ચર્ચા:સ્વાગત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગતમાં ભૂલ સુધાર[ફેરફાર કરો]

નવા જોડાનારા દરેક સદસ્યોને આ માહિતીસભર સંદેશો મળે છે અને તે એન ખૂબ જ ઉપયોગી થાય છે. આ માટે તો જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા ઓછા છે. પણ સ્વાગતના લખાણમાં થોડો સુધારો કરવા માટે મારું સૂચન છે. કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે.

  1. પ્રથમ વાક્ય સ્વાગત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે. - જોડાવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે એ વાક્ય પ્રયોગ થોડોક સુસંગત લાગતો નથી.
  2. આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકશાન થશે તો...-આ વાક્યમાં નુકસાનની જોડણી સુધારવાની જરૂર છે. નુકશાન' નહિ પણ નુકસાન સાચી જોડણી છે. સંદર્ભ માટે ગુજરાતી લેક્સિકોનની આ કડી જોશો.
  3. ક્યાંય પણ અટવાઓ કે મુંઝાઓ તો નિ:સંકોચ...-આ વાક્યમાં મુંઝાઓના બદલે મૂંઝાઓ તો અથવા મૂંઝાવ તો (બન્નેમાંથી કોઇ પણ ચાલે) એ રીતે લખવાની જરૂર છે. મૂંઝાવુંની સાચી જોડણીના સંદર્ભ માટે અહીં લેક્સિકોનની આ કડી પર ક્લિક કરશો.
  4. ઉપરોક્ત લીટીમાં અંતે ક્લિક કરી અને આપની સહિ કરવાનું ભુલશો નહિ. એવું વાક્ય છે, તેમાં ભુલશોના બદલો ભૂલશો એ રીતે સાચી જોડણી કરવાની આવશ્યક્તા છે. આ જુઓ--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૪૨, ૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
હવે જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા. ધવલભાઇ, જોયું. આભાર સહ--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૩૦, ૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધન્યવાદ યોગેશભાઈ, અને આભાર ધવલભાઈ. મને યાદ છે ત્યાંસુધી આપણે સ્રોતના સ્વાગત સંદેશને શક્ય તેટલો સુધારેલો પણ અહીં ધ્યાનબારું રહી ગયું. યોગેશભાઈ જેવા મિત્ર ઝીણવટપૂર્વક વાંચી સુધારાઓ સૂચવે છે એ આવકાર્ય અને આનંદદાયક બાબત છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપનો પણ આભાર અશોકભાઇ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૦:૧૧, ૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]