ચર્ચા:ગુજરાત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજરાતનાં ધાર્મિક સ્થળો/યાત્રાધામ[ફેરફાર કરો]

(મૂળ ચર્ચાનાં વિવિધ સ્થળોએથી ઉઠાવેલાં સંવાદ)

શ્રી ધવલભાઈ, કેમ છો ? આપ પ્રબંધક હોવાથી વિકિપીડિયા માટે સારુજ વિચારતા હશો જે સમજી શકુ છું. છતા પણ એક સવાલ હતો કે આપે ગુજરાતનાં લેખમાં ધાર્મિક સ્થળો/યાત્રાધામમાં જે ફેરફાર કરીને અમુક સ્થળનાં નામ કાઢી નાખેલ છે. જે સ્થળને ધાર્મિક સ્થળ કે યાત્રાધામમાં ન મુકી શકીએ ? મારા મનનાં સમાધાન માટે આ પ્રશ્ન કરેલ છે. યોગ્ય માર્ગદર્શન આપશોજી. આભાર... જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૦૪:૩૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)

  • શ્રી ધવલભાઇ,નમસ્કાર.
જીતેન્દ્રસિંહજી નો પ્રશ્ન વિચારણીય છે,કદાચ એવું હોય કે આપની જાણકારીમાં અમુક શ્થાનો ના હોય પરંતુ ચકાસણી કરતાં જણાય છેકે હટાવાયેલાં શ્થાનો યાત્રાધામનીં યાદીમાં આવે તેમ છે.ઘણાં પ્રાચિન અને બહુ જાણીતા શ્થાનો છે. તો જરૂરી સંશોધન કરી યોગ્ય કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૧૦, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
પ્રિય જીતેન્દ્રસિંહજી, ગુજરાતનાં લેખમાં મેં ફક્ત એવા જ યાત્રા ધામોની યાદી રાખી છે જે ખુબ પ્રખ્યાત છે અને બહોળા પ્રમાણમાં પ્રચલિત છે. આમ જોવા જઇએ તો આપણાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગામડે ગામડે અને શહેરોમાં ગલીએ ગલીએ મંદિરો છે, અને તે દરેક મંદિર કોઇક ને કોઇક સમુદાય કે વર્ગ માટે ધાર્મિક સ્થળ/યાત્રાધામ બની ચુક્યાં છે. જેમકે ગણપત પુરા, જેનું નામ થોડાંક વર્ષો પહેલાં કોઇએ નહોતું સંભળ્યું પરંતુ છેલ્લાં ૫-૭ વર્ષથી ગુજરાતનાં અમુક ભાગોમાં લોકો તે સ્થળે યાત્રા કરવા અને નિયમિત બાધા રાખીને ચોથ ભરવા જાય છે. આમ છત્તાં, ગુજરાતની બહાર જેટલું ડાકોર કે અંબાજી અથવા મહુડી પ્રખ્યાત છે તેટલું તે હજું સુધી પ્રખ્યાત નથી.
અરે બીજી વાત જવા દઇએ, અમદાવાદનો જ દાખલો લઇએ, જ્યાં મારો જન્મ થયો અને હું મોટો થયો તે ખાડિયા વિસ્તારમાં સુપ્રસિદ્ધ સાંઇબાબાનું મંદિર છે, જ્યાં દર ગુરુવારે હજારો લોકો દર્શને આવે છે, અને સેંકડો લોકો અમદાવાદની બહારથી પણ આવે છે, આજ રીતે તેની બાજુમાં બાલા હનુમાન, સારંગપુરમાં રણછોડજીનું મંદિર, કાળુપુર સ્વામિનારાયણ મંદિર અને તેની પાસે ધના સુથારની પોળમાં અમ્બાજીનું મંદિર, મણીનગરમાં વૈભવ લક્ષ્મીનું મંદિર, સ્મૃતિમંદિર, બાવળા જતાં જેતલપુરનું સ્વામિનારાયણ મંદિર, રખીયાલમાં ચકુડિયા મહાદેવનું મંદિર, સરખેજ ગાંધીનગર હાઇ-વે પર ઇસ્કોન (રાધા-ગોવિંદ), ભાગવત વિદ્યાપીઠ, વૈષ્ણો દેવી, ત્રિદેવ, તિરૂપતિ બાલાજી, વિગેરે અનેક પ્રખ્યાત મંદિરો છે, પરંતુ આ બધા મંદિરોને કારણે અમદાવાદને યાત્રાધામ કે ધાર્મિક સ્થળ ના ગણાવી શકીએ. તે જ રીતે અન્ય સ્થાનિક મંદિરો, જે તે શહેર કે તાલુકાનાં પાના પર ધાર્મિક સ્થળોની યાદીમાં મુકવા વધુ યોગ્ય છે, નહી કે ગુજરાતનાં પાના ઉપર.
જે રીતે, આપણે, કોઇક જીલ્લા ઉપર લેખ લખી રહ્યાં હોઇએ ત્યારે, તે લેખમાં તે જીલ્લાનાં ગામોની યાદી મુકવાને બદલે ફક્ત તાલુકાઓની યાદી મુકવી વધુ યોગ્ય લાગે અને પછી જો અનુકુળ હોય તો, જે તે તાલુકામાં બધા ગામોની યાદી મુકી શકાય, તે જ રીતે ગુજરાતનાં મુખ્ય લેખમાં મોટા મોટા યાત્રા ધામોની જ યાદી રાખી છે. મારા આ વ્યુહ સામે આપનો મત પણ જણાવશો, ચર્ચાથી દરેક વાતનું નિરાકરણ આવી શકે છે. શક્ય છે કે મેં કોઇક સ્થળનું મહત્વ આંકવામાં ભુલ પણ કરી હોય, માટે આપનાં મંતવ્યોની રાહ જોઇશ, અને મારી ભુલ થઇ છે તેમ લાગે તો આપ જાતે યથા યોગ્ય સ્થળો તે લેખમાં ઉમેરી શકો છો.
આપનાં નાનકડા પ્રષ્નનો મેં લાંબો લચક જવાબ આપી દીધો, આને કોઇ અવળી રીતે ના લેશો, ફક્ત સ્થળોનું મહત્વ સમજાવવા પુરતાં જ મેં અન્ય સ્થળોનાં નામ ઉપર વર્ણવ્યાં છે. હું પોતે પણ ધાર્મિક માણસ છું અને દરેક ધર્મ/સંપ્રદાય/પંથ પ્રત્યે સહિષ્ણુ છું, માટે એમ ના સમજશો કે મેં કોઇ ધાર્મિક વેરભાવ કે વૈમનસ્યને કારણે તે સ્થળો કાઢી નાંખ્યાં છે, અને અહિં આ બધો સ્થળો લખવાનો ઉદ્દેશ અન્ય સ્થળોની તેમની સાથે સરખામણી કરવાનો પણ નથી, ધર્મ એક સંવેદનશીલ વિષય છે, માટે બહુ સાવચેત રહીને ચાલવું પડે છે. ફરી પાછું લંબાતું હોય તેમ લાગે છે, એક ફકરો લખેલો delet કરી નાંખ્યો છે અને હવે પુરૂં કરું છું. આભાર અને માફી બંને....ધવલચર્ચા/યોગદાન ૧૧:૦૧, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
અશોકભાઇ, હું પણ આપની વાત સાથે સંમત થાઉં છું, મેં હમણાં જ જીતેન્દ્રભાઇનાં ચર્ચાનાં પાનાં ઉપર મારો જવાબ પૂર્ણ કર્યો છે, શક્ય હોય તો વાંચી જુઓ અને ચાલો આપણે આ ચર્ચાને ગુજરાતનાં ચર્ચાનાં પાનાં ઉપરજ ખસેડીએ, જ્યાં આપ સહુનાં મતને આધારે આગળ વધીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૮, ૨૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
  • પ્રિય મિત્રો,નમસ્કાર, મારૂં એક નમ્ર સુચન છે કે,આપણે નવી શ્રેણી category:ગુજરાતનાં યાત્રાધામો બનાવીએ. તેનાં મુખ્ય પાનાં પર યોગ્ય જણાય તેવા નાના-મોટા તમામ યાત્રાધામોનીં યાદી બનાવી શકાય,જેમાંથી જે પણ મિત્રોને જાણકારી હોય તેઓ લેખ પણ તૈયાર કરી શકે,આમ આપણને વધુને વધુ શ્થળોનીં જાણકારી પણ મળશે.જે આપણો મુળ ઉદ્દેશ છે. ધવલભાઇનો વિચાર સમજી શકાય છે,કે કોઇ એક લેખમાં જો તમામ શ્થળોની યાદી લખશું તો મુળ લેખનો વિસ્તાર બહુ વધી જશે. આભાર --અશોક મોઢવાડીયા ૦૯:૪૬, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
  • શ્રી ધવલભાઈ, || સીતારામ ||
મારા પ્રશ્નનો જવાબ આપશ્રીએ સરસ રીતે વર્ણન કરીને મને સમજાવેલ છે. હવે ચર્ચા કરીએ કે આ વિકિપીડીયાથી ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ લોકોને અલગ અલગ સાચી માહિતીની જાણકારી મળે અને બધાને ફાયદો થાય તે હેતુ હશે. જો સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું હોય તો ધર્મને અનુસરવો પડે અને તેની પ્રેરણા માણસ કોઈ ધાર્મિક જગ્યા, મંદીર, સંતનું સાનિધ્ય અથવા ધાર્મિક પુસ્તકોના વાંચનથી મળે છે. વધુમા વધુ લોકો સત્કાર્ય કરવા માટે પ્રેરાય તે માટે આગળ વધવુ જોઈએ. હવે મુદાની વાત કે દા.ત. કોઈપણ દેશની કોઈપણ વ્યક્તિ વિકિપીડીયામાં ફક્ત ગુજરાતનો લેખ વાંચતી હોઈ અને તેને ફકત પ્રખ્યાત યાત્રાધામનાં જ નામ જાણવા મળે, પરંતુ ઓછા જાણીતા અમુક યાત્રાધામ હોય પરંતુ તેનાથી માણસને સરળ જીવન જીવવાની સારી પ્રેરણા મળતી હોય તેવુ બને. પરંતુ જે નામ ગુજરાતનાં લેખમાં કયાંય જોવા ન મળે અને દરેક મિત્રો ગુજરાતનાં બધાજ તાલુકા કે જીલ્લાના લેખ ખોલીને ન પણ વાંચે. દા.ત. રામાયણ કે ગીતા ના પુસ્તકો વિશે બધાને ખ્યાલ હોય પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શિક્ષાપત્રી છે તે ખુબજ નાની ચોપડી છે પરંતુ તેનો સાર ખુબજ ઉમદા અને લાભદાયક છે.
હવે વાત કરીએ જે લેખને પાનામાંથી દુર કરેલ છે તે બાણેજ વિશે, તો આ સ્થળ ખુબજ જુનુ અને પૌરાણીક છે જે આપણા શહેરી દોડધામથી દુર કુદરતી વાતાવરણમાં જુનાગઢનાં ગીરનાં જંગલમાં આવેલુ છે. આ જગ્યાએ પહોંચતાની સાથેજ માણસ શાંતિનો અનુભવ કરે છે, કારણકે આ સ્થળની આજુબાજુમાં ઘોર જંગલ આવેલું છે. અને ત્યાં જતા યાત્રિકો મનથી શાંતિ અનુભવે છે. બીજુ શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર તો તેના વિશેનો તો લેખ પણ છે જ તેથી તેના મહત્વતા જાણી શકીયે છીએ તેમજ આપાવિસામણની જગ્યા-પાળીયાદ, આપાદાનાની જગ્યા-ચલાળા,લાલજી મહારાજની જગ્યા-સાયલા આ જગ્યાઓ એવીછેકે ત્યાનાં સંતો ના જીવન વિશે જાણવાથી આપણા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળે છે અને સમાજ માટે સારૂ કરવાની પ્રેરણા મળે છે.
હવે વધારે ચર્ચા ન કરતા હુ તો અટલુ જ કહીશ કે ગુજરાતના લેખમાં એવુ કરો તો થઈ શકે પ્રખ્યાત યાત્રાધામ અને અન્ય ધાર્મિક સ્થળો મારી દ્રષ્ટ્રીએ આવુ કરી શકાય. તમોને સમજાવવાની ભાષામાં કદાચ ઉણપ જણાયતો મને માફ કરશો અને યોગ્ય થઈ શકે તે માટે અશોકભાઈ મોઢવાડીયાનો પણ અભિપ્રાય લઈને યોગ્ય પગલા લેશોજી.
આભાર...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૩૦, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
જીતેન્દ્રભાઇ, હું આપની ધર્મ ભાવના સાથે સહમત થાઉં છું, અને આપે લેખેલી ભાષા પણ તદ્દન સરળ અને સીધી છે. પરંતુ, હજુ હું તે તર્ક સાથે સહમત નથી કે ગુજરાતનાં નાના-મોટા દરેક યાત્રાધામોની યાદી તે લેખમાં આપવી જોઇએ. આપણે એવું કરી શકીએ કે ગુજરાતનાં લેખમાં જ્યાં યાત્રા ધામોની યાદી આપી છે ત્યાં એક વાક્ય ઉમેરી શકીએ (જે મેં ઉમેરી દીધું છે) કે જે ગુજરાતનાં બધાંજ યાત્રા ધામોનાં પાના તરફ વાંચકને વાળશે.
આપે લખેલાં ઉદાહરણ ને જ પકડી ને ચાલીએ તો, જ્યારે લેખ ભગવદ્ ગીતા ઉપર લખ્યો હોય ત્યારે તેનાં વિષેની શક્ય તેટલી માહિતિ આપીએ પરંતુ, તે લેખમાં આપણે ભગવદ્ ગીતા આખે આખી ના લખીએ, અથવા રામાયણ કે મહાભારત લેખ લખ્યો છે, ત્યાં લેખમાં તમે જોશો રામાયણ અને મહાભારતનાં પાત્રોની યાદી છે, પરંતુ, તમે આખું રામાયણ અને મહાભારત વાંચ્યું હોય તો તમને જણાશે કે બંને ગ્રંથોમાં અનેક પાત્રો છે જે તે યાદીમાં નથી આપ્યાં, હવે આપણે અહીં પણ એ જ દલીલ કરીએ કે આ બંને આપણાં હિંદુ ધર્મનાં અગત્યનાં ગ્રંથો છે, જ્યારે કોઇ વ્યક્તિ લેખ વાંચતી હોય ત્યારે આપણે તેને પાત્રો વિષે જણાવવામાં ભેદભાવ ના રાખી શકીએ અને તેને બધાંજ પાત્રોનાં નામ જણાવવા જોઇએ, જો તેમ કરવા જઇએ તો લેખ પાત્રોનાં નામોની યાદી છે કે મૂળ ગ્રંથ ઉપર છે તે ખબર જ ના પડે. આથી શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે ક્યાંક અપણે એક રેખા ખેંચવી પડે જે મૂખ્ય/મહત્વનાં પાત્રો અને ગૌણ પાત્રો નક્કી કરે. અને આપણે તે લેખોમાં સફળતાથિઇ આવું કરી પણ શક્યાં છીએ.
આ જ રીતે, ગુજરાતનાં લેખમાં યાત્રા ધામોની સૂચિ કરવા બેસી જૈએ તો લેખની મૂળ માહિતિ કરતાં લાંબી આ યાદી થઇ જશે, અને જરૂરી નથી કે ગુજરાત વિષે જાણવા માટે લેખ વાંચનાર દરેક વ્યક્તિ તેમાંનાં ગામડે ગામડાની અને દરેકા ગામોમાં આવેલાં ધાર્મિક સ્થળોની કે તેવા અન્ય સ્થળોની યાદિ જોવામાં રસ ધરાવતી હોય. ધાર્મિક સ્થળોની જેમ જ પર્યટન સ્થળોની વાત કરીએ તો, અમદાવાદમાં કાંકરીયા તળાવ, રાજકોટનું રેસકોર્સનું મેદાન, ભાવનગરનું લખોટિયા તળાવ, વગેરે પણ પર્યટન સ્થળો છે, પણ તેની યાદી આપણે ગુજરાતનાં લેખમાં નથી આપી અને આપી પણ ના શકીએ.
મેં કરેલો ફેરફાર જોઇ જશો, અને હું આ ચર્ચા પણ ગુજરાતનાં ચર્ચાનાં પાન પર મુકું છું જ્યાં અન્ય સભ્યોનાં મંતવ્યો પણ જાણી શકાશે. આપે સુચવ્યું છે તેમ અશોકભાઇનું પણ વ્યક્તિગત મંતવ્ય માંગું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૯, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
અરે લો, અશોકભાઈનું મંતવ્ય તો અહીં પહેલેથી જ છે. આભાર અશોકભાઇ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૫, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

Question about geographical names[ફેરફાર કરો]

Can anyone translate to Gujarati geographical names listed below? Aotearoa ૧૨:૪૦, ૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

  • Little Rann of Kachchh
  • Kathiawar Peninsula
  • Indian Peninsula

સૌથી મોટુ[ફેરફાર કરો]

સૌથી મોટુ - વિભાગમાં નદીના નામ બે વાર છે નર્મદા અને સાબરમતી - મારી જાણકારી મુજબ નર્મદા સાચુ છે - સાબરમતી ભૂલથી લખાયેલું લાગે છે તેને કાઢી નાંખવું જોઈએ.

ધ્યાન દોરવા બદલ આભાર. તપાસ કરતા જણાય છે કે બંને નદીઓને સૌથી મોટામાં સ્થાન હોવું જોઇએ, કેમકે એક વિસ્તાર (કેચમેન્ટ એરિયા)ની દૃષ્ટિએ સૌથી મોટી છે અને બીજી લંબાઇમાં. મેં બંનેને સાથે મુકીને તેને માટે જરૂરી આંકડા પણ તેની બાજુમાં લખ્યા છે. નર્મદાની ચોક્સાઇ પુર્વકની લંબાઇ નથી મેળવી શક્યો, પરંતુ આશરે ૧૭૦ કિ.મી.ની આસપાસ લંબાઇ હોવાની શક્યતા છે. કોઈને જાણકારી હોય તો જણાવશો. જો કે હજુ નર્મદા કેવી રીતે સૌથી મોટી ગણાય છે તે મગજમાં ઉતરતું નથી, પરંતુ એનો ઉલ્લેખ અનેક જગ્યાએ ગુજરાતની સૌથી મોટી નદી તરિકે જોવા મળ્યો છે માટે રહેવા દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૫, ૧૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
અહીં ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી તરીકે નર્મદા નદી જ બરાબર છે , જ્યારે ગુજરાતની સૌથી લાંબી નદી તો સાબરમતી નદી જ છે. સંદર્ભ ૧. અહીં ક્લીક કરો સંદર્ભ ૨. અહીં ક્લીક કરો --સતિષચંદ્ર ૧૬:૫૬, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
ભાઈ, સંદર્ભ ૧ તો આપણા વિકિપીડિયાનાં ગુજરાત વિષેનાં પાનામાંથી જ માહિતી લઈને બનાવવામાં આવ્યો છે, એટલે તેને આધારે આપણે સાચા કે ખોટા તે કેવી રીતે સાબિત થાય? હજુ નર્મદા કેવી રીતે સૌથી મોટી નદી ગણાય છે તે સમજાતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૫, ૧૮ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
@Dsvyas નર્મદા 1312 km લાંબી, તાપી 724 km લાંબી છે અને સાબરમતી ફક્ત 371 km લાંબી નદી છે... 2401:4900:1A75:BDD3:0:0:1229:DAF4 ૦૯:૦૬, ૧૫ એપ્રિલ ૨૦૨૨ (IST)[ઉત્તર]

નક્શામાં ભારતના કેટલાક ભાગને વિદેશીભુમી તરિકે દર્શાવેલ્ છે. સુધારવાની જરુર ----2.50.18.68 ૨૧:૧૩, ૧૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

અહીં ઉલ્લેખ થયો તે કદાચ આંતરરાષ્ટ્રીય નકશામાં જ.અને કા.નાં કેટલાક ભાગને વિવાદગ્રસ્ત દર્શાવાય છે તે વિષયે છે. પરંતુ તેનો ઉપાય આપણાં હાથમાં નથી ! આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે નકશો એમ જ દર્શાવાય છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૫, ૧૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઉપાય આપણા હાથમાં છે સાહેબ. આ રહ્યો ઉપાય. ફક્ત સાચો નક્શો શોધવાની અને એનો જ ઉપયોગ કરવાની દાનત રાખવાનિ જ જરુર છે. આભાર.
:-) !!! કાશ ! આટલો સરળ ઉપાય હોત ! ખેર, આપની ભાવનાની કદર અને દેશપ્રેમને સલામ, પરંતુ આપણે અહીં મેલ્યો તે ’Gujarat locator map’ છે, આપ જે દર્શાવો છો તે locator map નથી. જો કે આપ હાલમાં આપેલા નકશા પર ક્લિક કરી જોશો તો આપે દર્શાવેલો નકશો તેનાં એક ભાગરૂપે દેખાય જ છે. જે આખા વિવાદની વાજબી સમજ આપે છે. એ વાત અલગ છે કે આપણે નવેસરથી જ આપણી મરજી પ્રમાણે નવા locator map બનાવી અને કૉમન્સ પર ચઢાવી પછી અહીં મેલીએ, પણ એ મેપ આંતરરાષ્ટ્રીય સમૂહમાં સ્વિકાર્ય કે અધિકૃત ગણાશે ? કોઈ જાણકાર મિત્રની સલાહ મેળવવા જેવી ખરી. વાત ’વિકિપીડિયન્સની દાનતની નથી, જ્ઞાનકોશ પર જે છે, જેમ છે, તેમ દર્શાવવાની છે. શું આપણે નકશો માત્ર ફેરવશું તો હકિકતો બદલાઈ જશે ? જો કે આ ચર્ચા અહીં અસ્થાને છે, આપ નવા locator map સ્વિકાર્ય કરાવી શકો તો અહીં તેને બદલી શકો ખરા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૦, ૧૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
If you look at this map at right
you will come to know that why our locator map is like that and we cannot change it as it is a national dispute of three nations. આભાર.--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૦૦:૦૧, ૧૨ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પણ અંતે તો માણસોએ જ બનાવેલા છે. આપણા માણસોમાં જો એવી સમજ કેળવાશે તો સરકાર જાગશે અને તો એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો બદલવાનો પ્રયત્ન થશે. આ પહેલા નક્શાની એપ્સમાટે અમુક દેશો એવુ દબાણ ઉભુ કરી શક્યા છે અને ભારત સરકારે પણ એવુ કરવું જોઇએ એવું જો આપણે માનતા હોઇએ તો શરુઆત અહીંથી જ કરવી જોઇએ. ફક્ત ભારત સરકાર દ્વારા પ્રમાણીત નક્શાઓનો ઉપયોગ કરીને. આભાર.
ભારત દેશની પ્રજા તરીકે આપણે જો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો આપણને ભાણામાં જે પણ પીરસે તેનાથી પેટ ભરી લઈ સંતોષ માનીશું તો કોઇ દિવસે આ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો આપણા ભાણામાં ગોબર પીરસશે અને આપણે એ ખાવું પડશે. આપણે ભલે આપણા દેશ માટે અભીમાની ના બનીએ પણ આત્મગૌરવ તો ના જ ગુમાવીએ.
જે મિત્રો ભારતના વતની છે એમને ભારતનોઆઇ.ટી એક્ટ લાગુ પડે છે. એ મિત્રો ભારત સરકાર દ્વારા માન્ય થયેલ ના હોય એવા અનધીકૃત નક્શાઓ દર્શાવે તો એમને માટે કોઇક દિવસ ખરાબ પરીણામ આવી શકે.

સોમનાથ જિલ્લો[ફેરફાર કરો]

અહીં "સોમનાથ જિલ્લો" દર્શાવ્યો છે ખરો પરંતુ હજુ તેની મૌખીક જાહેરાત જ થયેલી છે. (સ્થિતિ - તા: ૧૫/૮/૨૦૧૨) તેનું સત્તાવાર નોટિફિકેશન થયું નથી. (અથવા, સત્તાવાર ધોરણે થયું હોય તો સંદર્ભ આપી સુધારો કરવો) હાલ અલગ જિલ્લો અસ્તિત્વમાં આવી ગયેલો ગણાય નહિ. અને ત્યાં સુધી અહીં અલગ જિલ્લા તરીકે દર્શાવવો વાજબી નથી. આ મુદ્દો ધ્યાને લેવો.. સુધારો પાછો વાળ્યો. (ગુજરાત સરકારની અધિકૃત વેબ પર પણ હજુ ૨૬ જિલ્લા દર્શાવાય છે ! જુઓ (૧), (૨).) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૩, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

  • આ વિષયે પ્રબંધકશ્રીનાં ચર્ચાના પાનાની ચર્ચા અન્ય સભ્યશ્રીઓની જાણ માટે અહીં નીચે દર્શાવી છે.
સહમત, જ્યાં સુધી સત્તાવાર રીતે જિલ્લો અસ્તિત્વમાં ના આવે, અને તેની નોંધ સરકારી માધ્યમોમાં ના લેવાય ત્યાં સુધી તેને અહિં ઉમેરી શકાય નહી. હું પાનું દૂર કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૩, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સોમનાથ જિલ્લો

હજુ અસ્તિત્વમાં આવેલ નથી.ચર્ચાનું પાનું જુઓ. અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૮, ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ (IST) અસ્તિત્વમાં આવશે તો ખરો. રાખવું જરુરી.--121.247.251.90 ૦૮:૫૧, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

આ વિકિપીડિયા છે ! જ્ઞાનકોશમાં માહિતી સસંદર્ભ અને ચકાસણીલાયક હોય ત્યારે જ ચઢે ! એમ તો શ્રીમાન xyz (વિકિ પર જેમના વિશે લેખ હોય તેવું કોઈ પણ જીવંત વ્યક્તિત્વ)ક્યારેકને ક્યારેક અવસાન પામશે જ ! એટલે અત્યારથી તેમના લેખમાં અવસાનની વિગત થોડી કાંઈ મુકી શકાય :-) !! ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૯, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

પ્રબંધક શ્રી, સચોટ દલીલ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૨૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

સંદર્ભ અને ચકાસણી માટે તમે એ દિવસના ન્યુઝ-પેપર જોઇ શકો છો. તમે જે ઉદાહરણ આપી રહ્યા છો એ સાવ અલગ પ્રકારનું છે. આ વાત સાથે સરખાવી ના શકાય. સરખાવવા માટે એમ કહેવાય કે જો શ્રીમાન xyz (વિકિ પર જેમના વિશે લેખ હોય તેવું કોઈ પણ જીવંત વ્યક્તિત્વ) કોઇ Terminal બોમારીથી પિડાતા હોય અને જો ડોક્ટર એવુ જાહેર કરી ચુક્યા હોય કે શ્રી શ્રીમાન xyz હવે અમુક દિવસનાજ મહેમાન છે તો એ વાત ચોક્કસ લખી શકાય. અહીં પણ ડોક્ટર જાહેરાત કરી ચુક્યા છે. --121.247.251.249 ૦૯:૫૦, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

પ્રથમ તો આપને વિનંતી કે ’લોગ ઈન’ થઈ ચર્ચા કરો તો વધુ સવલત રહે (આપ વિકિનાં સભ્ય હો તો, અન્યથા કશો વાંધો નહિ. જો કે આપ સમા જ્ઞાનસભર ચર્ચા અને માહિતીઓમાં રસ ધરાવતા મિત્ર વિકિનાં સભ્ય પણ હોય તો અમોને આવકારતા ઘણો આનંદ થશે.). આપનો મુદ્દો સાચો છે પણ અહીં લાગુ નથી ! કેમ કે, મેં લેખની ચર્ચામાં સરકારી વેબસાઈટની લિંક્સ આપી જ છે જ્યાં હજુ નવા જિલ્લા વિશે ઉલ્લેખ નથી થયો (ડૉક્ટર કે અસ્પતાલે અધિકૃત રીતે દર્દીની હાલત વિશેનું માહિતીપત્ર (હેલ્થ રિપોર્ટ) જાહેર કરવાનું હોય છે જે આપે પણ હમણાના ઘણાં કિસ્સાઓમાં, સમાચાર ચેનલો પર જોયું હશે. અન્યથા દરેક વાત માત્ર "કહી-સૂની" કે અનધિકૃત રહે.) જો કે આ ચર્ચાનો મંચ નથી એટલે વધુ લખવું અસ્થાને છે, હું માત્ર જ્ઞાનકોશની નીતિ વિષયે જણાવીશ કે, ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ કે અધિકૃત માહિતીપત્ર (જેમાં જી.આર. - નોટિફિકેશન્સ વ. હોય છે) દ્વારા જે માહિતી નથી અપાઈ તે અહીં કઈ રીતે રાખી શકાય ? આપની જાણમાં આવો કોઈ પણ અધિકૃત સંદર્ભ હોય તો ચોક્કસ સ્વાગત છે. આ કોઈ વ્યક્તિગત બાબત નથી, માત્ર માહિતીની સત્યાર્થતા અને સંદર્ભ વિષયે છે. છાપા કે સભાની જાહેરાતો અને ચકાસણી લાયક માહિતી બંન્ને અલગ વિષય છે. આપ જિલ્લાની જે સામાન્ય માહિતીઓ ગણાય તેમાની કેટલીક વિશે કહી શકો છો કે સૂચિત જિલ્લાની હદ શું છે ? વહિવટી તંત્ર શું છે ? જિલ્લા મથક કયું છે ? જિલ્લાનાં તાલુકાઓ કેટલા કે કયા કયા ? વસતી ? વિસ્તાર ? વ. વ. તો અહીં અલગ જિલ્લો દર્શાવી દેવાનો શો અર્થ ? જ્યારે આ બધી માહિતીઓ સરકારી અધિકૃતતા સાથે જાહેર થશે ત્યારે આપોઆપ અહીં માહિતીઓમાં સુધારો થશે જ. અત્યારે ધારો કે કોઈ અધિકૃત તંત્ર આ માહિતીની સત્યાર્થતાને પડકારે તો સંદર્ભરૂપે શું આપી શકાય ? માન.મુ.મં.એ કરેલી જાહેરાત એ સમાચારનો વિષય ખરો કિંતુ અધિકૃત તંત્ર જ્યાં સુધી, અધિકૃત ઢબે આ માહિતીઓ ન આપે ત્યાં સુધી વિકિપીડિયાનો નહિ ! કેમ કે, જિલ્લાની રચનાઓ એ સરકારનું અધિકારક્ષેત્ર છે નહિ કે વિકિપીડિયાનું !! અને અન્યનાં અધિકારક્ષેત્રમાં દખલ કરવી વાજબી નથી ! આપે આ વિષયમાં રસ લીધો અને અન્ય મિત્રોને પણ જ્ઞાનકોશની નીતિઓ વિષયે થોડું માર્ગદર્શન મળે તેથી જ આટલી ચર્ચા કરી છે. વ્યક્તિગત ન લેતાં સત્યાર્થતા-સંદર્ભ-ચકાસણી જેવી વિકિનીતિઓનાં પરિપ્રેક્ષ્યમાં જ આને ઉદા. રૂપે લેવું. આભાર. (અને હા, ધવલભાઈ આપનો પણ આભાર, ખોટું હોય ત્યાં સૂધારજો !)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

આખો વિકિ જોઇ જાવ, ઠેર-ઠેર આપને news-paperને reference તરિકે ઉપયોગમાં લિધા છે. તમને ફક્ત અહીંયા જ કેમ વાધોં છે? તમે લખ્યા મુજબ અહીં "આપોઆપ અહીં માહિતીઓમાં સુધારો થશે જ" એ જરા સમજાવશો? કોઇ ના કર્યા વગર આપોઆપ સુધારો કેવી રીતે થાય?--121.247.195.40 ૧૬:૧૬, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

આ મિત્રને કહેવાનું કે આ વિકિપીડિયા છે, કોઈ સોશ્યલ નેટવર્ક નહિ ! અમારે વિકિનાં પ્રબંધક તરીકેની ફરજની રુએ આપને વાજબી રીતે જે સમજુતી કે ખુલાસાઓ આપવા જોઈએ તે અપાઈ જ ગયા છે. આપને માનવા, ન માનવા તે આપની ઈચ્છાની વાત છે. ટૂંકમાં જ્યાં સુધી અધિકૃત સરકારી વેબસાઈટ પર સોમનાથને અલગ જિલ્લો ન દર્શાવાય ત્યાં સુધી અહીં પણ ન દર્શાવાય ! આ નીતિને લગતી વાત છે અને નીતિઓ અમે બનાવતા નથી. તો હવે કૃપયા આપ સરકારી વેબને એપ્રોચ કરી શકો છો. અને પ્રથમ ત્યાં જિલ્લાની યાદીમાં સુધારો કરાવી શકો છો. આ વિષયે અહીં વધુ ચર્ચા સંભવ નથી. બીજું ટૅગ પછી આટલો સમય આપ્યા પછી જેમણે આ નવું પાનુ બનાવ્યું તે સભ્યશ્રીએ ડિલિશન ટૅગ વિષયે કોઈ ચર્ચા કરી ન હોય, તેઓની સહમતી ગણી અને આ લેખ હટાવવા વિષયે સક્રિય સભ્યશ્રીઓ અને પ્રબંધકશ્રીનો મત (માર્ગદર્શન) માગવામાં આવે છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)


સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય[ફેરફાર કરો]

આ લેખનું પહેલું વાક્ય એમ કહે છે કે ગુજરાત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. એના માટે 4 સંદર્ભ આપવામાં આવ્યા છે જેમાં ગુજરાતના GDP વિષે અને બીજી અમુક માહિતી છે. પરંતુ એક પણ સંદર્ભમાં એમ નથી લખ્યું કે ગુજરાત "સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય" છે. આપના મંતવ્ય જણાવવા વિનંતી. - કોનારક (ચર્ચા) ૧૮:૦૯, ૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ગુજરાત રમત[ફેરફાર કરો]

ગુજરાત રમત વિષે જણાવાે.