ચર્ચા:બર્મા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આમાંથી કયા નામને વધુ યોગ્ય ગણવું બર્મા કે મ્યાનમાર?? -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૪૦, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

"બર્મા" યોગ્ય નામ. જો કે બંન્ને નામ રાખવા જરૂરી. હાલના આ લેખ ’બર્મા’ પર ’મ્યાનમાર’ રિડાયરેક્ટ કરી શકાય. (ત્રીજું ’બ્રહ્મદેશ’, પુરાણું ભારતીય નામ, પણ અહીં રિડાયરેક્ટ થાય) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આજકાલ આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં મ્યાનમાર નામ વધુ આવે છે. મોટા ભાગના ન્યુઝ સ્ત્રોત જોતા મને મ્યાનમાર નજરે આવે છે. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૦૨, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
એ ખરું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા દેશો અને બર્માનાં લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા નાગરીકો, આગેવાનો (નૉબેલ વિજેતા ઔંગ સાન સુ કી સહીત) ’બર્મા’ નામ વાપરવા પર ભાર મુકે છે. મ્યાનમાર લશ્કરી શાસકો દ્વારા અપાયેલું નામ છે. (જો કે તેને નકારી ન શકાય, પરંતુ લોકશાહીમાં માનવા વાળા સમાજ લેખે આપણે લેખનું મુખ્યનામ "બર્મા" રાખી મ્યાનમાર (અને બ્રહ્મદેશ) તેના પર રિડાયરેક્ટ કરી શકીએ. (અંગ્રેજી વિકિ પર પણ આ પ્રમાણે જ છે.) ટૂંકમાં નામ બંન્ને સાચાં છે. ચલણમાં છે. માન્યતા ધરાવે છે. ભારત સરકાર અને મોટાભાગનાં વર્તમાનપત્રો ’મ્યાનમાર’ નામ વાપરે છે. તો લેખનું નામ "મ્યાનમાર" કરી અને બર્માને તે પર રિડાયરેક પણ કરી શકાય. મેં માત્ર બંન્ને નામ શા માટે એની વિગતો જણાવી છે. મિત્રોનાં સૂચન આવકાર્ય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ રીતે આપની વાત પણ સાચી છે, દિશાનિર્દેશનથી વાચકને જે જોઈએ છે એ મળી જવાનું છે, તો હાલ જેમ છે તેની સાથે જ આગળ વધીએ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૪૫, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નામ બદલવા માટે વિનંતિ[ફેરફાર કરો]

હવે 2017 છે, વાત સ્પષ્ટ છે કે તાજેતરનાં ગુજરાતીભાષીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં "મ્યાનમાર" નામ આવેલું છે. હવે આ જ દેશનું સૌથી પ્રચલિત અને યોગ્ય નામ છે. લેખનું નામ મ્યાનમાર જ હોવું જોઈએ. --લાલા ખાન (ચર્ચા) ૨૩:૫૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]