ચર્ચા:ઝરખ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઈભગોઆ પાને સભ્યશ્રી ભટ્ટજીએ સંદર્ભો ટાંક્યા છે એટલે અહીં ચર્ચામાં લખું છું, (બાકી તો વગર ચર્ચાએ સુધારી જ લઉં !!). એમને વળી સુધાર્યાનું દુઃખ લાગી જાય તો ?!

  • સંદર્ભ (૧) (શબ્દશ: મળતાપણાની રીતે) ખોટા શબ્દ "ઘોરખોદિયું" પર લઈ જાય છે ! ભઈ જ્યાં "ઝરખ"નો સંદર્ભ આપવાનો હોય ત્યાં "ઝરખ" શબ્દના પાને જતો અને જ્યાં "જરખ" શબ્દનો સંદર્ભ આપવાનો હોય ત્યાં "જરખ" શબ્દના પાને જતો સંદર્ભ ટાંકોને ! આ વચ્ચે "ઘોરખોદિયું" ક્યાંથી આવ્યું ! :-)
  • શબ્દ "જરખ" અને "ઝરખ" બંન્ને સાચા જ શબ્દો છે. (જુઓ બંન્નેનાં "સમાન સ્રોત પર સાચા" સંદર્ભો: જરખ અને ઝરખ). એટલે લેખમાં બધે "ઝરખ" ને બદલે "જરખ" રહે તો પણ ખોટું નથી ! ફેરફાર બદલ આભાર.
  • "ઘોરખોદીયું" અને "ઝરખ/જરખ" પરસ્પર વપરાતા (કદાચ એ સમયે કે ગ્રામ્ય વિસ્તારોમાં) શબ્દ હોવાનો ઉલ્લેખ ભગોમં કરે છે, પણ સંદર્ભ (૨) "ઘોરખોદિયું" એ પ્રાણીના વર્ણનની કડી પર લઈ જાય છે અને એનું વર્ણન દર્શાવે છે. જે વર્ણન કદાચ યોગ્ય રાખીયે તો પણ સંદર્ભ તો "ઝરખ/જરખ" શબ્દના પાનાનો જ આપવો જોઈએ.
  • "ગુજરાતના સસ્તન વન્યપ્રાણીઓ" પ્રકાશક:ગુજરાત વન વિભાગ, પાના નં:૧૭-૧૮, દર્શાવે છે કે, (અને સક્કરબાગમાં પણ રુબરુ જોવા મળે છે કે...બંન્નેનાં ચિત્રો જોતા પણ સમજાય આવે છે કે...) ઘોરખોદિયું અને જરખ/ઝરખ બંન્ને અલગ પ્રાણી છે. ઝરખ = Striped hyena (Hyaena hyaena) અને ઘોરખોદિયું = Honey badger કે Indian ratel (Mellivora capensis indica).
  • અહીં ઘોરખોદિયું નામે અલગથી લેખ છે જ એટલે એને લગતી વિગતો એ પર મુકી શકાશે.

આટલી વિગતો પરથી લેખમાં યોગ્ય સુધારાઓ કરવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૩૯, ૨૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

સમ્રાટ, વર્તણુક ની કડી જે ભગોમંના પાના પર લઇ જાય છે તેના પર લખ્યુ છે કે "એક જાનવર; જરખ. તે ઘોર ખોદી તેમાંથી મડદું ખેંચી કાઢી ખાઈ જાય છે." એ પરથી એમ સમજાય છે કે ઘોરખોદીયું એટલે જ જરખ. અને એ માટે એ કડી ઉમેરી છે. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૧:૪૪, ૨૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
Honey Badger નું ગુજરાતી નામ જબાદ કે જબાદીયું છે. શક્ય છે કે વન ખાતાના પુસ્તકમાં મુદ્રા-રાક્ષસ હોય. ભગોમં પર આપેલા જબાદ પ્રાણીના વર્ણનને Honey Badger ના ગુજરાતી વિકિના લેખ માંના ચિત્ર સાથે સરખાવી જોશો તો પણ કદાચ ખ્યાલ આવશે કે એ Honey Badger નું જ વર્ણન છે. ત્યાં લખ્યુ છે ==> એક જાતનું બિલાડી જેવડું ઊંચું, નોળિયા જેવા મુખવાળું અને ખિસકોલી જેવા રંગવાળું જંગલી પ્રાણી. તે થોરની વાડમાં અને શેરડીના વાડમાં રહે છે અને સામાન્ય રીતે રાત્રે બહાર નીકળે છે.આ વર્ણન Honey Badger સાથે બરાબર બંધ બેસતું છે. માટે કદાચ તમે બતાવેલા ઘોરખોદિયું ના પાનાને જબાદ તરીકે બદલવું જોઇએ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૧:૫૩, ૨૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઉપરાંત Honey badger નો ખોરાક નાના સરીસૃપો, દેડકા અને મધપુડા છે. Honey badger વિષે ક્યાંય પણ કબરો ખોદતું હોવાનો ઉલ્લેખ ધ્યાન પર નથી. એ પ્રાણી મિશ્રાહારી છે એટલે કે ફળો અને પ્રાણીઓ બન્ને ખાય છે. જ્યારે જરખ મોટાભાગે મરેલા પ્રાણીઓ ખાય છે અને એટલે મડદા પણ ખોદી કાઢે છે. આ પરથી પણ કહી શકાય કે ઘોરખોદિય઼ું શબ્દ જરખ માટે યોગ્ય છે. આભાર. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૧૨, ૨૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
ભાઈ, આમાં કોઈપણ વાત માનવા- ન માનવામાં મને અંગતપણે કશો વાંધો નથી, આપ સાચા હો તો વધુ આનંદની વાત છે. હું આ લેખમાં આ બાબતે કોઈ સુધારો કરવાનો પણ નથી. પણ વિકિની પ્રણાલી અનુસાર સૌ પોતાને ઉપલબ્ધ સંદર્ભો કે વિગતો દ્વારા વધુમાં વધુ સાચી વિગતે પહોંચવા પ્રયાસ કરે એ વાજબી અને જરૂરી છે એટલે અન્ય અગત્યનાં કાર્યો પડતા મુકી આ ચર્ચા કરું છું. દર વખતે આપનું એ કહેવું કે "ઉલ્લેખ ધ્યાન પર નથી" અર્થાત આપના ધ્યાને ન ચઢ્યું એ સઘળું ખોટું ? સંશોધન કરો અને આપના દ્વારા ચર્ચામાં મુકાતી બાબતના સંદર્ભો આપો. (માત્ર આપનાં જ) ધ્યાને ન ચઢવું એ સાચા-ખોટા હોવાનું પ્રમાણ નથી. નીચે લખાણ દ્વારા ધ્યાને હું ચડાવીશ. હવે મૂળ વાત, મેં વનવિભાગનાં જે પુસ્તકનો હવાલો આપ્યો તેમાં મુદ્રણદોષ તો નથી જ કેમ કે સ્પષ્ટપણે અલગ અલગ બે લેખ અને પાનાંઓ છે, હા, વનવિભાગે સમુળગી માહિતી જ ખોટી લખી હોય તો બની શકે. એટલે હાલ આપણે વનવિભાગને શંકાના વર્તુળમાં લઈએ. પણ વિકિના અંગ્રેજી લેખ પર Honey badgerનાં Diet વાળા વિભાગમાં આ વિગત છે : ’They have been known to dig up human corpses in India.’ આ વાક્યને "Pocock 1941, p. 464" એવો અંગ્રેજી પુસ્તકનો સંદર્ભ અપાયો છે. એટલે આ જે Honey badger નામનું પ્રાણી છે તે માનવ લાશો ખોદી કાઢવાની ટેવ વાળું હોવાનું અગાઉ (૧૯૪૧નાં પુસ્તકમાં) પણ નોંધાયું છે. અને એટલે જ એને "ઘોરખોદિયું" એવા નામે ઓળખાવાયું છે. આ જ પ્રમાણે ઝરખ પણ માનવ લાશોને ખોદી કાઢવાની ટેવ વાળું પ્રાણી હોવાનું નોંધાયું છે એટલે ક્યારેક કે કોઈ સમયે એને પણ "ઘોરખોદિયું" નામાભિધાન થયું હોઈ શકે. પણ હાલ વન વિભાગ, પ્રાણીશાસ્ત્રીઓ અને જનસામાન્યમાં ઘોરખોદિયું નામ ઝરખનું નથી પણ Honey Badger નું છે એવું વિવિધ સ્રોતો જણાવે છે. ત્રીજું, જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં આ પ્રાણીના પાંજરા માથે "ઘોરખોદિયું" એવો બોર્ડ, વર્ષોથી, લાગેલો છે ! કદાચ વનવિભાગ પોતાના પુસ્તકમાં, તેમ આ પ્રાણી સંગ્રહાલયના નિષ્ણાંતો અહીં પણ ખોટી માહિતીઓ, વર્ષોથી, આપતા હોય એ વાત પણ માનવા જેવી ગણાય. (સરકારી તંત્રોમાં કશું અશક્ય નથી !) આપ વળી એક નવું પ્રાણી ચર્ચામાં લાવ્યા : "જબાદ" ("Honey Badger નું ગુજરાતી નામ જબાદ કે જબાદીયું છે" -- આનો કોઈ ગળે ઉતરેબલ સંદર્ભ ખરો ?), તો એ પ્રાણીની ખાસ અને ધ્યાનાકર્ષક ઓળખ છે, "શિશ્ન પાસેની થેલી અંદરનો કસ્તુરીના જેવી વાસવાળો પદાર્થ ધરાવતું પ્રાણી"...એટલે તો એનું સંસ્કૃત નામ "ગંધમાર્જર" છે. હવે આપણાં આ બંન્ને પ્રાણી આવું કશું ધરાવતું હોવાનું ન તો ક્યાંય વંચાય છે, ન મેં રુબરુ પણ એ બંન્નેમાંથી એકેમાં આવી વાસ જોઈ/સુંઘી છે ! ટૂંકમાં જબાદ એ સ્પષ્ટપણે CIVET છે Honey badger તો નથી જ. (આટઆટલા સંદર્ભો અને વિગતો હોવા છતાં અમારે કઈ રીતે માની લેવું કે તમારી વાત સાચી જ છે ?!) વધુ આડકતરા સંદર્ભો જણાવું તો, Gujarat Ecological Education and Research (GEER) Foundation દ્વારા પ્રકાશિત સૃષ્ટી વિશેષાંકોની શ્રેણીમાં નાના સસ્તન વર્ગના પ્રાણી - Small Mammals પુસ્તકના બે ભિન્ન પ્રકરણ છે, પ્રકરણ ૫- ઘોરખોદિયું લે.- શ્રી ભાર્ગવ રાવલ અને પ્રકરણ ૬- જબાદ લે.- પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઇ. તથા શ્વાનકુળનાં પ્રાણીઓ (ઝરખ અને રીંછ) - Dog Family નામના પુસ્તકમાં પ્રકરણ ૩- પટ્ટાવાળાં ઝરખ (સ્ટ્રીપ્ડ હાઇના) લે.- ડૉ. સનત ચવાણ, મુખ્ય વનસંરક્ષક. આ નિષ્ણાંતોએ પણ આ ત્રણે પ્રાણીઓને અલગ અલગ ઓળખ્યા તે ભુલ કરી કે ? જો કે આ બધાનાં પ્રાણીશાસ્ત્રી કે નિષ્ણાંત હોવામાં આપને શંકા હોય તો એ પણ "સરકારી તંત્રો"ની જેમ માન્ય છે !! અંગ્રેજી>ગુજરાતી શબ્દકોશમાં Civet નો અર્થ જબાદ લખ્યો છે. (અહીં અને અહીં જુઓ). જો કે આ શબ્દકોશ બનાવનારાઓ પણ ભુલ કરે (જો કે આ વખતે તો એ ભુલ એમણે વિકિપીડિયાને કારણે નથી કરી ! કેમ કે, વિકિ પર હજુ "જબાદ" કે "જબાદીયુ" નામક કોઈ લેખ જ નથી !) એમના માહિતીસ્રોત પણ ખોટા હોઈ શકે ! તો..........આ મારી દલીલો ! આપે ઉપર સંદર્ભ (૧) ("જરખ" ને બદલે "ઘોરખોદિયું" શબ્દ પર જતી લિંક) ખોટો આપેલો છે એ બાબત સુધારો તો પણ આપનો ઉપકાર ! (કે એ પણ આપની ભુલ નથી, શબ્દકોશ વાળાઓએ આપે આપેલી લિંક પર યોગ્ય શબ્દ મુકવાનું જે કષ્ટ કરવું જોઈએ એ નથી કર્યુ ?!). અન્ય બાબતો લેખમાં નહિ તો ચર્ચાના પાને વાંચી ભવિષ્યમાં વાચકો પોતાને જોઈતી સાચી વિગતો મેળવી લેશે એવી આશા સાથે, ધન્યવાદ. જયહિંદ. (નોધ: હવે પછી કોઈપણ ચર્ચા "મનઘડંત", એટલે કે "યોગ્ય સંદર્ભવિહિન", "અપાયેલા સઘળા અધિકૃત સંદર્ભો ખોટા અને એક મારી વાત, અસંદર્ભ છતાં, સાચી" પ્રકારની કે મેં કરેલા "આગલા પ્રશ્નોનું નિરાકરણ/અમલ થયા વિનાની" હશે તો મારી પ્રત્યુત્તર આપવાની ફરજ રહેતી નથી !) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૯, ૨૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
અને આ સઘળી ચર્ચાઓના અંત સમાન મહાસંદર્ભ : ઉપર ઉલ્લેખીત પુસ્તક, Fauna of British India. Mammals volume 2, PocockMammalia2 (૧૯૪૧) ના Honey Badger કે Indian ratel (Mellivora capensis indica) ના ઊંડાણપૂર્વકના, સચિત્ર લેખના પાના નં: ૪૬૫ પરનું લખાણ : "...many of the vernacular names of the animal meaning "grave-digger" ". ગુજરાતી કરીએ તો, ’આ પ્રાણીનાં ઘણાં સ્થાનિક ભાષાઓના નામનો અર્થ "ઘોરખોદિયું" એવો થાય છે’ (સંદર્ભ: પુસ્તક વાંચો અહીં). તો, શું કહેવાનું છે ?! કે હજુ ઝરખ એટલે ઘોરખોદિયું ? અને ઘોરખોદિયું એટલે જબાદિયું ?! પણ જબાદિયું તો જેમાંથી જબાદ નીકળે એને કહેવાય, અને જબાદ/ઝબાદ એ અરબી શબ્દ છે ( زباد (zábād)), એનો અર્થ ’કસ્તુરી જેવી સુગંધવાળો પ્રાણીજ પદાર્થ’ એવો થાય છે, અંગ્રેજીમાં એને સિવેટ કહે છે અને વિક્શનરીમાં પણ એ લખ્યું છે. (સંદર્ભ:Wikt:civet). હવે સાચું ખોટું સમજી જેને જે ફેરફાર કરવો હોય એ કરો. ભ‘ઈ હવે હું થાક્યો.....ગૂડનાઈટ !--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૫, ૨૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
અશોકભાઇ, તમે કાયમ અંગત આક્ષેપો શરૂ કરો છો અને પછી સામેની વ્યક્તિ પોતાના બચાવમાં એવું કરે ત્યારે તમને ખરાબ લાગી જાય છે. ચર્ચા લાંબી કરવામાં મને પણ રસ કે સમય નથી. ખેર, સંદર્ભ ૧માં મારી ભુલને લીધે કડી ખોટી અપાઇ હતી એ સુધાર્યુ છે. આભાર. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૦:૦૩, ૨૪ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]