ગોએર

વિકિપીડિયામાંથી

ગોએર
IATA
G8
ICAO
GOW
Callsign
GO AIR
Founded2005
Commenced operationsNovember 2005
Secondary hubs
  • Indira Gandhi International Airport (Delhi)
Focus cities
  • Kempegowda International Airport (Bangalore)
  • Srinagar Airport
Frequent-flyer programGoClub[૧]
Fleet size19
Destinations21
Company sloganFly Smart
Parent companyWadia Group
HeadquartersWorli, Mumbai, Maharashtra, India
Key people
  • Jehangir Wadia
  • Managing Director
  • MD
  • Giorgio De Roni (CEO)
ProfitIncrease ૧૦૪ million (US$૧.૪ million) (2013)[૨]
Websitewww.goair.in
ગો! નામની હવાયન એરલાઇન્સ સાથે ગુંચવણ પેદા કરવી નહી.

ગોએર બોમ્બેમાં આવેલી ભારતની ઓછી કિંમતની વિમાની કંપની છે.[૩] તેણે તેના કાર્યની શરુઆત નવેમ્બર ૨૦૦૫મા કરી હતી. આ વાડિયા ગ્રુપનું ઉડ્ડયનનુ સાહસ છે. જાન્યુઆરી ૨૦૧૪ થી તે માર્કેટ શેરની દ્રષ્ટીએ ભારતની પાંચમી સૌથી મોટી એરલાઇન છે.[૪] તે રોજની ૧૦૦ અને અઠવાડિયાની આશરે ૭૫૦ ઉડાન સાથે ૨૧ શહેરોમાં ઘરેલુ મુસાફર સેવા પુરી પાડે છે.[૫] તેનુ કેન્દ્રબિન્દુ બોમ્બેનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી દિલ્લીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.[૬]

ઇતિહાસ[ફેરફાર કરો]

ગોએરની શોધ ભારતના ખ્યાત્નામ ઉધોગકાર નુસલી વાડિયાના સૌથી મોટા પુત્ર જહાંગીર વાડિયાએ ૨૦૦૫માં કરી હતી. એરલાઇન ક્ષેત્રે પ્રવેશ એ વાડિયા ગ્રુપ[૬] જે ભારતીય વેપાર કોર્પોરેશનમાં તેની કંપનીઓ જેવી કે બોમ્બે ડાઇંગ અને બ્રિટાનીયા ઇંડસ્ટ્રીઝ[૭][૮] માટે પ્રખ્યાત છે એના માટે ઉડ્ડયન વિભાગમાં પ્રવેશ માટેનું કટોકટીભર્યુ સાબિત થયુ. વાડિયા ગ્રુપ સંપુર્ણપણે એરલાઇનની માલિકી ધરાવે છે. જહાંગીર વાડિયા એરલાઇનના વ્યવસ્થાપક (મેનેજિંગ ડાયરેક્ટર) પણ છે.[૯]ગોએરે તેના કાર્યની શરુઆત નવેમ્બર ૨૦૦૫માં એરબસ અ૩૨૦ વિમાનની મદદથી કરી હતી.[૮]

જાન્યુઆરી ૨૦૦૭થી ગોએરે અદાંજે ૭૬ % જેટલા ભાર ની નોંધણી કરી છે.[૮] પણ એજ સમયે બીજી એરલાઇન્સ જેવીકે ઇંડિગો અને સ્પાઇસજેટની સ્થાપના સાથે માર્કેટ શેર, વિમાનોની સંખ્યા અને ૨૦૧૩થી પુરી પાડેલી મુકામની સેવાની દ્રષ્ટીએ ગોએરને પાછળ પાડી દેતા એરલાઇનનો વિકાસ ધીમો પડી ગયો છે. પણ વાડિયા અને મુખ્ય વહિવટી અધિકારી (સી. ઇ. ઓ) જ્યોર્જ ડી રોની ના મતે કંપનીનો ધીમો વિકાસ એ ભારતમા ઉડ્ડયન માટે મુશ્કેલ વાતાવરણને કારણે કંપનીએ રચેલી વ્યુહરચના છે, જેના પરિણામ સ્વરૂપે તેનુ મુખ્ય કેન્દ્ર માર્કેટ શેર પક્ડી રાખવા અને મુકામો અને વિમાનોની સંખ્યામાં વધારો કરવાની જગ્યાએ તેના નફાને જાળવી રાખવાનો હતો. એપ્રિલ ૨૦૧૨માં કીંગફીશર એરલાઇન્સના નાણાકીય સંકટને કારણે ગોએર એરલાઇન માર્કેટ શેરની દ્રષ્ટીએ છઠા અને છેલ્લા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયુ. પણ કીંગફીશર એરલાઇન્સને અનુસરતા જાન્યુઆરી ૨૦૧૪થી એરલાઇન પાસે ફરીથી ઓછામાં ઓછા (૮.૮ %) માર્કેટ શેર થઇ ગયા.[૪][૯]

મુકામ[ફેરફાર કરો]

GoAir Airbus A320 at Chhatrapati Shivaji International Airport

ગોએર ભારતમાં રોજની ૧૦૦ અને અઠવાડિયાની આશરે ૭૫૦ ઉડાન સાથે ૨૧ મુકામોમા કાર્યરત છે.[૫] નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર ઓછી વિમાનોની સંખ્યા (૧૯ વિમાનો)ને કારણે ગોએરને આંતરરાષ્ટ્રિય ઉડાન ભરવા માટે સંમતિ મળેલ નથી. પણ ૨૦૧૨માં એરલાઇને તેની મંજુરી માટે મંત્રાલયને અરજી કરી હતી જેની સંમતિ મળવાની હજુ બાકી છે.

આન્દામાન અને નિકોબાર ટાપુ

  • પોર્ટ બ્લેર – વીર સાવરકર એરપોર્ટ

આસામ

  • ગુવાહાટી – લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ

બિહાર

  • પટના – લોક નાયક જયપ્રકાશ એરપોર્ટ

ચંદીગઢ

  • ચંદીગઢ એરપોર્ટ

દિલ્લી

  • ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (કેન્દ્રબિન્દુ)

ગોવા

  • ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ

ગુજરાત

  • અમદાવાદ – સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ

જમ્મુ અને કાશ્મીર

  • જમ્મુ – જમ્મુ એરપોર્ટ
  • શ્રીનગર - શ્રીનગર એરપોર્ટ
  • લેહ – લેહ કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ

ઝારખંડ

  • રાંચી – બિરસા મુન્ડા એરપોર્ટ

કર્ણાટક

કેરાલા

  • કોચી – કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ

મહારાષ્ટ્ર

  • બોમ્બે - છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ (કેન્દ્રબિન્દુ)
  • નાગપુર – ડો. બાબાસાહેબ આમ્બેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • પુણે – પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ

રાજસ્થાન

  • જયપુર – સાંગાનેર એરપોર્ટ

તમિલનાડુ

  • ચેન્નાઇ – ચેન્નાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઉત્તરપ્રદેશ

  • લખનઉ – અમૌસી એરપોર્ટ

પશ્ચિમ બંગાળ

  • સીલીગુડી – બગદોગરા એરપોર્ટ
  • કલકત્તા - નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇંટરનેશનલ એરપોર્ટ

ઉડ્ડયનની સેવાઓ[ફેરફાર કરો]

ગોએર મુસાફરોને આર્થિક રીતે પરવડે એવી જ બેઠક ઉપલબ્ધ કરે છે અને નિશુલ્ક ભોજનની સેવા ઉપલબ્ધ કરતી નથી. તેમ છતા ઉડાન વખતે વિમાનની અંદર ખરીદીને ખાવા માટે ભોજન યોજના ઉપલબ્ધ છે જેમાં કેફે કોફી ડે ના નાસ્તા, સેન્ડ્વિચ, પરાઠા, કુકિઝ, સુકા મેવા, ઠંડા પીણા, મિનરલ વોટર અને બીજી ખાણીપીણી વેચવામાં આવે છે. ડ્યુટી ફ્રી વસ્તુઓ પણ ઉડાન વખતે ઉપલબ્ધ હોય છે. વિમાનની અંદર મનોરંજનની ખુબ ઓછી સેવા ઉપલબ્ધ છે જેમાં ફક્ત વિમાનની અંદરનુ અધિક્રુત છાપુ ગો-ગેટર હોય છે જે મનોરંજનના ભાગરૂપે ભાસ્કર ગ્રુપ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ગોએર ગોબિઝ્નેસ નામની એક પ્રિમિયમ સેવા ઉપલબ્ધ કરે છે જેમા સૌથી વધારે ભાડુ ભરવાવાળા મુસાફર વિમાનની આગળની ત્રણ હરોળમાં બેઠક મેળવે છે સાથે વચ્ચેની બેઠક ખાલી રહેવાની બાંયેધરી સાથે વધારે જગ્યા, મફત ભોજન અને વધારે સામાનની પરવાનગી પણ મળે છે. ગોએર ગોક્લબ[૧] નામની સામાન્ય ઉડ્ડયન યોજના પણ ઉપલબ્ધ કરાવે છે જે ભારતની ઓછી કિંમતની એરલાઇન દ્વારા ઉપલબ્ધ કરાવાતી પહેલી સામાન્ય ઉડ્ડયન યોજના છે.

બક્ષિશ[ફેરફાર કરો]

ગોએર નિમ્નલિખીત બક્ષિશની વિજેતા છે:

  • પેસિફીક એરિયા ટ્રાવેલ રાઇટર્સ એસોસિએશન (૨૦૦૮) દ્વારા ઉત્તમ ગુણવતા અને કાર્યક્ષમ સેવા માટે શ્રેષ્ઠ ઘરેલુ એરલાઇન
  • એરબસ દ્વારા શ્રેષ્ઠ ફરજ અદા કરતી એરલાઇન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ગોએર સામાન્ય ઉડ્ડયન યોજના".
  2. "ગોએર નફા મંડળમાં જોડાય છે". વેપાર માપદંડ. મેળવેલ 24 જાન્યુઆરી 2014.
  3. "ગોએર – અમને સંપર્ક કરો". મૂળ માંથી 20 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 ઑગસ્ટ 2014. Check date values in: |access-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "માર્કેટ શેર".
  5. ૫.૦ ૫.૧ "ગોએર – મુકામ". મૂળ માંથી 2 ઑગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 28 ઑગસ્ટ 2014. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ "આંતરરાષ્ટ્રિય ઉડાન". ૩ એપ્રિલ ૨૦૦૭. પાન નંબર ૮૭. Unknown parameter |Author= ignored (|author= suggested) (મદદ)
  7. "ઓન બોઅર્દ ગોએર ઐર્લીનેસ". ચ્લેઅર્ત્રીપ દોટ કોમ.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ "ગોએર – અમારા વિષે". મૂળ માંથી 20 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 ઑગસ્ટ 2014. Check date values in: |access-date= (મદદ)
  9. ૯.૦ ૯.૧ "ગ્રાહકને જરૂર છે ત્યા સુધી નાના રહો નહી કે તેમની માંગ છે ત્યા સુધી". જેહ વાડિયા .ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા.