ઘોડબંદર કિલ્લો, થાણા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઘોડબંદર કિલ્લાનો ઝરુખો તથા દિવાલો (Ghodbunder fort bastion and walls)
ઘોડબંદર કિલ્લાનો વાડો (Ghodbunder fort courtyard)

ઘોડબંદર કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના થાણા નજીક દરિયાકિનારે આવેલો એક પ્રાચીન કિલ્લો છે. એક સમયે આ કિલ્લાનું નામ (પોર્ટુગલ નામ) 'કાકાબે ડે તાના' (Cacabe de Tanna) હતું. આ કિલ્લાની એક તરફ વસઇની ખાડી અને બીજી તરફ થાણાની ખાડી આવેલી છે. અરબી સમુદ્રમાં ખાડીને કિનારે બાંધવામાં આવેલા આ કિલ્લાની નીચેના ભાગમાં આવેલા બંદર પરથી અરેબીયન ઘોડાઓનો વેપાર થતો હોવાને કારણે આ કિલ્લો ઘોડબંદર કિલ્લા તરીકે પ્રખ્યાત થયો. વ્યુહાત્મક રીતે મહત્વનું સ્થળ એવા આ કિલ્લાનું નિર્માણ ઇ. સ. ૧૭૩૦માં થયું હોવાનું માનવામાં આવે છે. આ કિલ્લા પર પ્રથમ મરાઠાઓ, પોર્ટુગીઝો અને છેલ્લે બ્રિટિશરોનો કબજો રહ્યો હતો. ઇ. સ. ૧૮૬૦ સુધી જિલ્લા કલેક્ટર કચેરી આ કિલ્લામાં હતી. ભારત દેશ આઝાદ થયા બાદ આ કિલ્લો ભારત સરકારના કબજામાં આવ્યો.

થાણાથી ઘોડબંદર રોડ જતાં ચેના બ્રીજ તરફ આ કિલ્લો નજરે પડે છે. આ કિલ્લામાં એક પોર્ટુગલી ચર્ચ[૧] અને એક વિશાળ કદનો ચોરસ આકારનો પાણીનો હોજ બાંધવામાં આવ્યો હતો.


સંદર્ભો[ફેરફાર કરો]

  1. Karkari, R.P. (2008). The Charm of Bombay. READ BOOKS. pp. 423. ISBN 1409792943 . http://books.google.com/books?id=S7NRZidhAnEC&pg=PA423&dq=Ghodbunder+fort&as_brr=3&client=firefox-a#PPA423,M1. પુનર્પ્રાપ્ત 27 March, 2009.