ચર્ચા:મહેબૂબનગર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
સહમત... sIસીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૪૩, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત..--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૧૦, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત..---- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૧૧, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાઇયો, એ.ડિ. અને બી.સી. ને ગુજરાતીમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? મને સદિઓ ની ગણતરીમાં કોઇ દિવસ ગતાગમ પડ્યું નથી. વિક્રમ સંવત, ઇસવિસન અને બીજું બધું સમજવાની ઇચ્છા ખરી. સમજાવવા વિનંતી... અંગ્રેજી વિકિમાં લેખ છે એ વાત સાચી તો પણ :-) સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૩૬, ૫ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

મહર્ષિભાઈ, એ.ડી. (Anno Domini) એટલે ઈસવીસન, જેને આપણે ટૂંકમાં ઈ.સ. એમ લખીએ છીએ. બી.સી. એટલે Before Christ, ગુજરાતીમાં ઈસવીસન પૂર્વે અને ટૂંકમાં ઈ.પૂ.. અને વિક્રમ સંવત એટલે આપણું ગુજરાતી વર્ષ જેને ટૂંકમાં આપણે વિ.સં. લખીએ. ઈ.સ. ઈસુના જન્મથી ગણાતી વર્ષની સંખ્યા છે, એટલે કે અંગ્રેજી વર્ષ કે જે પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે અને ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થાય છે, જેનો આપણે પ્રચલિત રીતે રોજબરોજના વપરાશમાં ઉપયોગ કરીએ છીએ. ઈ.પૂ. એટલે ઈસુના જન્મ પહેલાના વર્ષો, અથવા બીજા શબ્દોમાં આજથી ૨૦૧૨ વર્ષ પહેલાના વર્ષો માટે વપરાય છે, અને વિક્રમ સંવતની શરૂઆત બેસતા વર્ષના દિવસથી થાય છે અને તે દિવાળીને દિવસે પૂરું થાય છે. અંગ્રેજીમાં આવું જ એક વધારાનું CE પણ વપરાય છે. જેનો અર્થ થાય છે કોમન એરા. આ સી.ઈ. અને એ.ડી. એ એકબીજાના પર્યાયો છે. આ બંનેનું ગુજરાતી ઈસવીસન ઈ.સ. જ થશે. અને એ જ રીતે BCના પર્યાયમાં BCE વપરાય છે, જે બીફોર કોમન એરા, અથવા બીફોર ક્રિશ્ચિયન એરા.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૦, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર ધવલભાઇ, એ.ડી. અને બી.સી. તો સ્પષ્ટ હતા પણ આ બીફોર કોમન એરા અને સી.ઇ. માં જરા મુંજવણ હતી અને જે હજુ પણ છે એમ મારે કબુલવું પડશે. દા.ત. http://en.wikipedia.org/wiki/Veda#Chronology આટલા ફકરાનું ભાષાંતર કરતા ગુજરાતી માં શું લખવું? એમા બન્ને (સી.ઇ. એટલે કે ઇ.સ. અને બીફોર કોમન એરા) વપરાયા છે તેને સચોટ ગુજરાતીમાં કેવી રીતે લખવું? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૩૬, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિભાઈ, એ ફકરામાં બધું જ BCE છે. c. એમ જે લખ્યું છે તે છે circa, એટલે કે આશરે. ઉદા. c. 1000-500 BCE, આશરે ઈ.પૂ. ૧૦૦૦-૫૦૦... "...spanning the mid 2nd to mid 1st millennium BCE"ને આમ લખી શકાય "...ઈસવીસન પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દિના મધ્યથી લઈને પહેલી સહસ્ત્રાબ્દીના મધ્ય સુધી પથરાયેલું....." અને છેલ્લે આવતા "...Yajurveda about the 1st century BCE; however oral tradition predominated until c. 1000 CE." માટે "...યજુર્વેદ આશરે ઈસવીસન પૂર્વેની પહેલી સદી સુધી, જ્યારે શ્રુતિ પરંપરા (મૌખિક પરંપરા) લગભગ ઈ.સ. ૧૦૦૦ સુધી પ્રાધાન્ય ધરાવતી હતી." એવું કશુંક થઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૬, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ખુબ ખુબ આભાર ધવલભાઇ... હવે સમજાયું... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૩૩, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

મિત્રો, થોડા લેખોનું કામ આગળ વધારતા ભારતનો વિશેષ પરિચય મળી રહ્યો છે. ખાસ કરી ને રેડ કોરિડોરમાં સમાવિષ્ટ થતા સ્થળોને એક ખાસ યાદીમાં મુકવામાં આવે તો કોઇ ગુજરાતના માણસને દેશ સેવા કરવી હોય તો આપણે બનાવેલી યાદી કંઇક અંશે કામ આવે. એ બહાને આડકતરી રીતે માતૃભાષા સાથે માતૃભૂમિની પણ સેવાના નિમિત્ત બની શકીયે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૦૯, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]

રેડ કોરિડોર માટેની એક શ્રેણી બનાવીને આવા બધા સ્થળો વિષેના લેખોને તે શ્રેણીમાં ઉમેરીએ તો કેવું?--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૫, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
ચોક્કસ! એમજ કરીયે... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૩૩, ૬ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]