ઘુમલી

વિકિપીડિયામાંથી

Coordinates: 21°53′06″N 69°45′47″E / 21.885°N 69.763°E / 21.885; 69.763

સોનકંસારી મંદિર
સોનકંસારી તળાવ પાસે મંદિર-સમૂહ, ઘુમલી

ઘુમલીગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડાની તળેટીમાં ભાણવડ નજીક આવેલું એક પુરાતન સ્થળ છે જે પોરબંદરથી ૩૫ કિમી દૂર છે. પુરાતન કાળમાં ઘૂમલી એ ખૂબ જ સમૃદ્ધ અને રમણીય નગર હતું. વર્ષો સુધી આ સુંદર નગરી જેઠવા રાણાઓની રાજધાની રહીં. સૌરાષ્ટ્રની અદભુત પ્રણયકથા "પદ્માવતી અને માંગળો વાળો"ના નાયક માંગળા વાળાનો ઉછેર તેના મોસાળ ઘૂમલીમાં ભાણ જેઠવાને ત્યાં થયો હતો.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઘુમલી કે ભૂમલી એ એક સમયે ગુજરાતના જેઠવા શાસકોની રાજધાની હતી. આ શહેરની સ્થાપના જેઠવા સાલ કુમારે ઈ.સ. ૭ મી સદીમાં કરી હતી.[૧]

ઈ.સ. ૧૨૨૦માં રાણા સિયાજી દ્વારા ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી. તેમણે પોતાની રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ખસેડી.[૨]

ઈ.સ. ૧૩૦૯ માં જાડેજા જામ ઊણાજી સિંધથી આવ્યાં અને તેમણે ઘુમલી પર ચડાઈ કરી પણ તે હારી ગયા. ત્યારે બાદ ૧૩૧૩માં તેના પુત્ર બારમાનીયાજી જાડેજાએ ફરી ઘુમલી પર ચડાઈ કરી અને રાણા જેઠવા ને હરાવી ઘુમલીને જીતી લીધી. તે જ રાતે તેના સપનામાં અંબા માતાજી પ્રગટ થયા અને કહ્યું કે તેમણે તેના પિતાની ઘુમલી જીતવાની આશા પૂરી કરી હતી, આથી તે સ્થળે તેમનું મંદિર બંધાવું જોઈએ. આથી બામણીયાજી એ ઘુમલીને મધ્યમાં આવેલી ટેકરી પર મંદિર બંધાવ્યું, જેને આશાપૂરા માતા તરીકે ઓળખાવ્યા. તેણે ઘુમલીનો સંપૂર્ણ નાશ કર્યો અને તેને ખંડેરમાં ફેરવી દીધું.[૩][૪]

ઈ.સ. ૧૩૧૩ સુધી ઘુમલી જેઠવા રાજ્યની રાજધાની રહી. ૧૩૧૩માં રાણા ભાણજી જેઠવાનો યુદ્ધમાં પરાજય થતાં તેઓ રાણપુરા નાસી છૂટ્યાં હતાં. એમ કહેવાય છે રાણા જેઠવા સતી શોણના પ્રેમામાં પડ્યાં હતાં અને તેના શાપ થકી આ નગરીનો નાશ થયો હતો. [૫]

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

નવલખા મંદિર, ઘુમલી

આજે, ઘુમલી ગુજરાતનું એક મહત્ત્વપૂર્ણ પુરાતન સ્થળ છે. આ સ્થળે પ્રકાલિતા નવલખા મંદિર છે, જેને ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર મનાય છે. આ મંદિર સોલંકી શૈલીમાં બંધાયેલું છે અને એક બીજામાં ઘૂસેલા હાથીના ત્રણ દાંત એ આ મંદિરનું ચિન્હ હતા. આ સાથે અહીં (પગથી) એક વાવ છે, જેને વિકાઈ વાવ કહે છે. તે કાઠિયાવાડમાં સૌથી મોટી વાવ છે. અહીંના ખંડેરમાં નવલખા મંદિરની અંદર એક ગણેશ મંદિર છે. તે "ઘુમલી ગણેશ" તરીકે ઓળખાય છે. આ સ્થળનું એક અન્ય આકર્ષક સ્થળ રામપોળા દ્વાર છે.[૬]

ગુજરતા સરકાર અને ભારતીય પુરાતત્વ ખાતા એ આ સ્થળનાં સંવર્ધનનું કાર્ય હાથ ધર્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. [૧] The history of Kathiawad from the earliest times by Harold Wilberforce-Bell On Scythian coins the word " Kumar " frequently appears, and from bardic legends we find that after the founding of Ghumli in the seventh century by Shil Kumar Jethwa, the rulers of Ghumli were recognized as being Kumarants]
  2. Jethwa dynasty
  3. Ancient Temple Trail
  4. "Mataji Pilgrimages". મૂળ માંથી 2012-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-14.
  5. [૨] Gazetteer of the Bombay Presidency, Volume 8, 1884
  6. "Ghumli | Nearby places | Dwarka | Jamnagar Hub | Tourism Hubs | Home | Gujarat Tourism". મૂળ માંથી 2011-11-29 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-14.