લખાણ પર જાઓ

ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ

વિકિપીડિયામાંથી
ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ
જન્મ૨૪ મે ૧૮૦૩ Edit this on Wikidata
પેરિસ Edit this on Wikidata
મૃત્યુ૨૯ જુલાઇ ૧૮૫૭ Edit this on Wikidata
પેરિસ Edit this on Wikidata
જીવન સાથીZénaïde Bonaparte Edit this on Wikidata
બાળકોLucien Louis Joseph Napoleon Bonaparte, Augusta Bonaparte Gabrielli, Alexandrine Gertrude Zénaïde Bonaparte, Charlotte Honorine Joséphine Pauline Bonaparte, Léonie Stéphanie Elise Bonaparte, Marie Désirée Eugénie Joséphine Philomène Bonaparte, Bathilde Aloïse Léonie Bonaparte, Albertine Marie Thérèse Bonaparte, Charles Albert Bonaparte Edit this on Wikidata

કાનીનો અને મુસિગ્નાનોના બીજા રાજા, ચાર્લ્સ લુસિઅન (કાર્લો) જૂલેસ લૌરેન્ટ બોનાપાર્ટ (24 મે, 1803 – 29 જુલાઈ, 1857) એક ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રજ્ઞ અને પક્ષીવિદ્યા નિષ્ણાત હતા.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

બોનાપાર્ટ લુસિઅન બોનાપાર્ટ અને એલેક્ઝાન્ડ્રીન ડે બ્લેસ્ચેમ્પના દીકરા અને સમ્રાટ નેપોલિયનના ભત્રીજા હતા. તેમનો ઉછેર ઈટાલીમાં થયો હતો. 29 જૂન, 1822ના તેમણે બ્રુસેલ્સમાં તેમની પિત્રાઈ ઝેનૈદા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તરત જ, આ દંપતી ઝેનૈદાના પિતા, જોસેફ બોનાપાર્ટ સાથે રહેવા, ફિલાડેલ્ફિયા માટે રવાના થયુ.[] ઈટાલી છોડતા પહેલાં, કાર્લોએ વિજ્ઞાનમાં એક નવું નાનું ગાનારું પક્ષી (વૉર્બ્લર), મૂસ્ટાશ્ડ(મૂછાળા) વૉર્બ્લરની શોધ કરી અને દરિયાઈ યાત્રા દરમિયાન તેમણે તોફાનની આગાહી કરનારા એક નવા દરિયાઈ પક્ષી (સ્ટૉર્મિ પેટ્રલ)ના નમૂનાઓ એકત્રિત કર્યા. યુનાઈટેડ સ્ટેટ્સમાં આવ્યા પછી, તેમણે આ નવા પક્ષી પર એક પેપર રજૂ કર્યું, જેનું નામ પાછળથી એલેક્ઝાન્ડર વિલ્સનના નામ પરથી પાડવામાં આવ્યું.

બોનાપાર્ટે પછી યુનાઈટેડ સ્ટેટ્સ[]માં પક્ષી વિદ્યાનો અભ્યાસ કરવાનું અને વિલ્સનના અમેરિકન ઑર્નિથોલૉજિ પુસ્તક અદ્યનત બનાવવાનું ગોઠવ્યું, જેની સુધારેલી આવૃત્તિ 1825થી 1833ની વચ્ચે પ્રકાશિત થઈ. 1824માં બોનાપાર્ટે તે સમયે અજાણ્યા એવા જોહ્ન જેમ્સ ઔડુબોનને એકેડેમી ઓફ નેચરલ સાયન્સિસની સ્વીકૃતિ મળે તેવા પ્રયત્ન કર્યા, પણ પક્ષી વિદ્યાના નિષ્ણાત જ્યોર્જ ઓર્ડે તેનો વિરોધ કર્યો.

1826ના અંતમાં, બોનાપાર્ટ અને તેમનો પરિવાર યુરોપ પાછો આવ્યો. તેમણે જર્મનીની મુલાકાત લીધી, જ્યાં તેઓ ફિલિપ જેકોબ ક્રેત્ઝસ્ચમરને મળ્યા અને ત્યારબાદ ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી, જ્યાં તેઓ બ્રિટિશ મ્યૂઝિયમ ખાતે જોહ્ન એડવર્ડ ગ્રેયને મળ્યા, અને ઔડુબોન સાથેના પોતાના પરિચયને તાજો કર્યો. 1828માં આ પરિવાર રોમમાં સ્થિર થયો. ઈટાલીમાં તેઓ કેટલીક વૈજ્ઞાનિક ચર્ચા વિચારણા માટેની સભાઓ અને વ્યાખ્યાનોના રચયિતા હતા, અને તેમણે અમેરિકન અને યુરોપિયન પક્ષી વિદ્યા વિશે અને પ્રાકૃતિક ઇતિહાસની અન્ય શાખાઓ વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં તેમ જ વિસ્તૃત લખાણ લખ્યું હતું.[] 1832થી 1841 વચ્ચે, બોનાપાર્ટે ઈટાલીના પ્રાણીઓ પરનું પોતાનું કાર્ય, આઇકનોગ્રાફિયા ડેલ્લા ફૌના ઈટાલિકા (Iconografia della Fauna Italica ) પ્રકાશિત કર્યુ. તેમણે Specchio Comparativo delle Ornithologie di Roma e di Filadelfia (પીસા, 1827) પણ પ્રકાશિત કર્યું, જે ફિલાડેલફિયા અને ઈટાલી અક્ષાંશની પ્રજાતિઓના પક્ષીઓ વચ્ચેની તુલનાની રજૂઆત કરતું હતું.[]

1849માં તેઓ રોમન સંસદમાં ચૂંટાયા અને રોમન ગણતંત્રના સર્જનમાં ભાગીદાર બન્યા. જેઝપર રિડલેય અનુસાર, જ્યારે સંસદ પ્રથમ વખત એકત્રિત થઈઃ "જ્યારે કાર્લો બોનાપાર્ટનુ નામ બોલાયું, જે વિટેર્બોના સભ્ય હતા, ત્યારે તેમણે હાજરી પુરાવતી વખતે પ્રજાસત્તાક ઘણું જીવો એવું કહીને હાજરી પુરાવી!" (Viva la Repubblica! ).[] તેમના પિતરાઈ લૂઈસ નેપોલિયન દ્વારા મોકલવામાં આવેલા 40000 લશ્કરી સિપાઈઓ વિરુદ્ધ તેમણે રોમના સંરક્ષણ માટે ભાગ લીધો હતો. જુલાઈ 1849માં પ્રજાસત્તાક લશ્કરના હારી ગયા બાદ તેમણે રોમ છોડી દીધું. તેઓ માર્સેઈલ્લેસ ખાતે રહેતા હતા, પણ લુઈસ નેપોલિયને તેમને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો. તેમણે પ્રજાસત્તાકની કલ્પનાના માનમાં આગામી વર્ષ વિલ્સન્સ બર્ડ-ઑફ-પેરેડાઈઝ (Cicinnurus respublica )ના નામમાં ભાગીદાર થઈ તેમની રાજકીય માન્યતાઓને દૃઢ કરી.

તેઓ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા, બર્મિંગહામમાં બ્રિટિશ અસોસિએશનની બેઠકમાં હાજરી આપી. પછી તેમણે દક્ષિણ સ્કૉટલૅન્ડમાં સર વિલિયમ જાર્ડીનની મુલાકાત લીધી. ચાર્લ્સે પછી દુનિયાનાં તમામ પક્ષીઓનું એક પદ્ધતિસરનું વર્ગીકરણ કરવાનું અને નમૂનાઓના અભ્યાસ માટે સમગ્ર યુરોપનાં સંગ્રહાલયોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. 1850માં,[] તેમને ફ્રાંસમાં પાછા ફરવાની મંજૂરી મળી, અને તેમણે તેમના જીવનના બાકીના સમય માટે પૅરિસમાં પોતાનું ઘર બનાવ્યું. 1854માં, તેઓ જાર્દીન દેસ પ્લાન્ટ્સ(Jardin des Plantes)ના નિયામક બન્યા.[] 1855માં, તેમને રોયલ સ્વિડીશ એકેડેમી ઑફ સાયન્સિસના વિદેશી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓએ તેમના મૃત્યુ પહેલાં કૉન્સ્પેક્ટસ જેનેરમ અવિયમ (Conspectus Generum Avium) નો પોતાનો પ્રથમ ખંડ પ્રકાશિત કર્યો, બીજો ખંડ હેર્મન્ન સ્ક્લીગલ દ્વારા સંપાદિત કરવામાં આવી રહ્યો છે..

લૂસિઅન અને તેમની પત્નીને કાર્ડિનલ લૂસિઅન બોનાપાર્ટ સહિત કુલ મળીને 12 બાળકો હતાં.

પુસ્તકો/લખાણો

[ફેરફાર કરો]

એમ. દ પોઉન્સ સાથે કામ કરીને તેમણે કબૂતરો અને પોપટોમાંના એક પ્રકારની વર્ણનાત્મક સૂચિ પણ તૈયાર કરી, જે તેમના મૃત્યુ બાદ પ્રકાશિત કરવામાં આવી.

તેમનાં પ્રકાશિત થયેલાં પેપરો નીચે મુજબ છે:

  • “ઓબ્ઝર્વેશન્સ ઓન ધી નમેન્ક્લેચર ઑફ વિલ્સન્સ ‘ઑર્નિથોલૉજિ,’” એકેડેમી ઓફ ફિલાડેલફિયાની જર્નલ
  • “સિનૉપ્સિસ ઓફ ધી બર્ડઝ ઑફ ધી યુનાઈડ સ્ટેટ્સ,” ઍનલ્ઝ ઓફ ધી લિસિયમ ઑફ ન્યૂ યોર્ક
  • “કેટલોગ ઓપ ધી બર્ડઝ ઓફ ધી યુનાઈટેડ સ્ટેટ્સ,” કન્ટ્રીબ્યુશનસ ઑફ ધી મેક્લુરીયન લિસિયમ ઓફ ફિલાડેલફિયા

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ઢાંચો:Cite Appletons'
  2. જેઝપર રિડલેય, ગારીબાલ્દી , વાઇકિંગ પ્રેસ (1976), પાન નં. 268.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]
  • Thomas, Phillip Drennon (2002). "The emperor of nature: Charles-Lucien Bonaparte and his world. [Review of: Stroud, P.T. The emperor of nature: Charles-Lucien Bonaparte and his world. Philadelphia: U. of Pennsylvania Pr., 2000]". Journal of American history (Bloomington, Ind.). 88 (4). પૃષ્ઠ 1517. PMID 16845779.
  • સ્ટ્રોઉડ , પેટ્રિસીયા ટ્રીસન – ધી એમ્પરર ઓફ નેચર . ચાર્લ્સ- લુસિઅન બોનાપાર્ટ એન્ડ હીઝ વર્લ્ડ ISBN 0-8122-3546-0
  • મીર્ન્સ , બાર્બરા અને રિચાર્ડ – બાયોગ્રાફીઝ ફોર બર્ડવોચર્ઝ ISBN 0-12-487422-3
  • રિડલેય , જેઝપર – ગારીબાલ્દી વાઇકિંગ પ્રેસ (1976)
ચાર્લ્સ લુસિઅન બોનાપાર્ટ
Born: 24 May 1803 Died: 29 July 1857
Titles of nobility
પુરોગામી Prince of Canino and Musignano
1840–1857
અનુગામી
Joseph