ચર્ચા:મુખ મૈથુન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિકિપીડિયામાં આ પ્રકારની મતલબ કે સેક્સને લગતી માહિતી પણ મૂકી શકાય છે એ વાતનો હું પણ સ્વીકાર કરું છું. પરંતું કાયદાકિય રીતે પ્રતિબંધિત હોય તેવી વસ્તુ કે પ્રવૃત્તિ વગેરેની માહિતી મૂકી શકાય નહિ. જો બૉંબ બનાવવાની રીત અંગેની માહિતી મૂકી શકાય તો જ આ મુખમૈથુન અંગેની માહિતી અહિં મૂકી શકાય. ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તિ પ્રતિબંધિત છે અને કાયદાકિય રીતે પોતાની પત્નીને પણ મુખમૈથુન માટે ફરજ પાડવી તે ગુનો બને છે. જેમ આપણે દેશી દારું બનાવવાની ભઠ્ઠીની માહિતી અત્રે મૂકતા નથી એમ આ અંગેની માહિતી પણ મૂકી શકાય નહિ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૪૨, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]

યોગેશભાઈ, ફરજ પાડવી એ ગુનો છે અને બંને પક્ષે(પુરુષ અને સ્ત્રી) તે ગુનો જ છે તેમાં કોઈ શંકા નથી પરંતુ ફરજ ન પાડવામાં આવે તો ગુનો નથી. માટે આ લેખ રદ કરવા હું સહમત નથી થઈ શકતો. આપની ક્ષમા ચાહું છું મેં મારો મુદ્દો લખ્યો છે. અન્ય કારણ હોય તો બતાવો. દારુ ગુજરાતમાં પ્રતિબંધિત છે અને બોમ્બ બનાવવો કે કોઈપણ પ્રકારના વિસ્ફોટકો ગેરસરકારી ધોરણે કે સરકારની જાણ બહાર રાખવા દુનિયાના કોઈપણ દેશમાં ગુનો છે માટે તે અહીં ન મૂકી શકાય તે સમજાય તેવું છે તેની સાથે સહમત.--Vyom25 (talk) ૧૯:૫૯, ૮ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ લેખને દૂર કરવા સાથે અસહમત. વ્યોમભાઈએ જણાવ્યું તેમ ફરજ પાડવી એ ગુનો છે, નહિ કે મુખ મૈથુન કરવું તે. વાત્સ્યાયનના કામસૂત્રમાં મૈથુનની અનેકવિધ રીતોનું વર્ણન આપ્યું છે, મેં વાંચ્યું નથી પરંતુ મને ખાતરી છે કે તેમાં પણ મુખમૈથુનનો ઉલ્લેખ છે જ. જે ભારત દેશમાં મુખમૈથુન કરવા ફરજ પાડવી તેને ગુનો ગણવામાં આવે છે તે જ ભારત દેશમાં એ કામસૂત્ર પુસ્તક પર પ્રતિબંધ નથી. ભારત દેશમાં સમલૈંગિક સંબંધોને અને સમલૈંગિક જાતિય સમાગમને કાયદાકીય માન્યતા પ્રાપ્ત નથી, પણ ચલચિત્રોમાં તે સબબનું પ્રદર્શન થતું જ રહે છે, તેના પર પ્રતિબંધ નથી મૂકાતો. અને બોમ્બ બનાવવાની વિધી ઉપર લેખ ન મૂકી શકાય, પણ બોમ્બ અને દારુ એ વિષયોને અનુરૂપ માહિતી આપતા લેખો તો અસ્તિત્વમાં છે જ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૮, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ લેખને દૂર કરવા સાથે અસહમત. બૉંબ બનાવવાની રીત ને આ લેખ સાથે સરખાવી ના શકાય, કામસૂત્ર પુસ્તક માહિતી માટે વાંચી શકાય તો તેમા વર્ણવેલી ક્રિયા ની માહિતી પણ અહી મુકી શકાય સંજય બાલોતિયા ૧૦:૧૪, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)
સહમત. હજૂ એક કાનૂનિ મુદ્દો એ છે કે આ ૧૮+ સાહિત્ય છે. ભારતીય કાયદા મુજબ ૧૮ વર્ષથી નીચેના બાળકોને આ બધું શિખવાડવું કે જોવા કે વાંચવા પ્રેરિત કરવા તે ગુનો છે. વિકિનો ઉપયોગ બાળકો પણ કરે છે. માટે આ સાહિત્ય ૧૮ વર્ષથી ઉપરની વયના લોકો માટે જ છે એવી સૂચના મૂકવી જોઇએ. તે કાનૂનિ રીતે તો યોગ્ય છે જ પણ નૈતિક રીતે પણ યોગ્ય છે. આશા છે કે તે સામે કોઇને વાંધો નહિ હોય. ટૂંક સમયમાં જ હું આ અંગેના કાયદાઓ અંગે થોડી માહિતી મેળવીને કઈ કલમ મુજબ કઈ જોગવાઇ છે તેની વિગતો રજૂ કરીશ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૧૬, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
હું એવું સમજ્યો છું કે તમે પાનાંને મથાળે એક ઢાંચો મુકવા માગો છો? જો એમ હોય તો મારી સહમતી સમજવી.--Vyom25 (talk) ૧૭:૧૪, ૯ જુલાઇ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ડિલિશન ટૅગ હટાવ્યું છે અને પાનાની શરૂઆતમાં ચેતવણી મૂકી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૨, ૧૪ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]