ગોવિંદ સાગર

વિકિપીડિયામાંથી

ગોવિંદ સાગર (હિંદી:गोविन्द सागर; અંગ્રેજી:Gobind Sagar) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના બિલાસપુર જિલ્લામાં આવેલ એક માનવ-નિર્મિત સરોવર છે[૧]. આ સરોવર સતલજ નદી પર બાંધવામાં આવેલા ભાખરા નાંગલ બંધને કારણે રચાયું છે. આ સરોવરનું નામ શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહના નામ પરથી રાખવામાં આવેલ છે. વિશ્વના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા બંધો પૈકીના એક એવા ભાખરા બંધની ઊંચાઈ તેના પાયાથી ૨૨૫.૫ મીટર જેટલી છે, જેનું નિર્માણ અમેરીકન બંધ નિર્માતા હાર્વે સ્લૉક્‌મ (Harvey Slocum)ની દેખરેખ હેઠળ ઈ. સ. ૧૯૫૫ થી શરૂ કરી, ઈ. સ. ૧૯૬૨માં પૂર્ણ કરવામાં આવ્યું હતું[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "himachaltourism.gov.in". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-30.
  2. India After Gandhi. Ramachandra Guha (2008). India After Gandhi, page 215. Pan Macmillan Ltd., London.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]