ખારી જળાશય (ભુટકિયા)

વિકિપીડિયામાંથી

ખારી જળાશય કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભુટકિયા ગામ પાસે આવેલું તળાવ છે.

ખારી જળાશય લગભગ સાડા ત્રણ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. ખારી સમુદ્ર સપાટીથી નીચાણ પર આવેલું ભુપૃષ્ઠ ક્ષેત્ર છે, જેમાં વર્ષના મોટા ભાગના સમયમાં પાણી ભરાયેલું રહે છે. ભરતીના સમયે સમુદ્રની સપાટીમાં પાણીનું સ્તર વધતાં આ ક્ષેત્રમાં પાણી ભરાઈ જાય છે. આ ખારી કચ્છના રણની સીમા છે. અહીંનું પાણી ખારું હોય છે. આનું ક્ષેત્રફળ વિશાળ હોવાથી આ શાંત સમુદ્ર જેમ લાગે છે. ખારી જળાશયની એક બાજુ પર સંત કુંભારામનું મંદિર અને બીજી બાજુ પારીયાવાળી તથા મજાડા ગામ આવેલાં છે.

ખારી જળાશયમાં રહેલા પાણીથી ખેડુતો ખેતી પણ કરે છે. ખારી જળાશયના પાણી વડે કપાસ, ઇસબગુલ, ઘોડાજીરુ અને એરંડા જેવા શિયાળુ પાક લેવામાં આવે છે.