ખેતી

વિકિપીડિયામાંથી
ખેતર

ખેતી એટલે કે ખેતરને લગતું કોઈપણ કાર્ય. ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ખેતીના કાર્યોમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાંનું ઉત્પાદન મેળવવું, આ ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરવો અથવા બજારમાં લઈ જઈ વેચાણ કરવું એ મુખ્ય કાર્યો છે.

ભારતમાં ખેતીના વ્યવસાયમાં ચોમાસાની ઋતુમાં થતા વરસાદ પર ખૂબ મોટો આધાર રહેતો હોય છે.

કાર્યો[ફેરફાર કરો]

ખેતીનો વ્યવસાય કરવામાં આ પ્રમાણેનાં કાર્યો કરવામાં આવે છે.

  • જૂના પાકનાં ઠૂંઠા તથા કાંકરાઓ ખેતરમાંથી દૂર કરવામાં આવે છે.
  • ખેતરની ખેડ કરવામાં આવે છે.
  • ખેતરમાં છાણીયું ખાતર નાંખવામાં આવે છે.
  • ખેતરની માટીથી બનેલી પાળો સરખી (સમારકામ) કરવામાં આવે છે.
  • ખેતરની વાડ સરખી (સમારકામ) કરવામાં આવે છે.
  • જે પાકનું ઉત્પાદન લેવાનું હોય તેનું બિયારણ તૈયાર કરવામાં આવે છે.
  • ખેડેલા ખેતરમાં ચાસ પાડવામાં આવે છે.
  • બિયારણની વાવણી કરવામાં આવે છે.
  • પિયતની સગવડ હોય તો વખતસર પાણી પીવડાવવું પડે છે.
  • જે પાકની રોપણી કરવાની હોય તેનું ધરું ઉછેરવામાં આવે છે.
  • ધરું તૈયાર થયા પછી એની રોપણી કરવામાં આવે છે.
  • સમય અને પરિસ્થિતિ જોઈને નિંદામણ કરવામાં આવે છે.
  • ખેતરમાં તૈયાર થતા પાકમાં રોગ ન ફેલાય તેની કાળજી લેવામાં આવે છે, આ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સમય અને પરિસ્થિતિ જોઇને રાસાયણિક ખાતર આપવામાં આવે છે.
  • પાકનું પશુઓ અને ચોરોથી રક્ષણ કરવામાં આવે છે.
  • પાકનું ઉત્પાદન તૈયાર થાય એટલે કાપણી કરવામાં આવે છે.
  • કેટલાક પાક જેવા કે ફળ, ફૂલ, શાકભાજીના ઉત્પાદનને નિયમિત રીતે ચૂંટીને બજારમાં પહોંચાડવામાં આવે છે.
  • ઉત્પાદન મેળવી લીધા પછી ખળી બનાવી એમાં દાણા છુટા પાડવા, સાફ કરવામાં આવે છે.
  • ઉત્પાદન મેળવી લીધા પછી ફરી ખેતરને તૈયાર કરવામાં આવે છે.