ગલબાભાઈ નાનજીભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
ગલબાભાઈ નાનજીભાઇ પટેલ, જલોત્રા મુકામે.

ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો જન્મ વડગામ તાલુકાના નળાસર ગામમાં થયો હતો. તેમને બનાસ ડેરીના આદ્ય સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે.[૧] તેમણે બનાસકાંઠા જિલ્લાની સહકારી ચળવળમાં પોતાનું પ્રમુખ યોગદાન આપ્યુ હતું. દરેક સમાજને સાથે લઈ સમાજસેવાના ઉચ્ચતમ આદર્શોને વરી તેમણે નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃતિઓ થકી બનાસકાંઠાના લોકોમાં અનેરી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

જીવન[ફેરફાર કરો]

ગલબાભાઈ પટેલે ઈ.સ ૧૯૫૪માં ખેડૂતોના લાભાર્થે 'નળાસર - ટીંબાચૂડી ઇરીગેશન સોસાયટી'ની સ્થાપના કરી હતી અને પોતે આ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ સોસાયટીના માધ્યમથી ખેડૂતોને તે સમયે સિંચાઈના મશીન વસાવવા સબસીડી મળતી હતી અને સસ્તા દરે મશીનો પૂરા પાડવામાં આવતાં હતા. આ ઉપરાંત જ્યારે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પ્રથમ ઓફિસ ટીંબાચૂડી મુકામે શરૂ કરી હતી જ્યાં તેઓ પાથરણા પાથરી નીચે બેસી લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેતા હતા.

ગામડામાં વસતી વિધવાઓનું સન્માનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક અને સામાજીક સ્તર ઊંચુ લઈ જવું એ તેમનું સ્વપ્ન હતું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની આઠ સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને ૧૦ માર્ચ ૧૯૬૬ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દુધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યુ. આ પાયાનાં કાર્યથી ૩૧ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુરની નોંધણી થઈ અને આ રીતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી. ૧૪ જાન્યુઆરી ૧૯૭૧ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો હતો.[૨][૩]

બનાસ ડેરીથી પોતાના વતન જવા ઘણી વખત તેઓ ડેરીના વાહનની જગ્યાએ જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરતા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "History made; Bhatol ousted from Banas dairy". ૨૮ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૬.
  2. http://www.sandesh.com/printarticle.aspx?newsid=3196259&lang=Read%20in%20English[હંમેશ માટે મૃત કડી]
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-12-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-03.