખર ના પિતા હતા. ખર ની પાસે ૧૪૦૦૦ રાક્ષસો નુ સૈન્ય હતુ.

શુર્પણખાના આદેશ ને આધિન તે દંડકારણ્ય ના જંગલ મા રહેતો હતો. જે ખર નુ જન્મ સ્થળ તરિકે પણ પ્રસિદ્ધિ હતુ.જ્યારે રામ,લક્ષ્મણ,અને સીતા આવ્યા ત્યારે શુર્પણખા પણ ત્યા આવી હતી. રામ સાથે લગ્ન કરવાની વાત કરતાં લક્ષ્મણે તેના નાક-કાન કાપી લીધા અને ભયંકર અપમાન કર્યુ. શુર્પણખા તે ખર ની સાવકી બહેન હતી.તેનો બદલો લેવા માટે ખર પોતાના ૧૪૦૦૦ રાક્ષસો સાથે ત્યા આવ્યો . રામે ૧૪૦૦૦ રાક્ષસો નો વધ કરી નખ્યો તે જોય ને ખરે પોતાના ભાઈ દૂષણ ને મોકલ્યો . રામે દૂષણ નો પણ નાશ કર્યો. દૂષણ નો વધ થયેલો જોય ને ખર પોતે રામ સાથે યુદ્ધ કરવા ગયો અને રામ ને હાથે મરણ ને શરણે થયો.