ચર્ચા:બ્રાહ્મણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંદર્ભ[ફેરફાર કરો]

લેખમાં એક વાક્ય છે "વેદ પુરાણોમાં બ્રાહ્મણો ઉત્તર ભારત, પાકિસ્તાન તથા અફ્ઘાનિસ્તાનમાં વસતા હોવાનો ઉલ્લેખ છે ".. આનો કોઈ સંદર્ભ ખરો? કેમકે વેદ-પુરાણો એ એક ખુબ બહોળી વ્યાખ્યા છે. આપણા ૪ વેદો અને ૧૮ મુખ્ય પુરાણો એમ શું આ બાવિસે ગ્રંથમાં આવો ઉલ્લેખ છે? મને તો એવું હોવાનું યાદ નથી. તો કયા વેદમાં કે કયા પુરાણામાં આવો ઉલ્લેખ તે સ્પષ્ટ જણાવવા વિનતી.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૧, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)

ધવલભાઇ, કેમ છો! સાચું કહું તો આ વાક્યનો આધાર મારા અને તમારા બચપણ સાથે છે જો આપને યાદ હોય તો સમાજશાસ્ત્ર વિષયના ઇતિહાસ આપણે ભણી ગયા કે આર્યો કે જેઓ મુળે સિંધુ નદી ને કિનારે વસતા હતા ત્યાંથી તેઓ ઉત્તરથી ભારત આવ્યા અને ભારત માં વસતા દ્રવિડોને હરાવ્યા. આર્ય સંસ્કૃતિ માં લડાયક ક્ષત્રિય જાતિનાં તથા ધાર્મિક પુજારી લોકો પણ હતા. આ સંસ્કૃતિના અવશેષ હાલપણ હડપ્પા અને મોહેંજો દડોમાં મોજુદ છે. મારી પાસે આ વાક્યના સંર્દભ નો આધાર આ જ છે જો યોગ્ય ન હોય તો વાકયમાં પરિવર્તન કરી શકો છો.આભાર --્્્્
હિરેનભાઈ, સાચું કહું તો આપણે જે ઈતિહાસ ભણ્યા છીએ તે ઈતિહાસ અંગ્રેજોએ ફેરવી તોળેલો ઈતિહાસ છે. વધુમાં આજે ઇતિહાસવિદોમાં પણ એ વાત પર મતભેદ છે કે આર્યો ભારતની બહારથી આવ્યા અને સીંધુ નદીને કિનારે જ વસતા હતા વગેરે, અંગ્રેજીમાં જેને આર્યન ઇન્વેઝન થિયરી કહે છે, તે આજે લગભગ એક દંતકથા જેવી ગણવામાં આવે છે. આ ઉપરાંત એક સમયે જો એ વાત સ્વિકારી પણ લઈએ તો, ફક્ત બ્રાહ્મણો જ કેમ? ભારતની બધી જ કોમો માટે તે લાગુ પડે. માટે મારા મતે બ્રાહ્મણો ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસતા હતા તેમ કહેવું વ્યર્થ છે. એનું એક કારણ એ પણ છે કે એક માન્યતા મુજબ નાગરો ગ્રીક સૈન્યના વંશજ છે, અને આપણે નાગરોને બ્રાહ્મણ ગણીએ છીએ, તો પછી બ્રાહ્મણોના મૂળ છેક ગ્રીસ સુધી પણ પહોંચે. વધુમાં આવો કોઈ ઉલ્લેખ વેદ કે પુરાણમાં નહી હોવાનું મારા ધ્યાને છે, કેમકે કોઈ પણ પુરાણમાં બ્રાહ્મણો ફક્ત ચોક્કસ એક જ રાજ્યમાં રહેતા હોવાનું કહ્યું નથી. દરેક ક્ષેત્રમાં બ્રાહ્મણો તો હતા જ. ઉપરાંત વેદોમાં પણ આવો કોઈ ચોક્કસ ઉલ્લેખ મેં કદી સાંભળ્યો નથી. માટે જે વાતનો આપણી પાસે સંદર્ભ ના હોય તે વાત અહીં લખવી મને હિતાવહ નથી લાગતી, કારણ કે આજકાલ વિકિપીડીયાનો સંદર્ભ સાહિત્ય તરીકે વપરાશ વધી રહ્યો છે. આપણે અસંદર્ભ વાત કરિશું તો લોકો આપણો વિશ્વાસ કરશે નહી. પંચગૌડ અને પંચદ્રવિડ એ વિભાજન વાળી વાત બરાબર છે, તેને માટે કોઈ પ્રશ્ન નથી. આશા છે કે આપ સમજી શકશો અને લેખમાં ઘટતું કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૫, ૨૦ માર્ચ ૨૦૧૨ (UTC)

નિષ્પક્ષતા[ફેરફાર કરો]

આ લેખ કંઈક વધુ પડતો પ્રશસ્તિપૂર્ણ થઈ રહ્યો હોય તેમ લાગે છે. જો આ લખાણ કોઈક પુસ્તકમાંથી લેવામાં આવ્યું હોય તો તેનો સંદર્ભ હવે આપ્યા વગર ચાલે તેમ લાગતું નથી. અને જો અંગ્રેજી કે અન્ય ભાષાના વિકિપીડિયામાંથી ભાષાંતર દ્વારા લેખાતું હોય તો ત્યાંના સંદર્ભો પણ ટાંકવા આવશ્યક છે. લેખનું લખાણ માહિતીકોશને અનુરૂપ ઓછું અને બ્લૉગને અનુરૂપ વધારે લાગે છે. માટે તેની નિષ્પક્ષતા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૩, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધવલભાઇ, આ લેખ બનાવવા મેં ફ્ક્ત મારા વિચારો જ રજુ કર્યા છે જે કોઇ પ્રકાશિત પુસ્તક કે અન્ય કોઇ લેખનું ભાષાંતર નથી તેથી જો મારી ભાષા અયોગ્ય હોય તો તેને સુધારીને વિકિપીડિયા અનુરૂપ બનાવવા હું વિનંતી કરું છુ.--Hiren V Bhatt (talk) ૧૪:૫૩, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હિરેનભાઇ, આ લેખ પર કામ કરવા બદલ આભાર, પણ વિકિપીડિયા કોઇ પોતાના વિચાર રજુ કરવાનું સ્થાન નથી, તેથી હું આપને વિનંતી કરૂ છુ કે જો આપની પાસે બ્રાહ્મણ વિશે કોઇ પુસ્તક કે કોઇ નિષ્પક્ષિય લખાણ હોય તો તેના સંદર્ભો ભેગા કરી આ લેખ લખવો. હું પણ ટુંક સમયમાં આ લેખ પર કામ ચાલુ કરીશ. આભાર. રંગીલો ગુજરાતી (ગપ્પા) ૧૫:૫૮, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હિરેનભાઈ, રંગીલાજીએ કહ્યું છે અને મેં પણ ઉપર લખ્યું કે, પોતાના મૌલિક વિચારો રજૂ કરવા માટે બ્લૉગ યોગ્ય સ્થળ છે. અહિં વિકિપીડિયામાં સંશોધનાત્મક કાર્ય જ લખી શકીએ, એટલે કે એવું લખાણ જેને આપણે કોઈ સંદર્ભસ્રોત સાથે જોડી શકાય. હું પણ તમારી સાથે આમાંના મોટાભાગના વિચારો સાથે સહમત થાઉં છું, પણ મારી પાસે આ વાતોનો કોઈ સંદર્ભ નથી, માટે રજૂ ના કરી શકું કે ના તો એને અહિં યથારૂપ રહેવા દઈ શકું. હું લખાણ મઠારવાનો પ્રયત્ન કરીશ, પણ જો તમારા લખાણ પર કાતર ફેરવવી પડે તો દુ:ખ ના કરશો, આપણે નીતિઓને બદ્ધ થઈને ચાલવું પડે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૧૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઇ અને રંગીલાજી, હવેથી હું આ બાબતે પુરતું ધ્યાન આપીશ. આ લેખ માટે સંદર્ભ પણ શોધી કાઢીશું. રહી વાત લખાણ પર કાતર ફરવાની તે છો ને ફરતી કાતર.... લેખ તો સમૃધ્ધ થશેને અને તમને આ લેખ પર કામ કરવા મજબુર તો કર્યાને બહુ થયું....લેખને સુધારજો વાયદો ભુલતાં નહી.--Hiren V Bhatt (talk) ૧૫:૪૫, ૧૬ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]