ચર્ચા:ગુજરાતી ભોજન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • મિત્રો, મારા માનવા મુજબ અહીં 'ગુજરાતી વિકિપીડિયા' પર યોગદાન આપનાર વધુ સંખ્યામાં મિત્રો તો ગુજરાતીજ છે. આથી આપણે સૌ પોતપોતાનાં વિસ્તારની વિવિધ 'ગુજરાતી' વાનગીઓ, કે જે પ્રખ્યાત પણ હોય, વિશે થોડી માહિતી અહીં સમય મળ્યે મુકીએ તો સૌનું જ્ઞાન વધે અને પરિચય પણ થાય. આ લેખમાં ફક્ત જે તે શ્રેણી હેઠળ આવતી વાનગીનું નામ જ મુકવું. જે તે વાનગી વિશે વિસ્તૃત માહિતી હોય તો તેનો અલગ લેખ બનાવવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૧૦:૪૪, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

ગુજરાતના વિભાગો[ફેરફાર કરો]

અરે ભાઈ, આ તમે લખ્યું કે "ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, અને દક્ષિણ ગુજરાત આ ચાર ગુજરાતનાં મુખ્ય વિભાગો છે", તો પછી અમને અમદાવાદીઓને શેમાં ગણવા? મધ્ય ગુજરાત એવો એક વિભાગ રાખોને ભલામાણસ અમારા જેવા લોકો માટે?..:-)--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૦, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

અ......રે !!! SORRY!,ધવલ ભાઇ. મારો કોઇ ખરાબ ઇરાદો ન હતો. પરંતુ હું "કચ્છ-કાઠિયાવાડ, ગુજરાત અને ..." તેમ લખવા માંગતો હતો પરંતુ ...(અમે અહીં સૌરાષ્ટ્ર બાજુના લોકો મોટાભાગે અમદાવાદ બાજુને ફક્ત 'ગુજરાત' તેવા નામથી સંબોધીએ છીએ). પરંતુ અહીં આપણે વધુ સ્પષ્ટ લખાણ કરવું જોઇએ, આથી આપની આજ્ઞા સર માથા પર અને 'મધ્ય ગુજરાત' તેમ ઉમેરો કરું છું. આમજ જરૂરી સલાહ સુચન કરતા રહેશો. અને આ "રસપ્રદ" લેખને 'ભોજનીય' (વાંચનીય) બનાવવામાં આપનું પણ (Administrator`s Cut) યોગદાન આપશો. આભાર. --અશોક મોઢવાડીયા ૧૮:૩૬, ૧૪ જુલાઇ ૨૦૦૯ (UTC)
અશોક્ભાઈ, ભલા સોરી કે'વાની શું જરૂર છે? મને મજાક કરવાનું મન થયું તો મેં કરી લીધી, માફી તો મારે માંગવાની હોય. અને ખરેખર આભાર કે તમે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એમ ના લખ્યું, મને ખ્યાલ છે, હું જ્યારે જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે જતો ત્યારે મારા યજમાન લોકોને મારી ઓળખાન આપતા તેમજ કહેતા કે ગુજરાતથી મહેમાન આવ્યાં છે..--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૯, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

સાચા નામ વિષયક ચર્ચાઓ[ફેરફાર કરો]

સુચનો આપવા નમ્ર વિનંતી:

  • અહીં આપણે "નાસ્તો" એવો એક વિભાગ પાડેલ છે, તે ગુજરાતી શબ્દ બરાબર છે કે તેને બદલે "અલ્પાહાર" કે અન્ય કશું લખાય ? --અશોક મોઢવાડીયા ૧૧:૫૫, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)
મારા મતે તો નાસ્તો એકદમ બરાબર છે, ગુજરાતીમાં પ્રચલિત શબ્દ છે તો તેના બદલે શું કામ ગાંડપણ કરીને સંસ્કૃત શબ્દો વાપરવા? દવા અને દવાખાનુ શબ્દો ફારસી/ઉર્દુ વ્યુત્પત્તિ ધરાવે છે, તો શું તેના બદલે આપણે ઔષધ અને ઔષધાલય કે ઋગ્ણાલય જેવા શબ્દો વાપરીશુ? હંદી ભાષામાં છેલ્લ થોડા વર્ષોથી આવું ગાંડપણ જોર પકડી રહ્યું છે, પરંતુ મને લાગે છે કે વર્ષોથી લોકબોલીમાં વણાઈ ગયેલા કે અપનાવી લેવાયેલા શબ્દો પ્રત્યે આપણે આભડછેટ ના રાખવી જોઈએ. અન્યોનો પન શું પ્રતિભાવ છે તે જોઇ જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૬, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

નાસ્તો[ફેરફાર કરો]

અશોકભાઇ, નમસ્કાર. વધુમાં ધવલભાઇના માર્ગદર્શન મુજબ નાસ્તો શબ્દ વાપરવો વધારે યોગ્ય છે એવું મારું પણ માનવું છે.--સતિષચંદ્ર ૧૫:૪૫, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)