ચર્ચા:માર્ક ઝકરબર્ગ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉચ્ચારણ પ્રમાણે આ લેખની સાચી જોડણી માર્ક ઝકરબર્ગ હોવી જોઈએ ??-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૨:૪૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઉચ્ચારણ પ્રમાણે "માર્ક ઝાકર્‍બર્ગ" થાય છે. (સં: સાંભળો, અહીં અને અહીં પણ ). ફેસબુકપ્રન્ક જણાવે છે કે ’The word ‘Zuckerberg’ should be pronounced as ‘zah-ker-berg’.’ (સં: ફેસબુકપ્રન્ક )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૦૬, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
તો શું કરવું જોઈએ? આ સંભાળતા ઝકરબર્ગ અને ઝાકરબર્ગ એકદમ નજીક લાગે છે. કદાચ અમેરિકનોના દરેક ઉચ્ચરણને થોડા ખેંચીને બોલવાની શૈલીને કારણે આવું લાગે છે. આખરી નિર્ણય આપ પર છોડું છું. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૬:૦૩, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપણી સામાન્ય નીતિ એ છે કે, એકથી વધુ પ્રચલીત ઉચ્ચાર ધરાવતા શબ્દોમાંના એક પર લેખ બનાવી અન્યને તે પર રિડાયરેક્ટ કરવા. હવે ગુગલ સર્ચની મદદથી જોઈએ તો, ઝુકરબર્ગ માટે ૧૨,૧૦૦ પરિણામ, ઝકરબર્ગ માટે ૧૯૧૦ પરિણામ અને અમેરિકનો એની રીત પ્રમાણે ઉચ્ચારતા હોવા છતાં ગુજરાતીમાં પ્રચલીતતાની દૃષ્ટિએ ઝાકરબર્ગ માટે ૦ પરીણામ મળે છે ! આથી આપણે માર્ક ઝકરબર્ગ નામે અન્ય પાનું બનાવી અહીં રિડાયરેક્ટ કરીએ. (અથવા આને ત્યાં કરીએ) અને લેખમાં ઉપરોક્ત સંદર્ભ આપી એક ઉચ્ચાર ’ઝાકરબર્ગ’ થાય છે એવું માત્ર લખીએ. બરાબર કે નહિ ? વિકિપીડિયન માટે ઝીણવટભર્યું સંશોધન અને ચર્ચા જરૂરી. આપ તે સેવા સારી રીતે બજાવો છો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૦, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપની વાત સાથે હું બિલકુલ સહમત છું. ઝુકરબર્ગના વેબ શોધ પરિણામો વધારે છે પરંતુ ઝકરબર્ગ ઉચ્ચારણ મુજબ વધુ ઉચિત લાગે છે. તો તે મુજબ દિશાનિર્દેશન કરીએ. આભારસહ -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૩:૧૪, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૧૩, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]